Page #1
--------------------------------------------------------------------------
________________
સુવાસ
નિયમેાચાજના
દર હિંદુ મહિનાના પહેલા અઠવાડિયામાં [ અંગ્રેજી મહિનાની પંદરમી
‘સુવાસ
તારીખ લગભગમાં ] બહાર પડશે.
સુવાસ કાર્યાલય રાવપુરા; વાદરા
‘સુવાસ’ના નવા કે જૂના ગ્રાહકેા વી. પી. ની રાહ જોવાને બદલે પેાતાનાં નવાં કે બાકી રહેતાં લવાજમે! મનીએ રથી મેાકલાવી આપે એ વધુ હિતવાહી છે. ‘સુવાસ’માં સ્થાન મેળવવા ઇચ્છતા લેખકોએ યાદ રાખવું ઘટે —
દરેક વિષયના લેખને માટે ‘સુવાસ'માં સ્થાન છે; પણ તેમાં— તલસ્પર્શતા, ભાષાશુદ્ધિ ને કલા એ અનિવાર્ય અંગેા છે.
અભ્યાસપૂર્ણ છતાં સર્વગ્રાહ્ય, સુવાચ્ય તે સરળ લેખાને પ્રથમ પસંદગી મળશે. જોડણી સંબંધમાં વિદ્યાપીઠના કાશને અનુસરવું.
સ્વીકાર્ય લેખેાની દશેક દિવસમાં પહેાંચ અપાશે. બાકીના લેખા, સાથે ટપાલખર્ચ મેાકલાવેલ હશે તેા, તે જ મુદતમાં પાછા મેાકલાવી દેવામાં આવશે.
‘સુવાસ’માં કવિતાનું સ્થાન ધણું જ મર્યાદિત છે. સત્ત્વહીન લેખા, વાર્તાઓ કે કવિતાઓનું ટપાલમાં આવી પહોંચતું અહેાળું પ્રમાણ કાર્યાલયને ભારરૂપ થઈ પડે છે અને લેખકને પણ તે ખર્ચમાં ઉતારે છે. એ બધાથી લેખા અમને બચાવી લે એવી આશા રાખીએ છીએ.
લેખક, ગ્રાહક અને સહાયક [ મિત્ર કે વાચક ] એ ત્રણે કાઇપણ સામયિકનાં આવશ્યક અંગા છે. એ ત્રણેના માર્ગ વધારે સરળ બને અને એ ત્રણે એકમેકને તેમજ માસિકને મદદ રૂપ થઈ પડે એ ગણતરીએ, પ્રાથમિક ભૂમિકારૂપે, અમે એ ત્રણેનાં ખાસ મંડળાની સ્થાપના કરી છે.
લેખકમંડળ—
‘સુવાસ’ના અત્યારસુધીના અંક્રામાં જે લેખકનાં એછામાં એછાં પંદર પાનાં પ્રગટ થયાં હશે તે દરેકને સભ્ય ગણી શકાશે.
નવા લેખક્રેમાંથી જેએ એમાં જોડાવા ઈચ્છતા હૈાય તેમણે તે સંબંધી પત્ર સાથે પેાતાને મનપસંદ વિષય પર એક સુંદર લેખ અમને લખી માકલાવવા. એ લેખ યથાયાગ્ય જણાતાં તે ‘સુવાસ’માં પ્રગટ કરવામાં આવશે અને લેખકને, જરૂરી પત્રવ્યવહાર પછી, ‘લેખકમંડળ'માં સ્થાન અપાશે.
એ મંડળ વધુમાં વધુ પચીશ લેખક્રાનું અનશે અને તેમાં જુદા જુદા વિષયના નિષ્ણાતાને જ સ્થાન અપાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
[૨]
લેખકમંડળના સભ્યોને “સુવાસને દરેક અંક વિનામૂલ્ય મોકલવામાં આવશે.
સુવાસની પુરસ્કારની યેજનાનો લાભ, પ્રથમ લેખ પ્રગટ થઈ ગયા પછી, કેવળ એ સભ્યોને જ મળી શકશે.
પ્રગટ થતા લેખની પાંચ પ્રીસ દરેક લેખકને મોકલાશે. પણ સભ્યોને વિશેષ નકલ. જોઈતી હશે તે, પત્રવ્યવહારથી નક્કી કરી લેતાં, કાગળના ખર્ચમાં જ તેમને તે માટે વ્યવસ્થા કરી આપવામાં આવશે.
તેમને દર વર્ષે એક સુંદર પોકેટ-ડાયરી ભેટ અપાશે. સુવાસમાં પ્રગટ થતા લેખની ચૂંટણી કરતાં તેમને પ્રથમ સ્થાન અપાશે. તે મંડળમાંથી બે પ્રતિનિધિઓને “સુવાસના સલાહકાર-મંડળમાં લેવાશે.
એ સભ્યને, ધીમે ધીમે, તેમનાં પુસ્તક પ્રગટ કરવામાં કે પ્રગટ થયેલ પુસ્તકના વેચાણમાં સગવડતા કરી આપવામાં આવશે.
આ ઉપરાંત તેમને બીજા પણ અનેક લાભ મળી શકે એવી જનાઓ કમિક ધોરણે વિસ્તારવામાં આવશે.
મિત્રમંડળ
એક કે એક કરતાં વધુ ગ્રાહકે બનાવનાર વ્યક્તિઓ “સુવાસ ના મિત્રમંડળમાં જોડાઈ શકશે.
તેમને સુંદર-સુશોભિત પેકેટ ડાયરી ભેટ અપાશે.
એક કરતાં વધુ ગ્રાહકે બનાવનાર મિત્રોને, તેમના કામના પ્રમાણમાં, જુદે જુદે વખતે જુદી જુદી ભેટ અપાશે.
સાત ગ્રાહક મેળવનાર મિત્ર વિના મૂલ્ય સુવાસ’ મેળવવાના અધિકારી થઈ શકશે. વાચકમંડળ
સુવાસના વાચકમંડળમાં તેના લેખકે, ગ્રાહકે ને મિત્રો જોડાઈ શકશે.
આ મંડળના સભ્યો દર ત્રણ ત્રણ મહિને પાછલા ત્રણે એકે વિષેને પિતાનો અભિપ્રાય જણાવી શકશે અને એ અભિપ્રાયમાં જેને અભિપ્રાય વધારેમાં વધારે સૂક્ષ્મ ને તટસ્થ વિવેચનરૂપે હશે તેને રૂ. ૫ થી ૧૦ નું ઇનામ અપાશે. ને એ બધા અભિપ્રાયોમાં જે લેખકના લેખને વિશેષ પસંદગી અપાઈ હશે તેને ગુજરાતી સાહિત્યની ગમે તે એક સુંદર કૃતિ ભેટ આપવામાં આવશે.
આ યોજનાથી તંત્રી લેખકે, ગ્રાહકે, વાચકે, મિત્ર વગેરે એકમેકના ગાઢ સંપર્કમાં આવી શકશે અને પરસ્પર લાભદાયી બની શકશે.
ઉપરની યોજનાઓ સંબંધમાં મેગ્ય સૂચનાઓ પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવશે.
“ પ્રાચીન ભારતવર્ષ” કે “ Ancient India’ના ગ્રાહક બનનારને ‘સુવાસ” એક વર્ષ માટે અધ કિંમતે ૧-૮-૦+૦-૪-૦પિસ્ટના મળી રૂ. ૧-૧૨-૦માં આપવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
કેટલાક અભિપ્રાય “સુવાસે' પિતાની ઉચ્ચ કોટિ હજીસુધી સાચવી રાખી છે. તેના અગ્રલેખો ખરેખર ચિંતનશીલ અને કાવ્યતત્વથી ભરેલા હોય છે.
– રમણલાલ વસંતલાલ દેસાઈ લેખે એકંદરે સારા .... અભ્યાસપૂર્વક લખાયેલા છે.
– અરદેશર ફરામજી ખબરદાર વડોદરેથી એક વર્ષથી પ્રગટતા આ ઉચ્ચાહી માસિકને ચૈત્ર-૧૯૯૫નો અંક શ્રીમદ્ હેમચન્દ્રાચાર્ય વિશેષાંક તરીકે નીકળે છે. જેવા સુલેખકોનાં ઉપયોગી વિચારણીય લખાણ તંત્રી...મેળવી શકાય છે એ આનંદનો વિષય છે. ઇચ્છીએ છીએ કે શિક્ષિત ગુજરાત સુવાસ' જેવા પ્રયાસને આવકારે, પિષે અને સંપૂર્ણ સુવિકાસની તક આપે.
---માનસી ગુજરાતને એક સારું માસિક મળ્યું હોવાને સંતોષ થાય છે.
–જન્મમિ એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન સાહિત્ય-જગતમાં મેળવશે એવી આશા બંધાય છે.
આ ન ફાલ અન્ય સામયિકે જેમ ખાલી નજર કરી ફેંકી દેવા જેવું નથી. “યથા નામાં તથા ગુણ'ની જેમ ખાસ વાંચવા જેવું છે... લેખની શૈલિ ઉત્તમ કલાપૂર્વક નવી છે. ખાસ મહત્વતા ભાષાશુદ્ધિ અને જોડણીને આપેલી છે.
–ખેતીવાડી વિજ્ઞાન “સુવાસ'નું ધોરણ આમ વધુ વ્યાપક બનતું જાય છે તે જોઈ આનંદ થાય છે. તેના સંચાલને ધન્યવાદ છે. . આ પદ્ધતિને બધાં સામયિકવાળા સ્વીકાર કરે તે અત્યારે કચરાની ટોપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે ન જ થવા પામે.
તેમાં પીરસાયેલી વિવિધ જાતની વાનગીઓ સાહિત્ય—પ્રેમીઓને સારો ખોરાક પૂરો પાડે છે.
-ક્ષત્રિય મિત્ર સામગ્રી સંતોષપ્રદ છે.
- પુસ્તકાલય વિદ્વતાભરેલા લેખ, વિચારણીય સાહિત્યસામગ્રીથી આ માસિક વડોદરાના બંધ પડેલા સાહિત્ય માસિકની ખોટ પૂરશે એવી આશા બંધાય છે.
–બાળક જીવન, કલા, સાહિત્ય વગેરે વિષય પરના લેખેથી ભરપૂર છે.
-સયાજીવિજય “સુવાસ” એના નામ પ્રમાણે સુવાસિત છે.
–ત્રી - દેશી રાજ્ય સુવાસના કેટલાક અગ્રલેખામાં જળવાયેલ રસ, તત્ત્વજ્ઞાન અને કવિતાત્મક ગદ્યને 'સંગ ટાગેર સિવાય ક્યાંય નથી અનુભવ્યો.
-બ. મ. પરીખ “સુવાસ'ના કેટલાક વિષયોની ભાષા એટલી તે હૃદયંગમ છે, કે ગુજરાતી ભાષાના કોઈપણ સાહિત્યરસિકને અનેક વખત વાંચ્યા છતાં ફરીવાર તેના વાંચનની તૃષા જ લાગી રહે.
મિકપ્રિય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
બાળક કાઈ પણ પત્ર સાથે જોડાયેલું નથી
વ
ત
રીતે
૧૭
વરસ
થી
||પ્રગટ
થાય
છે
બાળક માસિક બાળકેા માટેજ પ્રગટ થાય છે. સાદી ને સીધી ભાષા હોઇ આજના પ્રાઢ શિક્ષણના જમાનામાં અક્ષરજ્ઞાનની શરૂઆત કરનારાઓને તેમાંથી કઈ કઈ મળી રહેશે.
છતાં લવાજમ વરસના ફક્ત રૂપિયા બે તમારી સંસ્થા કે ઘરમાં બાળક
અવશ્ય હાવુ. બેઇએ, કેમકે નિર્દોષ બાલુડાં બાળક વાંચવા ઘણાં આતુર હેાય છે :
નવા વરસથી ઘણા ફેરફાર જણારો. ‘ બાળક' કાર્યાલય, રાવપુરા–વડાદરા
મહાન
બેકાર દુનિયાને
સ્વતંત્રપણે જીવન ગાળવું હોય આરામથી જીવન ગુન્નરવું હ્રાય કાઈના તાખેદાર ન રહેવું હાય —: અને ઃ— વગર પૈસે વેપાર કરવા હાય તે છાયા ટેલરીંગ કૉલેજમાં આજેજ દાખલ થાય, અને શીવણ તથા વેતરણ શીખી લે.
જોઈએ છે
‘પ્રાચીન ભારતવર્ષ’, ‘Ancient India' અને ‘સુવાસ’ને ફેલાવા વધારવાને પ્રચારકા—જેએ પાતાના પ્રદેશમાં રહ્યા કે મુસાફરીમાં તે કામ કરી શકે; અથવા કમીશન અને પગારના ધેારણે ચાલુ કેન્વાસર તરીકે રોકાઈ શકે. શરતા અને લાયકાત સાથે નીચેના સરનામે તરત જણાવા——
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આશીર્વાદ
વેતરકામના શિક્ષણ માટે ‘માસ્ટર કટર’ અથવા ‘હોમટેલર' કિંમત: રૂ. ૨-૧૨-૦ પેસ્ટેજ ૦૭-૦ પરદેશ શિલીંગ ૭.
છાયા ટેલરીંગ કાલેજ-વડાદરા
તા. કે. સવા આનાની ટિકિટ બીડી સૂચિપત્ર મગાવે.
શશિકાન્ત એન્ડ ફાં. રાવપુરા, વડાદા
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
sy grees વ
ગ ર
.
:
:::
જજે
જE:
k:
ચણાનતિમિરાધાનાં શાનાંનરસ્ટાચા . नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥
પુસ્તક ૨ ]
વિ. સં. ૧૯૯૬ : માર્ગશીર્ષ
[ અંક ૮
કુદરત
સુન્દરતામાં તે અનુપમ છે. તેની નસેનસમાં અમૃતમય દૂધ છલકે છે. તેનાં નયનમાંથી વાત્સલ્યનાં કિરણે વર્ષ છે. તેના અંગેઅંગમાંથી તેજના ફુવારા ઊડે છે. તેના એક હાથમાં દંડ છે, બીજામાં અમરવેલ છે. તેની ગતિ ગહન છે. તેની પરમ ભાવનાનાં દર્શન અસંભવિત છે. તેનાં ચરણે વર્ષોનાં તપ તપતાં તે એકાદ સ્મિતકિરણ ફેકે છે જે જે મળે તે માનવીનું હૈયું તેજ અને અમૃતથી છલતું લાગે.
માનવી ક્યાંક કષ્ટ જુએ છે, ક્યાંક ઉલ્કાપાત જુએ છે, ક્યાંક લેહીની નદીઓ વહેતી જુએ છે;–ને એ પ્રસંગે પોતાની ફરજ વીસરી, પિતાના સ્વાર્થને સુરક્ષિત રાખી આરામ ખુરશીમાં ઝોલા ખાતાં તે લખે છેઃ કુદરત નિષ્ફર છે.'
પણ કુદરત તે જગજનની છે. નાનાં બાળ પ્રત્યે મોટાં સંતાન કે ભાવ દાખવે છે એ બારણું પાછળ છુપાઈને અવતી માતા જેમ નિષ્ફર નથી, દૂધના કચોળાને તરછડી જમીન કે ભીંતમાંથી માટી કોતરીને ખાતા સંતાનને દવા આપતી જનેતા જેમ નિપુર નથી—એમ કુદરત પણ નિષ્ફર નથી. તે જે જે સ્વરૂપે દર્શન દે છે, જે કંઈ કરે છે તે તેનાં સંતાનના–પ્રાણીમાત્રના ભલાને માટે. સરસ્વતી બનીને તે બીન બજાવે છે. લક્ષ્મી બનીને સમૃદ્ધિ વર્ષાવે છે, રતિ બનીને પ્રેમ સિંચે છે, પ્રકૃતિ બનીને પ્રફુલ્લતા બક્ષે છે, ચંડી બનીને તે તાપ પ્રગટાવે છે. તેનાં અંગ ને નયનમાંથી, આત્મા ને મુખમાંથી સદાય તેજ કે વાત્સલ્ય, જ્ઞાન કે માધુર્ય વર્ષા કરે છે. પણ એકમેક પર ડોળા ઘૂરકાવતા માનવીને એ જોવાને, અવકાસ નથી, તેમાં ઝીલવાની એને તમન્ના નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
૩૪૮ સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯૬
કુદરતે જે જીવનસત્વ બક્યું છે એને ઉપયોગ માનવીએ એ પરમજનનીનાં સંતાનમાત્ર પ્રત્યે સદભાવ કેળવવામાં, પરસ્પરની શક્તિઓને ગૂંથી લઈ પોતે સુખી થવામાં ને અન્યને સુખી બનાવવામાં કર જોઈએ. પણ માનવીને એ નથી ચતું. એને તે જે શક્તિ મળી હોય તે નિર્બળને કચરવાં છે; તેજ મળ્યું હોય તે નિસ્તેજને ચૂસવાં છે; ઉચ્ચતા મળી હોય તો અલ્પને હીવરાવવાં છે; સમૃદ્ધિ મળી હોય તો એને જારી રાખી ગરીબને દાબવાં છે; જ્ઞાન મળ્યું હોય તે અજ્ઞાનીઓની ઠેકડી ઉડાવવી છે; બુદ્ધિ મળી હોય તે અબુધને લૂંટવાં છે. એના જીવનપોષણ માટે કુદરત ધરતીના હૈયામાંથી મધુર ફળલ, વનસ્પતિ કે અનાજના ઢગ લાવી એની એને ભેટ ધરે છે. પણ માનવી એ તરછોડી જેમને જીવન છે, જેઓ વેદના કે આનંદની મિએ અનુભવે છે, જેમની છાતીએ કુમળાં સંતાન હોય છે, માનવજીવનને સુગમ બનાવવામાં જેઓ કંઈક ને કંઈક ફાળો આપે છે એ પ્રાણીઓનાં શરીર ચૂંથી તેમને ભક્ષા તાંડવનૃત્ય કરે છે. ને પછી જગજનની ભેટમાં ઉણપ દાખવે તે કહે છેઃ 'કુદરત નિષ્કર છે. '
વિશેષમાં–કુદરત કેવળ જનની જ નથી; સાથે જ તે પરમેશ્વરી પણ છે. માનવીને જીવન બક્ષીને જ તે નથી અટકતી; તેણે તે પ્રાણીમાત્રને પરમમંદિરે પહોંચાડવાની, તેમના આત્મા પર છવાયેલાં મેલાં પડને ઉખેડી તેમને રત્નની જેમ ઝળહળતા બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે. તેનો રથ સદેવ દેડ્યા જ કરે છે. એ દેડમાં ચક્રોની સ્થિતિ પલટાયા કરે છે, પણ પલટાને મૂળ આશય તે પ્રગતિ છે,
પ્રવાહીને શુદ્ધ કરવા તેને જેમ ગાળવામાં આવે છે, વસ્ત્રને વિશુદ્ધ બનાવવા તેને જળમાં ઝબોળી જેમ ઝીકવામાં આવે છે, ધાતુને સતેજ કરવા તેને જેમ તપાવવામાં આવે છે, માટીમાંથી તેલ કે સુવર્ણન જુદાં પાડવા તેને જેમ અવનવાં યન્ત્રોમાંથી પસાર કરવામાં આવે છે એમ પ્રાણીઓને પણ પરમ વિશુદ્ધ ને મુક્ત બનાવવાને કુદરત તેમના મેલ ધૂએ છે, તેમને તપાવે છે, ગાળે છે; અવનવાં જીવનમાંથી તેમને પસાર થવા દે છે–
પણ તે પરમ હિતસ્વીની માતા તરીકે; નિષ્ફર દેવી તરીકે નહિ,
વનમાળીને
ગૌતમ
[ વસંતતિલકા ] મારા પ્રફુલ્લ ઉરથી કદિ ચારુ પુષ્પો સેહી રહી છવનને ભરી હાસથી દે, જાએ સુવાસ પ્રસરી મનુ-મંદિરમાં વા મહેક તેની પ્રસરી જગ છોઈ દે આ; માની કૃતાર્થ સહુ જિન્દગીને પ્રસાદ પુષે પૂછ હું વનમાળી તને ઝૂકીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
મહાકવિ હરિશ્ચંદ્ર
ઊલિ છે
પ્રાચીન સંસ્કૃત સાહિત્યના અભ્યાસીઓને મહાકવિ હરિચંદ્રનું નામ અજ્ઞાત નથી. જેની અદ્વિતીય કૃતિની ગટ્ટાચાર્ય બાણ વાકપતિરાજ તથા રાજશેખર આદિ કવિઓએ પિતાના ગ્રંથમાં પ્રશંસા કરી છે, તેની પ્રતિભા તત્કાલીન અને યત્કિંચિત ઉત્તરવતો કવિઓ ૫ર ૫ણુ સારી રીતે છવાઈ હતી. જે બાણુની ગદ્યલેખનક્ષમતાના સંબંધમાં ન મૂતો ન મળ્યતિ ની કહેવત વિદ્વાનમાં પ્રસિદ્ધ છે, તે જ બાણે “મટ્ટાર રિચ થાપ કૃપાચ ' (હર્ષચરિત) લખીને હરિશ્ચન્દ્રની ગદ્યલેખનક્ષમતા રવીકારી છે. આવા પ્રખર અને ઉચ્ચ વ્યક્તિત્વશીલ વિદ્વાન કવિના સંબંધમાં એના નામથી અતિરિક્ત આપણા ગુર્જર સાહિત્યમાં અન્ય કશું પ્રસિદ્ધ નથી એ ખેદની વાત છે. અત્યારસુધીમાં એ કવિના સંબંધમાં કેટલાક વિદ્વાનોએ જે કે અન્વેષણ કર્યું છે એથી કેવળ સંશય અને જટિલતાજ વધ્યાં છે. મહામહોપાધ્યાય
પૂ સ્વામી શાસ્ત્રી તેમ એક અન્ય કઈ શ્વિવિદ્યાલયના અધ્યાપક સિવાય આ કવિના વિષયમાં કેઈએ ખાસ કઈ લખ્યું નથી. આ લેખમાં ઉક્ત મહાકવિના સ્થાન, કાળ, કૃતિ તેમજ ઇતર વિશેષતાના સંબંધમાં યથાશક્ય પ્રકાશ પાડવાને નમ્ર પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ઉક્ત કવિના વિધ્યક છે પણ લખતાં પહેલાં અમે પ્રથમ ઉકત નામના કવિઠારા પ્રણીત પ્રાપ્ત ગદ્ય યા પઘ-ગ્રથને ઉલ્લેખ કરીશું. વાકપતિરાજે એક સ્થળે લખ્યું છે. भासे ज्वलनमित्रे कुन्तीदेवे च यस्य रघुकारे । सौबन्धवे च बन्धे हरिचन्द्रे च आनन्दः ॥
વાપતિરાજના આ અભિપ્રાયને યથાર્થ સમજવા આપણે પ્રથમ “ધર્મશર્માસુદય” અને “જીવન્ધરચયૂ” તરફ દૃષ્ટિ કરીશું. આ બન્ને ગ્રંથ મહાકવિ હરિશ્ચન્દ્ર પ્રણીત છે એ હકીકત પ્રથમ ગ્રંથના નિમ્નલિખિત અંતિમ શ્વેકથી સ્પષ્ટ છેઃ
अर्हत्पदाम्भोरुहचंचरीकस्तयोः सुतः श्रीहरिचन्द्र आसीत् ।
Taણાવાયના રમૂવું સારસ્વત નો સિ ચહ્ય વાસ: | - ધર્મશર્માયમ પ્રથમ ગ્રંથ પદ્યાત્મક મહાકાવ્ય છે. અન્ય ગદ્યપદ્ય-ઉભયાત્મક ચમ્પ છે. ઉભય મળે કાવ્યદષ્ટિએ મહત્વપૂર્ણ છે. વર્ણનશૈલી, ચમત્કારપૂર્ણ કલ્પના અને શબ્દાર્થસષ્ઠવ સર્વથા પ્રશંસનીય છે.
ઉપર લિખિત “ધર્મશર્માસ્યુદયના અંતિમ લોકના આદિચરણથી જ્ઞાત થાય છે કે હરિશ્ચન્દ્રના સંબંધમાં મહાકવિ બાણનું જે પદ્ય છે તેમાં મટ્ટાર રવિ કહી બાણે હરિશ્ચન્દ્રને જૈન દર્શાવ્યા છે. ભારપદ જૈનત્વ માટે બેધક છે. એ શબ્દ ભારતમાં ઈતર ધર્મના વિદ્વાની સાથે પ્રયોગમાં નથી આવતું. કેટલાંક દાનપત્રોમાં ભેજ, સિદ્ધરાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
૩પ૦ સુવાસ : માગશીર્ષ ૧૯૬
સિંહ આદિના પૂર્વે પર ભટ્ટાર શબ્દને અવશ્ય વ્યવહાર થયું છે પરંતુ કેઈ વિદ્વાન યા કવિના નામની સાથે તે નથી જ થયો. માત્ર જૈન વિદ્વાનોમાં અને કેની સાથે એ શબ્દને પ્રયોગ થયો છે. અએવ બાણક્ત હરિન્દ્ર જૈન જ હતા. - બાણ તથા વાક્યતિરાજના “હર્ષચરિત' અને “ગૌડવમાં ક્રમથી આદિલિખિત હરિચને અમે એકજ વ્યક્તિ માનીએ છીએ. રાજશેખરની કપૂર મંજરી'માં વિદૂષકદ્વારા વણિત હરિશ્ચન્દ્ર અમારા મતે કોઈ અન્ય વ્યક્તિ છે. કેમકે હરિશ્ચન્દ્રનું કેઈ નાટક પ્રસિદ્ધ નથી. અને નાટયકારના દ્વારા નાટક-રચયિતાની જ પ્રશંસા સંભવે છે. એક ત્રીજા હરિશ્ચન્દ્ર પણ છે. એ વિશ્વપ્રકાશ કાશીના કત, મહેશ્વરના પૂર્વપુરુષ અને ચરકના ટીકાકાર છે. એ તૃતીય હરિશ્ચન્દ્ર રાજા સાહસકના વૈદ્ય હતા. એમની ટીકાને અવકી કેઈપણ કહી શકે કે એ કોઇ ભાવુક કવિની કૃતિ નથી. અતએ આ હરિશ્ચન્દ્રને બાણક્ત હરિશ્ચન્દ્રથી ભિન્ન ત્રીજાજ માનવા ઉચિત છે. આપણા ચરિત્રનાયક હરિશ્ચન્દ્ર ઈ. સ. ની સાતમી સદીના બાણ-વાપતિરાજના સમકાલીન અથવા પૂર્વવતી હોવા જોઈએ. - હરિશ્ચન્દ્રના દ્વિતીય ગ્રંથ છવધેરચયૂમાં રાજકુમાર જીવનધરની કથાનું વર્ણન છે. સુપ્રસિદ્ધ જિનસેનાચાર્યના શિષ્ય ગુણભદ્રના ઉત્તરપુરાણમાં પણ જીવનધરની કથા “જીવન ધરોપાખ્યાનના નામથી મળે છે. કેટલાક વિદ્વાનોના મતે હરિચંન્ને પિતાને ક્યાનું મૂળ ઉત્તરપુરાણમાંથી લીધું હેઈ, તેઓ સાતમી શતાબ્દીના નહિ હોતાં ગુણભદ્રના પરવતો છે. પરંતુ મળી આવેલ પુરાવા પરથી આ મત અમે સ્વીકારી શકતા નથી. સુપ્રસિદ્ધ “પાર્ધાભુદય” કાવ્યના અંતિમ પદમાં નીચે પ્રમાણે ઉલ્લેખિત–
इति विरचितमेतत् काव्यमावेष्ट्य मेघं बहुगुणमतिदोष कालिदासस्य काव्यम् ।
मलिनितपरकाव्यं तिष्ठतादाशशांक भुवनमवतु देवः सर्वदाऽमोघवर्षः ॥
–રાષ્ટ્રકૂટવંશજ માન્યખેટ-નરેશ અમેઘવર્ષને સમય પ્રાય: ઈ. સ. ૮૨૭ છે. અતએ જિનસેનને પણ એ જ સમય હશે. એ જિનસેને જૈનપુરાણ -આદિપુરાણની રચના આરંભી હતી, પણ પોતાના જીવન સમયમાં તેઓ તેને પૂર્ણ કરી શક્યા ન હતા. તેમના દેહાંત પછી રાજા અમેઘવર્ષના પુત્ર અકાલવર્ષના રાજત્વ સમયમાં જિનસેનના શિષ્ય ગુણભદ્ર એના શેષાંશને પૂરો કર્યો હતો. ગુણભદ્ર પિતાના ઉત્તર પુરાણના અંતમાં એની રચનાને સમય સને ૮૯૮ દર્શાવે છે. અકાલવર્ષના રાજ્યઅમલને સમય પણ ઈતિહાસગ્રંથમાં એ જ મળે છે. એથી જ્ઞાત થયું કે લગભગ દશમી શતાબ્દિમાં “જીવનધરોપાખ્યાન” રચાયું.
