________________
૩૬૬ સુવાસ : માર્ગશીર્ષ ૧૯૬
છે. જાહેરખબર પાછળ, પ્રચાર પાછળ અને નવી નવી શોધખોળો પાછળ પુષ્કળ ખર્ચ કરી શકાય છે. મુખ્ય ઉદ્યોગ સાથે ગૌણ ઉદ્યોગ વિકસાવી શકાય છે. આ બધા ફાયદાઓ માત્ર જથ્થાબંધ ઉત્પાદનથી જ અનુભવી શકાય છે, પરિણામે ગૃહઉદ્યોગો તેની સામે ટક્કર ઝીલી શકતા નથી; તે ધીમેધીમે ઘસાઈ જાય છે અને નાશ પામે છે.
જથ્થાબંધ ઉત્પાદનની બીજી એક વિશિષ્ટ ઘટના એ છે કે તેનાથી એકજ પ્રકારના ઉદ્યોગનું એકીકરણ થઈ જાય છે તેટલું જ નહિ પણ તેનું સંયોજન પણ થઈ જાય છે. આ સંયોજનને અમેરિકામાં “Trusts” કહેવામાં આવે છે. જર્મનીમાં તેને “Kartels” તરીકે સંબોધવામાં આવે છે: ઇગ્લાંડમાં આવા સયાજનને ઔદ્યોગિક સંગઠનના સ્વરૂપમાં સમજવામાં આવે છે. આવાં સંગઠને બે સ્વરૂપે થાય છે. એક જ પ્રકારના ઉદ્યોગો એકજ વ્યવસ્થામાં કેન્દ્રિત થઈ જાય તે પહેલા પ્રકારનું-Horizental combinations-સંગઠન છે; બીજા પ્રકારના સંગઠનમાં કોઈ પણ એક પ્રકારના ઉદ્યોગમાં, કાચા માલથી તે છેલ્લે પાકા માલ સુધી. જે જે પગથિયાં અને પરિવર્તન આવતાં હોય તે બધી કક્ષાએ એક જ વ્યવસ્થા-Vertical combinations-નીચે લાવવામાં આવે છે. આ સંગઠનાને પરિણામે ઉત્પાદનમાં અસાધારણ કરકસર અને ફાયદા અનુભવી શકાય છે; એક જ પ્રકારના ઉદ્યોગમાં પરસ્પરની હરિફાઈ નાબૂદ થઈ જાય છે, ઉત્પાદનની વેચાણકિમત સ્થિરપણે નક્કી કરી શકાય છે. તેનું પ્રમાણ પણ નિશ્ચિત તેમજ વ્યવસ્થિત કરી શકાય છે. આંતરરાષ્ટ્રિય બજારોની વહેંચણી કરી શકાય છે. ઓગણીસમી સદીની જીવલેણ હરિફાઈ વીસમી સદીમાં ઔદ્યોગિક ઉત્પાદનના સંયોજનમાં અને સુવ્યવસ્થામાં, આ સંગઠનના માર્ગને પરિણામે પરિણમી છે. આ સંગઠન પરત્વે શરૂઆતમાં શંકાની દૃષ્ટિથી જોવામાં આવતું કારણ કે હરિફાઈના અભાવે અને સંગઠનથી પ્રાપ્ત થયેલા એકહથ્થુ ઉત્પાદનને પરિણામે તેના વ્યવસ્થાપકે ધારે તે સમાજને, ઉત્પાદનની કિમત ઘણી ઊંચી રાખી જબરદસ્ત હાની પહોંચાડી શકે. માટે પ્રત્યેક રાષ્ટ્રમાં આવાં સંગઠને માટે સરકારથી કાયદાઓ કરવામાં આવેલા છે, જેથી કાનુનની મર્યાદામાં રહીને સંગઠને પિતાના વ્યવસાય કરી શકે છે.
હવે આપણે ટેકાણમાં. આ અર્વાચીન ઉત્પાદન અને વ્યાપારની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે છે અને એ વ્યવસ્થા કેવી રીતે વિકાસ પામી છે તે જોઈએ.
વ્યવસ્થાના મુખ્ય છ પ્રકાર છે, અને પ્રત્યેક પ્રકારમાં વિકાસનું તત્ત્વ માલુમ પડે છે. પ્રથમ માત્ર એક જ વ્યક્તિથી વ્યાપારની કે પોતાના ઉત્પાદનની વ્યવસ્થા કરવામાં આવતી. આ વ્યવસ્થામાં વ્યાપાર કે ઉત્પાદન ઘણુંજ નાનાં અને મર્યાદિત પ્રમાણમાં રહેતાં, મૂડી શ્રમ અને વ્યવસ્થા એક જ વ્યક્તિમાં કેન્દ્રિત થતાં. બીજી કક્ષામાં એક વ્યક્તિમાંથી બે, ત્રણ કે ચાર ભાગીદારોના હાથમાં વ્યવસાયનું તંત્ર આવ્યું. પહેલી વ્યવસ્થા કરતાં આ વ્યવસ્થા વધારે પ્રગતિશીલ હતી; માત્ર એક જ વ્યક્તિની બુદ્ધિ, મૂડી ને શ્રમને બદલે, એક કરતાં વધારે ભાગીદારોની બુદ્ધિ, મૂડી અને શ્રમનો ઉપયોગ આ વ્યવસ્થાના ક્ષેત્રમાં થવા લાગ્યો. ત્રીજા પ્રકારની વ્યવસ્થામાં સંયુકત મૂડીની પ્રથાને જન્મ થયો. હવે અમુક ઉદ્યોગ, વ્યાપાર કે ઉત્પાદન માટે જોઈતી મૂડી ઘણી વ્યક્તિઓ પાસેથી એકઠી કરવાની શરૂઆત થઈ અને વ્યવસ્થાનું તંત્ર, મૂડી આપનાર બધી વ્યક્તિઓના હાથમાં નહિ, પણ અમુક જ વ્યક્તિઓના હાથમાં આવ્યું–જેમણે અમુક પ્રમાણથી વધારે મૂડી આપી હોય. ચોથા પ્રકારની વ્યવસ્થા એકહથ્થુ સત્તા ને એકહથ્થુ ઉત્પાદનને માર્ગ, ઔદ્યોગિક સંગઠનો મારફત, જવા લાગી. પાંચમા પ્રકારની વ્યવસ્થામાં પ્રજાતંત્રનું તત્ત્વ પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ
[અનુસંધાન ૫, ૩૭૦]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com