Book Title: Swanubhutidarshan
Author(s): Champaben
Publisher: Jagjivan Bavchand Doshi Parivar Songadh

View full book text
Previous | Next

Page 9
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬] રીતે સમજી શકે તેવી રીતે તેઓશ્રી સમાધાન કરાવતાં હતાં. સ્વાનુભૂતિની પ્રાપ્તિ અર્થે જ તેઓશ્રીનું સઘળું માર્ગદર્શન હતું જેથી આ પુસ્તકનું નામ “સ્વાનુભૂતિદર્શન' રાખવામાં આવ્યું છે અને પ્રશ્ન-સમાધાનની પ્રક્રિયાનું રૂઢિગત નામ “ચર્ચા' હોવાથી બહેનશ્રીની તત્ત્વચર્ચા” એ નામથી ઓળખાવવામાં આવ્યું છે. જીવને સ્વરૂપ-પ્રાપ્તિની જિજ્ઞાસા કેમ ઉત્પન્ન થાય, રુચિ કેમ થાય, લગની કેમ લાગે, ઊંડપ કેમ આવે, દઢતા કેમ વધે, કાર્યસાધકતાની કાળજી કેમ વધે, કાર્ય પૂર્ણ થયા વગર ચેન ન પડવું જોઈએ, જ્ઞાન શું કાર્ય કરે, શ્રદ્ધા કેવી રીતે ગ્રહણ કરે, ચારિત્ર શું ક્રિયા કરે, વીર્ય કેમ ફેરવાય, જ્ઞાની-અજ્ઞાનીની પરિણતિનો શું તફાવત છે, ક્રમબદ્ધ અને પુરુષાર્થનો કઈ રીતે સુમેળ છે, જ્ઞાન-વૈરાગ્યની સંધિ કેવી હોય, ભેદજ્ઞાન કેમ કરાય-કોનાથી કરાય, સ્વરૂપ-મહિમા કેમ આવે, રાગથી વિરક્તિ કેમ થાય વગેરે તથા સ્વછંદતા ન થાય, પ્રમાદ ન થાય, ખોટી રીતે સંતોષ ન થાય, થોડાં કાર્યને ઘણું ન મનાય, ક્ષયોપશમ, મંદ કષાય કે બાહ્યક્રિયામાં કોઈ પ્રકારે અધિકતા ન ભાસે વગેરે અનેક ભાવોને ઘણી સ્પષ્ટ રીતે આ પુસ્તકમાં સમજાવવામાં આવ્યા છે. ઉપાદાનનિમિત્ત, કર્તા-કર્મપણું અકર્તાપણું, શય-જ્ઞાયકપણું, સ્વ-પરપ્રકાશકપણું ઈત્યાદિ અનેક વિષયોની સારી રીતે છણાવટ થવાથી જિજ્ઞાસુ-મુમુક્ષુઓને એક વિશદ માર્ગદર્શન સાંપડયું છે, જે પુરુષાર્થ ઉપાડવામાં અપ્રતિમ બળદાયક ને પ્રેરણારૂપ બની રહેશે. ટુંકમાં કહીએ તો, પૂજ્ય બહેનશ્રી દ્વારા થયેલાં આ સમાધાનમાં તેઓશ્રીનો અનુભવરસ નીતરે છે ને હું જ્ઞાયક છું-જ્ઞાયક છું એવો સુમધુર નાદ મુમુક્ષુઓને જાગૃત કરે છે. અનેક મુમુક્ષુઓની માગણી હોવાથી તેમ જ પૂજ્ય ગુરુદેવશ્રીના ભક્ત એવા સમસ્ત મુમુક્ષુઓ પૂજ્ય બહેનશ્રીની અમૃતમય મંગલકારી વાણીનો લાભ લઈ શકે તે હેતુથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવે છે. અનાદિના અજાણ્યા આત્મપંથે જવાવાળા મુમુક્ષુ-વટેમાર્ગુને દિશાદર્શક ને પુરુષાર્થપ્રેરક એવું આ પુસ્તક એક પ્રખર અનુભવી ભોમિયા જેવું કામ કરશે. માટે આ તત્ત્વચર્ચાના પુસ્તકને મહાલાભકારી સમજીને તેનું ઊંડું સ્વલક્ષી અધ્યયન કરવાયોગ્ય છે. આ “સ્વાનુભૂતિદર્શન' ગ્રંથના પ્રારંભથી લઈને પૂર્ણ થવામાં મૂળ પ્રેરણાસ્ત્રોત પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામી છે, જેમને હું અનંત-અનંત વંદન કરું છું. પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબહેનનો પણ પરમ-પરમ ઉપકાર છે. તેઓશ્રીનાં મંગલ આશિષથી જ આ કાર્ય સંપન્ન થયું છે. જ્ઞાનીની ટેપ-વાણીને લિપિબદ્ધ કરવાનું કાર્ય અતિ કઠણ હોય છે. કારણ કે Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 371