હરિશ્ચન્દ્રકૃત “ધર્મશર્માસ્યુદય” ના લેકનું શબ્દત અને અર્થતઃ અનુકરણ મિનિર્વાણના કર્તા વાગ્મદે પિતાની રચનામાં કર્યું છે. એ ઉભય કવિઓના ગ્રન્થના સર્વપ્રથમ લેક ઉદાહરણાર્થ અત્રે ઉદ્ધત કરીએ
श्रीनाभिसूनोश्चिरमंघ्रियुग्मनखेन्दवः को मुदमेधयन्तु।। ચત્રાનમાનિ વજૂદારૂનર્મપ્રતિવિષ્યમેળ: // –હરિશ્ચન્દ્ર श्रीनाभिसूनोः पदपद्मयुग्मनखा: सुखानि प्रथयन्तु ते वः ।
સાં નમાિિાદ:વિરી સંઘવિરાર્તનનોચિત ઃ - વામ્ભટ્ટ આમ સિદ્ધ થયું કે હરિશ્ચન્દ્ર વાભટ્ટના પહેલાંના હતા. વાગભટ્ટે પિતાને સમય પાટણના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
મહાકવિ હરિચન્દ્ર - ૩૫૧ સુપ્રસિદ્ધ સિદ્ધરાજ જયસિંહના રાજ્યઅમલ દરમ્યાન દર્શાવ્યે છે. એટલે રિચન્દ્ર એથી પણ પહેલાંના હતા.
‘ધર્મશોભ્યુદય’ના પ્રથમ સર્ગના ચતુ શ્લોકને દ્વિતીય જિનસેનાચાયે પેાતાના ‘અલંકાર ચિંતામણી' નામક ગ્રંથમાં ઉત્પ્રેક્ષાલંકારના ઉદાહરણ રૂપે ઉદ્ધૃત કર્યાં છે. આ દ્વિતીય જિનસેને પોતાના સમય સાલંકી વંશજ ચામુંડરાયના રાજ્યકાળ બતાવ્યા છે. ચામુંડરાયને સમય ૯૯૬ છે. આમ હરિચંદ્ર એ સમયથી પણ પૂર્વના હતા.
પ્રથમ જણાવ્યા પ્રમાણે ઉત્તરપુરાણને અંતિમ નિર્માણકાળ સને ૮૯૮ છે, અને સને ૯૯૬થી પરવર્તી હરિચંદ્ર પણ નથી. ઉત્તરપુરાણ' અને ઉત ‘અલંકાર ચિંતામણિ'ના નિર્માણકાળની વચ્ચે કેવળ ૯૮ વર્ષનું અંતર છે. હવે વિચારવાની વાત એ છે કે કાઈ ગ્રંથ રચાતાં તરત જ તેને પ્રચાર કે પ્રસિદ્ધિ નથી જ થતાં અને તે પણ પ્રાચીન સમયમાં કે જે સમયે આજનાં મુદ્રણ અને શીઘ્ર ગમનાગમનનાં સાધનાને સર્વથા અભાવ હતા. દ્વિતીય જિનસેન પણ હરિચંદ્રને ‘ધર્મશર્માભ્યુદય' ગ્રંથ યથાર્થ પ્રસિદ્ધિમાં આવી ગયા પછી જ તેના ઉલ્લેખ પેાતાના ગ્રંથમાં કરી શકયા હશે. એના માટે તે ૫૦ થી ૧૦૦ વર્ષ સુધી વખત પણ ન્યૂન માની શકાય. એ રીતે જ ‘ઉત્તરપુરાણ'ની પ્રર્પાદ્ધિને માટે એટલે જ સમય લાગવા જોઇ એ. અને ત્યારે જ રિચન્દ્ર જેવા મહાકવિ દ્વારા તેનું ગ્રહણ કરવું સંભવિત છે. પરંતુ એ બન્ને ગ્રંથોના નિયત નિર્માણકાળની વચ્ચે એટલા સમય નથી જ બચતા કે જેથી ‘ઉત્તરપુરાણ’ની કથાનું હરિચંદ્ર અનુકરણ કરે અને હરિચંદ્રના પદ્યનુ જિનસેન ઉદ્ધરણ કરી શકે. હિરચંદ્ર જે કથાનું વર્ણન કર્યું તે 'ઉત્તરપુરાણ'ની કથાથી ભિન્ન પણ છે. સંક્ષેપમાં તે નીચે પ્રમાણે છે:
“ રાજા સત્યધર નિજ પ્રેયસી રાણી વિજયા પર એટલે પ્રેમાંધ બની ગયા કે જેના કારણે તે રાજ્યકાર્યમાં પણ આવશ્યક સમય અને કર્તવ્ય ન આપી શકતા. પરિણામે પ્રધાનમંત્રી કાષ્ઠા ારના હસ્તમાં સમસ્ત રાજકારભાર આવી પડયા. અમુક વખત પછી પૂર્ણ રીતે સશક્ત બનતાં કાષ્ઠાંગારે વિચાર કર્યો કે રાજાની નબળાઈ ને લાભ લઈ -તેને નષ્ટ કરી સ્વતંત્ર રાજ કેમ ન બનવું ? સમય આવ્યે તુરત જ તેણે સત્યન્ધરના રાજભવનને ઘેરા બાલ્યેા. નિશ્ચિંત બની આનંદ અને સુખની પરિસીમા ભાગવતા રાજા પ્રથમ તા ગભરાયે।. પણ અંતે તે ખૂબ બહાદુરીથી લડયા અને આખરે મૃત્યુવશ થયા. પરંતુ ભવનમાંથી લડવા માટે બહાર આવતાં પહેલાં વંશરક્ષાથે નિજ સગર્ભા રાણીને તેણે મયૂરયંત્ર (વાયુયાન) દ્વારા આકાશમાર્ગે રવાના કરી દીધી હતી. એ મયૂરયંત્ર દ્વારા રાણી ત્યાંના સ્મશાનમાં ઉતરી અને ત્યાં ગ્રંથનાયક જીવેધર નામક રાજકુમારના જન્મ થયેા. આ જીવંધરનું પાલનપોષણ પછી એક વૈશ્યને ત્યાં થાય છે. સહજ ઉંમર વધતાં એ રાજકુમારનાં વીરકાર્યો એટલાં વધી પડયાં કે રાજા બની બેઠેલા કાણ્યાંગારને પણ એને ભય લાગ્યા. સમય મળતાં પેાતાના એ ઊગતા રાત્રુને નષ્ટ કરવાના ઈરાદે કાણ્યાંગાર પોતાના એક હાથીને મારવાના કૃત્યના દùસ્વરૂપ જીવંધરને મારી નાખવાની આજ્ઞા કરે છે. પરંતુ પેાતાના એક યમિત્રની સહાયથી તે બચી જાય છે. એ યક્ષને રાજકુમારે એક મંત્ર દ્વારા શ્વાન યુનિમાંથી દેવ બનાવ્યેા હતેા. આત્તિ સમયે સ્મરણ કરતાં જ તે યક્ષે આવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
૩૫ર સુવાસ માર્ગશીર્ષ ૧૯૯૬. પિતાની વિદ્યાધરી માયા દ્વારા તેને બચાવી લીધો હતો. પછી સમય મળતાં પિતાના મામાની સહાયથી તે કાઠાંગારને હરાવી–તેને નષ્ટ કરી પોતાનું પિતૃક રાજ્ય પ્રાપ્ત કરે છે. એ હર્ષના ઉપલક્ષ્યમાં મામાની એક છોકરી સાથે એનું લગ્ન પણ થાય છે. બધાં મળીને તેનાં આઠ કે નવ લગ્ન થાય છે
ઉપરત કથા ‘ઉત્તરપુરાણ'માંની કથાથી અનેક રીતે ભિન્ન હોઈ હરિચકે “ઉત્તરપુરાણ દ્વારા વસ્તુ-રચના નથી ગ્રહ્યાં. જનશ્રતિરૂપમાં પ્રચલિત કથાને જ તેણે કલ્પનાએ મઢી છે. ઉપરાંત એ કથા કૃષ્ણલીલાથી પણ અમુક અંશે સામ્ય રાખે છે. જનશ્રતિમાં પ્રચલિત રહેવાને કારણે લેકચિ અનુસાર તેમાંની ઘટનાઓ તથા પાત્રોનાં નામનું પરિવર્તન થયું જ હશે. માળવાના ગામેગામ નળ-દમયંતીની કથાને પ્રચાર છે. પરંતુ જનતિમાં પ્રચલિત થવાનાં કારણે તેને કથા મૂળમાં અનેક રીતે માલવીય ગ્રામ્યભાવે યા સંસ્કૃતિનું સંમેલન થઈ ગયું છે. એટલે બને એ સ્વતંત્ર રીતે યથાવૃત ફેરફાર સાથે ગ્રથો રચ્યા હશે; કે પછી એકમાંથી બીજાએ જે લીધું જ હોય તે ઉત્તરપુરાણના કર્તાએ જ હરિન્દ્રના ઉત ગ્રંથમાંથી સહજ સંશોધન કરી વસ્તુ લીધું હશે.
ઉત કથાના આધારે લખાયલા, વાદીભ નામક એક અન્ય જૈન કવિના પણ, ગચિંતામણિ” તથા “ક્ષત્રચૂડામણિ” નામક બે ગ્રંથ મળે છે. આ વાદિના ગ્રંથેનો ઉપયોગ હરિચંદ્ર કર્યો હશે એમ કોઈ શંકા કરે એ સ્વાભાવિક છે પણ એના નિરાકરણમાં કહેવાનું કે રાજ કેશરીવર્મા-ઉપાધિધારી રાજા કૂતુંગના રાજ્યકાળમાં સકિવલરે (તામીલકવિ) ‘પિરિયાપુરાણમ ' ગ્રંથ રચ્યો છે. તેમાં “નિરૂત્તકદેવર' કવિકૃત ‘છવકચિંતામણિ” ને ઉલ્લેખ થયો છે. નિરૂત્તકદેવર પિતાના એ ગ્રંથમાં લખે છે કે “વાદીભ દ્વારા પ્રારંભિત થયેલા આ ગ્રંથને શેષ ભાગ અમે પૂર્ણ કર્યો છે. હવે આ નરેશને સમય અગિયારમી શતાબ્દીને ઉત્તરાદ્ધ નિશ્ચિત છે. અતઃ વાદીભને પણ એ જ સમય છે. આથી અતિરિક્ત ખાસ કરીને ખુદ વાદીભે પોતાના ગ્રંથમાં હરિન્દ્રના અનેક પળોને અર્થતઃ સ્થાન આપ્યું છે એથી પણ વાદીભ હરિશ્ચન્દ્રના પછી થયેલા સિદ્ધ થાય છે. આમ ઉક્ત સંદેહ કે હરિચંદ્ર વાદીભ દ્વારા કથા લીધી હતી એ નિમ્ળ છે. પરંતુ હરિશ્ચન્દ્રથી ઊલટ વાદીભે લીધી હશે એ સક્તિક હોઈ માન્ય છે.
હરિશ્ચન્દ્રના બન્ને પ્રથામાં કાલિદાસ માઘ તથા ભતૃહરિના ગ્રંથેનો પ્રભાવ સ્પષ્ટ દીસી આવે છે. એ કવિઓના ભાવો તથા શબ્દરચનાનું ચિત્ર હરિશ્ચન્દ્રના માનસપટલ પર એટલું દૃઢ ચિત્રિત થઈ ગયું છે કે કેટલેક સ્થળે તે શબ્દ અને અર્થ પણ સરખાજ આવી ગયા છે. માઘને સમય કેટલાક વિદ્વાને દશમી યા અગિયારમી શતાબ્દિને માનતા હોઈ તેઓ હરિન્દ્રને પણ તે પછી થયેલા માને છે. પણ કાશ્મીરના આનંદવર્ધનાચાર્યું, જે નવમી શતાન્નિા ઉત્તરકાળમાં નિશ્ચિતરૂપે વિદ્યમાન હતા, પોતાના “ વન્યાલક માં માઘનાં કેટલાંક પદે (૫, ૨૬, ૩, ૫૩, ૧૧૨ આદિ) ઉદ્ધત કર્યો છે. એટલે વધુમતે મનાય છે એ પ્રમાણે માધનો સમય તે છઠ્ઠી શતાબ્દિના મધ્યભાગમાં હવે એજ સર્વથા સંભવિત યા સિદ્ધ છે.
હરિશ્ચન્ટે પોતાના ધર્મશર્માલ્યુદય’ના અંતમાં દર્શાવ્યા પ્રમાણે તેઓ કાયરથ વંશના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
મહાકવિ હરિચન્દ્ર - ૩પ૩
હાઈ તેમના પિતાનું નામ આદૈવ તથા માતાનું નામ રથ્યા હતું. જ્ઞાત થાય છે કે તેમને વંશ લક્ષ્મીસંપન્ન હતા. નીચેના પદ્યથી એ બાબત સૂચિત થાય છે:
हस्तावलम्बनमवाप्य यमुल्लसन्ती । वृद्धापि न स्खलति दुर्गपथेषु लक्ष्मीः ॥
હિરચન્દ્રનાં માતાપિતા કદાચ જૈન નહિ હાય. તે સ્વયં વ્યક્તિગતરૂપે જૈન હશે. પેાતાના વંશ તથા માતાપિતાની પ્રશંસા તેમણે લક્ષ્મીસંપન્ન તથા ન્યાયનિપુણતા આદિની દૃષ્ટિથી કરી છે. પરંતુ ધર્મ યા સદાચારની દૃષ્ટિથી કશું કહ્યું નથી. પોતાની પ્રશંસામાં “ વામોદર્વવીજ કહ્યું છે. અર્થાત્ ‘જિનેન્દ્રના ચરણકમળના રસિક ભ્રમર હું હરિચંદ્ર'. આ શબ્દોથી વૈશ્યાને પ્રભાવ એમના પર અધિક માલુમ પડે છે. સ'ભવિત છે કે તેમના વંશની સ્વતંત્ર વૃત્તિ વ્યાપારજ હશે. જૈનધર્મ રાજાએના આશ્રયમાં બહુજ અલ્પ રહ્યો છે. અધિકતર એ વૈશ્ય જાતિમાંજ સ્થાયીરૂપ પામ્યા છે. એટલે હરિચન્દ્રને વૈશ્ય ભાવાનુરાગ ઉચિત જ છે. આ કથન વિષયક અનેક પ્રમાણ છે. ખાસ કરીને એમાંનું એક આ છે. રિચન્દ્રે પોતાના નાયક ‘ જીવન્ધર ’ક્ષત્રિય હૈાવા છતાં તેનું પાલનપોષણ એક વૈશ્ય દ્વારા કરાવ્યું છે, એટલુંજ નહિ પણ એ વૈશ્ય પુત્રીએ સાથે એનું લગ્ન પણ કરાવ્યું છે. ગ્રંથના અધિકતર ભાગમાં પણ વૈશ્યેાના મહત્વનુંજ વર્ણન કરવામા આવ્યું છે.
‘જીવન્ધર નું એના મામાની પુત્રી સાથે લગ્ન કરાવ્યુ છે એ દાક્ષિણાત્ય પ્રથા છે. અન્યત્ર એ પ્રથા પ્રચલિત નથી. આ પ્રથાને સુપ્રસિદ્ધ શ્રી માધવાચાર્યે પણ પોતાના “જૈમિનીય ન્યાયમાલા ”માં ઉલ્લેખ કરી એને શ્રુતિતસ્મૃતિના વિરૂદ્ધ દર્શાવી એનું ખંડન કર્યું છે. દક્ષિણભારતની આ બહુજ પ્રાચીન પ્રથા છે. આજ પણ કદાચ ત્યાં આ પ્રથા પ્રચલિત હશે. આ કારણને અંગે કદાચ હરિચન્દ્ર દક્ષિણ-ભારતીય હશે. વળી ‘ ધ શર્માભ્યુદય ’માં એક સ્થળે તેમણે લખ્યું છે કે —રાજા પોતાના દરબારમાં વિભિન્ન દેશના વિએનાં કાવ્યેાનું રસપાન કરી રહ્યો હતા પણ દાક્ષિણાત્ય કવિએની કવિતાથો તે સૌથી અધિક પ્રસન્ન બન્યા. ” દાક્ષિણાત્ય કવિના આ સ્નેહવિશેષનું કારણ કેવળ કવિનું દેશભમાન જ માલુમ પડે છે. એ પદ્ય નીચે પ્રમાણે છે:
''
दाक्षिणात्य कविचक्रवर्तिनां हृच्चमत्कृतिगुणाभिरुक्तिभिः ।
વૃતિશ્રુતિશિરોવિઘૂળયનેનુમન્તરિક તાયાન્તરમ્ ।। ધ′૦ ૫, ૧૩
આમાં દક્ષિણાત્ય કવિઓની ઉક્તિને ખૂબ ચમત્કારિણી તથા મધુર દર્શાવી છે. આવા પ્રકારના દેશાભિમાનથી રિચન્દ્ર દક્ષિણ-ભારતના જ સિદ્ધ થાય છે. એ સમયે ભારતમાં પાંચ રાજ્ય બળવાન હાવાં જોઇએ. હરિચન્દ્ર એ રાજ્યેાને આ ક્રમથી ઉલ્લેખ કરે છે: માલવ, મગધ , અંગ, કલિંગ અને પાય. માલવાને પ્રથમ સ્થાન આપ્યું છે. એથી પ્રતીત થાય છે કે માલવા એ સમયે પણ બળવાન રાજ્ય હતું. ગુપ્ત રાજ્યના એ અંતિમ સમય ઢાવા જોઈએ. હરિચંદ્રના વર્ષોં નથી દક્ષિણમાં પાય રાજ્યની સારી શ્રીવૃદ્ધિ માલુમ પડે છે. પાાય રાજ્યના વર્ણન માટે હરિચંદ્રના નિમ્ન લિખિત પદ્યા જોઇએ : लीलाचलत्कुण्डलमण्डितास्यः पाण्ड्योऽयमुड्डामर हेमकान्तिः । आभाति शृंगोभयपक्षसर्पत्सूर्येन्दुरुच्चैरिव काश्चनाद्रिः ॥ निर्मूलमुन्मूल्य महीधराणां वंशानशेषानपि विक्रमेण । तापापनोदार्थमसौ धरिष्यामेकतपत्रं विदधे स्वराज्यम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૩૫૪ સુવાસ : માર્ગશીર્ષ ૧૬
अनेन कोदण्डसखेन तीक्ष्णैर्वाणैरसंख्यैः सपदि क्षतामा । सभाजनं वीररसस्य चके को वान संख्येषु विपक्षवीरः ॥
–ધર્મ સર્ગ ૧૭. એક ૫૮, ૧૯, ૬૦. આ લેકમાં દર્શાવ્યા પ્રમાણે પાયવંશજ નરેશને દક્ષિણમાં એકછત્ર રાજ્ય હતું, કોઈ પણ રાજ્ય અને સામને કરી શકતું નહિ. જ્ઞાત થાય છે કે આ નરેશ અરિકેશરી મારવેર્યા છે. બળવાન કે રાજ્યને પરાસ્ત કરી તેણે નિજ રાજ્યને ખૂબ વિસ્તૃત કર્યું હતું મદુરા એની રાજધાની હતી. ચરિત્રનાયક મહાકવિ હરિશ્ચન્દ્રનો જે સમય અને પૂર્વે નિશ્ચિત કર્યો છે, એજ આ નરેશને પણ રાજ્યકાળ છે. દક્ષિણના પાઠયવંશજના ઈતિહાસના અવેલેકનથી એ જ્ઞાત થશે. એ રાજા જૈન ન હતું. વાસ્તે કવિ નિજ પર્તિવરા રાજકુમારીથી એનું વરન નથી કરતા. “એના દુસહ પ્રતાપના પ્રલોભનથી રાજકુમારી એના તરફ આ કૃષ્ટ થઈ અને એનામાં કશે દોષ પણ બતાવી શકી નહિ.” આ શબ્દથી કવિ હરિશ્ચન્દ્રને પિતાના સ્વદેશીય રાજા પ્રત્યે પ્રેમ ઝળકે છે. પણ કવિ જેન છે અને રાજા શૈવ હેવાના કારણે રાજકુમારીના હૃદયમાં એમ વિચાર ઉત્પન્ન કરાવે છે કે એ સર્વ રાજાએ જિનધર્મ બાહ્ય હોવાથી એની સાથે વરવું ઉચિત નથી.
મહીમુનો રે ગિનધર્મગાહટ લવવવૃવ તથા વિનુ –ધર્મ ૧૭, ૧૪
અર્થાત અજૈન રાજા જેમ સમ્યબુદ્ધિથી શુન્ય હતા, તેમ એ રાજકુમારીના સ્વયંવરથી પણ શુન્ય રહી ગયા.
આ ઉક્તિથી પણ હરિચંદ્ર જૈન અને દક્ષિણાત્ય સિદ્ધ થાય છે.
સમુદ્રને
મેહન ઠક્કર
[ઉપજાતિ] સમુદ્ર ! તારે ઉર કે યુગોથી ધીખી રહ્યા આ વડવાનલે, છતાં તું પ્રેરતે નતમ ઊમિ તને માધુર્ય લૂખાં જીવને ભરી રહ્યો ! ઝિન્દાદિલી એ તવ ધન્ય પ્રેરે મારે ઉરે એવી અદમ્ય ઝંખના કે હું મારી ઉર-વેદના સ ભારી દઈને ઉરમાંજ, ગાને બહાવતે નતમ ઊમિભાવ માધુર્ય લુખાં છવને ભરી રહું !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
ગુલામ
ભાનુશંકર નીલકંઠ આચાર્ય
“ગુલામ! પેલું ગીત ગાઈને.”
“દરરોજ ગાય છે તે.” “કેમ, તે ગીત બહુ ગમે છે?”
હા.” ગુલામે ગાવું શરૂ કર્યું
“ડરતે કર્યું મુસાફીર
એ વખ્ત આયે આયે નજદીક હૈ. અંજામ,
ઝીંદગીને જે બતાવે.” મુમતાઝે તેને અંગમરોડને અભિનય શરૂ કર્યો.'
“પયગામ છે ખુદાકા
સુનલે જરાસા ભાઈ પસ્તાયગા કરશે
માલિકસે ઠગાઈ”–ડરતે. ગાન પૂરું થયું. સંગીતનું દિવ્ય તેજ માનવને પોતાનામાં લય કરી સુષુપ્ત દશામાં મૂકે છે. સંગીતના નાદમાં મસ્ત બનેલ માનવીને શુદ્ધિમાં આવતાં વાર લાગે છે. તાનના નાદમાં મસ્ત બની ડોલતી મુમતાઝ ગાન બંધ થયાનું જાણી શકી નહીં. ગુલામનું હાસ્ય તેને જાગૃતિમાં લાગ્યું. તે શરમાઈને એકદમ નીચે બેસી ગઈ.
“ગુલામ ! પેલી વાત કહેને.” થોડીવાર પછી તે બોલી. “કઈ વળી?”
“બાદશાહની ! ગુલામ, જેને બાદશાહને કેવી મઝા હોય છે. મોટું બધું રાજ્ય, કેટલાએ નોકરે, ઘણી બધી રાણીઓ કેટલું સુખ! અબ્બાજાનને કહે કે તે પણ બાદશાહ બને.”
મુમતાઝની નિર્દોષ વાતથી ગુલામ હસી પડ્યો.
કેમ, મશ્કરી કરે છે? નહીં બોલું જા !”
“નહીં, જુઓ, બાદશાહ થવું હોય તે એક સરદાર જોઈએ. મોટું બધું લશ્કર જોઈએ. એ લશ્કર લડાઈમાં જીતે એટલે બાદશાહને રાજ્ય મળે.” ગુલામે ખુલાસે કર્યો.
ત્યારે તે સરદાર બનજેને.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
પદ સુવાસ: માર્ગશીર્ષ ૧૯૯૯
ગુલામ ફરીથી હસી પડ્યો; તેણે ધીમેથી મુમતાઝના ગાલ પર વાત્સલ્યભર્યું ચુંબન ભરી લીધું.
એક દંતકથા છે. હુસેન આરબી ઘેડાને એક સેદાગર હતા. ઘેડાના વેપારમાં તેણે સારું ધન મેળવ્યું હતું. અરબસ્તાન જેવા મુલકમાં જ્યાં પાણી મળી શકે ત્યાં તે તંબુઓ તાણી રહે અને ઘેડાઓને ઉછેરત. સારી સંખ્યામાં ઘડાઓ થાય ત્યારે તે હિંદુસ્તાન અગરતે ઈરાનમાં જઈને ઘેડાઓને વેચી આવતે. હુસેનને મુમતાઝ નામની એક પુત્ર સમાવડી પુત્રી હતી. મુમતાઝને જન્મ આપી બે માસમાં જ તેની માતા ગુજરી ગઈ હતી, જેથી માતાવિહેણું પુત્રીને બહુજ લાડમાં હુસેને ઉછેરી હતી. તેની સંભાળ રાખવા એક ગુલામને તેણે ખાસ રાખ્યો હતો. ગુલામ મુમતાઝને રમાડતો અને હમેશાં તેને આનંદમાં રાખતો.
માણસના સુખદુઃખને ઓગાળી નાખતો કાળ ઝડપથી વહી જાય છે. મુમતાઝ તેર વરસની થઈ. કૌમાર્યના નિર્દોષ ભાવને રજા આપી યૌવનના તરલ ભાવોએ તેના દેહમાં સંચાર કર્યો. છતાં તે વિકારોથી દૂર જ હતી.
સેદાગરની પાસે ગુલામવિરૂદ્ધ વાત કરી બીજા ઈર્ષાળુ નોકરે તેને ઉશ્કેરતા. ગુલામ મુમતાઝ સાથે વધારે પડતી છૂટ લેતે તેની ફરિયાદ તેઓ વારંવાર કરતા હતા. ગુલામે મુમતાઝને ચુંબન કર્યું તે સોદાગરે આજે નજરે જોયું; અને તેની શંકા દૃઢ થઈ.
ગુલામને તેણે તંબુમાં બોલાવ્યો. ને ચારે તરફથી તંબુને ઢાંકી દઈને કેઈ ન જોઈ શકે તેવી રીતે તેને તેણે અમાનુષી માર માર્યો.
ગુલામ તરફ શંકાની દૃષ્ટિથી જોતાં હુસેનને હવે સહેજ વાતમાં પણ તેના તરફ તિરસ્કાર છૂટતે; કાંઈક સાધારણ ભૂલના પરિણામે પણ ગુલામને અનહદ માર સહન કરવો પડે.
અંધારી રાત્રી હતી. ચંદ્ર વિનાના આકાશમાં અનાથ વિધવાની માફક તારકે પિતાના આછા તેજનાં આંસુ જગતની બેવફાઈ પર ઢોળી રહ્યા હતા. ટાઢ પણ હંમેશ કરતાં આજ કાંઈક વધારે પ્રમાણમાં હતી. પવનના સુસવાટા સિવાય બીજો અવાજ વાતાવરણમાં સંભળાતા ન હતા. આવા સમયે મારથી અધમૂઓ થએલ ગુલામ તંબુની બહાર નીકળ્યો. હંમેશને માટે ગુલામીની બેડી ફગાવી દેવાને તેણે નિશ્ચય કર્યો હતે. ચૂપકીથી સોદાગરના તંબુમાં તે ગયે. ડીવારે ઝવેરાતની પેટીની ચોરી કરી તે બહાર નીકળે. આગળ ચાલતાં કાંઈક વિચાર થતાં તે પાછો ફર્યો. તે ધીમે ધીમે મુમતાઝના તંબુમાં ગયા. ભરઊંઘમાં ધરતી મુમતાઝ કાંઈક બડબડતી જણાઈ. તે નજદીક ગયે.
