Book Title: Swanubhutidarshan
Author(s): Champaben
Publisher: Jagjivan Bavchand Doshi Parivar Songadh

View full book text
Previous | Next

Page 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪] પૂજ્ય બહેનશ્રીની “પ૭”મી સમ્યકત્વજયંતી પૂજ્ય બહેનશ્રીના મંગલ સાન્નિધ્યમાં ઉજવવાનો અમોને અપૂર્વ લાભ મળેલો. તે અમારું મહાન સદ્ભાગ્ય હતું ધન્ય તે દિવસ ! ધન્ય તે કાળ! પૂજ્ય ગુરુદેવશ્રીની પાવનકારી મંગલમય ઉપસ્થિતિમાં પૂજ્ય બહેનશ્રીની ૬૩મી જન્મજયંતી પ્રસંગે ગુજરાતી આત્મધર્મના સંપાદક દ્વારા ગુજરાતી આત્મધર્મમાં પૂજ્ય બહેનશ્રીનાં ૬૩ વચનામૃતોનું સંકલન શ્રી દિ. જૈન સ્વા. મંદિર ટ્રસ્ટે સૌ પ્રથમવાર પ્રકાશિત કર્યું અને ત્યારબાદ ૬૪મી જન્મજયંતિ પ્રસંગે “બહેનશ્રીનાં વચનામૃત” પુસ્તક શ્રી દિ. જૈન સ્વા. મંદિર ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયેલું. ત્યારબાદ પૂજ્ય ગુરુદેવશ્રીની અનુપસ્થિતિમાં પણ શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી (૧) પૂજ્ય બહેનશ્રીની ૭૫મી જન્મજયંતી પ્રસંગે અભિનંદન-ગ્રંથ, (૨) બહેનશ્રીની સાધના અને વાણી (૩) બહેનશ્રીનો જ્ઞાનવૈભવ તેમ જ શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ, ભાવનગર દ્વારા “ગુરુ-ગુણ-સંભારણાં” પુસ્તક પ્રકાશિત થતાં રહ્યા છે. તેવી રીતે અમે પણ પૂજ્ય બહેનશ્રીની ભવસંતતિ-છેદક, સ્વાનુભૂતિયુક્ત દિવ્યવાણીનું, ભવ્ય જીવો અમૃતપાન કરે અને શુદ્ધાત્મચિ સંપન્ન બની સાધના-આરાધના પંથના પથિક બને તે હેતુથી આ “સ્વાનુભૂતિ-દર્શન’ પુસ્તક કે જેમાં વિડિયો તથા ઓડિયો ટેપમાં સંગ્રહિત યેલ પૂજ્ય બહેનશ્રીની તત્વચર્ચા છે તે પ્રકાશિત કરીએ છીએ. આમાં પૂજ્ય બહેનશ્રીની પરોક્ષ પ્રેરણાએ જ બળ આપ્યું છે. પુરુષાર્થપ્રેરણામૂર્તિ, અધ્યાત્મમાર્ગપ્રણેતા પૂજ્ય ગુરુદેવશ્રી તેમ જ સ્વાત્માનુભૂતિપરિણત પૂજ્ય બહેનશ્રીના પુનિત પ્રતાપે આ ગ્રંથનું ભગીરથ કાર્ય થઈ શક્યું છે. પૂજ્ય બહેનશ્રીની ધીર-ગંભીર ને મોક્ષમાર્ગનો પ્રકાશ કરનારી વાણી લિપિબદ્ધ થાય તેવી ઘણા મુમુક્ષુઓની ને અમારી અંતરની ઉત્કૃષ્ટ ભાવના હતી જે આજે સાકાર થાય છે. શ્રી જિનવાણી અને પૂજ્ય બહેનશ્રી પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને આત્માર્થી પ્રાણલાલભાઈ કામદારે આ ગ્રંથનું ઉલ્લાસપૂર્વક સંકલન કર્યું છે તથા કેટલાક આત્માર્થી મુમુક્ષુ ભાઈઓએ તેમ જ પૂજ્ય બહેનશ્રીના સાન્નિધ્યમાં રહેતાં કેટલાક બ્રહ્મચારી બહેનોએ આ કાર્યમાં પ્રશંસનીય સહકાર આપ્યો છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ. આ ગ્રંથના પ્રકાશનમાં જે જે દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો છે તેમનો સલ્કય આભાર માનીએ છીએ, આ પુસ્તકનું સુંદર મુદ્રણ કામ કરી આપવા બદલ સ્મૃતિ ઓફસેટનો, રંગીન છાપકામ માટે Kings of Kingનો તથા કોમ્યુટર ટાઈપ સેટિંગ માટે અરિહંત કપ્યુટર ગ્રાફિક્સનો આભાર માનવામાં આવે છે. કરુણાસાગર ધર્માત્માના ઉપદેશને ગ્રહણ કરીને આપણે સૌ ભાવિના ભગવાન અને ભાવિ ગણધરનાં મંગલ આશિષ વડે આત્મહિત સાધીએ એ મંગલ ભાવના – પ્રકાશક Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 371