Book Title: Swanubhutidarshan
Author(s): Champaben
Publisher: Jagjivan Bavchand Doshi Parivar Songadh

View full book text
Previous | Next

Page 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | | પ્રકાશકીય નિવેદન | અમ પામરને પ્રભુ બનાવનાર, “તું પરમાત્મા છો, તું પરમાત્મા છો” ના મીઠાં-મધુરાં ગુંજારવમય દિવ્યધ્વનિદાતા હે પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ! ભરતક્ષેત્રના ભવ્ય જીવો ઉપર આપનો અનંત અનંત અચિંત્ય ઉપકાર છે. ભવછેદક વાણી દ્વારા આત્મદેવના ભેટા કરાવનાર હે મુક્તિદૂત! આપનો આ કાળે અસીમ અવર્ણનીય ઉપકાર વર્તે છે. હજારોની માનવમેદનીમાં ગર્જતા હે શૂરવીર કેસરી સિંહ! આપે સની ખાતર સોનગઢના એકાન્ત શાંત સ્થળમાં નિવાસ કર્યો ને અનુક્રમે સોનગઢ ભારતવર્ષનું એક અનુપમ “અધ્યાત્મતીર્થ' બની ગયું. સોનામાં સુગંધ ભળે તેમ ભાવિ ગણધર-શ્રતધર પ્રશમમૂર્તિ ભગવતી માતાનો કલ્પવૃક્ષસમ સત્-સમાગમ અમને સંપ્રાપ્ત થયો તે અમારા અહોભાગ્ય છે. આવા મહાન જ્ઞાનવૈભવધારી પવિત્ર ધર્માત્માની ચરણ ઉપાસના મહાભાગ્યે જ પ્રાપ્ત થાય છે. અમારા પિતાશ્રીને રત્નચિંતામણિ સમ પૂજ્ય ગુરુદેવશ્રીનો તેમ જ કલ્પવૃક્ષની શીતળછાયા સમ પૂજ્ય ભગવતી માતાનો સમાગમ ઘણા કાળ સુધી થયો હતો. અમારા બ્ર. ઉષાબેનને પૂજ્ય બહેનશ્રીનાં મંગલ સાન્નિધ્યમાં નિરંતર રહીને તેઓશ્રીનાં દૈનિક જીવનમાં વણાઈ જવાનો તેમ જ ભક્તિભાવે તેઓશ્રીની સેવા કરવાનો દુર્લભ લાભ વર્ષો સુધી મળ્યો હતો. પૂજ્ય બહેનશ્રીની અમારા કુટુંબ ઉપરની અસીમ અનંત કૃપાનું વર્ણન શું કરીએ? પૂજ્ય ગુરુદેવશ્રી ફરમાવતાં હતાં કે “બેનનું જેટલું કરો તેટલું ઓછું છે. આ ભાવનાથી પ્રેરાઈને તેમ જ પૂજ્ય બહેનશ્રીની અતીન્દ્રિય આનંદમય નિર્મળ પરિણતિમાંથી વહેલાં જ્ઞાનગંગાના અમૃત-ઝરણાનો લાભ ભવ્ય જીવોને મળે તે હેતુથી આ અમૃતવાણીનું પ્રકાશન કરવાની અમારી ભાવના હતી જે આજે સાકાર થાય છે અને તેથી અમો અંતરમાં હર્ષ અનુભવીએ છીએ. ઘણા વર્ષો સુધી રાત્રે માત્ર બહેનોની મહિલા સભામાં પૂજ્ય બહેનશ્રીના શાસ્ત્રવાંચન દ્વારા દિવ્યવાણીનો લાભ બહેનોને પ્રાપ્ત થયો હતો. પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીનો, વિયોગ થતાં, પૂજ્ય બહેનશ્રીને પસંદ ન હોવાં છતાં મુમુક્ષુઓની આગ્રહભરી વિનંતીવશ, તેઓશ્રીની તત્ત્વચર્ચાનો લાભ મુમુક્ષુ ભાઈઓને પણ પ્રાપ્ત થયો. જિનાગમના રહસ્યોને સ્વાનુભૂતિયુક્ત વાણીથી સુગમ શૈલીમાં સમજાવીને ભક્તોને ન્યાલ કરી દીધાં. જેના શબ્દ-શબ્દમાં અનુભવરસ નીતરી રહ્યો છે, જેમાં દિવ્ય મંત્રો ગુંજી રહ્યાં છે તે અધ્યાત્મ-અમૃત-સરિતાનું પાન ભવ્ય જીવોએ ખોબા ભરી ભરીને કર્યું ને ભવભવની તરસ છીપાવી. અમારા પૂજ્ય પિતાશ્રીની જ્ઞાનપ્રચારની ભાવના નિમિત્તે વિક્રમ ૨૦૦૬માં પૂજ્ય ગુરુદેવશ્રીનાં શુદ્ધાત્મતત્ત્વરસપૂર્ણ પ્રવચનોનું સંકલન તથા સૌ પ્રથમવાર પૂજ્ય બહેનશ્રીના શ્રીમુખેથી વહેલા સ્વાનુભૂતિયુક્ત કેટલાંક વચનામૃતો “પ્રવચન સાગરનાં મોતી' નામે પ્રકાશિત થયેલ. પૂજ્ય બહેનશ્રીની સમ્યત્વજયંતી ઉજવવાની અમારા પૂજ્ય માતુશ્રીની અતિ તીવ્ર ભાવના હતી તેથી Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 371