“ ત્યારે તું સરદાર બનજે ને!” સ્વપ્નાવસ્થામાં બેલાયેલા શબ્દ તેને કાને પડયા. તેણે એકદમ શ્વાસ ખે. મુમતાઝ ઉપર છેલ્લી દષ્ટિ ફેંકી તે બહાર નીકળે. ઘોડાઓની હારમાંથી એક સફેદ ઘેડ લઈ તેના પર સ્વાર થઈ તે આગળ વધ્યા. થોડે જઈ મુમતાઝના તંબુ તરફ દૃષ્ટિ નાખી ઘડાને તેણે એડી મારી. રાત્રીને ઘોર અંધકારમાં તે દૂર અને દર અદશ્ય થઈ ગયે.
“જહાંપનાહ! એક ખૂબસૂરત ગુલામ સ્ત્રીને મે ખરીદ કરેલ છે. તે સંગીત બહુ સરસ જાણે છે. આપને હુકમ હેય તે કચેરીમાં હાજર કરું.” નાયકાએ નમન કરી બાદશાહને કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
t
ખુશીથી હાજર કરે.
બાદશાહી હુકમ મળતાં એક અપ્સરા જેવી વીશ વર્ષની યુવાન સ્ત્રીને લઈ તે કચેરીમાં
હાજર થઈ. ગાયન અને નૃત્ય શરૂ કરવાને તેણે ગુલામ સ્ત્રીને હુકમ કર્યાં.
ગુલામ સ્ત્રીએ મુખ પરને પડદા દૂર કરી બાદશાહને નમન કરી મુજરા કર્યાં. ગાયન શરૂ થયું:
ડરતે કયું મુસાફીર
“ ભાઇ તું કાણુ છે ? ''
“ એક ગુલામ
ગાયનની પહેલી કડી સાંભળતાં જ બાદશાહ ચાંકયા. એક્દમ તે ઊભા થઈ ગયા. તેણે કચેરી બરખાસ્ત કરવાના હુકમ કર્યો, ગુલામ સ્ત્રીને ત્યાં જ રહેવાનું ફરમાન થયું.
માં પરના પડદા દૂર થતાં જ બાદશાહને તેા કાઈક પરિચિત વ્યક્તિને તે જોઇ રહ્યો છે એમ ભાન થયું હતું. પરન્તુ ગાયન સાંભળ્યા પછી તેની ખાતરી થઇ કે ગાયન ગાનારી મુમતાઝ સિવાય અન્ય કાઇ ન હતી; કારણ કે પેાતાની રચનાનું તે પ્રિય ગાયન મુમતાઝ સિવાય કાઈની પાસે કદી પણ તેણે ગાયું ન હતું.
બધા માણસે। ચાલ્યા ગયા પછી બાદશાહે પૂછ્યું. બહુ જ શાંતિથી જવાબ મળ્યા.
ܕܕ
આ વખ્ત આપે આપે
"
“ તે તે હું પણ જાણું છું. હું હારૂં નામ પૂછું છું.”
cr
**
‘મુમતાઝ ’
..
‘તું આ ગાયન કયાંથી શીખી ? '
ગુલામ - ૩૫૭
“ એક ગુલામ પાસેથી. ”
*
· ગાયન બહુ સરસ છે. વાર ! ત્હારા ઉસ્તાદ તે ગુલામ કયાં છે ?'
tr
મ્હારી સામે ” ઘંટડી જેવા અવાજથી મુમતાઝે ધીમેથી કહ્યું. બાદશાહ સામું જ જોઈ રહ્યો.
‘ગુલામ ! તું વળી બાદશાહ ક્યારે અન્યા? ” મુમતાઝે કટાક્ષથી પૂછ્યું.
ગુલામ ! કાણુ હું ગુલામ ! મુમતાઝ, ત્યારે। ગુલામ તે મરી ગયા. હું તેા ઈસ્પહ્વાનને
"
બાદશાહ છું. ” કાંઈક રાષથી પણ મુખ પર હાસ્ય લાવી બાદશાહે કહ્યું.
મુમતાઝે માથું ધૂણાવ્યું.
“ મુમતાઝ ! તું આ હાલતમાં !
“ હા! હું મુમતાઝ ! એ જ મુમતાઝ! ગુલામ, હારા નાસી ગયા પછી ત્હારી પાછળ અબ્બાજાને બહુ જ તપાસ કરી પરન્તુ હારા પત્તો ન મળ્યા. છેલ્લા એ વર્ષના દુષ્કાળમાં ભૂખમરા અને રાગથી ઘેાડાએ મરી ગયા. હું અને અબ્બાજાન બગદાદ જવા નીકળ્યાં. રસ્તામાં લૂટારુ મળ્યા. અબ્બાજાન તેમની સામે થતાં ધાયલ થઈ મૃત્યુ પામ્યા. મને પકડી લૂંટારુએ અહીં લાગ્યા, અને આ નાયકાને ત્યાં ગુલામ તરીકે વેચી. “મુમતાઝે પેાતાની આત્મકથા ટૂંકમાં જણાવી. તેની આંખમાં પાણી આવી ગયાં, અને બે ચાર બિંદુ ગાલ પર સરી પડયાં.
“ મુમતાઝ! ત્હારા શબ્દોની પ્રેરણાએ મને કાંઇક અજબ ચેતન આપ્યું, કાઇ પણુ જોખમે સરદાર બનવા મેં નિશ્ચય કર્યાં, હારૂં દર્શન કરી હું નાસી છૂટયા. અહીં આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૩૫૮ સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯૬ લશ્કરમાં સિપાહી તરીકે જોડાયા. ત્યારે શબ્દ હું દરરોજ યાદ કરતે અને સરદાર બનવા યત્ન કરો. આખરે બે વર્ષ પહેલાં એક ટુકડીને હું સરદાર થશે. ગઇસાલ લશ્કરી બળવામાં મેં અગત્યનો ભાગ ભજવ્યું. બાદશાહને મારી નાખી મેં ગાદી પચાવી પાડી અને હું ગુલામ મટી બાદશાહ બને.” ગુલામે પોતાની કથા પણ કહી. મુમતાઝ કાંઈ જ બોલી નહિ.
મુમતાઝ! તું જ મારી પ્રેરણાદાત્રી છે. તે જ મને ગુલામમાંથી બાદશાહ બનાવ્યો છે. મહારી બાદશાહીને હવે તું નહીં શોભાવે?” બહુ જ અધીરાઈથી બાદશાહ બોલ્યા.
હું પોતે જ ગુલામ છું. તને શી રીતે શોભાવી શકું?” મુમતાઝે પ્રશ્ન કર્યો. “હું હારી ગુલામી દૂર કરીશ.”
શી રીતે ?”
- “નાયકાને તેણે આપેલી હારી કિંમત પાછી આપીને.”
શું હું નાયકાની ગુલામ મટી એક ગુલામની ગુલામ બનીશ?”
“ નહીં મેં હાર અબ્બાજાનનું ઝવેરાત ચોર્યું હતું. તે જ ઝવેરાત હારી મુક્તિ માટે હું ખર્ચીશ.
પછી.”
“મુમતાઝ! આ શું!” એકદમ ગભરાઈને દોડી આવી બાદશાહે પૂછ્યું. “અબ્બાજાનના હુકમનું પાલન.” “એટલે?”
“અબ્બાજાને મરતાં મરતાં કહ્યું હતું કે, “બેટા, ગુલામ બનજે પરતુ ગુલામની પત્ની ન બનજે.” | મુમતાઝની નસેનસમાં ઝેર વ્યાપી રહ્યું હતું. છેલ્લો શ્વાસ ખેંચતાં તેણે બૂમ પાડીઃ “ગુ...લા...મ.”
વિગ્રહનો જુગાર
મહેન્દ્રકુમાર રસાઈ [ વસંત ] શસ્ત્રાઆ ને શર તણા અદ્વિતીય પાસા નાંખે ધરી વિજયની, ભડવીર આશા, પ્રાણે તણ પણ કરી કરતા વિહાર, જી રમે સમર વિગ્રહને જુગાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
ગુજરાતને સુકાયેલા સમુદ્ર
અમૃતલાલ વ. પંડયા આખા એશિયાનાં ભૂગોળ અને ઈતિહાસમાં ગુજરાતના આંગણે એક અજોડ બનાવ બની ગયો છે. હાલ જ્યાં કરછનું રણ છે, ત્યાં હજાર વર્ષ પૂર્વે દરિયાના મોજાં ઉછાળા મારતાં. પૂર્વ દિશાએથી રૂપેણ, કુંવારકા અને બનાસનાં નીર એમાં ઠલવાતાં; ઈશાન ખૂણમાં લુણી પોતાનાં ખારાં પાણી એમાં રેડતો અને ઉત્તરે, આખા આર્યાવર્તને પલાળતી આવતી સરસ્વતી આ સમુદ્રને સંગમ સાધતી. આ સમૂદ્ર કચ્છને ફરતે વીંટળાઈ વળતે અને તેની એક પેટી ઝાલાવાડના નીચા ભાગે અને ભાલને ઢાંકતી ખંભાતના અખાતને જઈને મળતી. ગુજરાત અને કાઠિયાવાડને જુદા પાડનાર આ સામુદ્રધુનીના અવશિષ્ટરૂપે નળ સરોવર હાલ પણ મોજુદ છે. આ પ્રમાણે પ્રાચીનકાળમાં કાઠિયાવાડ આજની જેમ દ્વીપકલ્પ ન હતું. સ્કંદગુપ્તના જુનાગઢના ખડક-લેખની ૨૪ મી લીટીમાં સુરાષ્ટ્રને દીપ કહેલું છે. નળકઠામાં હાલ પણ જ્યાંત્યાં વહાણને લાંગરવાના કાણુવાળા પથ્થો મળી આવે છે. આમ ગુજરાતના દરિયાકાંઠાનું નાકું ખંભાત આગળ ન હતું પણ તેની ઉત્તરે છેક લુણીના મુખ નજીક હતું. મારી માન્યતા પ્રમાણે “અપરાન્ત’ પ્રદેશને વિસ્તાર
પરકથી લુણુના મુખ સુધી હતા. શપરક અને ભકરછનાં વહાણે નળની સામુદ્ર ધુનીમાં થઈ કછના રણના વિસ્તારમાં આવજા કરતાં. આ પ્રમાણે, કેવળ દક્ષિણ-ગુજરાત જ સમુદ્રકાંઠે હેય તેમ નથી પણ ઉત્તર-ગુજરાત (આનર્ત) પણ વહાણવટાનું કેન્દ્ર હતું. • કચ્છના રણના સમુદ્રની બીજી વિશેષતા એ હતી કે આર્ય જાતિની પવિત્રતમ નદી સરસ્વતી એમાં પોતાનાં નીર ઠાલવતી. એ જ કારણે પુરાણકારોએ સરસ્વતી નદીને છેક ખંભાત અને સોમનાથ પાટણ સુધી લંબાવી છે. વૈદિક સંસ્કૃતિ સરસ્વતીના તીરેજ ફાલી હતી. એના પ્રવાહ મારફતે કચ્છના રણના સમુદ્રમાં ફરતાં ગુજરાતનાં વહાણ આખા આર્યાવર્ત અને સપ્તસિંધુમાં ફરી વળતાં. સિંધુ કરતાંય પહોળો એ એને સુક્કો પટ દક્ષિણ-પંજાબથી રજપુતાના અને સિંધની વચ્ચે પસાર થતે કરછના રણમાં સમાઈ જતો હાલ પણ દેખાય છે. દ્વારકાથી હસ્તિનાપુરને રાજમાર્ગ એના કાંઠે કાંઠે જતો હોવાની ને મહાભારત અને ભાગવત પુરાણમાં મળે છે.
આ સમુદ્રમાં દેશદેશાવરનાં વહાણે આવી ગુજરાત સાથે હિંદની સમૃદ્ધિની આપ લે કરતાં. પિણે વર્ષ ઉપર રણમાં વવાણીઆ પાસે રેતીમાં દટાયેલું એક જૂનું વહાણ મળી આવ્યું હતું. કચ્છમાં છેલ્લા સૈકામાં થયેલા ધરતીકંપ વેળા રણના વિસ્તાર પર જૂનાં વહાણોના અવશેષો બહાર ફેંકાતા જોવામાં આવ્યા હતા. અત્યારસુધીમાં આને કાંઠે ૧૭ પુરાતની બંદરોના અવશેષે શોધી શકાય છે. કાઠિયાવાડને કિનારે વવાણીઆ, મૂલવાદર અને ઝીંઝુવાડા; ઉત્તર-ગુજરાતને તટપ્રદેશે કુંવર (કાલાપત્તન), ભોરોલ અને જૂનું પીપરાળું; સિંધના કાંઠે વિરાવન, બાલીઆરી, વીનગઢ અને વેગાઉગઢ, કચ્છની ઉત્તરે ભીટારો, છારી, નીરના, લખપત અને સિંધડી; પચ્છમબેટમાં ડેરટ, ડાહી અને ફાંગવાડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૩૬૦ સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯
આજથી હજાર વર્ષ પૂર્વે આ સમુદ્રમાં છીછરું પાણી હતું. સને ૧૦૨ માં મહમૂદ ગીઝની સેમિનાથ ભાંગી ભીમને કેદ પકડવા ક૭ ગમે ત્યારે આ સમુદ્ર તેને ન હતો. તે વેળા નળ સામુદ્રધુનીમાં પણ છીછ પાણી હતું. મહમૂદ નહેરવાલાથી સેમિનાથ ગયો ત્યારે આ તેને ઓળગવી પડી હતી.
ઈ. સ. ૬૪૦ માં હિંદમાં આવેલા ચીના મુસાફર યુવાન સ્વાંગને મહીકાંઠાથી ગુર્જરત્રા તરફ જતાં આ સમુદ્ર દેખાયા હતા.
રણની પહેલા તથા બીજા સૈકા (ક્ષત્રપકાળ)ની હકીકત પેરીપ્લસના યાત્રા વર્ણનમાં આપેલી છે. આ સમયે તેને કેટલોક ભાગ છીછરો થઈ ગયો હતો તે છતાં તેમાં વહાણ આવજા કરતાં. - ઈ. સ. પૂર્વે બીજા સૈકામાં ગુજરાત ઉપર ગ્રીક મીનાન્ડર–જે બૌદ્ધ થઈ મિલિન્દ કહેવા–રાજ્ય કરી ગયો છે. પાલીચંચ મિલિન્દ પહ'માં સુરક, સુવીર અને ભરુકચ્છ સાથે લાપત્તન નામનું એક વધુ બંદર ગણવેલું છે. આ કેલ્લાપત્તન” * બંદર હજી સુધી જડયું નહોતું. કચ્છના રણને સાગરકાંઠે પુરાતત્વ સંશોધન કરતી વેળા પહેલવહેલું આ બંદર મને હાથ લાગેલું. સિદ્ધપુર અને અણહિલવાડ પાટણને સ્પર્શતી સરસ્વતી ઉર્ફે કુંવારકા નદી જયાં રણને સંગમ સાધે છે ત્યાં કુંવરગામ પાસે આ બંદર આવેલું છે.
ઈ. સ. પૂર્વે ૩૨૭માં હિંદ છોડતી વેળા એલેકઝાન્ડરને કાફલો આ સમુદ્રમાં થઈ પસાર થયો હતો એમ તેના ગ્રીક સાથીદારના અહેવાલમાં લખેલું છે.
ઈ. સ. પૂર્વે ૧૦ મા સૈકામાં પેલેસ્ટાઈનમાં સલેમન નામે એક પ્રતાપી રાજા ય છે. આ રાજા એફીર નામના કેઈ દેશાવરના બંદરે સોનું લાવવા વારંવાર વહાણ મોકલતા હોવાની વિગત બાઈબલમાં ઠેકઠેકાણે આપી છે ઘણાખરા વિદ્વાને સિંધ પાસે આવેલા પ્રાચીન દેશ સૌવીરને ઓફીર માને છે. યુવેનાંગની મુસાફરી, કામસૂત્ર અને મહાભારતમાં આપેલાં સૌવીરનાં વર્ણને પરથી જણાય છે કે સિંધુ નદીની પશ્ચિમને મુલક સિંધુદેશ અને પૂર્વને સૌવીર કહેવાતે. મિલિન્દપહગ્રંથમાં વીર બંદરનું નામ આવે છે. મૂલસ્થાન (મુલતાન) સૈવીરમાં હતું એમ આબેરૂનીએ લખ્યું છે. આ ઉપરથી જણાય છે કે સિંધુ નદીના પૂર્વકાંઠે ઉત્તરે મુલતાનથી માંડી દક્ષિણે કચ્છના રણને સમુદ્ર સુધી સવીરને વિસ્તાર હતે. પૂર્વ બાજુએ લુણીના પ્રવાહ પાસે એ આનર્તને સ્પર્શત. કનીધામે તે વળી સૌવીરની સીમાને ઈડર સુધી લંબાવી છે. સૈવીરની દક્ષિણ સીમા માત્ર સમુદ્રના કાંઠે (કચ્છના રણને સમુદ્ર) હતી માટે સેવીર બંદર પણ ત્યાં જ હોય તે દેખીતું છે. આમ બાઈબલમાંનું એફીર (સવીર) કચ્છના રણના સમુદ્રનું એક બંદર સિદ્ધ થાય એ વાત ઉત્તર–ગુજરાત માટે ઓછા ગૌરવની નથી. સેલે મનનાં વહાણે ફીરથી સેનું લઈ જતાં ને વળી જૂના પીપરાળા પાસે જે પુરાતન બંદર મને મળી આવ્યું છે ત્યાંથી પરદેશ સોનું ચડતું એમ લકવાયકા કહે છે. અરાવલીના પર્વતમાંથી પ્રવાહિત થતી નદીઓની રેતીમાં સોનું હોય છે. અગાઉ લેકે પુષ્કળ પ્રમાણમાં આ સોનું કાઢતા. ગ્રીક મુસાફરો પ્લીની
* “કાલા ” આ શબ્દ સંસ્કૃત નથી. દ્રવિડ ભાષાઓ પ્રમાણે એને અર્થ ‘પશ્ચિમ દિશા” થાય છે. પતનને અસલ અર્થ બંદર હતા. સિંધ અને પંજાબમાં હાકડાના સૂકા પટ ઉપર જે વહાણ લાંગરવાની જૂની જગાઓ છે તે હજી પણ પટ્ટણું કહેવાય છે. આ પ્રમાણે કાલાપતનને અર્થ પશ્ચિમ દિશાનું બંદર' એ થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
ગુજરાતને સુકાયેલે સમુદ્ર “૩૬૧
અને હીરેડેટસે આ વિસ્તારમાં સોનું નીકળતું હોવાની વિગતો લખી છે. હજી પણ હિંદનાં મ્યુઝિયમમાં અરાવલ્લીના આ સેનાની જૂની વસ્તુઓ જેવા મળે છે.
ઈતિહાસ સંશોધકે કહે છે કે ઈ. સ. પૂર્વે ચાદમા કે પંદરમા સૈકામાં મહાભારતનું યુદ્ધ થયું હતું. યુધિષ્ઠિરના રાજસૂયમાં ભાગ લેવા શ્રીકૃષ્ણ ગયેલા ત્યારે તેમની ગેરહાજરીમાં આબુના પૃષ્ઠભાગમાં આવેલા સાવદેશના નૃપતિ સાવે દ્વારકા નગરી પર હલ્લે કર્યો હતા. શ્રીકૃષ્ણ હસ્તિનાપુરથી આવી સાવ દેશપર ચડાઈ કરી આબુની નજીકમાં પ્રસરેલા સમુદ્રમાં સાવનો વધ કર્યો હતો. આખા મહાભારતમાં આ એક જ ઈશારે કચ્છના રણના સમુદ્ર વિષેને મળે છે.
મહાભારતકાળપૂર્વ આ સમુદ્ર રણના હાલના વિસ્તાર કરતાં વધારે વિસ્તૃત હતા. ઉત્તર-ગુજરાત, મારવાડ અને સિંધનો કેટલોક ભાગ તે વેળા એનાં મોજાંઓ તળે ઢંકાયેલ હતું. * સ્કંદપુરાણાંતર્ગત શ્રીમાળમહાભ્યમાં લખેલું છે કે શ્રીમાળના પ્રદેશ ઉપર અગાઉ સમુદ્ર હતો. અદ્ભુદાચલના પૃષ્ઠ ભાગમાં આવેલા આ વિસ્તાર ઉપર ગુ ઇત્યાદિ ઋષિઓની ઈચ્છા થઈ એટલે તેમણે સૂર્યને સ્તુતિ કરી. સૂર્ય પોતાના પ્રખર તાપથી આ પ્રદેશપરના સમુદ્રને સૂકવી નાંખ્યો. પછી ભૂગુ, ગૌતમ ઇત્યાદિ ઋષિઓએ ત્યાં આશ્રમો બાંધ્યા ને આમ ધીમેધીમે શ્રીમાળનગરી વસતી ગઈ. શ્રીમાળની પાડોશના વિસ્તારોના ખડકેપર અદ્યાપિ દરિયાઈ પાણીના ઘસારાનાં ચિન્હા નજરે પડે છે.
જે વેળા સિંધુની ઉપત્યિક મોહેજેડેરે, છન્ડે ઈત્યાદિ શ્રીસંપન્ન પ્રાગૈતિહાસિક નગર, વડે શોભતી હતી તે વેળા આ સમુદ્ર લુણીની ખીણમાં છેક બાલેત્રા સુધી પ્રસરેલ હતા. બાલોત્રાનું ખારું સરોવર હાલ પણ એના અવશેષરૂપે મોજુદ છે. જૂના બાળમેરમાં વહાણે લાંગરવાનાં તેમ લુણીના પ્રવાહમાં તેમની આવજા થતી હોવાનાં ચિન્હો ઍબોટને સાંપડયાં હતાં. ઉત્તરે આ સમુદ્ર સરસ્વતી અને સિંધુની ઉપયિકાઓમાં દૂર સુધી પેસી ગયેલ હતા. મેજર હેગે માપણી કરી સરવૈયું કાઢયું છે કે સિન્ધને ડેટા દર વર્ષે માઈલની ગતિથી સમુદ્રમાં આગળ વધી રહ્યો છે. હૈદરાબાદ-સિંધથી મારવાડ જંકશન અને મહેસાણા થઈ ટ્રેનની જે લાઈન વીરમગામ આવે છે તે આ સમુદ્રને પ્રાગૈતિહાસિક કાળને કાંઠે દાખવે છે.
રામે પિતાના બાણ વડે સમુદ્રને સૂકવી નાંખ્યો હતો આ રામાયણમાંની આખ્યાયિકા કચ્છના રણના સમુદ્રને જ બંધબેસતી આવે છે. યુદ્ધકાંડના ૨૩ મા સર્ગમાં લખ્યું છે કે રામે જે સમુદ્રને સૂકવ્યો હતે તેની ઉત્તરે સિંધને પ્રવાહ વહેતો હતો અને આભીરજાતિ વસવાટ કરતી હતી. મહાભારત અને ગ્રીકેની નોંધપોથીઓમાં આભીરને કચ્છના રણની ઉત્તરે સરસ્વતીની ઉપાત્યકામાં નિવાસ કરતા લખવામાં આવ્યા છે.
રામથી ૩૨ પેઢી પૂર્વે સૂર્યવંશમાં સત્યવ્રત રાજા થયો હતો. તેના સમયમાં વિશ્વામિત્ર પિતાના રાજ્યને ત્યાગ કરી સરસ્વતીના મુખ ઉપર કચ્છના રણના સમુદ્રતીરે તપ કરવા લાગ્યા. આ વેળા આખા આર્યાવર્ત ઉપર અનાવૃષ્ટિના પરિણામે ૧૨ વર્ષના કારમાં દુષ્કાળના ઓળા પથરાયા. સરસ્વતીનું વહેણ સૂકાઈ ગયું. ઋષિઓ ભૂખે મરવા લાગ્યા ને તેમની પાસેથી વેદે છેવાયા. પરિણામે આર્યસંસ્કૃતિએ પશ્ચિમ હિંદથી પૂર્વ હિંદ તરફ પ્રયાણ કર્યું ને ગંગા યમુનાના પ્રદેશે તેમણે આબાદ કર્યા. આ દુષ્કાળ વેળા રાજા સત્યવ્રતે વિશ્વામિત્રના કુટુંબનું
* બેચરાજીથી બનાસના મુખ સુધી તથા પાટણની ઉત્તરે ક્ષારભૂમિઓ આવેલી છે. પુરાકાળમાં ઉત્તર–ગુજરાત પર ફરી વળતા સમુદ્રની આ નિશાનીઓ છે એમ ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૩૨ સુવાસ : માગશીર્ષ ૧૯૯૯ પોષણ કર્યું હતું. એના બદલામાં વિશ્વામિત્ર પાસેથી વરદાન મેળવી સત્યત સદેહે. સ્વર્ગ સંચર્યો હતો.
સત્યવ્રતથી ૧૯ પેઢી પૂર્વે કુલા કરી મહાન રાજા થયો હતો. તેના રાજ્યકાળમાં કચ્છના રણના સમુદ્રતીરે આવેલા ઉજાલક પ્રદેશમાં ઉત્તેગ આદિ ઋષિએ તપસ્ય કરતા હતા. મધુવનમાં મથુરાનગરી વસાવનાર મધુને પુત્ર ધુંધુ તેના અપકૃત્યને લઈ પ્રજામાં રાક્ષસ તરીકે પંકાયો હતો. પુરાણ કહે છે તેમ તે ઉજજાલક પ્રદેશના સમુદ્રમાં જઈને પઠે. એટલે એના આગમનથી ત્યાં પ્રચંડ ધરતીકંપ થવા લાગ્યા. પર્વતે અગ્નિ વરસાવવા લાગ્યા ત્રષિઓ સમજયા કે આ ઉપદ્રવનું કારણ ધુંધુ છે એટલે તેમણે તેને વધ કરવા મહારાજા કવલાશ્વને વિનંતિ કરી. કુવલા સમુદ્રની રેતીમાંથી ધુંધુને બાળી તેને વધ કર્યો અને ત્યારથી પ્રજામાં કુવલાધ ધંધુમાર તરીકે પ્રસિદ્ધિ પામ્યો. આ બનાવને પાછટર વગેરે બધા પુરાણસંશોધકે કચ્છના રણના સમુદ્રના સૂકાવાના કારણ તરીકે સ્વીકારે છે.
કુવલાધવથી ૯ પેઢી પૂર્વે મનુપુત્ર ઈત્ત્વાકુ થયું હતું. એનું પાટનગર આ સાગરને કાંઠે સિંધુના એક મુખ ઉપર પિટલક નગર હતું. પ્રીના સમય સુધી એ આબાદ હતું અને એનું નામ તેમણે પાટલ( Patal-તેના ઉપરથી એના પ્રદેશનું નામ Patalene ) બંદર લખ્યું છે. વિદ્વાને કહે છે કે હાલ જ્યાં હૈદ્રાબાદ-સિંધ છે ત્યાં એ હતું. તે વેળા આ પ્રદેશ દરિયાના કાંઠે હતે. તિબેટના બૌદ્ધ સાહિત્યમાં નેધેલું મળી આવે છે કે ઈક્વાકુના આ પાટનગરમાં જ શાકના પૂર્વજોને સૂર્યવંશમાં જન્મ થયો હતો ને આંતરકલહને અંગે તેઓ પિટલ છોડી ઉત્તર હિંદમાં નેપાલની તરાઈ (ભેજવાળા પ્રદેશ) માં જઈ વસ્યા હતા.
સુર્યવંશના સિરભૂષણ એ જ ઈવાકુના એક પુત્ર કુશે સુરાષ્ટ્રમાં કુશસ્થલી નગરી વસાવી તેને પાટનગર બનાવી હતી. આનર્ત, રેવત ઇત્યાદિ નૃપતિઓ એ જ કુશજાતિના હતા. કચ્છના રણના સમુદ્રને કુશજાતિએ પોતાના સાગરસાહસનું કેન્દ્ર બનાવ્યો અને પરિણામે આ જાતિ છેક પશ્ચિમ એશિયા સુધી ફેલાવે પામી. બાઈબલમાં એમનો યશવિસ્તાર Cushites એટલે કુથના પુત્ર તરીકે મળી આવે છે.
