Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 49
________________ ધ- ૩૯૧ એ સ્થિતિ છે. એણે તરછોડેલી શસ્ત્રમર્યાદા કે વિકસાવેલે યંત્રવાદ કદાચ એને જ ભક્ષી જશે. આ થઈ યુદ્ધ અને એના માર્ગો કે મર્યાદાની વાત. પણ યુદ્ધનાં કારણે એ પણ એ વિષયનો એક અગત્યને પ્રશ્ન છે. લશ્કરી યુદ્ધોની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી યુદ્ધનાં સાચાં અને જગજાહેર કારણે વચ્ચે હંમેશાં આત્માન-જમીનનું અંતર રહેતું જ આવ્યું છે. જ્યારે યુદ્ધમાં સંડવાનાર પક્ષને, સ્વાર્થને સંઘર્ષણ તરીકે કે નિબળ પ્રજાઓના શેષણને માટે, યુદ્ધ અનિવાર્ય લાગે છે ત્યારે બંને પક્ષ, લશ્કરની અને પ્રજાની શક્તિને ઉશ્કેરવા તથા જગતની પ્રજાઓની હમદર્દી પોતાના તરફ વાળવા, પિતા પોતાને યોગ્ય લાગતાં દિલોત્તેજક કારણ ઉપજાવી કાઢે છે અને જગતમાં એનો પ્રચાર કરે છે. ઓગણીસમી સદીની મધ્યમાં ખેલાયલ ઓસ્ટ્ર-પર્શિયન યુદ્ધ વિષે ઇગ્લાંડના પરદેશમંત્રીએ પોતે જ કહેલું કે, “એ યુદ્ધનું ખરું કારણ જગતમાં ત્રણ જણ જાણે છે. પ્રિન્સ આબર્ટ, ડેનીશ રાજદ્વારી ને હું ” ગત મહાયુદ્ધનું જગજાહેર કારણ કેસરની મહત્વાકાંક્ષા કે સર્વિયાના રાજકુમારનું ખૂન, રાજદ્વારીઓના મતે એ કારણ મેક્કો સંબંધીને કરારભંગ ને સાચું કારણ તે જાણતા હશે અંગ્રેજ કે જર્મન રાજનીતિના સૂત્ર-સંચાલકે. વર્તમાન યુદ્ધનું ખરું કારણ પણ પ્રજાઓ દશકાઓ સુધી જાણી શકે એ અસંભવિત છે. આ સ્થિતિમાં, પારકી ભૂમિ પર ખેલાતાં યુદ્ધોની પાછળ પોતાની માનસિક શક્તિ ખચી નાંખવાને બદલે ભારતીય પ્રજા પોતાના પ્રશ્નોને વિશેષ સ્વતંત્ર દષ્ટિએ વિચારે એ વધારે લાભદાયી છે. જીવન જીવનનાં મુખ્ય બે પાસાં–એક સંસ્કાર, બીજું બળ. સંસ્કારથી બળ વિશુદ્ધ બને છે, બળના આશ્રયે સંસ્કાર ટકી શકે છે. બળ વાડ છે, સંસ્કાર વેલ છે. જે પ્રજાએ આ બે પાસાંમાંથી એકને વિશેષ મહત્ત્વ આપવા ગઈ છે તેમણે બીજાને પાંગળું બનાવી જીવન ગુમાવ્યું છે. પ્રજા જ્યારે એકલા બળ પર મુસ્તાક બને છે ત્યારે તેની સ્થિતિ દાનવ જેવી બને છે. તેને બહારની ગુલામી નથી જકડી શકતી પણ રસ, સંસ્કાર ને ઉલ્લાસથી હીન બની તે માનવજીવનની કિંમત ગુમાવી બેસે છે ને, સમય જતાં, પશુ જેવી બની તે ચાલાક પ્રજાઓના હથિયાર તરીકે રહેસાઈ જાય છે. જ્યારે તે કેવળ સંસ્કારને ભજે છે ત્યારે તેને બહારના બળને આધીન-ગુલામ બનવું પડે છે. તેનો રસ નથી સૂકાતે, પણ ગુલામી તેની સંસ્કારવિશુદ્ધિને છૂંદી નાંખે છે. ને સમય જતાં રસ પણ વિલાસમાં પરિણમી પ્રજાને રોગી ને સત્વહીન કરી મૂકે છે. સંસ્કારને પ્રાધાન્ય આપવા જતાં જેને પાસે આજે દશ લાખની પણ પ્રજા નથી; બળને પ્રાધાન્ય આપવા જતાં મુસલમાનોની સંખ્યા કરોડોની બની છે. પણ તેમાં રસ, ઉલ્લાસ, માધુર્ય, સમદષ્ટિ વગેરે વિસરાઈ ગયાં છે. પ્રાથમિક, ડંખીલી કે વેર લેવાને ઝનૂને ચડેલી પ્રજાએ બળપ્રધાન બની જાય છે; ગુલામ, વિલાસી વૈભવી કે આદર્શવાદી પ્રજાઓ સરકારપ્રધાન બને છે. બળપ્રધાન પ્રજાઓનું બળ પશુબળમાં પરિણમે છે, સંસ્કારપ્રધાન પ્રજાના સંસ્કાર વિલાસ, રોગ ને સત્વહીનતામાં પરિણમે છે. રોમે વૈભવમાં સ્વતંત્રતા ગુમાવી; જંગલી કે અર્ધજંગલી પ્રજાઓએ કેવળ બળને અનુસરતાં જીવન ગુમાવ્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52