Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 9
________________ મહાકવિ હરિચન્દ્ર - ૩૫૧ સુપ્રસિદ્ધ સિદ્ધરાજ જયસિંહના રાજ્યઅમલ દરમ્યાન દર્શાવ્યે છે. એટલે રિચન્દ્ર એથી પણ પહેલાંના હતા. ‘ધર્મશોભ્યુદય’ના પ્રથમ સર્ગના ચતુ શ્લોકને દ્વિતીય જિનસેનાચાયે પેાતાના ‘અલંકાર ચિંતામણી' નામક ગ્રંથમાં ઉત્પ્રેક્ષાલંકારના ઉદાહરણ રૂપે ઉદ્ધૃત કર્યાં છે. આ દ્વિતીય જિનસેને પોતાના સમય સાલંકી વંશજ ચામુંડરાયના રાજ્યકાળ બતાવ્યા છે. ચામુંડરાયને સમય ૯૯૬ છે. આમ હરિચંદ્ર એ સમયથી પણ પૂર્વના હતા. પ્રથમ જણાવ્યા પ્રમાણે ઉત્તરપુરાણને અંતિમ નિર્માણકાળ સને ૮૯૮ છે, અને સને ૯૯૬થી પરવર્તી હરિચંદ્ર પણ નથી. ઉત્તરપુરાણ' અને ઉત ‘અલંકાર ચિંતામણિ'ના નિર્માણકાળની વચ્ચે કેવળ ૯૮ વર્ષનું અંતર છે. હવે વિચારવાની વાત એ છે કે કાઈ ગ્રંથ રચાતાં તરત જ તેને પ્રચાર કે પ્રસિદ્ધિ નથી જ થતાં અને તે પણ પ્રાચીન સમયમાં કે જે સમયે આજનાં મુદ્રણ અને શીઘ્ર ગમનાગમનનાં સાધનાને સર્વથા અભાવ હતા. દ્વિતીય જિનસેન પણ હરિચંદ્રને ‘ધર્મશર્માભ્યુદય' ગ્રંથ યથાર્થ પ્રસિદ્ધિમાં આવી ગયા પછી જ તેના ઉલ્લેખ પેાતાના ગ્રંથમાં કરી શકયા હશે. એના માટે તે ૫૦ થી ૧૦૦ વર્ષ સુધી વખત પણ ન્યૂન માની શકાય. એ રીતે જ ‘ઉત્તરપુરાણ'ની પ્રર્પાદ્ધિને માટે એટલે જ સમય લાગવા જોઇ એ. અને ત્યારે જ રિચન્દ્ર જેવા મહાકવિ દ્વારા તેનું ગ્રહણ કરવું સંભવિત છે. પરંતુ એ બન્ને ગ્રંથોના નિયત નિર્માણકાળની વચ્ચે એટલા સમય નથી જ બચતા કે જેથી ‘ઉત્તરપુરાણ’ની કથાનું હરિચંદ્ર અનુકરણ કરે અને હરિચંદ્રના પદ્યનુ જિનસેન ઉદ્ધરણ કરી શકે. હિરચંદ્ર જે કથાનું વર્ણન કર્યું તે 'ઉત્તરપુરાણ'ની કથાથી ભિન્ન પણ છે. સંક્ષેપમાં તે નીચે પ્રમાણે છે: “ રાજા સત્યધર નિજ પ્રેયસી રાણી વિજયા પર એટલે પ્રેમાંધ બની ગયા કે જેના કારણે તે રાજ્યકાર્યમાં પણ આવશ્યક સમય અને કર્તવ્ય ન આપી શકતા. પરિણામે પ્રધાનમંત્રી કાષ્ઠા ારના હસ્તમાં સમસ્ત રાજકારભાર આવી પડયા. અમુક વખત પછી પૂર્ણ રીતે સશક્ત બનતાં કાષ્ઠાંગારે વિચાર કર્યો કે રાજાની નબળાઈ ને લાભ લઈ -તેને નષ્ટ કરી સ્વતંત્ર રાજ કેમ ન બનવું ? સમય આવ્યે તુરત જ તેણે સત્યન્ધરના રાજભવનને ઘેરા બાલ્યેા. નિશ્ચિંત બની આનંદ અને સુખની પરિસીમા ભાગવતા રાજા પ્રથમ તા ગભરાયે।. પણ અંતે તે ખૂબ બહાદુરીથી લડયા અને આખરે મૃત્યુવશ થયા. પરંતુ ભવનમાંથી લડવા માટે બહાર આવતાં પહેલાં વંશરક્ષાથે નિજ સગર્ભા રાણીને તેણે મયૂરયંત્ર (વાયુયાન) દ્વારા આકાશમાર્ગે રવાના કરી દીધી હતી. એ મયૂરયંત્ર દ્વારા રાણી ત્યાંના સ્મશાનમાં ઉતરી અને ત્યાં ગ્રંથનાયક જીવેધર નામક રાજકુમારના જન્મ થયેા. આ જીવંધરનું પાલનપોષણ પછી એક વૈશ્યને ત્યાં થાય છે. સહજ ઉંમર વધતાં એ રાજકુમારનાં વીરકાર્યો એટલાં વધી પડયાં કે રાજા બની બેઠેલા કાણ્યાંગારને પણ એને ભય લાગ્યા. સમય મળતાં પેાતાના એ ઊગતા રાત્રુને નષ્ટ કરવાના ઈરાદે કાણ્યાંગાર પોતાના એક હાથીને મારવાના કૃત્યના દùસ્વરૂપ જીવંધરને મારી નાખવાની આજ્ઞા કરે છે. પરંતુ પેાતાના એક યમિત્રની સહાયથી તે બચી જાય છે. એ યક્ષને રાજકુમારે એક મંત્ર દ્વારા શ્વાન યુનિમાંથી દેવ બનાવ્યેા હતેા. આત્તિ સમયે સ્મરણ કરતાં જ તે યક્ષે આવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52