આ પ્રમાણે આપણે ગુજરાતના આ અલોપ થયેલા રાગરના ઈતિહાસની જતી તપાસ છેક આર્યોના રાજ્યવંશના પ્રારંભ સુધીની લીધી. એની પૂર્વેની માહિતી ઘણી ઝાંખી મળી આવે છે. વેદો તથા પુરાણમાં વસણુને પશ્ચિમ સમુદ્રને અધિપતિ કહ્યો છે. વરણની સાથે સંબંધ ધરાવતાં તીર્થો મહાભારતમાં ગુજરાત, સુરાષ્ટ્ર અને સિંધના સાગરકાંઠે દર્શાવેલાં છે. આ ઉપરથી સમજાય છે કે વરુણનું રાજ્ય આ પ્રદેશમાં એટલે કે કચ્છના રણના સમુદ્રની આજુબાજુ પ્રસરેલું હતું. વરુણના નામ ઉપરથી તેને સમુદ્ર પણ વરુણું સમુદ્ર કહેવાતો હતો. વરુણનું પાટનગર બેબીલેનિયાની સુષાનગરીમાં હતું. લગભગ બધા પ્રાચીન પુરાણોમાં સુષાના અક્ષાંસે આપેલા છે. આ પ્રમાણે આપણને જણાય છે કે કચ્છના રણના સમુદ્રથી માંડી ઈરાની અખાત સુધીના પ્રદેશને શાસક વરુણ હતા અને દરિયાને આ વિસ્તાર વરુણું સમુદ્ર રહ્યો હશે.
* કાઠિયાવાડ અને કચ્છના ગેઝીયદિરોમાં રણની વિગત વાંચતાં જણાશે કે તેને સમુદ્ર સુકાયાનું મૂળ કારણે આ પ્રદેશમાં અવારનવાર આવતા ધરતીકંપ જ હતા. હજી પણ કચ્છના પતેના પેટાળમાં જ્વાળા ભભૂક્યા કરે છે. ગયા વર્ષે એની અસરથી જ પાળિયાદમાં આંચકા આવ્યા હતા. આખ્યાનની સત્યતા એવા પ્રસંગે ઉપરથી જ સિદ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
ગુજરાતને સુકાયેલ સમુદ્ર - ૩૬૩ આંની પૂર્વેને ઈતિહાસ માનવોંધમાં મળતું નથી. હા, ભૂસ્તરશાસ્ત્ર તેને કંઈક અંશે પૂરું પાડે છે. સિંધ તથા રજપુતાન વચ્ચે આવેલું થળપારકરનું રણ એક વેળા સમુદ્રનું તળિયું હતું એ સિદ્ધ થયેલી વાત છે. વળી રાજપુતાનામાં સાંભર, બાલેત્રા ઈત્યાદિ ઘણું ખારાં પાણીનાં સરોવરો છે જે પુરાકાળમાં એ પ્રદેશ પર ફરી વળતા સમુદ્રના અવશેષ રૂપે મનાય છે. બ્લેડ નામના ભૂસ્તરશાસ્ત્રીએ આ વિરતારોમાં ફરી આ અલોપ થયેલા દરિયાના અવશેષોની તપાસ ચલાવી હતી. તેણે જણાવ્યું છે કે હિંદના ભૂસ્તરશાસ્ત્રને રજપુતાના-સમુદ્ર એ બીજું કાંઈ નહીં પણ વધુ વિસ્તૃત કચ્છના રણને સમુદ્ર હતા. રજપુતાના-સમુદ્ર અરાવલ્લી અને હાલા પર્વતો વચ્ચે હલેાળા લેત ઉત્તર ગુજરાત, પશ્ચિમ રજપુતાના અને સિંધની ભૂમિ ઉપર ઘૂઘવ્યા કરતો. એમાં ત્રણ મોટા અને અનેક નાના બેટે હતા. પારકર દ્વીપકલ્પથી માંડી જેસલમેર સુધીને ઊચો પથરાળ પ્રદેશ, કચ્છ અને સુરાષ્ટ્ર આ મોટા બેટ હતા. પાવાગઢનો ડુંગર અને બીજા કેટલાક ના પર્વતો એના નાના બેટ હતા. - રજપુતાના-સમુદ્રના અસ્તિત્વવેળા હિંદમાં માનવજાતિ હતી કે કેમ તે હાલ કહી શકાય નહિ. અવિનાશચંદ્રદાસે “Rigvedic India' માં એમ પ્રતિપાદિત કરવા પ્રયાસ કર્યો છે કે આ રજપુતાના–સમુદ્ર વૈદિકકાળમાં પણ હતો તે વાત ખોટી હાઈ પાયા વગરની છે. આ સિદ્ધાંતને ભૂસ્તરશાસ્ત્રનો જરા પણ ટકે નથી.
. કચ્છના રણના સમુદ્રના અસલ રૂપ એવા રજપુતાના–સમુદ્રની ઉત્પત્તિ તપાસવી પણ અહીં રસપ્રદ થઇ પડશે.
લાખો વર્ષ પૂર્વે ગંગા અને સિંધુનાં મેદાનો ઉપર એક મહાસાગર ઘૂઘવતો હતો. ઉત્તરે તે મધ્યએશિયા સુધી પ્રસરેલ હતું જ્યાં ગેબીનું રણ અને અરલ સમુદ્ર હાલ પણ તેના પૂર્વ અસ્તિત્વની સાક્ષી આપી રહ્યાં છે. પશ્ચિમે એનો વિસ્તાર કાસ્પિયન અને કાળા સમુદ્રના માર્ગ છેક મધ્યયુરોપ સુધી હતે. આલ્પસ, ટોરસ, કેકેશસ અને હિમાલયની પર્વતમાળાઓ આને તળિયે હતી. ભૂસ્તરશાસ્ત્રીઓ આને Tethys—ટથી સમુદ્ર કહે છે. એની દક્ષિણે અરાવલીની હારમાળા હતી અને હિદી દ્વીપકલ્પ લેમરીઓ ખંડ મારફત આફ્રીકા સાથે સંધાયો હતો. કાળાંતરે પ્રચંડ ધરતીકંપોની પરંપરાઓ આવી અને તેની અસરથી ટેવીસ મહાસાગરનું તળિયું ઊંચું આવતાં આલ્પસથી હિમાલય સુધીની પર્વતમાળાઓ રચાઈ. પર્વતની આ ભીતે ઊભી થતાં ટેથીસ મહાસાગર અનેક ખંડોમાં વહેંચાઈ ગયો. રજપુતાના સમુદ્ર પણ આમ જ રચાય હતે.
નદી
કુમાર”
પાછું જોયા વગર સરતી સર્વદા સર્વ કાજે જોઈ મેલાં કુટિલ ઉરની કાલિમા, ભવ્ય બ્રાજે, હૈયે ચાંપી નિજ ઉદરમાં ભેદ વિના સમાવે આપે શુદ્ધિ પરત સરિતા સામ્ય દષ્ટિ સુહાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
જથ્થાબંધ ઉત્પાદન અને વ્યવસ્થા
નર્મદાશંકર હ. વ્યાસ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ઈગ્લાંડમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, અને એ સદીના અંત સુધીમાં તેમજ ઓગણીસમી સદીની શરૂઆતમાં તે એ કાન્તિનું મેનું આખા યુરોપ ઉપર ફરી વળ્યું. નવી દુનિયાએ પણ એ કાતિનાં આંદલને અનુભવ્યાં, અને જૂની દુનિયા સાથે જાણે હરિફાઈ થતી હોય તેમ અમેરિકા પણ ઔદ્યોગિક પ્રગતિમાં આગળ ધપવા લાગ્યું.
ઔદ્યોગિક ક્રાતિ એટલે યાંત્રિક ઉત્પાદન અને જથાબંધ ઉત્પાદનના યુગની શરૂઆત. યાંત્રિક ઉત્પાદન હંમેશાં જથ્થાબંધ ઉત્પાદનમાં પરિણમે છે, અને જથ્થાબંધ ઉત્પાદનનું વલણ હમેશાં ઔદ્યોગિક એકીકરણ તરફ કે ભૌગોલિક શ્રમની વહેચણી તરફ હોય છે.
ઔદ્યોગિક એકીકરણ એટલે કાઈ પણ એક પ્રકારના ઉદ્યોગનું એક જગ્યાએ કેન્દ્રિત થવું, એ જ જગ્યાએ એ ઉદ્યોગનો વિકાસ થે. જેવી રીતે અમદાવાદમાં સુતરાઉ કાપડની મીલન ઉદ્યોગ, કલકત્તામાં શણની મીલોનો ઉદ્યોગ અને જમશેદપુરમાં લોઢાને ઉદ્યોગ એકત્રિત થયો છેવિકાસ પામે છે અને સંગીનપણે સ્થિર થયે છે.
યંત્રના આગમન પહેલાં આ જાતનું ઔદ્યોગિક એકીકરણ લગભગ નહતું. જેમ જેમ યંત્રને, શ્રમની વહેંચણીને, ઉદ્યોગને, જથ્થાબંધ ઉત્પાદનને, વિનિમયનાં સાધનો અને આંતરરાષ્ટ્રિય વિનિમય અને વ્યાપારને વિકાસ થતો ગયો તેમ તેમ ઔદ્યોગિક એકીકરણ મજબૂત થતાં ગયાં. આજના યુગ વિશિષ્ટતાપ્રધાન છે. વિશિષ્ટ પ્રકારને શ્રમ, વિશિષ્ટ પ્રકારનાં યંત્રો, વિશિષ્ટ પ્રકારના ઉદ્યોગો અને ઉત્પાદનનું એકીકરણ એ અર્વાચીન આર્થિક ઉત્પાદનની વિશિષ્ટતા છે.
ઔદ્યોગિક એકીકરણના મૂળમાં યંત્ર અને જથ્થાબંધ ઉત્પાદન રહેલાં છે, પણ એ એકીકરણની ભૂમિકા પાછળ પ્રાકૃતિક, આર્થિક અને રાજકીય કારણો રહેલાં હોય છે. અમુક જગ્યાએ ક્યા પ્રકારને ઉદ્યોગ એકત્રિત થશે તેનો આધાર તે જગ્યાની આબેહવા, કાચા માલનું ઉત્પાદન, પ્રાકૃતિક શક્તિની શક્યતાઓ, શ્રમની સંખ્યા અને ગુણ, બજારની મર્યાદા અને શકયતાઓ મૂડી મળવાની શકયતાઓ, અને રાજકીય વાતાવરણ, રાજકીય પરિસ્થિતિ, આર્થિક ઉદ્યોગો તરફ રાજ્યની નીતિ અને વલણ, તથા વિનિમયનાં સાધનોની શક્યતા પર રહે છે. જે ઉદ્યોગોના ઉત્પાદનની માંગ સર્વવ્યાપી હોય છે, સતત હોય છે અને સ્થિર હોય છે તેવા ઉદ્યોગનું જ એકીકરણ અને જથ્થાબંધ ઉત્પાદન શક્ય બને છે. જે વસ્તુઓનું બજાર માત્ર સ્થાનિક કે ઘણું જ મર્યાદિત હોય, વસ્તુ એકદમ બગડી જાય તેવી હેય, વસ્તુ માત્ર અમુક સમય માટે જ લભ્ય હોય તેવી વસ્તુના ઉત્પાદનનું એકીકરણ સંભવતું નથી.
ઔદ્યોગિક એકીકરણના ફાયદાઓ તેમજ ગેરફાયદાઓ પણ છે. ઉત્પાદનની આ પદ્ધતિમાં ઉદ્યોગનો વિકાસ ઘણો જ સંગીનપણે અને સ્થિરતાથી થાય છે. ઉદ્યોગ જામી ગયા પછી તેની સામે ના ઉદ્યોગ હરિફાઈમાં ટકી શકતા નથી. પ્રૌઢ થઈ ગયેલા ઉદ્યોગની શાખ; તેમાં રોકાયેલ શ્રમના વિશિષ્ટ ગુણો; તેને મળતે મૂડીને સતત પ્રવાહ; કાચા માલ ઉપર જમાવાયેલ તેને કાબૂ અને કાચો માલ સતત મેળવવાની તેની શક્યતા; પ્રધાન ઉદ્યોગ સાથે ખીલવેલા ગૌણ ઉદ્યોગની હસ્તિ; ઉત્પન્ન થતા માલની નિકાસ માટે રાષ્ટ્રીય અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
જથ્થાબંધ ઉત્પાદન અને વ્યવસ્થા ૩૬૫ આંતરરાષ્ટ્રીય બજાર પર તેને મળેલું પ્રભુત્વ; તે ઉદ્યોગને લગતી શોધો અને પ્રગતિની શક્યતાઓ–આ બધા જથ્થાબંધ ઉત્પાદનના અને ઔદ્યોગિક એકીકરણના ફાયદાઓ છે. પણ આ પ્રથાની પાછળ મૂડીવાદ, સામ્રાજ્યવાદ અને શ્રમજીવીઓ, ગરીબો તથા નિર્મળ રાષ્ટ્રોનું શોષણ રહેલાં છે. આ પ્રથાથી આંતરરાષ્ટ્રિય સુલેહ અને શાતિ સ્થપાવાને બદલે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે જીવલેણ હરિફાઈ અને વૈમનસ્ય ઊભાં થયાં છે. આજે . જગતમાં જે અશાંતિ અને દુ:ખ વ્યાપેલાં છે તેને માટે ઉત્પાદનની આ પ્રથા ઓછી જોખમદાર નથી. રાષ્ટ્રિય દષ્ટિએ કોઈ પણ એક જ પ્રકારના ઉદ્યોગને રાષ્ટ્રની અંદર અંતીમ એકીકરણ રાષ્ટ્રને માટે હાનિકારક છે; એકજ ઉદ્યોગને આ એકદેશીય વિકાસ રાષ્ટ્રને નિર્બળ અને પંગુ બનાવનારો છે. તેનાથી રાષ્ટ્ર અન્ય રાષ્ટ્ર ઉપર અવલબનારું બને છે; માટે જયાંસુધી જગત આંતરરાષ્ટ્રિય વ્યાપારના અને વ્યવહારના આદર્શને આંતરરાષ્ટ્રિય ભ્રાતૃભાવ, આંતરરાષ્ટ્રિય સમાનતા અને અનાક્રમણના આદર્શ સાથે એકરૂપ ન બનાવી શકે ત્યાં સુધી ઔદ્યોગિક એકીકરણ અને જથ્થાબંધ ઉત્પાદનો વિશ્વકલનાં મૂળ રૂપે છે.
જથ્થાબંધ ઉત્પાદન કેવી રીતે શકય બનાવવામાં આવે છે અને તેની વ્યવસ્થા કેવા પ્રકારની હોય છે તે પ્રશ્નની વિગતો પણ જાણવા જેવી અને રસમય છે.
જથ્થાબંધ ઉત્પાદન એટલે બહેળા પ્રમાણમાં મૂડી અને મજૂરીનું રોકાણ. ઔદ્યોગિક ક્રાતિ પહેલાં માનવી પિતાનાં ઓજારોથી મર્યાદિત પ્રમાણમાં ઉત્પાદન કરત. મૂડીના રોકાણને પ્રશ્ન ખાસ મહત્વને જ નહોતું અને મજૂરી ઘણુંખરું કુટુંબનાં માણસોથી જ પૂરી પડી જતી; જ્યારે આજના જથ્થાબંધ ઉત્પાદનમાં મૂડીનું રોકાણ ઘણી જ મહત્વની બાબત છે તેમજ શ્રમની સંખ્યા અને ગુણ પણ તેટલાં જ મહત્વનાં છે. જથ્થાબંધ ઉત્પાદનની મૂળ શકષતા યત્રમાં રહેલી છે પણ તેનો વિકાસ અને પ્રગતિ તો સંયુક્ત મૂડીની પ્રથા ઉપર ઊત્પાદનની અને વ્યાપારની જે યોજનાઓ ઘડાવા લાગી તેને જ આભારી છે.
સંયુક્ત મૂડીની પ્રથા એટલે, કોઈ પણ ઉદ્યોગ, ઉત્પાદન કે વ્યાપાર માટે મૂડીના જે ભંડળની જરૂર હોય તે એક વ્યક્તિથી નહિ પૂરી પાડતાં, સમાજની અનેક વ્યક્તિઓ પાસેથી એકઠી કરવામાં આવે છે. આજના ઉત્પાદનમાં કરોડોની મૂડીનું રોકાણ કરવું પડે છે. તેટલું મોટું રોકાણ એક જ વ્યક્તિથી શક્ય નથી અને કદાચ શકય હોય તે તેમાં અસાધારણ સાહસ અને જોખમ રહેલાં છે. સાધારણ રીતે કોઈ પણ વ્યક્તિ કે બેત્રણ ભાગીદારો આવું જોખમ ખેડવા તૈયાર થતા નથી. ઉદ્યોગને માટે જોઈતી મૂડી સંયુક્ત મૂડીની પ્રથાથી જ પ્રાપ્ત કરવામાં આવે છે. આ પદ્ધતિમાં મૂકી આપનાર પ્રત્યેક વ્યક્તિની જોખમદારી મર્યાદિત હોય છે. પ્રત્યેક વ્યક્તિએ જેટલા પ્રમાણમાં મૂડી આપી હોય તેટલા પ્રમાણમાં તેને વ્યાજ અને ઉત્પાદન કે વ્યાપારમાંથી રહેતા નફાને ભાગ મળે છે.
જથ્થાબંધ ઉત્પાદન સામે નાના ઉદ્યોગો હરિફાઈમાં ઊભા રહી શકતા નથી. ગૃહઉદ્યોગો યાંત્રિક ઉત્પાદન સાથે કદાપિ હરિફાઈમાં ટકી શકે જ નહિ. જથ્થાબંધ ઉત્પાદનમાં શ્રમની, માની અને વખતની બચત થાય છે. આ પ્રકારનું ઉત્પાદન ઘણુંખરૂં વધતી જતી પેદાશના નિયમને બાધિત હોવાથી તેને દિનપ્રતિદિન થતાં વિકાસ અને પ્રગતિ ઓછી ને ઓછી ઉતપાદન-મિતે માલ આપી શકે છે. શક્તિનાં પ્રત્યેક વધતાં જતાં પ્રમાણે તેની કિંમત ઘટતી જાય છે. કાચા માલ ખરીદવામાં અને ઉત્પન્ન થતો પાકો માલ વહેંચવામાં પુષ્કળ ફાયદો મળે છે. ખરીદી જથ્થાબંધ થાય છે અને ગમેતેટલે દરથી અને ઓછી કિંમતે થઈ શકે છે. તેવી જ રીતે ઉત્પન્ન ૫ણુ જથ્થાબંધ થાય છે, તેનું મોટા પ્રમાણમાં વેચાણ કરી શકાય છે, અને તે દૂરદૂરના બજારમાં મેકલીને ઓછી કિંમતે વેચી શકાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૩૬૬ સુવાસ : માર્ગશીર્ષ ૧૯૬
છે. જાહેરખબર પાછળ, પ્રચાર પાછળ અને નવી નવી શોધખોળો પાછળ પુષ્કળ ખર્ચ કરી શકાય છે. મુખ્ય ઉદ્યોગ સાથે ગૌણ ઉદ્યોગ વિકસાવી શકાય છે. આ બધા ફાયદાઓ માત્ર જથ્થાબંધ ઉત્પાદનથી જ અનુભવી શકાય છે, પરિણામે ગૃહઉદ્યોગો તેની સામે ટક્કર ઝીલી શકતા નથી; તે ધીમેધીમે ઘસાઈ જાય છે અને નાશ પામે છે.
જથ્થાબંધ ઉત્પાદનની બીજી એક વિશિષ્ટ ઘટના એ છે કે તેનાથી એકજ પ્રકારના ઉદ્યોગનું એકીકરણ થઈ જાય છે તેટલું જ નહિ પણ તેનું સંયોજન પણ થઈ જાય છે. આ સંયોજનને અમેરિકામાં “Trusts” કહેવામાં આવે છે. જર્મનીમાં તેને “Kartels” તરીકે સંબોધવામાં આવે છે: ઇગ્લાંડમાં આવા સયાજનને ઔદ્યોગિક સંગઠનના સ્વરૂપમાં સમજવામાં આવે છે. આવાં સંગઠને બે સ્વરૂપે થાય છે. એક જ પ્રકારના ઉદ્યોગો એકજ વ્યવસ્થામાં કેન્દ્રિત થઈ જાય તે પહેલા પ્રકારનું-Horizental combinations-સંગઠન છે; બીજા પ્રકારના સંગઠનમાં કોઈ પણ એક પ્રકારના ઉદ્યોગમાં, કાચા માલથી તે છેલ્લે પાકા માલ સુધી. જે જે પગથિયાં અને પરિવર્તન આવતાં હોય તે બધી કક્ષાએ એક જ વ્યવસ્થા-Vertical combinations-નીચે લાવવામાં આવે છે. આ સંગઠનાને પરિણામે ઉત્પાદનમાં અસાધારણ કરકસર અને ફાયદા અનુભવી શકાય છે; એક જ પ્રકારના ઉદ્યોગમાં પરસ્પરની હરિફાઈ નાબૂદ થઈ જાય છે, ઉત્પાદનની વેચાણકિમત સ્થિરપણે નક્કી કરી શકાય છે. તેનું પ્રમાણ પણ નિશ્ચિત તેમજ વ્યવસ્થિત કરી શકાય છે. આંતરરાષ્ટ્રિય બજારોની વહેંચણી કરી શકાય છે. ઓગણીસમી સદીની જીવલેણ હરિફાઈ વીસમી સદીમાં ઔદ્યોગિક ઉત્પાદનના સંયોજનમાં અને સુવ્યવસ્થામાં, આ સંગઠનના માર્ગને પરિણામે પરિણમી છે. આ સંગઠન પરત્વે શરૂઆતમાં શંકાની દૃષ્ટિથી જોવામાં આવતું કારણ કે હરિફાઈના અભાવે અને સંગઠનથી પ્રાપ્ત થયેલા એકહથ્થુ ઉત્પાદનને પરિણામે તેના વ્યવસ્થાપકે ધારે તે સમાજને, ઉત્પાદનની કિમત ઘણી ઊંચી રાખી જબરદસ્ત હાની પહોંચાડી શકે. માટે પ્રત્યેક રાષ્ટ્રમાં આવાં સંગઠને માટે સરકારથી કાયદાઓ કરવામાં આવેલા છે, જેથી કાનુનની મર્યાદામાં રહીને સંગઠને પિતાના વ્યવસાય કરી શકે છે.
હવે આપણે ટેકાણમાં. આ અર્વાચીન ઉત્પાદન અને વ્યાપારની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવે છે અને એ વ્યવસ્થા કેવી રીતે વિકાસ પામી છે તે જોઈએ.
વ્યવસ્થાના મુખ્ય છ પ્રકાર છે, અને પ્રત્યેક પ્રકારમાં વિકાસનું તત્ત્વ માલુમ પડે છે. પ્રથમ માત્ર એક જ વ્યક્તિથી વ્યાપારની કે પોતાના ઉત્પાદનની વ્યવસ્થા કરવામાં આવતી. આ વ્યવસ્થામાં વ્યાપાર કે ઉત્પાદન ઘણુંજ નાનાં અને મર્યાદિત પ્રમાણમાં રહેતાં, મૂડી શ્રમ અને વ્યવસ્થા એક જ વ્યક્તિમાં કેન્દ્રિત થતાં. બીજી કક્ષામાં એક વ્યક્તિમાંથી બે, ત્રણ કે ચાર ભાગીદારોના હાથમાં વ્યવસાયનું તંત્ર આવ્યું. પહેલી વ્યવસ્થા કરતાં આ વ્યવસ્થા વધારે પ્રગતિશીલ હતી; માત્ર એક જ વ્યક્તિની બુદ્ધિ, મૂડી ને શ્રમને બદલે, એક કરતાં વધારે ભાગીદારોની બુદ્ધિ, મૂડી અને શ્રમનો ઉપયોગ આ વ્યવસ્થાના ક્ષેત્રમાં થવા લાગ્યો. ત્રીજા પ્રકારની વ્યવસ્થામાં સંયુકત મૂડીની પ્રથાને જન્મ થયો. હવે અમુક ઉદ્યોગ, વ્યાપાર કે ઉત્પાદન માટે જોઈતી મૂડી ઘણી વ્યક્તિઓ પાસેથી એકઠી કરવાની શરૂઆત થઈ અને વ્યવસ્થાનું તંત્ર, મૂડી આપનાર બધી વ્યક્તિઓના હાથમાં નહિ, પણ અમુક જ વ્યક્તિઓના હાથમાં આવ્યું–જેમણે અમુક પ્રમાણથી વધારે મૂડી આપી હોય. ચોથા પ્રકારની વ્યવસ્થા એકહથ્થુ સત્તા ને એકહથ્થુ ઉત્પાદનને માર્ગ, ઔદ્યોગિક સંગઠનો મારફત, જવા લાગી. પાંચમા પ્રકારની વ્યવસ્થામાં પ્રજાતંત્રનું તત્ત્વ પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ
[અનુસંધાન ૫, ૩૭૦]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
૩૦૦૦ વર્ષ પહેલાંનાં
મૂળ લેખક – શ્રી. કાશીનાથ અનન્ત દામલે
બી. એસ સી, કલાભવન, વડોદરા
અનુવાદકઃ ગ. પુ. સાને વાંચકો જાણે છે કે, મનુષ્યપ્રાણ એક જાતના વાનરમાંથી ઉત્ક્રાંતિ પામેલો છે. હાલનાં માણસના પૂર્વજો એક લાખ વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર અવતર્યા હતા એમ
હાલની શેહે ઉપરથી જણાય છે. શિકાર કરો, કાચું માંસ મનુષ્યને પૃથ્વીની ખાવું, નદીનું પાણી પીવું, ઝાડ નીચે કે ગુફાઓમાં પડી રહેવું રંગભૂમિ ઉપર પ્રવેશ એ તેમનો કાર્યક્રમ હતો. અનેક વર્ષો પછી તેઓ ખેતી
કરવા લાગ્યા; પૃથ્વી ઉપર પડેલી અનેક વસ્તુઓને ઉપયોગ કરવા લાગ્યા. શત્રુ સાથે લડવામાં તેઓ ઝાડની ડાળાંને ઉપયોગ કરતા; કઠણ છોડોવાળાં ફળો તેઓ પત્થરથી ફેડતા. ઈ. સ. પૂર્વ ૧૦૦૦૦ થી ૧૫૦૦૦ વર્ષ પહેલાંના વખતમાં પથર, મૃત પશુપક્ષીના દાંત, શિંગડા, હાડકાં વગેરેથી બનેલાં હથિયારો (Tools)નો તેઓ ઉપયોગ કરતા હતા એમ પુરાતન–વસ્તુસંશોધકે એ બતાવી આપ્યું છે.
પ્રથમ આપણે એજાર અને યંત્રો વચ્ચેનો તફાવત જોઈ લઈએ. માણસે પોતાના કુદરતી અવયવોને મદદ કરવા માટે જે સાધનો ઉપયોગમાં આપ્યાં તેમને ઓજારો કહે છે. દાખલા તરીકે
ચપુ, કાતર, સેય, કુહાડી વગેરે. વસ્તુઓ બનાવવાની શક્તિનું ઓજારે અને યંત્રો રૂપાંતર અથવા સ્થાનાંતર કરી શકે એવાં સાધનને યંત્ર કહે વચ્ચેનો તફાવત છે. જે શક્તિનું રૂપાંતર અથવા સ્થાનાંતર થાય છે તે મનુષ્યની
હેાય અથવા પવન, પાણી કે વરાળ એમાંથી પણ કોઈ હોય. દાખલા તરીકે શીવવાના સંચામાં મનુષ્યની શક્તિનું રૂપાંતર થાય છે. યાંત્રિક સાળ એ કદરતી શક્તિ ઉપર ચાલનારા યંત્રને નમૂનો છે એમ કહી શકાય. યંત્રની ખાસિયત એ છે કે જેના ઉપર યંત્રની ક્રિયા થાય છે તે વસ્તુ સાથે, એજારમાં આવે છે એ રીતે માણસ નિકટ સંબંધમાં આવતું નથી. યત્રની કેટલીક ક્રિયાઓ ચક્કસ હોય છે. યંત્ર ચલાવવું કે નહિ એટલું જ ફક્ત માણસના હાથમાં હોય છે. પણ ઠરેલી ક્રિયાઓ સિવાય વધારાની ક્રિયાઓ એમાં થઈ શકતી નથી. એ જારોમાં તેમ નથી. માણસની ઇચ્છા પ્રમાણે એજાર કામ આપે છે.
આજના યંત્રયુગની પ્રાણપ્રતિષ્ઠા સુમારે ત્રણ હજાર વર્ષ પહેલાં થઈ છે. એ માટે હવે ઘણા પુરાવા મળ્યા છે. તે વખતે પૃથ્વી ઉપર આર્ય, ચીની, ગ્રીક અને રોમન સંસ્કૃતિઓ
ચડતીમાં હતી. આર્ય સંસ્કૃતિ સર્વોચ્ચ સ્થિતિએ પહોંચેલી યંત્રયુગની પ્રાણપ્રતિષ્ઠા હતી. આર્યોએ વૈધક, રસાયન, ગણિત, જ્યોતિષ ઈત્યાદિ
શાસ્ત્રોમાં ઘણી શોધ કરી હતી. એલેકઝાંડ્રિયાના પ્રખ્યાત હિરોએ પિતાના એક ગ્રંથમાં વજન ઉંચકવાના અને ખસેડવાના ઉપયોગમાં આવે એવાં પાંચ વન ઉપગ કહ્યો છે. આપણે ત્યાં પણ એ યંત્રોની માહિતી હતી. મંત્રાર્ણવ પ્રથમાં નીચેને લેક છે:
दंडेश्चक्रश्च दंतैश्च सरणि भ्रमकादिभिः । . शक्ते संपर्धनं किंवा चालनं यंत्र मुच्यते ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૩૬૮- સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯૬
બ્રમક એટલે અંગ્રેજીમાં જેને સ્કુ કહે છે તે. મંત્રાર્ણવકારોએ એક સુંદર વ્યવહારિક દૃષ્ટાંત આપી તેનું વર્ણન કર્યું છે:
घंटापथानुसारेण सरणेः परिवर्तनम् ।
मेरोराहोहणं तावत् भ्रममित्युच्यते बुधैः ॥ १ ॥ ઘાટ જે પ્રમાણે એકાદ ડુંગરની પ્રદક્ષિણા કરતે ઉપર ચડે છે તે પ્રમાણે સરણી (Inclined plane) ધરીની આજુબાજુ ફરે છે તે વખતે તેને શ્રમ કહે છે. સર્વસાધારણ લોકની એક ભ્રામક સમજ એવી હોય છે કે, શાસ્ત્રિય શોધ એટલે
ફક્ત ગયા ત્રણસોચારસો વર્ષને મામલો છે. આ કલ્પના કુલાઈ જવાની દૂર કરવાને આ લેખનો ઉદ્દેશ છે. પહેલાંના લકે કંઈ જરૂર નથી ઓછા અદ્ધિમાન નહોતા એ ઓછા બુદ્ધિમાન નહતા એટલું જ જે આનાથી સમજાય તે
છે , બસ છે. હવે ૩૦૦૦ વર્ષ પહેલાંનાં યંત્રો આ સંજ્ઞાને પાત્ર થાય એવાં જે સાધનો ચાલુ હતાં તે વિષે થોડી માહિતી આપું છું.
ત ' ઉકિતઃ–કુવામાંથી પાણી
કાઢવાનું સાધન. એવાં સાધને હજી પણ કેટલેક સ્થળે જણાય છે.
ચિત્રાંક ૧ ઉક્તિ
-
-
ઘાણી –દારૂ વગેરે ગાળવા માટે અને તૈલી બિયાંમાંથી પીલીને તેલ કાઢવા માટે જૂના લેકે ચિત્રાંક ૨ માં બતાવ્યું છે એવું દબાણ વાપરતા હતા. ધાણીને બીજો પ્રકાર એટલે રશુપ્રેસ” છે. તેની નીચે તૈલી બિયાં મૂકી દબાવીને તેલ કાઢવામાં આવતું હતું.
પાણી કાઢવાને પેચ–એક મત એવો છે કે આ પેચ આકમિડીજે શોધી કાઢયો હશે. બીજે એક મત એ છે કે એવી જાતને પેચ આકમિડી જ પહેલાં ઘણાં વર્ષોથી ચાલુ હતો. અને આકમિડીને તેમાં ફકત સુધારાઓ કર્યા હશે. આ પેચને લીધે ખાણ, વહાણ વગેરેમાં ભરા
-
-
ચિત્રાંક ૨ પાણી કાઢવાને પેચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
૩૦૦૦ વર્ષ પહેલાંના યંત્રે ૩૯ પલું પાણી કાઢવું સહેલું પડતું હતું. મધ્ય માં આવા પેચ ઘણી જ જગ્યાએ ચાલુ હતા. ઈજીપ્તમાં તે તે હજી પણ ચાલુ છે.
**
**
* * *
*
માટલાને રહેં–એવા રહેંટને નોરીઆ અથવા ઈજીપશિયન રહંટ કહે છે. એમાં
માટલાં એક મેટા પડા ઉપર બેસાડેલાં હોય છે. એવો રહે. નદીના પ્રવાહમાંથી પાણી કાઢવા માટે વપરાતા. પ્રવાહમાં માટલાનું પૈડું એક ચતુર્થેશ અથવા એક દ્વિતિયાંશ
જેટલું ઊંડે બેસાડવામાં આવતું. IITY
| કઈ
પ્રવાહ જેરવાળો હોય તે ફકત પ્રવાહના બળથી જ પૈડું ફરી શકતું એવી જાતનું વર્ણન જે માહિતી
ઉપલબ્ધ થઈ છે તેમાં છે; માત્ર ચિત્રાંક ૩ માટલાની માલા ખરેખર જ એવી પરિસ્થિતિ હતી
કે કેમ એ માટે શંકા છે,
i Re
પાણ–ચક્કીની કપના માટલાને રહેટ ઉપરથી સૂઝી હોવાને ઘણો સંભવ છે.
મોટા મેટા પત્થર ફેંકી શકાય એવા ધનુષના તત્ત્વ ઉપર બનાવેલાં યંત્રો તે વખતે પ્રચલિત હતાં. ભારતવર્ષમાં પણ એવી જાતનાં યંત્રો વપરાશમાં હતાં એવું “ રાજવલ્લભ” ગ્રંથ ઉપરથી જણાય છે.
પંપ –પાણી કાઢવાનો પંપ ટેસબસે કાઢો હશે એવો સંશોધને મત છે. પંપનું વર્ણન અને આકૃતિ હિલિહાસના પુસ્તકમાં આપેલાં છે. આ વર્ણન ઉધ્વસ્ત થયેલા રોમન નગરમાંથી હાલમાં જે પંપના અવશેષ જાથા છે તેની સાથે મળતું આવે છે. આ સિવાય સિલચેસ્ટર બોલસેના અને સંટ જર્મન વગેરે ઠેકાણે પણ પંપના કેટલાક ભાગ જડયા છે. જડેલા પંપમાંની નળીઓ, એકના લાકડાને અંદરથી કોતરીને તેમાં સીસાની નળીઓ બેસાડેલી સ્થિતિમાં છે. નળીઓનો અંદરનો વ્યાસ ત્રણ ઈચને છે..
હીંગલીઓને નાચ–એક સુંદર બાજઠ ઉપર બેસાડેલી હીંગલીઓ ગરગી ઉપરથી ધીમેધીમે નીચે આવનારા વજનને લીધે એક પ્રકારને નાચ અને હીલચાલે કરી બતાવે છે. એવી રીતની એક ગમ્મત તે વખતે અસ્તિત્વમાં હતી. રમતની શરૂઆતમાં ગરગડીની દેરીને લટકાવેલાં વજન, તળિયે વચ્ચોવચ્ચ ઝીણાં છિદ્ર હેય એવા, ઝીણી રેતીથી ભરેલા પાત્ર ઉપર ટેકવેલાં હોય છે. રમત શરૂ થતાં કાણું ઉપરને પડદો કાઢી લેવામાં આવતું. એમ થતાં રેતી પાત્રના છિદ્રમાંથી ધીમેધીમે નીચે નીકળવા માંડતી અને વજન પણ નીચે આવવા લાગતાં. પડનારા વજનથી ચાલતાં ઘડિયાળ પણ આ જ શોધ પછી નીકળ્યાં હશે એમ તા લોકેનું કહેવું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
TITUTI
TITUTILIT
GREER
૩૭૦ - સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯
કાલ-માપકે –આ અરસામાં, એક જ તત્વ ઉપર પણ જુદી જુદી જાતનાં કલા માપકે અસ્તિત્વમાં હતાં. સત્તરમી સદીના મધ્યભાગ સુધી જલ-ઘડિયાળે ઘણાં જ જોકપ્રિય હતાં. હજી પણ હિંદુસ્તાનમાં મંગલ કાર્યપ્રસંગે ઘટિકાયં વપરાતાં જોવામાં આવે છે. મલાયામાં એવા જ પ્રકારનાં ઘટિક-યંત્રો હજી ચાલુ છે. ત્યાં પિત્તળની વાડકીને બદલે કાચલીઓ વપરાય છે. ઉપર વિવિધ પ્રકારનાં કાલ-માપકે કહ્યાં છે તેની થોડી માહિતો એવી છે કે કેટલાકમાં
ટકોરા પડતા, કેટલાકમાં ઠરાવેલ વખત થાય એટલે ઘંટનાદ થતો. હવે એવા એક કાલ-માપકની રચના તપાસીએ. ( જુઓ ચિત્રાંક ૪) એક ઊભા પીપડામાં સાધારણ થોડા ઓછા વ્યાસને લાકડીને કકડો તરત હોય છે. આ કકડાની વચ્ચોવચ્ચ એક ગોળ દંડ બેસાડેલે હેઈ, ને હાને છેડે એક ઢીંગલી હોઈ તેના હાથમાંની લાકડીથી વખત દર્શાવવામાં આવતો.પીપમાં ઉપરના ભાગમાંથી પાણીની એકસરખી ધાર પડતી રાખવામાં આવે છે. પાણીની ધાર એકસરખી પડે માટે જે વાસણમાંથી પીપમાં પાણી પડે છે તેની પાણીની ઊંચાઈ પ્રમાણે ધાર ઓછીવતી ન થાય તે માટે કરેલી યોજના સુંદર જણાય છે. અરબસ્તાનમાં તે ચાલુ હતી. સાર્વજનિક ટાંકીઓ અથવા સંડાસમાં પાણીમાં
તરતી એવી પોલી ધાતુની ગેળીઓની, જોઈએ ચિત્રાંક ૪ કાલ-માપક તેટલું જ પાણી આપવા માટે જે યોજના હેય છે, તેના જ જેવી વેજના આવી રીતનાં કાલ-માપમાં હોય છે. (ચિત્રાંક ૪ માં પીપડાની ડાબી બાજુએ ઉપલીમેર છૂટા શબ્દો જુઓ.)
કમિક માર્ગદર્શિક:-માર્યક્રમણ કેટલું થયું એ બતાવનારાં ક્રમિક માર્ગદર્શકે આ વખતે અસ્તિત્વમાં હતાં.
[અનુસંધાન પૃ. ૩૬૬]. વ્યવસ્થામાં સહકારી ધોરણ ઉપર વ્યાપારની, ઉદ્યોગની કે ઉત્પાદનની યોજના અને નિયમન કરવામાં આવે છે. છઠા પ્રકારની વ્યવસ્થામાં વિકાસનું છેલ્લું પગથિયું ભરાતું હોય તેમ લાગે છે. આ વ્યવસ્થા રાષ્ટ્રના સમગ્ર ઉદ્યોગ, વ્યાપાર, ઉત્પાદન તથા આર્થિક જીવનને સરકારને હસ્તક કરી દે છે. સમસ્ત પ્રજાના આર્થિક જીવનની ચાવી રાજયને હસ્તક આવે છે. આ પ્રથા તરફ દુનિયાનાં ઘણાંખરાં રાષ્ટ્ર વળતાં જાય છે. આ પ્રથાના ગર્ભમાં સમાજવાદી વ્યવસ્થાનાં બીજ રહેલાં છે. –જે વ્યવસ્થાના આવિર્ભાવમાં જગતના આર્થિક કલ્યાણનું સેનેરી સ્વપ્ન રહેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગની સફરે
નરસિંહ પલંગના બંને પડખે બે સ્વરૂપવાન રમણીઓ ઊભી હતી. તેમનાં અંગમાંથી મીઠી સુવાસ ફોરતી, તેમનાં નયનમાંથી મેહક કિરણો છૂટતાં; તેમના હાથમાં મોતીના પંખા હતા; તેમના દેહ પર કસુંબી ચીર ખૂલતાં.
આ અપૂર્વ દશ્યથી સ્તબ્ધ થઈ મેં મારી આંખ ચોળી, પણ મને કશું જ ન સમજાયું છેવટે થાકીને મેં પૂછ્યું, “આપ કેણુ છે ?”
“અમે સ્વર્ગની” મુખમાંથી જાણે ફૂલ ઝરતાં હોય એમ બંને રમણીઓ એકી સાથે બેલી, “અપ્સરાઓ છીએ.”
“ઓહ, શું મારી જીવનદેરી તૂટી ગઈ ?”
નહિ .” બેમાંની વધારે સ્વરૂપવાન અસર મારા મુખ પર સુગંધી રૂમાલ દબાવતાં બોલી, “અમે તે આપને આમંત્રણ આપવાને આવેલ છીએ.”
“ શાનું?” મેં જરા હસીને પૂછ્યું. “સ્વર્ગની મુલાકાતે પધારવાનું.”
વાહ, હું તૈયાર છું.” પલંગ પરથી કૂદી, સામી ખીંટી પર વળગેલા કેટને ઝડપથી ખેંચી લઈ તે પહેરતાં મેં અસરાઓને મારી ચપળતાનાં દર્શન કરાવ્યાં.
અપ્સરાઓએ રત્નથી ઝળહળતું સુવર્ણનું એક વિમાન આપ્યું. હું તેમાં ઈન્દ્રની અદાથી ચડી બેઠે. બંને અપ્સરાઓ મારા બંને પડખે પંખા વીંઝતી ઊભી રહી.
વિમાન ઝડપથી ઊડયું. સ્વર્ગપળે વિહરતા કાલિદાસના મેઘદૂતે જે રસછલક્તા ભારતનાં દર્શન કર્યા હતાં તેનાથી ઊલટી રીત–ઉજ્જડ ભૂમિ પર નજર નાંખતાં અમે આગળ વધ્યાં. મારાં નયનમાંથી કેટલાંક આંસુઓ સર્યા પણ વેરાન ભૂમિની હૈયાવરાળથી એ પૃથ્વી પર પડતાં પહેલાં જ સૂકાઈ ગયાં. હું પોતે પણ વિમાનમાંથી કદાચ ગબડી પડતા પણ રસધેલી અપ્સરાઓએ મને મધુર સ્મિતથી બચાવી લીધું. થોડી જ પળમાં અમે અમરાવતીના આંગણે જઈ ઊભાં.
બંને અપ્સરાઓ હાથમાં હાથ મિલાવી મને ઈન્દ્રભવન તરફ દોરી ગઈ. અમરાવતીના ભવ્ય રાજમાર્ગો પર થઈ થોડીક ક્ષણેમાં અમે સ્વર્ગપતિના ભવ્ય પ્રાસાદમાં જઈ પહોંચ્યાં. મણિમાણેકથી ઝળહળતા એ પ્રાસાદે મને નવજીવન બક્યું. અપ્સરાઓ મને ત્યાં જ છોડી આસપાસ ચાલી ગઈ
એ પ્રાસાદના રમણીય દિવાનખંડમાં પ્રવેશતાં મને લાગ્યું કે ઈન્દ્રની સહામણી કન્યા માટે સ્વર્ગમાં કોઈ મુરતિયો ન મળવાથી મને તેડી મંગાવ્યો હશે. પણ સામે સિંહાસન પર નજર નાંખતાં જણાયું કે યદુકુલપતિ શ્રીકૃષ્ણ સ્વર્ગપતિનું સ્થાન શોભાવતા હતા. તેમને જોતાં જ મને તેમની કુટિલતા, સૈકડો રાણુઓનું સ્વામિત્વ વગેરે યાદ આવ્યાં. તેમનું મુખ જવાની પણ મને ઈચછી ન રહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૩૭૨ - સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯૬
'
‘નરસિંહ, ” સ્વર્ગપતિએ હસીને કહ્યું, “ અતડા કેમ જણાય છે ? તારા નામે તે ગુજરાતમાં જ મારા એક ભક્ત થઇ ગયા છે. ’
r
k
હશે, પણ હું તે સ્વતંત્ર અને બૌદ્ધિક યુગના પ્રતિનિધિ છું. હું તમારા ભક્ત નથી. ’ “એમ ! પણ જો તમારે યુગ સ્વતંત્ર ગણાય તે પછી અમારા યુગ માટે અમે પરતંત્ર શબ્દને જ પસંદગી આપીશું. પણ ભલા, તમારા આ દૈવી સ્વતંત્ર યુગની ગણતરીએ મારાં બધાં કાર્યો તા અનુચિત જ ડરતાં હશે. ’
“કેમ ન ારે ? તમે સંખ્યાબંધ રાણીએ પરણ્યા; અર્જુન જેવા મહાન અહિંસક અને માનવપ્રેમી પુરુષને તમે લોહીના ધર્મ ઉપદેશ્યા; યુદ્ધમાં પણ કુટિલતાને તમે આશ્રય લીધો.’
“યુદ્ધમાં મેં કુટિલતા અપનાવી કે રાજની તે દાખવી, '' સ્વર્ગપતિએ પેાતાની તેજસ્વી વાણીમાં કહ્યું, “ એ મને તમારી ચર્ચા વિષય નથી લાગતો. કેમકે તમારા મહાન પરદેશી શાસકાએ રાજનીતિનાં એટલાં સૂક્ષ્મ તત્ત્વાની સમજ તમારામાં રહેવા દીધી હાય એ મતે સંભવિત નથી જણાતું. પણ ગીતામાં મેં યુદ્ધ અને સંહારનો ધર્મ સમજાવ્યા છે એ જાણવા છતાં તમે ગીતાને મહત્ત્વ ક્રમ આપે! છે ? તે હું સંખ્યાબંધ સ્ત્રી પરણ્યા એ તમને અનીતિ લાગતી હોય તેા તમારા તેજસ્વી રાજપુષાને તમે હવે એક જ પત્નીમાં સંતાષ લેતા બનાવેતે !
મને સ્વર્ગપતિની આ વલણ પ્રત્યે તિરસ્કાર વછૂટયેા. પણ તેની સભામાં ધાંધલ મચાવવું અસંભવત હતું. પરિણામે હું મૂંગા રહ્યો.
"
“ ભાઈ, ” ઇન્દ્રે દુભાતા હ્રદયે છતાં હસતા મુખે કહ્યું, “ તમને જુદા જ વિચારપ્રવાહે વાળી દેવામાં આવ્યા છે. એટલે તમારા સ્વતંત્ર કે સુવર્ણયુગની એક પણ હકીકત તમને વ્યાજબી નથી જણાતી. તમે જ્ઞાન કે ઇતિહાસથી નથી દેરાતા, કેળવણીતંત્રે ઉશ્કરેલી લાગણીઓ કે નસુસી નળથી દારવા છે. બહુપત્નીત્વમાં પાપ દર્શાવી તમારા વીરે પ્રત્યે તમારામાં ઘૃણા કેળવતા ખ્રિસ્તિધર્મના શાસકોમાંથી એકાદનું તે નામ આપે। જેણે સંકડા કન્યાઓનાં શિયળ ન લૂંટયાં હૈાય, સ્વરૂપવતી સુંદરીને ભેગવવા એમના પતિને પરદેશ કે પરજગતમાં ન મોકલાવી દીધા હોય.તેમતે એક પત્ની હાય છે—દુનિયાને દેખાડવાની. પણ એ દેખાવની પાછળ રંગભવામાં કેટકેટલી કન્યાઓનાં શરીર ચૂંથાતાં હોય છે, કેટકેટલી સુંદરીઓ બંદીખાને પૂરી રખાતી હોય છે એ ન જાણતા હૈ। તે પૂછે જર્મનીના ક્રેડિરકાને, રશિયાના ઝારાને, બેલ્જિયમના લિયેાપાડેતે, ફ્રાન્સના લુઓને, ઈંગ્લાંડના જ્યેાર્જ, ચાર્લ્સ કે હેરીને, વેનેઝુએલાના પ્રજાકીય પ્રમુખાને, તેમને મન સ્ત્રી એ ભોગવવાની વસ્તુ હતી, ભાગવીને તેઓએ તેમને તરછાડી દીધી. અમારે મન એ પવિત્ર, પૂજ્ય, અમારા દેશનું ધન તે અમારાં સંતાનની માતા હતી. અમે અંતઃપુરમાં અનેક સ્ત્રીઓ રાકી હશે પણ તેમને પરણીને, લગ્નના મંગલ બંધને સ્વીકારીને, તેમની જવાબદારી ઉઠાવીને, તેમને રાજપત્નીનું પદ સાંપીને. એમનાથી અમે દેશને ચરણે સેંકડ તેજસ્વી નરરતા ધરી શકતા....”
યદુકુલપતિના આ સ્ત્રીપુરાણથી હું કંટાળ્યા. તેમને વચ્ચે જ અટકાવતાં મેં કહ્યું, “તમે સ્ત્રીધેલા છે. એટલે એ વાત તમે તમારી પાસે જ સાચવી રાખે. પણ મહાભારતના યુદ્ધમાં તમે લે!હીની નદીઓ વહાવી એને પણ શું તમારે દૂધની ધારા દર્શાવવી છે? ’ “ દૂધતી જ નહિં, બલકે અમૃતની. ” ને એ શબ્દો સાથે જ ઇન્દ્રના મુખ પર સેનાપતિ
77
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગની સફરે - ૩૭૩ તરીકેની લાલી તરી આવી. તે મધુર વાણીમાં બોલ્યા, “ અર્જુન તે દિવસે લાગણીવશ બનીને સંહારને ધર્મ ભૂલ્યો. મેં એને એ ફરી શીખવ્યું. એ જ મારા જીવનનું પરમ કર્તવ્ય હતું. મારે મન માનવદેહ એ આત્માને વિકાસ સાધવાને છેલ્લામાં છેલ્લું પગથિયું છે. એ જેમ વધારે વિશુદ્ધ ને વધારે પવિત્ર હોય તેમ આત્મવિકાસને માર્ગ મોકળો બને છે. માટે પિતાના–પરના ગમેતેટલા ભોગે પણ માનવસમાજને પવિત્ર, વિશુદ્ધ ને ન્યાયી રાખવો એ મને જરૂરી જણાયલું. એમાં સંહારધર્મને આશ્રય લેવો પડે છે તે પણ અઘટિત નથી. કેમકે સ્વ કે પરપક્ષના વીરા તે મૃત્યુથી ડરતા નથી, અને જેઓ ડરે છે તેઓ એવા ડરના કારણે જ વધયોગ્ય છે. પરિણામે અન્યાયને ચલાવી લેવા કરતાં યુદ્ધને આશ્રય લે એ અનેકગણું બહેતર છે. અને યુદ્ધમાં વ્યાપક નીતિ અને શસ્ત્રની મર્યાદા જાળવીને ગમે તે ભોગે કરેલ સંહાર ધર્યું છે. મહાભારત યુદ્ધમાં મેં એ માર્ગ અપનાવ્યો. પણ તમને એની કિમત નહિ સમજાય. કેમકે તમને ઘણી વસ્તુઓ ભુલાવી દેવામાં આવી છે. તમારી સમક્ષ કૃત્રિમ સિદ્ધાન્ત રજુ કરવામાં આવે છે, તમને એનાં ચેડાંક મીઠાં ફળ ચખાડવામાં આવે છે ને તમે એને વળગી પડી સનાતન વસ્તુઓને વીસરી જાઓ છે. જીવન એ સંઘર્ષણ છે. જગત પર જીવવાને હક વીરેને જ છે. બાયલાઓ ઇશ્વરના દ્રોહી છે, કેમકે તેઓ દાનવી વૃત્તિઓનું સહેલાઈથી ભક્ષ બની દાનવોના વિકાસને માર્ગ મોકળો કરે છે, એમની સંખ્યા વધારે છે. જેનામાં સદ્દબુદ્ધિ વિકસી હેય એના પર બળને ખીલવવાની જવાબદારી વિશેષ પ્રમાણમાં આવી પડે છે. કેમકે જીવનને અને તકરારી પ્રશ્નોને ઉકેલ એક માત્ર બળથી જ સાધી શકાય છે. અને એ બળ દુષ્ટોમાં ખીલે એ કરતાં એ સદ્દબુદ્ધિમાનમાં ખીલે એ ઈશ્વરને વધારે ચતું છે. બળનો તિરસ્કાર જેમને જીવન પ્રિય નથી એવા યોગીઓ કરે છે અથવા મૂર્ખાઓ કરે છે. તમારી ધારાસભાઓ અને ન્યાયમદિરોની સલામતિ પિલીસખાતાને—બળને આભારી છે. પોલીસખાતું કાચું હશે તે ન્યાયમંદિર કે ધારાસભાઓની કિંમત કેડીની પણ નથી રહેવાની. જ્યાં સુધી પ્રાણીઓમાં તલભાર પણ નૈસર્ગિક અસમાનતા રહેલી છે, અને એ રહેવાની જ છે, ત્યાં સુધી સંઘર્ષણો મીટાવવાં અસંભવિત છે. એ સંઘર્ષણે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે હશે તે તેને ઉકેલ રાજસત્તાના પિોલીસખાતાના બળથી માન્ય થશે, રાષ્ટ્ર વચ્ચે હશે તે યુદ્ધ તેને નિકાલ લાવશે. ભાવિ યુદ્ધોને અટકાવવાનો એક માત્ર માર્ગ દરેક પ્રજાઓને સમાન લેખનું જગત વ્યાપી સામ્રાજ્ય છે, પણ સામ્રાજ્ય સ્થાપવાને આદિમાર્ગ પણુ યુદ્ધ જ છે અને એ સ્થપાયા પછી પણ સમાનતા ન જળવાય તે આંતરિક સ્વરૂપે પણ યુદ્ધ તે કાયમ જ રહે છે.”
ત્યારે તે પ્રજાઓના ઉત્કર્ષને દાવો કરતા ઈગ્લાંડને સામ્રાજ્યવાદ તમને તે હશે ?” મેં જરા મશ્કરીમાં પૂછ્યું.
“ઇગ્લાંડ”! ઇન્દ્ર તેજ વર્ષાવતી આંખે બેલ્યાઃ “સામ્રાજ્ય શું એની ઈગ્લાંડને ખબર પણ નથી. પ્રજામાત્રને એક આંખે ન જોઈ શકે એ રાજધર્મ નથી. ઈલાંડ સામ્રાજ્ય નથી બંધતું રાષ્ટ્રોને નિર્બળ અને કાણું બનાવીને પિતાની સાથે સાંકળે બાંધે છે. એક પ્રજાને વૈભવ પૂરવા તે અનેક પ્રજાઓને રોટલે ઝૂટ છે. પણ ભૂખી પ્રજાઓની નિબળતા જ ઈગ્લાંડના નાશનું કારણ બનવાની છે.”
ભવિષ્યની વાત ઉપર મને બહુ વિશ્વાસ નથી. એટલે તે બાજુએ રાખી મેં જરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૩૭૪ - સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯૬ હસીને કહ્યું, “તમારા મતે તે જગતમાં લોહીની નદીઓજ ચાલુ રહે. જીવનની કયાંય સલામતિ ન જળવાય.”
“એ ભ્રમણ છે. નિર્દોષમાત્રને અભયદાન એ વીરેને પ્રથમ ધર્મ છે. સાચા વીર કે નૃપતિને મન એક નિર્દોષના જીવની કિમત દુષ્ટોના લાખે કરતાં પણ વિશેષ છે,–જેમ માળીને મન એક મધુર ફળની કિમત સડેલાં હજારો કરતાં પણ વિશેષ છે. પણ તમારો યુગ એ વાત સમજી શકે એમ નથી. ‘ન્યાયી અને નિર્દોષને સંરક્ષણ, અન્યાયી ને દુષ્ટનો સંહાર'—એ સૂત્ર માનવમાત્રના હોઠે આવી જાય તે દુષ્ટતા અને અન્યાય આપોઆપ રસાતલ જઈ બેસે. ''
“પણ ન્યાય-અન્યાય, દુષ્ટતા-નિર્દોષતાને નિર્ણય કોણ કરે ?”
“પ્રભુએ માનવીને એટલી સદ્દબુદ્ધિ આપી છે. અને માનવી એ બુદ્ધિને દુરૂપયોગ કરે તે ઈશ્વર એને પડખે નથી ઊભો રહી શકતો.”
હિંદના પડખે ઈશ્વર ઠીક ઉભો રહ્યો છે !”
ઈશ્વરી કર્તવ્યોને સમજવાને માનવશક્તિ ઘણી પાંગળી છે. છિન્નભિન્ન થયેલા હિંદને એકત્ર કરવાને પરદેશી દંડની જરૂર હતી. ને ઈશ્વરે હિદને ઇંગ્લાંડના હાથમાં જવા દીધું. પણ અંગ્લાંડ પિતાનો રાજધર્મ ભૂલ્યું, હિંદી પ્રજા પિતાને સરક્ષણધર્મ ભૂલી. ઇંગ્લાંડે પાશવી શક્તિના બળથી અને બુદ્ધિની જાળથી હિંદને ખાના માર્ગે હડસેલી મૂકયું; હિંદી પ્રજા પતનમાં પણ ઉકઈ શોધવા લાગી. એ શેાધમાં તે એવી કચરા ને એટલી નિર્બળ બની કે એને મુક્ત કરતાં ઈશ્વરને પણ આજે ભય લાગે છે.”
“ઈશ્વરને ભય ! ”
“હા ઈશ્વરને ભય.” ઈન્દ્ર વાણીની તેજધારા વર્ષાવતાં કહ્યું, “ઈશ્વર જગતને પિતા છે પણ તે બાપકમાં પુત્રને નથી વાંછો. પુત્રોને તે સન્માર્ગ દાખવે છે પણ તે તેમને ગુલામ નથી બનાવી શકત. હિંદ આજે એટલું નિર્બળ છે કે ઈશ્વર એને એક દિવસે મુક્ત કરી દે તે બીજે જ દિવસે જગતના કોઈ પણ ભાગના પચાસ હજાર સશસ્ત્ર ગુંડાઓ પણ તેને કબજે લેવાને પૂરતા છે. એ ગુંડાઓને ભંયભેગા કરવાને બદલે હિંદની પ્રજા એમના હાથે રહેસાઈ જશે. પરિણામે હિંદ સશક્ત થઈને સ્વયમુક્તિ વરે એ ઈશ્વરને વધારે પ્રિય છે.”
હિંદની મુક્તિ ઈશ્વરને જ પ્રિય છે તે જગતની પ્રજાઓનું પાશવી શબળ એ એલવી કેમ નથી નાંખતે?”
હિંદમાં કેવળ શસ્ત્રબળનો જ અભાવ નથી. પણ કેળવણીના પ્રતાપે હિંદી પ્રજાએ મૃત્યુની તમન્ના ગુમાવી છે, સિદ્ધાન્તપ્રિયતા ગુમાવી છે, જીવનના ભોગ લેતી-દેતી દેશભક્તિ ગુમાવી છે. પ્રેરણાના સાગર સરખા નરવીરને તે નિંદતાં શીખી છે. ને એમ ન હોય તે પણ સીધાં પગલાં એ ઈશ્વરી કર્તવ્ય નથી. મહાભારત યુદ્ધ પછી હિંદમાં મેં શસ્ત્રમર્યાદા પ્રવર્તાવી પણ એ યુદ્ધમાં તે શસ્ત્રોને સંહાર મારે શસ્ત્રથી જ કરાવે પડે. શસ્ત્રોના વિકાસ સાથે પ્રજામાં એક એવી શક્તિ વિકાસ સાધે છે-જેની મર્યાદા શસ્ત્રથી જ શસ્ત્રના સંહાર સિવાય નથી સાધી શકાતી. અને નિર્બળ પ્રજામાં શસ્ત્રના સમાનશસ્ત્રથી કરેલા વિનાશ વિના સમતલ શક્તિઓ પણ નથી ખીલી શક્તિ.”
શક્તિને વિશેષ પડતું મહત્વ અપાયાથી જ જગતની આ દશા થઈ છે.” એમ નથી,” સ્વર્ગપતિ પ્રભાવભરી વાણીમાં બેલ્યા, “શક્તિ એ તે પ્રાણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
માનવીમાત્રમાં ઉપભાગની ભાવના છે; ને શક્તિ એ ભાવનાને સફળ બનાવે છે. પણ એ સફળતા દુષ્ટતાને વરે એ કરતાં મહત્તાને વરે એ ઈશ્વરને વધારે રુચે છે-કેમકે એ સફળતા માં હિંસા છતાં ન્યાયી પ્રજા એ હિંસાને હળવી બનાવે છે. ''
હિંસા ! '' એ અપવિત્ર શબ્દ સાંભળી મને કમકમાં આવ્યાં.
સ્વર્ગની સ - ૩૭૧
"
..
હા, હિંસા. '' એક તત્ત્વદૃષ્ટાની ઢબે યદુપતિએ ચલાવ્યું, જીવન હિંસાથી ભરેલું છે. માનવી માનવીનાં ગળાં રહેસે છે, પશુ પશુનાં ગળાં રહેસે છે; માનવી પશુના કૅ પશુ માનવીના લાહી માટે તલસે છે. રાષ્ટ્રોના બચાવ માટે નરવીરાનાં માથાં રગદેાળાય છે. પ્રાણી પોતાના જીવનના ટકાવ માટે પ્રતિપળે, પશુની કે માનવીની, શારીરિક કે માનસિક, હિંસા કર્યા વિના નથી જ રહી શકતા. એક મણુ અનાજમાં દશ હજાર જીવાત પડી હશે તે। માનવી એ મણ અનાજને માટે દો હજારના, સીધી કે આડકતરી રીતે, મંહાર કરવાને છે. કાઈ માનવી પેાતાના ઉપભાગને માટે એક જંગલ ખરીદે; એ જંગલને સાફ કરાવતાં કેટલાં હજાર પ્રાણીઓના દર તૂટે છે, કેટલાં હજારના માળા તૂટે છે. કેટલાંને ખારાક ઝૂંટવાય છે, કેટલાંના સંહાર થાય છે એ એ નથી જોઈ શકવાને. આમ જીવનમાં હિંસા લેાત્ર ભરી છે. શક્તિના પરિણામે ઉપભાગ કે સુખ છે તે એ સુખ કે ઉપભાગ હિંસાથી જ ટકી શકે છે. છતાં ઈશ્વર શક્તિનો વિકાસ સદ્ભાવાલેમાં એ માટે ઇચ્છે છે કે તે પણ ન્યાયષ્ટિ સાચવશે; નિર્દોષ જીવોને બની શકતી હદે તે
હિંસામાં
સંરક્ષણ આપશે.
ક્ષુદ્ર પ્રાણીઓની હિંસા એ મહત્ત્વના પ્રશ્ન નથી; પણ માનવહિંસા તે જગત પરથી કાઇ પણ ભાગે દૂર થવી ઘટે. ” મે હંમેશનું ગોખેલું સૂત્ર ઉચ્ચાર્યુ
<<
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
""
''
હિંસા-અહિંસા,–એના પણ ભેદ ! ” ઈન્દ્રને વાણીપ્રવાહ કંઇક કડક બન્યા. “ શું જગત મેં કેવળ માનવીને માટે જ સર્જાવ્યું છે? પ્રાણીગ્મામાં શું જીવ નથી ? એ શું મામાં જ સંતાન નથી ? એમની નસેામાં શું ગરમ લેાહી નથી દે!ડતું ? એમની છાતી પર શું નિર્દોષ-કુમળાં સંતાન નથી કૂદતાં? એ શું મૃત્યુની ચીસ નથી પાડતાં ? વધ પ્રસંગે તે શું તરફડાટ નથી કરતાં ? જગત પર જન્મીને મેં શું ‘ કામવત્ સર્વ મૂતેષુ ’નું સૂત્ર નથી ભાખ્યું ? માનવીને મહાન લેખી એને મેં લાગણી ને બુદ્ધિ બંને આપ્યાં, પ્રાણીને કેવળ લાગણી આપી. મારા વિશ્વાસનેા માનવી શું એટલી હદે દુરૂપયેાગ કરવા તત્પર બન્યા છે કે મારી સમક્ષ આવી તે મને કહે કે, “ અમે તારાં પાંગળાં સંતાનેાને અમારા સામાન્ય ઉપભાગને માટે પણ લાખાની સંખ્યામાં હણીશું—પછી ભલે એ ગમેતેટલાં નિર્દોષ હાય, ભૂમિ પર વેરાયલા કણ ચણી ખાનાર હેાય; પણ તારાં સશક્ત સંતાતાનું અમે જીવન, ધર્મ, સિદ્ધાન્ત કે દેશના ભાગે પણ સંરક્ષણ ઈચ્છીએ છીએ—પછી ભલે એ ગમે તેટલાં દુષ્ટ હાય જગત સંહારક હાય, અમારાં કાળજાં કારી ખાનાર હાય, તારી ભાવના છૂંદી નાખનાર હાય ! ” પણ માનવીને ખ્રુદ્ધિ છે. એને સુધારી શકાય છે.”
16
"f
મને એની ના નથી. કૌરવાને સુધારવા હું એછે. નહાતા મથ્યા. પણ માનવી કરતાં સિદ્ધાન્તની કિંમત વધારે છે. માનવી જેટલી સહેલાઈથી ફરી જન્મ લઈ શકે છે એટલી સહેલાઈથી કચરાઇ ગયેલા પવિત્ર સિદ્ધાન્તા પુનઃ નથી સ્થાપી શકાતા. ને સિદ્ધાતેાના કચરાવાથી જ જગતવ્યાપી હિંસાને એવા રાક્ષસી પ્રવાહ ફાટી નીકળે છે કે એ પ્રવાહને અટકાવવાને પણ સિદ્ધાન્તાનું રક્ષણ ગમે તે ભાગે અનિવાર્ય બને છે. માટે જ
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રભાષાને પ્રશ્ન
ભેગીલાલ જ. સાંડેસરા
મનુષ્યવાણીની ઉત્પત્તિ એ સંસ્કૃતિના વિકાસનું સર્વપ્રથમ છતાંયે કદાચ સૌથી વધુ ધ્યાનપાત્ર સીમાચિહ્ન ગણાવું જોઈએ, કારણ કે વાણીને વિકાસ થતાં ભાષા વ્યુત્પન્ન થઈ, અને તે માનવસંસ્કારોના વાહનનું સૌથી પ્રબળ અને સ્થાયી એવું સાધન બની. આજે માણસ હજાર પેઢીઓના જ્ઞાનસંસ્કારના વારસાને ભોગવી રહ્યો છે તે પ્રતાપ જે ભાષાને નથી તો બીજા શેનો છે ? જો વાણીનું અસ્તિત્વ ન હોત તે માણસજાતને સંઘજીવન કેળવવાની તક મળી જ ન હોત, તેમ જે ભાષા ન હોત તો માનવજાતને ભૂતકાળ સાથે સંપર્ક
સાવ તૂટી ગયે હેત અને સમગ્ર વર્તમાન સાથે સંપર્ક સાધવાનું પણ તેને માટે અશક્ય . બની ગયું હોત.
પ્રાચીન પરિભાષામાં કહીએ તે આ નામરૂપાત્મક જગત વાણના પ્રભાવે વડે જ પ્રકાશિત થાય છે. આપણું પૂર્વજે પૈકી અને કેએ વાવતાની સ્તુતિ કરી છે, તે આ જ વસ્તુને અનુલક્ષીને જગતની વિવિધતામાં એકતા પૂરવાનું જે અંતર્ગત–સ્ફટરૂપ સામર્થ્ય મનુષ્યવાણીમાં રહેલું છે તેના પ્રભાવની પ્રશસ્તિારૂપે
પરંતુ માનવીને વિવિધતામાં એકતા જોવાનું જેટલું ગમે છે તેટલું જ એક્તામાં વિવિધતા જોવાનું પણ તેને ગમે છે. પ્રાણીમાત્રની પરબ્રહ્મમાં નિવૃત્તિદ્વારા જેમ વિવિધતામાં તે એકતા શોધે છે તેમ વિવિધતામાં એ પરબ્રહ્મની લીલાને સાક્ષાત્કાર કરીને આનંદ પામે સિદ્ધાન્તોના ભેગે માનવીના રક્ષણને મેં પાપ ગયું છે, અને અર્જુનને પણ મેં એ જ ઉપદેશ આપેલે.”
એ ઉપદેશ તે અમે જાણીએ છીએ. પણ તે પછી જગતે પ્રગતિ સાધી છે એને આપને ખ્યાલ નથી. જગતથી દૂર રહેવાથી આપના પર પ્રાચીન યુગની પ્રાથમિક તેજભાવના પ્રભુત્વ જમાવી બેઠી છે. એટલે આપ ઉશ્કેરાઓ એ હદે આપના વિષયમાં વિશેષ પૂછવું હું મુલતવી રાખું છું. પણ આપને નથી લાગતું કે અમે આજે જેને પૂજીએ
છીએ એવા પ્રાચીન યુગના કેટલાય કહેવાતા પ્રભુઓ કે નરવીરોએ અધર્મ આચરેલા છે છે અને એનાં જ કડવાં ફળ અમે આજે જોગવી રહ્યા છીએ.”
થોડાક એવા વીરો કે એમના અધર્મનાં નામ તો આપે ” ઈ મર્મમાં હ “કે જે તેઓ અહીં હોય તે હું તેમની સાથે આપને ભેટે કરાવી દઉં.”
પરશુરામ જેવાની સાથે ભેટ કરવાની મારી ઈચ્છા નથી.” મારી નજર સામે પરશુરામની કુહાડી તરી આવી.
“ગભરા નહિ.” ઇન્દ્ર હસીને બોલ્યા, “ પરશુરામ અહીં સ્વર્ગમાં પશુ સાથે ન રાખીને નથી ફરતા. એની જરૂર તે અંગત પર હતી. ” તે વાંધો નહિ.” મારા મનમાં જરા હિંમત આવી.
[અપૂર્ણ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રભાષાને પ્રશ્ન એ ૩૭૭ છે. વ્યક્તિ માટે જે સાચું છે, લગભગ તે જ સમૂહ માટે પણ છે. એટલે દેશકાલાનુસાર જુદા જુદા માનવસમૂહોએ પિતાપિતાની ભાષાનો વિકાસ સાધી લીધે, અને એ ભાષામાં જે તે પ્રદેશના વાતાવરણને અનુરૂપ એવું સાહિત્ય પણ એવી જ નૈસર્ગિક ફુરણાથી ઘડાઈ ગયું. - વખત જતો ગયો તેમ જુદા જુદા પ્રદેશ અને તેમની ભાષા વિશિષ્ટ વ્યક્તિત્વ ધારણ કરતાં ગયાં, અને એમ કરતાં એવો પણ સમય આવ્યો કે જ્યારે એક સમૂહને માટે બીજા સમૂહની ભાષા સમજવાનું પણ અશક્ય બની ગયું.
આ તે તદન સામાન્ય વાત થઈ. પરંતુ એ પ્રાસ્તાવિક કથન લગભગ એ જ સ્વરૂપમાં હિન્દને લાગુ પાડી શકાય તેમ છે. ઉત્તર-હિન્દની ભાષાઓ સંસ્કૃતની પુત્રીઓ અને પત્રીઓ છે; અને દક્ષિણ-હિન્દની ભાષાઓ પણ કઈ દ્રવિડ મહાભાષાનાં જ સંતાને છે. એ સંતાને અમુક સગોમાં એકબીજાને ખૂબ મળતાં આવે છે ત્યારે બીજા કેટલાક દાખલાઓમાં પરસ્પરથી અત્યંત દૂર પડી જાય છે.
પરન્તુ જેમ એકવાર માનવઆત્માની જે સ્વયંસ્કૃતિએ એક મહાભાષાના વંશવેલાને આપણું દેશમાં વિસ્તાર્યો તે જ સ્વયંસ્કૃર્તિ એ વીખરાઈને અસ્તવ્યસ્ત પથરાયેલા વેલામાં એકતાના સંસ્કાર સીંચવાને તત્પર થઈ છે.
હિન્દુસ્તાન એક વિરાટ દેશ છે. તેમાં અનેક જતિઓ વસે છે અને સેંકડે ભાષાઓ બોલાય છે. એમાં અનેક પ્રાન્તો છે અને પ્રત્યેક પ્રાન્તની પોતાની વિશિષ્ટ અસ્મિતા છેછતાંયે આજે તે શું, ભૂતકાળમાંયે-જ્યારે હિન્દને એક રાષ્ટ્ર તરીકે સ્વીકારવાની ભાવના નહતી ત્યારે પણ–એક વિશાળ સાંસ્કારિક ઘટક તરીકેના તેના અધિકારને કેઈએ પણ અસ્વીકાર કર્યો નથી. અનેક દેવદેવીઓને જ નહીં, પરંતુ નાસ્તિક મતે સુદ્ધાંને પિતામાં સમાવી લેતે હિન્દુધર્મ અને એ ધર્મના સમગ્ર સંસ્કારભંડોળની અધિષ્ઠાત્રી સંસ્કૃત ભાષાએ
લંકાથી હિમાચલ લગભગ” અને “કલકત્તાથી કચ્છ પ્રવેશ'નાં વિરાટ અંતરોને એકતાને દેર ગુંચ્યાં હતાં.
હા, એ સાંસ્કારિક એકતામાં રાજકીય અસ્મિતાના અંશે નહતા, પરંતુ રાજકીય અસ્મિતાને પચાવવાની શક્તિ તે સભર હતી. આજે એક રાષ્ટ્રીય એકમ તરીકેનું હિન્દુસ્તાનનું આત્મભાન જે જાગૃત થયું હોય તે તેમાં આપણી એ સાંસ્કારિક પશ્ચાદભૂમિકાને હિસ્સો કંઈ જેવો તે નથી.
આમ છતાં, સંસ્કૃત ભાષાના મુગ્ધ પ્રશંસકે ગમેતેમ કહે તોપણ, આ દેશના બહુ જનસમાજને રાજકીય એકતાના સૂત્રથી સાંકળવાની શક્તિ તેનામાં રહી નથી, એ કઈ પણ તટસ્થ વ્યક્તિએ માનવું પડશે. અંગ્રેજી ભાષા ભલે દેશને કેળવાયેલો વર્ગ બોલતે, વાંચતા અને લખતે હોય, હિન્દી રાષ્ટ્રીય મહાસભા જેવી એકમાત્ર રાષ્ટ્રીય સંસ્થાનું કામકાજ ભલે મુખ્યત્વે અંગ્રેજીમાં ચાલતું હોય, છતાં અંગ્રેજી એ આખરે તે પરભાષા છે. એમાં આપણું દેશ જ સંસ્કારની ફેરમ નથી; એ તો પરસંસ્કારનું પ્રથમ આવેગ લઈને જ આપણી પાસે આવે છે. અને તેથી જ, કદાચ આપણા વિચારોનું વાહન માત્ર તે બની શકે તો પણ જનસમાજ કને પહોંચીને તેમનાં સૂતેલાં અંતરોને જાગૃત કરવાની શક્તિ તેનામાં નથી.
એ શક્તિ, આજે દસકાઓ પહેલાં સ્વીકારાયું છે તે પ્રમાણે, જેને બાર કરોડ કરતાંયે વધુ હિન્દવાસીઓ બેલે છે અને લગભગ પચીસ કરોડ ઠીક ઠીક સમજી શકે છે એ હિન્દી–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૭૮ સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯૬ અથવા હઠાગ્રહી લઘુમતીને સંતોષવાને મથન કરતા આપણે કેટલાક નેતાઓના શબ્દમાં કહીએ તે “હિન્દુસ્તાની'-ભાષામાં જ છે. રાષ્ટ્રભાષા તરીકેની તેની યોગ્યતા સંબંધી ચર્ચાને સ્થાન જ નથી. એના સ્વીકારમાં પ્રાતીયતા આડે ન જ આવવી જોઈએ. કેમકે ભૂતકાળમાં નજર નાંખતાં પણ માલૂમ પડે છે કે સંસ્કૃત ભાષાના પ્રાબલ્યને કારણે કોઈપણ પ્રાન્તના વિશિષ્ટ વ્યક્તિત્વ વિકાસ અવરોધાતે નહ–બલકે એ વિકાસને વેગ મળ્યો હતો. બંગાળી અને મહારાષ્ટ્રને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકાર પામવાને દાવ અને મદ્રાસીઓને હિન્દી પ્રચાર સામે વિરોધ આ રીતે અસ્થાને જ કરે છે. | મુરલીમ કોમના એક વિભાગે પણ હિન્દી પ્રચારને મુસ્લીમ સંસ્કૃતિ પરના હિન્દુઓના આક્રમણને નામે ઓળખાવી સંસ્કારના ક્ષેત્રમાં કેમીવાદનો હાઉ ઊભે કર્યો છે. દેવનાગરી લિપિ સામે પણ એવું જ બુમરાણ મચાવવામાં આવે છે. પરંતુ ગાંધીજી જેવા પણ દેવનાગરી અને ઉર્દૂ લિપિનો વિકલ્પ સ્વીકારે છે. હિન્દુસ્તાની માં જે ફારસી અને ઉર્દૂ શબ્દોની ભરતી થઈ રહી છે તે જોઈને તે કઈ ઉર્દૂ પ્રચારકે ઊલટું રાષ્ટ્રીય મહાસભાને ધન્યવાદ આપવા બહાર પડવું જોઈએ. ભવિષ્યમાં કોઈ કાળે મુસ્લીમ જનતા-Muslims are a nation within a nation-ને પિકાર કરનારા કેમીવાદી નેતાઓના વર્ચસ્વથી પર થઈ રાષ્ટ્રીય એકતાના એક જરૂરી અંગ તરીકેનું પિતાનું સાચું સ્થાન જ્યારે જોઈ શકશે. ત્યારે રાષ્ટ્રભાષાના પ્રચારને તે ખુલા દિલથી આવકારશે.
જે દેશને વિશિષ્ટ સાંસ્કારિક કે રાજકીય અસ્મિતા ખીલવવી હશે તેને એક સર્વસામાન્ય ભાષાની જરૂર પડવાની; જેને વિવિધતામાં સુરમ્ય એકતા જોવી હશે તેને વિચારોના એક સામાન્ય વાહનની આવશ્યકતા રહેવાની. હિન્દની સાંસ્કારિક અને રાજકીય અસિમતાને વિકાસ ક્રમશઃ થયો છે, પણ એ વિકાસને જે કુંઠિત ન થવા દેવો હોય તે, રાષ્ટ્રને તેના અંતિમ ધ્યેય લગી પહોંચાડવું હોય એટલું જ નહીં પણ એ ધ્યેય સિદ્ધ કર્યા બાદ પણ સિદ્ધિનું બરાબર જતન કરવું હોય તો રાષ્ટ્રના વિચારો, અભિલાષાઓ અને આકાંક્ષાઓના એક સર્વસામાન્ય વાહન તરીકે રાષ્ટ્રભાષાને સ્વીકાર કર્યો જ છૂટકે, કેમકે આપણે એક વેદકાલીન પૂર્વજના શબ્દોમાં કહીએ તે, “વાણી એ પરમવત છે.”
‘કુમાર
' ઝીલી પ્રીતે જનકર થકી વજૂ-પાષાણવૃષ્ટિ,
વેઠી પીઠે રવિકિરણ કે મેઘ-મારૂતયષ્ટિ, વૃક્ષો ઘાડાં પથિકજનને રમ્ય આનંદ આપે, છાયા-પુ-ફરસથકી, તીવ્ર સો તાપ કાપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
વટપદ્ર(વડોદરા)ના ઐતિહાસિક ઉલ્લેખ
[લે. . લાલચંદ્ર ભગવાન ગાંધી, પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા]
[ ૧૨ ] बंगले बागमें चारू(रु)क, पग पग बेठकां वारू(रु)क; વા(3) મેં (૪) અમન(ળ), સાત વ(a)ોત પમાનિ(f). ૧૮ વટે વાવી વરિત(તી), ચિત્તાં(ગન) ભિ(f)ત મેં સરિત(અસ્ત); बेठे सि(सी)ख कंसाराक्, पंथि करत उताराक. ५९
હૈ વન(T) અઢારા (૪) રદે નાથદા ઘારા; बडोदा(वड्डोदा)नयर नगीनाक्, पावन चरनसें करनाक, ६० –આ ગજલની ૧૨ કડી પ્રકટ થઈ ગયા પછી, ૯૦ વર્ષની વયના વૃદ્ધ પુરુષ ઇતિહાસપ્રેમી પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મુનિરાજે બહુ પરિશ્રમ લઈ પાટણથી તપાસ કરી મેળવીને ટીપણારૂપ ૨૭ હાથને લાબો ચિત્રાંકિત વિજ્ઞપ્તિ–લેખ હે. હીરાનંદ શાસ્ત્રીજી દ્વારા મહિને જેવા મોકલાવવા કપા દર્શાવી છે. તેમાંની ગજજલનો પાઠ--ભેદ () * આવા કૅસમાં દર્શાવવા મે અહિં પ્રયત્ન કર્યો છે. બીકાનેર દાનસાગરજી ભંડારની પ્રતિને મળતી આ વડેદરા ગજલ વિ. સં. ૧૮૫૯માં લખાયેલી, ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈના હ. લિ. પુ.ના સંગ્રહમાં જણાય છે. તેની પ્રકાશિત (સંવત ૧૯૮૫) સવિસ્તર નામાવલિ(ભા. ૨ જા, પૃ. ૨૬૧)માં આરંભને ઘેડે અશુદ્ધ પાઠ દર્શાવી તેને રચનાસંવત ૧૮૫૪ જણાવ્યું છે, પરંતુ ત્યાં સં. ૧૮૫૨ હેવો જોઈએ. ત્યાં પણ કવિ દી૫વિજયજીનું નામ દર્શાવ્યું છે, પરંતુ પ્રવર્તક કાંતિવિજયજીના સંગ્રહના ઉપર્યુક્ત ૨. વિજ્ઞપ્તિ-લેખમાં રહેલી તે જ ગજજલમાં કવિનું નામ જોવામાં આવતું નથી; તે સંબંધમાં વિચાર કરતાં જણાય છે કે-કવિ દીપવિજયે રચેલ વડોદરાની ગજજલવાળે તેમના (તપાગચ્છ-વિજયાનંદસૂરિપક્ષના) પૂજ્ય શ્રી વિજયલમીસૂરિ તરફ વડોદરાના સંઘે મોકલાવેલ મૂળ વિજ્ઞપ્તિ-લેખ દે હે જોઈએ, તેની નકલરૂપે સાગરગચ્છના સંઘે ઉદયસાગરસૂરિ તરફ પાટણ મોકલાવવા આ બીજો વિજ્ઞપ્તિ-લેખ તત્કાલ તૈયાર કરાવ્ય જણાય છે, જેથી નામ વિગેરે કેટલાક ફેરફાર કર્યો જણાય છે; તેમાં કવિનું નામ પણ કાઢી નાખ્યું જણાય છે (!) જેમના વિશિષ્ટ પ્રયત્નથી આ વિજ્ઞપ્રિલેખને પ્રબંધ થયેલો જણાય છે, તે વિ. સં. ૧૮૫૧માં વડેદરામાં ચોમાસું કરનાર સુદર્શના-ચરિત્ર આદિનું વ્યાખ્યાન (જે સાંભળી વડોદરાના સંધવીએ ૧૨૦૦ માણસો અને ૧૧૫ વહેલ સાથે કાવી, ગંધાર અને દહેજને સંધ કાઢી જાત્રા કરાવી હતી) કરનાર વાચકજી સંબંધમાં અંતમાં ઉલ્લેખ છે કે“દહા-તુમ આજ્ઞાથી આવીયા, વાચક ચોમાસ; સાંતિ-શુભાવી બહુગુણી, ધરતા સદા ઉલ્લાસ, ૧
(ઢાલ-માહરા ઘણુ સવાઈ ઢેલા-એ દેશી.) શ્રીવીરને જોઇ જેહવા, મોકલ્યા વાચકજી તેહવા હે: પૂજ્ય! તું આણુ સીર ધારી ઉપાધિ નહી લવલેસ, વીરજિનને સહાર્વે વેસ રે. પૂજયજી ૧ બુદ્ધિ બહુ ગુણના દરિયા, વ્યાખ્યાંને અમ દીલ હરીઆ હો; ૫૦ વાખ્યાન પચત નિત્ય થાય, બહુ ભાસા મંગલ ગવાય છે. પૂ૦ ૨ શ્રીસદના-ચરિત્ર તે ગ્રંથ, સાંભળતાં હાઈ સીવ–પંથ હે; પૂછે તુમ આણાના અમે સંગી, બીજા અમે iણે કુલંગી છે. પૂ૦ ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
માર્ગશીર્ષ ૧૯૯૬
ચારે મેરૂ ગ્યું(ગ્યું) મોરા, મારે સંટ છોરા;
[ચો] સંધ લય જત કરવાલા, ચાંના પૂન(5)! જોમાલા. ૬૧ À(૫)સી જોવા(વિ) પન્થા(બાવરખ્યા), વેળાં વોરા વ(ચ)નાળ્યાં). ફ્રેનિ(ની)ગન ટ્રાંસી ન(ના) રની, શન(m)ઢ ટીપનેં વરની ફર
૩૮૦ - સુવાસ :
વાચકજી અમ મન ભાયા, તિણે જિન-મત ઘણું સાહાન્યા રે; પૂ ગીતારથ જેહવા જેઇઇ, વીરક્ષેત્રમે તેહવા સાહિ હૈા. પૂ૦ ૪ સર્વ સાધુને વંદના કહેવી, સાહબ પણ અવસરે લેહેલી રે; કવીજન કહે` અરજ સુણીયા, ધ્યાન
અવસરે સ્મૃતિ કર્જ઼્યા રે. પૂ॰ ૫ ઇતિ શ્રીતત્ત્વ ” વિ. સ’. ૧૮૫૧માં પાટણમાં ચેમારું પૂર્ણ કરી વિહાર કરે, તે પહેલાં તપાગ-સાગરગચ્છના પુચસાગરસૂરિના પટ્ટધર પૂજ્ય શ્રીઉદયસાગરસૂર તરફ વડોદરાના સાગરગચ્છના સધે(જેમાં ગાંધી -સંઘવી ઞાપાલચંદ ગલાલચ'દ, સંધવી નરસીદાસ, સોંધવી દયાલચંદ્ર, જૈનાચા'નું સ્વાગત, સઘળી ભગવાનદાસ વિગેરે શ્રાવકા અને શ્રાવિકાઓનાં નામેા તથા સહીએ વડોદરાનાં દશ્યો છે) વિ. સ’. ૧૮૫૨ના માર્ગ. શુ. ૧ મેાકલાવેલ પાંચ પાંચ લિટી લાલ શાહીથી અને પાંચ પાંચ લિટી કાળી શાહીથી લખાયેલ મનોહર ચિત્રાંક્તિ એ વિજ્ઞપ્તિલેખમાં આલેખેલાં તત્કાલીન વડેદરાનાં વિવિધ દૃશ્ય!નાં ચિત્ર અહિં દર્શાવી શકાય તેમ ન હાવાથી માત્ર તેના સૂચનથી સ ંતોષ માનીશું-પ્રારંભમાં એ બાજૂ માર, વચ્ચે ક્રમલેાનું દૃશ્ય, મંગલકલા, વાદ્ય, ગીત અને નૃત્ય કરતી નૈતિકા(નાચનારીઓનાં ૩ દશ્યા, ૮ મોંગલા, ૧૪ સ્વપ્ના, હવેલી(મહાલય)માં સૂતેલાં શ્રીમતી રામખાઇ (ગચ્છનાયકની માતા ! )ને ધાવવા ઉત્સુક્તાથી પ્રયત્ન કરતા ખાળક, તથા માતાને પ ંખા નાખતી અને પગ-ચપી કરતી દાસી, મહાલયમાં ગાદી-તકીએ બિરાજેલ શ્રીમાન (? ગચ્છનાયકના પિતા એસવાલ શાહ ગુમાનચ’દ), પાછળ મેરચ’ધર સેવક અને આગળ જોષી, સ્વપ્ન-પાઠક તથા ચાપદાર, જૈનશ્વે, મદિર, એ ખાતૂ ચામરધરા સાથે શ્રીપાર્શ્વનાથ, ઉપાશ્રચમાં ઉપદેશ કરતા, આસન પર બિરાજેલા, સોનેરી કિનારવાળા શ્વેત અખરમાં સજ્જ થયેલ શ્રીપૂજ્ય, જેની પાછળ ૧ ચામરધર અને યતિ-શિષ્યમ ડળ, આગળ નમ્રતાથી હાથ ઝેડી ઉપદેશ સાંભળતા શ્રાવકા તથા બાન્દેડ પર સ્વસ્તિક કરતી મુખ્ય શ્રીમતી સુશ્રાવિકા તથા અન્ય શ્રાવિકાઓ, આશીર્વાદ ઉપદેશ આપતી પ્રવતિ'ની મુખ્ય સાથી, શિષ્યા સાથે, આગળ સુંદર વસ્ત્રો અને આભૂષણાથી સજ્જ થઈ હાથ જોડી, બેઠેલી શ્રાવિકાઓ, વડાદરાની ઉપર્યુક્ત ગજ્જલમાં કરેલા વન પ્રમાણે વડેદરા નગરનાં રાજમાર્ગનાં, ખારનાં, માંડવા, ભદ્ર વિગેરે ભાગાના તથા સ્વાગત-સામૈયાનાં વિવિધ દૃશ્યાદર્શીનીય ચિત્રો જોવામાં આવે છે. એક ખાનૢ સેાનું ગાળતા સેની, કપડાના વેપારી, તેાળતા દુકાનદાર, રેશમના કંદેરા બનાવનાર, હુક્કો પીતી ગણિકા, વાગે, અને ખાગ સાથે બંગલામાં દાણના અધિકારી (?) સામે હાથ જોડી રહેલા શ્રીમાત્ શેઠ, પાછળ છડીદાર, ફતેસિંહની હવેલી, રાજકુમાર, નિચ બેઠેલ બકરાં, મહારાજા ગાયકવાડ (?), સરારી, નાણાવટી પાસેથી રૂા.' લેતા ગૃહસ્થ, હવેલી-મંગલામાં બેસીને તથા ઊભા રહીને વાત કરતા ગૃહસ્થ, દુકાનદાર, કાપડ ખરીદવા આવેલી મહિલા, પટવા, લહેરિયાંવાળા વેપારી, બંગલામાં રહેતી મહિલા, અધિકારી ગૃહસ્થ, શ્રીપાર્શ્વના[દાદા]આગળ દીપક, શ્રીકૃષ્ણ-મદિર
१ क. गजल कवीने xx५९
पूर [न] कीध गजल (जल) अवल अढारसें बावन [ चित्त उल्लासें] થાવર વાર, મૃગશીર માલ, તિથિ ૧૩ટ ફીન, પક્ષ ઇન(ના)સ; કયો કથલાવ્રુત્તિ, પુખ્ય(જૂન્ય)લાન[]સૂરિ તળા સીલ છાઙ્ગ, राज ( ज्य) राजेश्वर श्रीजय सागरसूरीश्वर रंग [राज ] राजें. इति श्रीगजल(ल) समाप्तम्,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
વટપદ્ર(વડાદરા)ના ઐતિહાસિક ઉલ્લેખા - ૩૮ ૧
..
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૮૨ - સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯૬
ઉપર્યુક્ત વિજયલક્ષ્મીસૂરિના જન્મ વિ. સં. ૧૭૯૪માં ચૈત્ર શુ. પમે પાલડી(મારવાડ)તા પારવાડ વિક્ શાહ હેમરાજને ત્યાં આણંદાઈ માતાની કુક્ષિથી થયેા હતેા. આ સૂરચંદ (પૂર્વનામ)ને તપાગચ્છ વિજયાનંદસૂરિપક્ષના વિજયસૌભાગ્યરિએ વિજયલક્ષ્મીસૂરિ સીનેરમાં વિ. સં. ૧૮૧૪ માત્ર શુ. ૫ શુક્રવારે દીક્ષા આપી પં. પ્રેમવિજયને સોંપ્યા હતા, અને તે જ વર્ષમાં સ્વર્ગ-ગમન કરતાં પહેલાં ચૈત્ર શુ. ૧૦ ગુરુવારે આચાય પદ આપી પોતાના ભાવી પટ્ટધર તરીકે પ્રકાશિત કરતાં ‘વિજયલક્ષ્મીસૂરિ’ નામથી પ્રસિદ્ધ કર્યાં હતા.
તેઓ વિ. સં. ૧૯૨૦માં સાણંદમાં ચામાસું રોકાયા હતા અને તેમના આજ્ઞાંકિત શિષ્ય ૫ જિનવિજયજી આદિનું ચામાસું ખંભાતમાં હતું, તે પૂર્ણ થવા આવતાં વિ. સં. ૧૮૨૧માં કા. શુ. પમે પંન્યાસ જિનવિજયજીની પ્રેરણાથી ખંભાતના સંધે પેાતાને ત્યાં પધારવા વિજયલક્ષ્મીસૂરિને ભક્તિભાવભર્યું કલામય વિજ્ઞપ્રિલેખ સાણંદ મેકલાવ્યે હતેા (જેનું વિસ્તૃત વર્ષોંન અહિં થઈ શકે નહિ), તે ૮।। હાથ લંબાઈવાળું ટીપણું સીતેારના જૈનનાનભંડારમાં વિદ્યમાન છે, તેમાં સાણંદ, ખંભાત અને સુરિ–સ્વાગતને લગતાં તથા ખીજાં સારાં ચિત્ર હાવાં જોઇએ, પરંતુ દુર્ભાગ્યે હાલ તા મત્સ્ય, મગર, વહાણુ સાથે સમુદ્રના દશ્યવાળુ એક અર્ધું કપાએલું ચિત્ર બાકી રહેલું જણાય છે!!
પેાતાની ગ્રંથ-રચનામાં સૌભાગ્ય-લક્ષ્મી શબ્દ દ્વારા પેાતાના ગુરુનું અને પોતાનું નામ સૂચિત કરનાર, વિજયસૌભાગ્યસૂરિના વિનેય આ વિજયલક્ષ્મીસૂરિએ વિ. સં. ૧૮૪૩માં કા. શુ. ૫ રચેલ ૨૪ થાંભલાવાળા, વિવિધ કથામય ૩૬૦ વ્યાખ્યાતાવાળા, ૨૦૦૦૦ શ્ર્લાક પ્રમાણ સરળ સંસ્કૃતગદ્યમય ઉપદેશપ્રાસાદ નામનેા મહાન ગ્રંથ જૈન સમાજમાં સારી રીતે લાકપ્રિય થયેલ છે, મુનિરાજો તેનું વ્યાખ્યાન વાંચે છે અને શ્રોતાએ તેનું શ્રવણ કરે છે, તેમજ તેમણે રચેલ કા. શુ. ૫ જ્ઞાનપંચમીના દેવ-વંદનની વિધિ તરફ વર્તમાનમાં પણ આદર જોવાય છે. તથા વિ. સં. ૧૮૪૫માં વિજયદશમીએ ખંભાતમાં ભાવિક શ્રાવક શ્રાવિકાના આગ્રહથી વિવિધ દેશીએમાં(રાગામાં) રચેલ વીશસ્થાનક—પદ-સ્તવન(કુસુમ)-પૂજાદ્વારા જિન-પૂજન વર્તમાનમાં પણ પ્રચલિત છે. .તેમણે રચેલ અષ્ટાહ્નિકા સ્તવન (સં. ૧૮૩૪), રોહિણીસ્વાધ્યાય વિગેરે બીજી કેટલીક કૃતિયા પણ આદર પામી છે.
વિ. સં. ૧૮૪૯માં સીરાહીમાં ઉદ્દયસૂરિના પટ્ટ પર તેમની સ્થાપના થઇ હતી. ખભાતમાં ૧૮ અને સૂરત બંદરમાં અધિક ચામાસાં થયાં જણાય છે. તેમણે રાનેર, સીનેર, કેરવાડા, આમાદ, છાયાપુરી, ગાધરા, જંબૂસર વિગેરે અનેક સ્થળેામાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા અંજન–શલાકા કરી હતી.
આ શ્રીપૂજ્ય(વિજયલક્ષ્મીસૂરિજી) વિ. સં. ૧૮૫૨માં હુરજી(મારવાડ)માં ચેમાસું રહ્યા હતા—તેમ જણાય છે. આ ચેમારું પૂર્ણ થયા પછી તેમના વિહાર થાય તે પહેલાંવિ. સં. ૧૮૫૩ના માગશર શુ. ૫ રાજનગર(અહમ્મદાવાદ)ના જૈનસંઘે આગામી ચૈામાસા માટે પધારવા ભક્તિ-ભરપૂર સચિત્ર ગદ્ય-પદ્યભાષામાં વિસ્તૃત વિજ્ઞપ્રિલેખ તેમના તરફ મેાકલાવ્યા હતા. ‘‘ સંવત્ અઢાર ત્રેપન્ને, માગસર સુદ રવીવાર; તિથિ પંચમી મુહુરત વિજય, લેષ લિષ્યા ધરી પ્યાર. ” તેમાં મુખ્ય પ્રેરણા, તેમના આજ્ઞાંકિત શિષ્ય પું. માનવિજયગણિ વિગેરેની જણાય છે; જે તે ચામાસું વીતાવ્યા પછી પણ તે સમયમાં ત્યાં વિદ્યમાન હતા. “શ્રીજીના આદેશથી, માનવિજય પંન્યાસ, જપ તપ પચ્ચખાણૅ કરી, ઉત્તમ થયો ચામાસ.’
[અપૂર્ણ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
જીવને સુવાસ
પંજાબકેસરી રણજીતસિંહે શીખ ધર્મની આજ્ઞાનું ઉલ્લંઘી એક વેશ્યા સાથે લગ્ન તે કર્યું, પણ પછી એમને પશ્ચાતાપ થયો. તરતજ તે પિતાના પાટનગર લહેરથી નીકળી શીખેના ધર્મનગર અમૃતસર જઈ પહોંચ્યા ને ન્યાયાધીશ પુલ્લાસિતને આંગણે જઈ તેમણે એ અપકૃત્ય માટે માફી માગી.
“માફી?” પુલાસિહે ગદગતિ કંઠે કહ્યું, “મને એ આપવાને અહીં અધિકાર નથી. શીખોની ધર્મસભા તમને અપરાધી ઠેરવે એ પહેલાં જ જાત–અપરાધી તરીકે તમે ન્યાયમંદિરમાં આવી પહોંચે. ત્યાં તમારો ન્યાય ચૂકવાશે.”
બીજે દિવસે બ્રિટિશ સલતનતને ધ્રુજાવનાર પબનો સિંહ અમૃતસરની ન્યાયસભામાં અપરાધી તરીકે એક પાંજરામાં જઈ ઊભા. ન્યાયાધીશે પૂછયું.
તમે કેણ છો ?—“ શીખ ધર્મને અપરાધી.” “તમારું નામ ?”—“રણજીતસિંહ.” “શો અપરાધ કર્યો છે ? ”-–“વેસ્યા-લમને.”
ન્યાયાધીશ કુલ્લસિંહે થોડીવાર વિચાર કર્યો. પછી તે શાંત છતાં મક્કમ સ્વરે બોલ્યા, “રણજીતસિંહ, શીખેના શિરતાજ છતાં ધર્મ તમને માફ ન કરી શકે એ તમે ગુનેહ કર્યો છે. તમારે એકવીસ દિવસ સુધી ધર્મસમાજના સભ્ય માટે દાતણ કાપવાં પડશે, એટલા જ સમય સુધી એમના જોડા સાફ કરવા પડશે, એક લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે; અને ઝાડ સાથે બાંધી તમને ઉઘાડા બરડા પર સો કેરડા મારવામાં આવશે. બેલે સજા કબુલ છે.”
“કબૂલ છે.” રણજીતસિંહે શાંતિથી કહ્યું.
તરતજ પંજાબના એ વીરનાં રાજવંશી વસ્ત્ર ઉતારી એને ખુલ્લા દિલે એક ઝાડ સાથે બાંધવામાં આવ્યું. એક પ્રચંડ શીખ સૈનિક હાથમાં કારડ લઈ તેની સમીપ પહોંચ્યો. પણ એ કરડે રણજીતસિંહની પીઠ પર પડે એ પહેલાં જ ન્યાયાધીશે તેને અટકાવતાં હર્ષભેર કહ્યું:
“ધન્યવાદ રાજન ! આ પળે તમે તમારા આધાર કૃત્યની માફીને લાયક બન્યા છે. ન્યાયનો સામનો કરીને લેહીની નદીઓ વહાવી શકત છતાં મૂગે મોઢે તમે આકરી સજા કબૂલી લીધી એ જ ધર્મ અને ન્યાયના વિજયને માટે પૂરતું છે. હવે ધ્યાન રાખજે.”
પ્રજાના હર્ષનાદ વચ્ચે રણજીતસિંહને છોડી મૂકવામાં આવ્યો. ને ભારતના એ મહાનમાં મહાન સેનાપતિએ આકરા બંધનમાંથી છૂટી ન્યાયાધીશના ચરણમાં પિતાનું મસ્તક મૂક્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૮૪ - સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯
મહારાષ્ટ્રપતિ રઘુનાથરાવ જ્યારે એંશી કરવાને પુનાની બહાર ચાલ્યે। ત્યારે નગરના ન્યાયાધીશ રામશાસ્ત્રી ત્યાં પોતાના હાથ ઊઁચા
તે તરત તેમની સમક્ષ જઈ પડેોંચ્યા. પૂછ્યું, “દેવ આ સમયે કંઇ ? '' “ તમને અટકાવવાને!” રામશાસ્ત્રીએ શાંતિથી ઉત્તર દીધા.
“શે। અપરાધ છે?
તમારા પર ભત્રીજાના
ખૂનને આરાપ છે. એના નિરાકરણ પહેલાં તમે પુના
પ્રભુ,
અત્યારે હું યવનેને સંહારવા જઈ રહ્યો છું. ત્યાંથી પાા કરું ત્યારે આપ આપની ફરજ બજાવો.
.
ન છેાડી શકા. ’
$*
k
યવનાના સંહાર કરતાં ન્યાયનાં સૂત્રો વધારે પવિત્ર છે. ”
'
.
‘એમ ? ” રઘુનાથરાવે ભ્રકુટિ ચડાવતાં પૂછ્યું, “ આપનાં એ સૂત્રો આ પ્રસંગે હું માન્ય ન કરૂં તા?
“ તા આપના આ ન્યાયદંડ. ” તે એ દરવાા પર જ ન્યાયાધીરા તરીકેની પદવી ડી રામશાસ્ત્રી પેાતાને ગામ ચાલ્યા ગયા.
હજારનું સૈન્ય લઈ યવનપતિ હૈદરના સંહાર દરવાજે તેણે નજર કરી તે। જણાયું કે કરીને ઊભા હતા.
X
X
X
એક શ્રીમન્તે લીંકનને પેાતાના વકીલ તરીકે રોકી તેને સારી કમાણી કરાવી આપવાની ઈચ્છા દર્શાવી. પણ લીંકને એ શ્રીમન્તના કેસ સાંભળી કહ્યું, “ આપને કૈસ ધંધાદારી ગણતરીએ સારા છે. હું તેમાં કાયદાની આંટીઘૂંટીથી સફળ પણ બની શકું. પણ મારૂં હૃદય જરા ઢીલું છે. આ કેસ ચલાવતાં હું વિચારતા જ હોઈશ કે, “ લીંકન, તારા કેસ ખોટા છે; તું જુઠ્ઠો છે. ' ને કદાચ એ શબ્દો મારાથી માટે પણ ખેાલી જવાય તે આપને હારવું પડે. માટે, દિલગીર છું કે હું આપના કેસ હાથ નથી ધરી શકતા. ”
×
X
X
જંગલમાં એ સાથીદારા સાથે લૂંટ ચલાવવા નીકળેલા વનવાસી વનરાજને ચાંપે નામે એક વણિક સામેા મળ્યા. ચાંપાના માથે ઘીનું એક કુલ્લું હતું, તેની ભેટમાં કઈક નાણું ને પાંચ તીર હતાં. વનરાજ ને તેના સાથીદારાને જોતાં જ તેણે પાતાનાં પાંચ તીરમાંથી એ તાડીને ફેંકી દીધાં.
“ એ તાડી કેમ નાખ્યાં?' વનરાજે ચાંપાની સમીપ પહેાંચી ખેદરકારીભરી પ્રભુતા દાખવતાં પૂછ્યું.
તમારે। ઉદ્દેશ મને લૂટવાના જણાય છે. એટલે મારે તમને મારવા ા પડશે. પણ તમે ત્રણ છે!, તીર પાંચ હતાં. એટલે એ નકામાં ગણી તે તોડીને મેં ફેંકી દીધાં છે. ”
..
.
"
“ વાહ બહાદુર ” પાસેના એક વૃક્ષ તરફ આંગળી ચીંધતાં વનરાજે કહ્યું, “ જો પેલા વૃક્ષ પર થઇ એક ચકલી ઝડપથી ઊડી રહી છે. તું એને વીંધી શકે તે તારી બાણુવિદ્યા આગળ અમે હાર કબૂલીશું. ”
“ ચકલી નિર્દોષ છે, ” ચાંપાએ ગર્વભેર કહ્યું; “ સદેષ તમે બનવા માગેા છે. તમારા દોષ ઢાંકવા હું એ નિર્દોષને નહીં વીંધું. દોષ તમે કરી જુએ. પછી તમારા પ્રાણ લેવા એ મારી ફરજ બનશે. ”
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૧ જીવન સુવાસ - ૩૮૫ “ શાબાશ વીર” વનરાજે ચાંપાની ન્યાયભાવનાની પ્રશંસા કરતાં તેની પીઠ થાબડી. ને પછી પિતાની ઓળખ આપતાં ઉમેર્યું, “હું ભાવિ ગુજરાતને ભૂખ્યો રાજા છું. મને શી મદદ કરીશ?”
“બળથી માગે છે કે મિત્રભાવે?” “મિત્રભાવે” વનરાજે આંખોમાંથી નેહ વર્ષાવતાં કહ્યું.
તે બધું જ આપના ચરણે છે.” ચાંપાએ વનરાજને ઘીનું કુલ્લું આપ્યું, પાસેનું નાણું સયું તે પોતે એને સેવક બની રહ્યો.
પ્રેસીડેન્ટ લીંકનના દિવાનખંડમાં એક દિવસે એક સ્વરૂપવાન બાલકન્યા આવી ઊભી. તેના મુખ પર નિર્દોષતા ને આંખમાં આંસુ હતાં.
કેમ બહેન?” પ્રેસીડેન્ટ વાત્સલ્યભાવે પૂછ્યું.
“મારે ભાઈ જેલમાં છે. એના છૂટકારા માટે હું આપને વિનંતિ કરું છું.” લીંકનના ચરણને આંસુથી ઘેતાં કન્યા બોલી.
“કેાઈની ભલામણ લાવી છે?” “ ના છે.”
“ઠીક,” પ્રેસીડેન્ટે કન્યાને એના ભાઇના છૂટકારાનું આજ્ઞાપત્ર સોંપતાં કહ્યું, “તું કેઈની ભલામણ નથી લાવી એ તારી ન્યાયપ્રિયતા અને તારા આત્મવિશ્વાસની સાબિતી છે. ને તારી નિર્દોષતા એ તારા ભાઈની નિર્દોષતાની પૂરતી જામીનગીરી છે.”
અમેરિકન આંતરવિગ્રહમાં બે છોકરાઓએ તેમના માબાપની ના છતાં સૈનિક તરીકે નામ નોંધાવી દીધાં. પુત્રોને પાછી વાળવાનો માબાપ પાસે એક ઉપાય ન રહ્યો. છેવટે તેમણે પ્રેસીડેન્ટ લીંકનને પિતાની એ હકીકત જણાવી. લીંકને તેમને સેનાપતિ પર એક ચીઠ્ઠી લખી આપી, “સેનાપતિ, માબાપની આજ્ઞા તેડનાર સૈનિકોની આ પવિત્ર યુદ્ધમાં જરૂર નથી.”
એક યુવકે લેકમાન્ય તિલક પાસે જઈ કહ્યું, “ગુરુદેવ, મારે નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળી દેશસેવા કરવી છે. તે સંબંધમાં આપની સલાહ માગું છું.”
“સલાહ આપું છું કે,” તિલકે શાંતિથી કહ્યું, “ તમે ઘેર જઈને તરતજ લગ્ન કરી નાંખો. નૈષ્ઠિક બ્રહ્મચર્ય સેવવા ઈચ્છનારને પારકાની સલાહની જરૂર ન હોય.”
ઈંગ્લાંડને રાજા ચાર્લ્સ બીજે એક ખાનગી શાળાની મુલાકાતે ગયો. શાળાના અધ્યાપક છે. બીસ્કીએ એ પ્રસંગે માથેથી હેટ ન ઉતારતાં રૂવાબથી વિદ્યાર્થીઓને પાઠ આપવા માંડ્યા. પણ આંખના નમ્ર પલકારે એણે રાજાને આ અવિનય માટે ક્ષમા આપવાની વિનંતિ કરી. રાજાએ હસીને એની પીઠ થાબડી.
જ્યારે રાજવી બહાર નીકળ્યો ત્યારે એક મંત્રીએ રાજાને આ અવિનય ચલાવી લેવાનું કારણ પૂછ્યું. ચાર્લ્સ હસીને બે, “એ બિચારાને એના વિદ્યાથીઓના મન પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૮૬ સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯૮
એ છાપ ચાલુ રાખવી છે કે જગતમાં છે. બીી નથી. મારે એ છાપ શા માટે ભૂંસવી જોઈએ?”
કરતાં મહાન પુરુષ બીજે કે જે
X
કલાકાર કેનવા સ્વરૂપવાન ઈટાલિયન શાહજાદી બગેસની આરસ-પ્રતિમા ઘડતો . હતે. એ પ્રતિમાને સગાસંપૂર્ણ બનાવવાને શાહજાદી હમેશાં કલાકારની સામે કલાક સુધી નગ્નસ્થિતિમાં બેસતી.
એક ચારિત્રસંપન્ન ઉમરાવજાદીને આ સમાચાર મળતાં તેણે શાહજાદીને પૂછયું, “પણ તમે નગ્નસ્થિતિમાં એક મિનિટ પણ બેસી શી રીતે શકો છો?”
એમાં આમ ગભરાવાની કશી જરૂર નથી,” બસે હાસ્ય વેરતાં કહ્યું, “મારે બંને પડખે હું સળગતી સગડીઓ રાખીને જ બેસું છું.”
- કાશ્મીરના બહુમૂલ્ય કેશરની ૨૧૬ ગુણ ભરી એક શ્રીમન્ત વેપારી દેશવિદેશમાં ફરતો હતો. એક જ વ્યક્તિ જ્યાં બધું કેશર ખરીદી લઈ શકે ત્યાં જ તે વેચવાની તેની પ્રતિજ્ઞા હતી. વખત જતાં તે અવંતી જઈ પહોંચ્યા.
અવંતીને પાદર તેને એક વણિક મળે. તે વણિકને તેણે પિતાની હકીકત જણાવી.
“ઓહ, એમાં કઈ મહત્વની વાત છે?” વણિકે શાંતિથી કહ્યું. ને પછી ઉમેર્યું, હું એ બધું જ કેસર ખરીદી લઉં છું. નાણું તમે મારી પેઢી પરથી તરતજ લઈ જઈ શકે છે,”
ને કેશરને વેપારી જ્યારે પેઢી પર નાણું ગણુ હતા ત્યારે તેના એક માણસે તેને ખબર આપી કે કેશરની બધી જ ગુણ વણિકનું નિવાસમંદિર બાંધવાને જ્યાં ચૂનાની ચી ચાલતી હતી ત્યાં ચૂનાની સાથે ભેળવી દેવામાં આવી હતી.
હાથની બંગડીઓ વેચી માતા ભગવતીદેવીએ ભૂખ્યા અતિથિ જમાડ્યા. પુત્રના હૃદય પર આ કૃત્યની અદ્દભુત અસર થઈ. તે આપમેળે વિકાસ સાધી ઉચ્ચ પદવીએ પહોંચ્યો. માને પૂછયું, “માતા, હવે તમારા અલંકાર પાછો ઘડાવીશું ?”
' “બેટા” માતાએ પુત્રના મુખ પર વાત્સલ્યભર્યા નયન ઠેરવી કહ્યું, “મારે ત્રણ અલંકાર જોઇએ; અભણોને કેળવવાને નિશાળ; રોગીઓને નિરોગી બનાવવા દવાખાનું; ભૂખ્યાઓનાં પેટ સંષવા અન્નશાળા.”
ને પુત્ર ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરે એ ત્રણે કાર્યો પાર પાડી માતાની ઈચ્છા સંતોષી.
અમેરિકન સ્વાતંત્ર્યયુદ્ધમાં એક પ્રસંગે શિગ્ટનની ટુકડી પાસે એક પણ તોપ ન રહી. શિંગ્ટને યુક્ત વાપરીને તરતજ લાકડાની સંખ્યાબંધ તે બનાવરાવી લીધી, અને તેને સૈન્યના આગળના ભાગમાં ગોઠવી. અંગ્રેજ સેનાપતિ રીગ્લી એટલી બધી તે જોઈ દૂરથીજ નાસી ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પ્રજા અને સાહિત્ય
ગુજરાતી પ્રજાને ગુજરાતી સાહિત્ય વિષે જે અભિપ્રાય આપવાના હાય તો તેમાંના મોટા વર્ગ તરતજ કહી દેશે કે, “એ સાહિત્યમાં તે કંઇજ નથી. " પણ જો એમને પૂછવામાં આવે કે, “ગુજરાત તમારૂં છે. તમે એના સાહિત્યને ખીલવવામાં શે। કાળા આપે છે ? ” તો તે તરત જ પૂઠ ફેરવશે.
સાહિત્ય તેા ખાગ છે. તેમાં અનેક પ્રકારનાં મીષ્ટ ફૂલે કે કળા વિકસવાને તલપતાં હોય છે. પણ પારકા સાહિત્યથી આકર્ષાયલ પ્રજા પોતાનાને પાણી પાવાને પણ તૈયાર નથી. ને પછી કહે છે, “ અમારા ભાગમાં તો કંઇ નથી.”-ઘણી વખત તે આવા અભિપ્રાય આપનાર તે સાથે જ પોતાના ખીલતા સાહિત્ય પ્રત્યે ઉપેક્ષા દાખવનાર એવા વિદ્વાના, શ્રીમન્તા ને જવાબદાર વ્યક્તિએ હાય છે કે જેમને સાંભળીને સાહિત્યપૂજકની આંખા શરમથી નીચી જ ઢળી જાય.
ગુજરાતમાં કેટલાંય સામિયક્રા જન્મે છે તે તરત મૃત્યુ પામે છે. કેટલાય ઊગતા લેખકા પાષણના અભાવે જ કરમાઈ જાય છે. જેનામાં કંઇક સર્જનશક્તિ હાય છે તેઓ પેાતાનું ઢાલ નથી વગાડી શકતા. તે પ્રજા જ્યારે એમના પ્રત્યે ખેપરવાઈ દાખવે છે ત્યારે શુદ્ધ સાહિત્ય સર્જન ઊગતાં પહેલાં જ આથમી જાય છે.
‘સુવાસ’ શરૂ થયાંને પાણાએ વર્ષ થયાં. ઊગતા લેખકને આગળ આણવા, પ્રજાને શુદ્ધ સાહિત્ય આપવું તે જીવનને આદર્શ સમજાવવે! એ એનું ધ્યેય. વિદ્વાનેાએ એને વખાણ્યું, વાચકાએ પ્રશંસા કરી, પત્રકારેાએ વધાવ્યું; એના લેખાના અનેક પત્રામાં ઉતારા થવા લાગ્યા. છતાં પ્રજાએ એને આર્થિક ટેકા આપતાં તે એવી પીછેહઠ કરી કે શી રીતે ટકવું એ પણ એક પ્રશ્ન થઈ પડયેા.
છતાં નથી અમે પ્રજા પાસે ભીખ માગી, નથી અમારા આંકડા મૂકયા. અમને સાહિત્ય પ્રત્યે પ્રેમ છે, અને અમારૂં માસિક અમે ગમે તે ભાગે ટકાવીશું જ. પણ પ્રજા પાસેથી કાપણુ જાતના ભાગ વગરના એક સહકાર અમે માગીએ છીએ અને એ અમને પ્રજાએ આપવાજ જોઇએ. જે જે બન્યુએને અમે નમૂનાના અંકા માકલાવીએ છીએ તે તે અન્ધુએની માસિકના ગ્રાહક થવાની ઇચ્છા હોય તે। એ અંક સાથે જોડેલા અમારાજ કાર્ડમાં તે હા લખી માલે, ઈચ્છા ન હેાય તેા ના લખે; અને ‘હા' કે ‘ના' કશુંજ લખવાની ઈચ્છા ન થાય તે। પછી બીજા અંકને સ્વીકાર ન કરતાં તેઓ તે પાછા મેાકલાવી દે. અમારી આ વારંવારની વિનંતિ છતાં ઘણાય બન્ધુએ મફત અંક વાંચી લેવાના લાભમાં એના પ્રત્યે ધ્યાન નથી આપતા અને અમને નાહકની મુશ્કેલીમાં ઉતારે છે.
‘સુવાસ'ના જે જૂના ગ્રાહકા હેાય તેમણે નવા વર્ષે તરત હા—ના જણાવી દેવી. જેમને નમૂનાના અંકા માકલાતા હોય તેમણે, ગ્રાહક બનવાની ઈચ્છા ન હોય તેા, અંક તરત પાછા મેાકલાવવા, અને એ અંક જોઇ જવાની ઈચ્છા હોય તે। સાથે જોડેલા કાર્ડમાં હા–ના લખી માકલવી. આટલીજ અમારી ગુજરાતી સાહિત્યજનતા પાસે માગણી કે વિનંતિ છે અને એ પણ જે ધ્યાનમાં ન રાખે તેને શું કહેવું એ અમે નથી સમજતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
છૂટાં કુલ
' “Fortnightly Review' ને છેલ્લા અંકમાં, શ્રી. ભવાની ભટ્ટાચાર્ય “Youth of India at Bay' નામના લેખમાં, હિંદના વિદ્યાથીઓ તથા યુવકોના સંયોગે, તેમને અભ્યાસ, માધ્યમિક શિક્ષણ વગેરે વિશેની ચર્ચા કરી તેમની કોલેજ-જિન્દગીના પ્રશ્નને પર્શતાં, સહશિક્ષણ સંબંધમાં, કહે છે: “અભ્યાસખંડમાં કન્યાઓના પ્રવેશે કોલેજ-જિન્દગીમાં તેજ પૂ. પ્રોફેસરોના ગણગણાટથી સુખહીન લાગતા કોલેજના ઉદાસીન વાતાવરણમાં વીજળીનો ચમકાર પ્રગટયો. કુમાર ને કન્યાઓ વચ્ચે બહા સંબંધ તો ઘણો ઓછો જાગેપણ તેમના મગજે તનમના અનુભવી રહ્યાં. આછા નયનકિરણો, મિતની પ્રભાવ ભરી છાયા, બ્રકુટિની કમાનના વળાંક–એ બધાંની એક મીષ્ટ ભાષા બની ગઈ. કુમારોની રોમાંચક કલ્પનાઓ ઊછાળે ચડી. કન્યાઓની વધુ ને વધુ હાજરી તેમની લાગણીઓને ઉશ્કેરવા લાગી. કુમાર-કવિઓએ બૌદ્ધિક સુંદરતાની કવિતાઓ રચવા માંડી. કેટલાક વિશેષ વ્યવહારૂઓએ કન્યાઓની સાથે સંબંધ જમાવવા-મિત્રતા બાંધવા યુકિતઓ જવા માંડી. ને મિત્રતામાંથી પ્રેમ પ્રગટયો, પ્રેમમાંથી લગ્ન જન્મ્યાં. પરિણામે જીવનને શાંત પ્રવાહ ગૂંચવાયેલ પ્રશ્નોના વમળરૂપ બની ગયો.”
છે. રવીન્દ્રનાથ ટાગોર શ્રી અમીય ચક્રવર્તી ઉપર એક પત્ર લખી હિંદની વર્તમાન સ્થિતિ પર આકંદ વર્ષાવતાં કહે છે:
એક બાજુએ સત્તાને મદ–જે દબાણના બધા જ સાજશણગાર સાથે પોતાના બુરજમાં સજજ થઈ બેઠે છે; કઠણ કાયદાઓ ને રાતી પાઘડીઓનાં ઝુંડ જેનું રક્ષણ કરી રહ્યાં છે. આ રીતે જ દેશને કબજે રખાય એવી એમની માન્યતા છે. બીજી બાજુએ ખાલી હાથે ને ખાલી ખીશ ટાળે મળેલ માનવસંધ-મુક્તિ અને સ્થાયી સલામતિના એકમાત્ર ઓસડ તરીકે જેને બિનઆક્રમણવાદને સ્વીકાર કરવાની સલાહ આપવામાં આવી છે. પણ તે સંઘ પોતાના વિશ્વાસને આ નવા વાદમાં સ્થિર નથી કરી શકતો. કેમકે જગતમાં ક્યાંય, ભલા કે બૂરાને સારૂ પણ, એ પદ્ધતિ અમલમાં નથી મૂકાઈ માનવપશુના પંજામાંથી માનવીને બચાવવાને આક્રમણકારી સાધનો જ અનિવાર્ય છે-આ સિદ્ધાન્તને જ સર્વત્ર યોગ્ય સાધન ને જરૂરી વસ્તુસંગ્રહથી અનુસરવામાં આવે છે. પણ જ્યાં માનવીને વિદ્યાના ઘણાખરા માર્ગેથી અટકાવી દેવામાં આવે છે ત્યાં તેને આ ખાસ વિષયથી પણ દૂર જ રાખવામાં આવે છે. તે દરેક દિશાએથી ઘેરાયેલા તેમને માટે હરણની જેમ નાસી છૂટવાને પણું માર્ગ નથી રહેતું. રાજવંશી શિકારીઓના શિકાર માટે તેઓ તો અનામત જંગલોમાં જ વસે છે.
નામાંકિત વ્યક્તિઓના હસ્તાક્ષરે મેળવવા માટે જગતના બુદ્ધિમાન યુવકે મરીફીટતા આવ્યા છે. બટન નીનેટ, શિંગ્ટન, શેકસપિયર, ડીઝરાયલી, પ્રીન્સ બિસ્માર્ક વગેરેના હસ્તાક્ષરના હજારો પૌડ ઉપજે છે, ટેનીસન, કીલીંગ, ડીકન્સ, વેલીંગ્ટન, ટેટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
છૂટા ફૂલ ૩૮૯ ગા, બર્નાડ શો વગેરેના હસ્તાક્ષરે પણ સેંક પૌઃ ખેંચી લાવે છે. પણ કુનેહથી કે સસ્તામાં હસ્તાક્ષર મેળવી લેવાને જે ચિત્રવિચિત્ર માર્ગો લેવામાં આવે છે તે કેટલીક વખત ખૂબ જ રસિક હોય છે.
ડયુક ઑફ વેલીંગ્ટનને એક યુવકે તેમની પુત્રવધૂ માસ ઑફ ડેરેનાં કપડાંના ધવરામનું બીલ મહિનાઓથી ન ચૂકવાયું હોવાની ફરિયાદ કરતો પત્ર લખ્યો. ડયુકે જવાબમાં જણાવ્યું, “મારા પુત્રે બીલ કેમ ન ચૂકવ્યું હોય એ મારાથી નથી સમજાતું, પણ હું પિતે તે માકેસ ઓફ ડેરે નથી જ.”
ઇગ્લેન્ડની એક ઉમરાવજાઈએ પ્રીન્સ બિરમાર્ક પાસે હસ્તાક્ષરની માગણી કરી. બિસ્માર્ક ઉત્તરમાં જણાવ્યું, “વહાલાં શ્રીમતીજી, હું કેઈને મારા હસ્તાક્ષર આપતે જ નથી. પ્રીન્સ બીસ્મા.”
કીપલીંગ પિતાના લેખે શબ્દદીઠ શિલિંગના ભાવે વખતે. એક યુવકે સસ્તામાં એની સહી મેળવી લેવાને એને બે શબ્દ લખી મોકલવાની સૂચના સાથે બે શિલિંગ મોકલાવી આપ્યા. કીપ્લીગે ઉત્તરમાં લખ્યું, “Thank you.”
બનડ શો તે કીપ્લીંગ કરતાં પણ વધુ વિચક્ષણ છે. તેને લેખનને દર પણ શબ્દદીઠ શિલિંગ પ્રમાણે છે એ જાણી એક યુવકે એને એક શબ્દ લખી મોકલવાની વિનતિ સાથે એક શિલિગ મોકલાવી આપો. શેએ તેને તારથી જણાવ્યું, “Thanks'. બિચારા યુવકની હસ્તાક્ષર મેળવવાની ઉમેદ તૂટી પડી અને શિલિંગ ત્રીજે જ ઘેર પહોંચ્યો.
આ વર્ષે બેલ-પ્રાઈઝના વિજેતાઓ
પદાર્થવિજ્ઞાન–છે. અર્નેસ્ટ લોરેન્સ [ કેલીફોર્નિયા ]; સાહિત્ય-મો. ફાઝ સીલ્લાનપીને [ફીલેન્ડ ]; રસાયણો. બુટનાન્ટ [બર્લીન ] ને ઝીક્કા ઝુરીચ ]. ૧૯૩૮માં મુલતવી રખાયેલ રસાયણ-વિભાગનું ઇનામ હીન્ડલ્બર્ગ યુનીવીટીના પ્ર. કુન્હને ફાળે ગયું છે. તેમાંથી છેલ્લા ત્રણેએ રાજદ્વારી કારણસર ઈનામને સ્વીકાર કરવાની ના કહી છે. '
[ અનુસંધાન પૃષ્ઠ ૩૯૨] પરસ્પરથી સ્વતંત્ર બનવાને પોતાનું સામાજિક સ્વાતંત્ર્ય સંગ્રેજોની કાયદાથીને વેચી રહ્યાં છે. સમય જતાં, એ કાયદાપોથી સ્ત્રી-પુરુષના પ્રશ્નને હિંદુ-મુસ્લીમ પ્રશ્ન કરતાં પણ વધારે સળગતે બનાવશે એની આજે કેઈને પરવા નથી. કેમકે લશ્કરી અને શિક્ષણવિષયક ગુલામી જાણે પચી ગઈ હોય એમ પ્રજામાં સાંસ્કારિક ગુલામીની ભૂખ જાગી છે. તે ભૂલી જાય છે કે પારસ્પરિક સ્વાતંત્ર્યની આ વાતો પ્રજાને સાચા સ્વાતંત્ર્યથી દૂર લઈ જવાને ખીલવવામાં આવી છે, આંતરિક પ્રશ્નોના ઉકેલની વાતો મહાપ્રશ્નને દબાવી દેવાને જગવવામાં આવી છે.” તે સમજતી નથી કે મૂળનાં ઝેર મટશે તે નદીનાં પાણીને ગાળવાની પણ જરૂર મહિના રહે. બળને વિકાસ ને સંસ્કારસ્વાતંત્ર્યના પરિણામે સ્વતંત્રતાને સૂર્ય પ્રગટતાં બધે જ પ્રકાશ પથરાશે. અંધારામાં ઘેનભરી આંખે જ્યાંત્યાં મશાલે લઈ દેડતાં હેળીઓ પ્રગટશે."
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
પૃથ્વી પર માનવીના વસવાટને કરડે વર્ષ થઈ ગયાં છે. પણ એ ગાળામાં એવો એકાદ સે પણ નથી ગયો જેમાં માનવીએ મહાભીષણ યુદ્ધ ન ખેલ્યાં હેય. ઈતિહાસની જ્યાં નજર પહોંચી શકે છે એવાં રામાયણ-મહાભારત કે ઈજીપ્તની આદિ સંસ્કૃતિના સમયથી આજસુધીમાં એ એકાદ દશક પણ નથી વીત્યો જેમાં એક યા બીજા કારણે પૃથ્વી પર યુદ્ધ ન ખેલાયાં હેય.
આમ માનવસ્વભાવ અને ઈતિહાસને યુદ્ધ શરૂઆતથી જ પચી ગયું છે. જમદગ્નિથી માંડી બુદ્ધ, કે બુદ્ધથી ગાંધીજી સુધીના સંખ્યાબંધ માનવપ્રેમીઓએ યુદ્ધને અટકાવવા પિતાથી બનતું બધું જ કર્યું છે, પણ આજસુધીમાં તે કાઈને એમાં સફળતા નથી મળી. ગાંધીજીને એ મળે છે કે કેમ એ ભવિષ્યની પ્રજા માપશે.
શરૂઆતમાં માનવી હાથે હાથ, પાષાણથી કે સામાન્ય શસ્ત્રોથી લડતે. તે પછી તેણે શસ્ત્ર- . વિદ્યામાં ધીમે ધીમે વિકાસ સાધવા માંડયો. રામાયણ-મહાભારતયુગમાં તે વિકાસ તેની છેલ્લી હદે પહોંચે. મહાભારતના યુદ્ધમાં તે એ વિકાસે લાખો માણસોને ઘાણ કાઢી નાંખ્યો. એ યુદ્ધ પછી શ્રી કૃષ્ણ, અગ્નિની મદદથી વિકસતાં શસ્ત્રોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી, શસ્ત્રમર્યાદા પ્રવર્તાવી. તે મર્યાદા હજારો વર્ષ સુધી જળવાઈ રહી. પણ સોમનાથ–પાટણમાં નિર્દય યવનો સામેની હાર પછી હિંદુ રાજનીતિને શસ્ત્રમર્યાદાનો પ્રશ્ન ફરી વિચારો પડ્યો. અને દશકાઓના ચિંતન પછી શ્રીમદ હેમચન્દ્રાચાર્યે, યવને જે યુદ્ધમાં અગ્નિજન્ય શસા વાપરે તે હિંદુઓને પણ તેમની સામે, તેવાં શસ્ત્રો વાપરવાની છૂટ આપી. સિદ્ધરાજ, કુમારપાળ કે ભીમસિંહે એ છૂટને વધાવી લીધી. પૃથ્વીરાજ કે પ્રતાપ એ છૂટથી કંઈક વેગળા રહી તનેના ખપ્પરમાં હોમાઈ ગયા. તે પછી શિવાજીએ ટને પૂર ઉપયોગ કર્યો પણ તે વખતે હિંદુ સમાજ ને રાજકારણમાં છૂપાં ઝેર ને નિર્બળતા રપાઈ ચૂક્યાં હતાં. પરિણામે થોડોક સમય ચમકાર દાખવી મરાઠી સત્તા આથમી ગઈ. હિંદ યવનેના ને ગોરી પ્રજાના પંજામાં સપડાયું. ને હિંદની મૂળ પ્રજાઓને અવળા રસ્તે અથડાવી દઈ ગોરી પ્રજા ફાવવા લાગી. શાણા રાજનીતિજ્ઞ સ્વપ્નમાં પણ છૂટ ન આપી શકે એવાં શસ્ત્રોથી તેણે હિંદને કબજે લીધે, ને શુદ્ધ રાજનીતિ મરણતે પણ ન સ્વીકારે એવી બુદ્ધિની રમતથી એ કબજાને તેણે સ્થાયી બનાવ્યો.
પણ કુદરત કોઈને નથી છેડતી. યુદ્ધ એ બુદ્ધિ કે બળની પ્રતિસ્પર્ધા છે. એ નીતિને - ભંગ કરી કઈ પ્રજા જ્યારે એને કેવળ સંહારની પ્રતિસ્પર્ધી તરીકે કેળવવા માંડે છે ત્યારે, સમય જતાં, એ પ્રજાને પિતાને જ એ નીતિનાં ભોગ બનવું પડે છે. ગેરી પ્રજાની આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
ધ- ૩૯૧ એ સ્થિતિ છે. એણે તરછોડેલી શસ્ત્રમર્યાદા કે વિકસાવેલે યંત્રવાદ કદાચ એને જ ભક્ષી જશે.
આ થઈ યુદ્ધ અને એના માર્ગો કે મર્યાદાની વાત. પણ યુદ્ધનાં કારણે એ પણ એ વિષયનો એક અગત્યને પ્રશ્ન છે. લશ્કરી યુદ્ધોની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી યુદ્ધનાં સાચાં અને જગજાહેર કારણે વચ્ચે હંમેશાં આત્માન-જમીનનું અંતર રહેતું જ આવ્યું છે. જ્યારે યુદ્ધમાં સંડવાનાર પક્ષને, સ્વાર્થને સંઘર્ષણ તરીકે કે નિબળ પ્રજાઓના શેષણને માટે, યુદ્ધ અનિવાર્ય લાગે છે ત્યારે બંને પક્ષ, લશ્કરની અને પ્રજાની શક્તિને ઉશ્કેરવા તથા જગતની પ્રજાઓની હમદર્દી પોતાના તરફ વાળવા, પિતા પોતાને યોગ્ય લાગતાં દિલોત્તેજક કારણ ઉપજાવી કાઢે છે અને જગતમાં એનો પ્રચાર કરે છે. ઓગણીસમી સદીની મધ્યમાં ખેલાયલ ઓસ્ટ્ર-પર્શિયન યુદ્ધ વિષે ઇગ્લાંડના પરદેશમંત્રીએ પોતે જ કહેલું કે, “એ યુદ્ધનું ખરું કારણ જગતમાં ત્રણ જણ જાણે છે. પ્રિન્સ આબર્ટ, ડેનીશ રાજદ્વારી ને હું ” ગત મહાયુદ્ધનું જગજાહેર કારણ કેસરની મહત્વાકાંક્ષા કે સર્વિયાના રાજકુમારનું ખૂન, રાજદ્વારીઓના મતે એ કારણ મેક્કો સંબંધીને કરારભંગ ને સાચું કારણ તે જાણતા હશે અંગ્રેજ કે જર્મન રાજનીતિના સૂત્ર-સંચાલકે. વર્તમાન યુદ્ધનું ખરું કારણ પણ પ્રજાઓ દશકાઓ સુધી જાણી શકે એ અસંભવિત છે.
આ સ્થિતિમાં, પારકી ભૂમિ પર ખેલાતાં યુદ્ધોની પાછળ પોતાની માનસિક શક્તિ ખચી નાંખવાને બદલે ભારતીય પ્રજા પોતાના પ્રશ્નોને વિશેષ સ્વતંત્ર દષ્ટિએ વિચારે એ વધારે લાભદાયી છે. જીવન
જીવનનાં મુખ્ય બે પાસાં–એક સંસ્કાર, બીજું બળ. સંસ્કારથી બળ વિશુદ્ધ બને છે, બળના આશ્રયે સંસ્કાર ટકી શકે છે. બળ વાડ છે, સંસ્કાર વેલ છે.
જે પ્રજાએ આ બે પાસાંમાંથી એકને વિશેષ મહત્ત્વ આપવા ગઈ છે તેમણે બીજાને પાંગળું બનાવી જીવન ગુમાવ્યું છે. પ્રજા જ્યારે એકલા બળ પર મુસ્તાક બને છે ત્યારે તેની સ્થિતિ દાનવ જેવી બને છે. તેને બહારની ગુલામી નથી જકડી શકતી પણ રસ, સંસ્કાર ને ઉલ્લાસથી હીન બની તે માનવજીવનની કિંમત ગુમાવી બેસે છે ને, સમય જતાં, પશુ જેવી બની તે ચાલાક પ્રજાઓના હથિયાર તરીકે રહેસાઈ જાય છે. જ્યારે તે કેવળ સંસ્કારને ભજે છે ત્યારે તેને બહારના બળને આધીન-ગુલામ બનવું પડે છે. તેનો રસ નથી સૂકાતે, પણ ગુલામી તેની સંસ્કારવિશુદ્ધિને છૂંદી નાંખે છે. ને સમય જતાં રસ પણ વિલાસમાં પરિણમી પ્રજાને રોગી ને સત્વહીન કરી મૂકે છે. સંસ્કારને પ્રાધાન્ય આપવા જતાં જેને પાસે આજે દશ લાખની પણ પ્રજા નથી; બળને પ્રાધાન્ય આપવા જતાં મુસલમાનોની સંખ્યા કરોડોની બની છે. પણ તેમાં રસ, ઉલ્લાસ, માધુર્ય, સમદષ્ટિ વગેરે વિસરાઈ ગયાં છે.
પ્રાથમિક, ડંખીલી કે વેર લેવાને ઝનૂને ચડેલી પ્રજાએ બળપ્રધાન બની જાય છે; ગુલામ, વિલાસી વૈભવી કે આદર્શવાદી પ્રજાઓ સરકારપ્રધાન બને છે. બળપ્રધાન પ્રજાઓનું બળ પશુબળમાં પરિણમે છે, સંસ્કારપ્રધાન પ્રજાના સંસ્કાર વિલાસ, રોગ ને સત્વહીનતામાં પરિણમે છે. રોમે વૈભવમાં સ્વતંત્રતા ગુમાવી; જંગલી કે અર્ધજંગલી પ્રજાઓએ કેવળ બળને અનુસરતાં જીવન ગુમાવ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૨ - સુવાસ : માર્ગશીર્ષ ૧૯૬
કઈ પણ પ્રજાના ટકાવ માટે જેટલા બ્રાહ્મણોની જરૂર છે એટલા જ ક્ષત્રિયોની જરૂર છે, જેટલા ક્ષત્રિયોની જરૂર છે એટલા જ બ્રાહ્મણની જરૂર છે; જેટલા શિક્ષક, સાહિત્યકાર કે ઉપદેશકની જરૂર છે એટલા જ સૈનિકોની જરૂર છે; જેટલા સૈનિકોની જરૂર છે એટલા જ શિક્ષકે, સાહિત્યકારો કે ઉપદેશકેની જરૂર છે.
દેિ આ નીતિ, તેરમી સદી સુધી પૂણશે, અઢારમી સદી સુધી કેટલેક અંશે ને ૧૮૫૭ સુધી કંઈક અંશે જાળવી રાખી છે. એ નીતિના પરિણામે જ તે બીજી પ્રજાઓની જેમ એક દિવસમાં નષ્ટ નથી બની ગઈ. હજારો વર્ષોના માર છતાં હજી તે ઉભેલી છે.
પણ સત્તાવનના નિઃશસ્ત્રીકરણ પછી તો તે બળને આદર્શ જ વીસરી ગઈ છે. છેલ્લાં એંશી વર્ષનું એનું સાહિત્ય કે એના વૈભવનાં સાધને, એના સંસ્કાર કે એની કેળવણી, એને આદર્શ કે એની પ્રગતિ-દરેક વિષયમાં સાહસ કે શૌર્યનાં તર ઘટતાં જ આવ્યાં છે. કેળવણી, સમાજસુધારે, સાહિત્ય, રસિકતા, વિલાસ, મોજશેખ, સમાનતા, સ્વાર્થ વગેરેની પાછળ તે ઘેલી બની ગઈ છે. સમજતી નથી કે આ બધી પ્રવૃત્તિ સંસ્કારમય હશે તે પણ તે ગુલામીના રંગે રંગાયેલી છે, તેને પોતાની વાડ નથી; તે દેડતાં પશુઓના પગ નીચે કચરાઈ મરવાની છે.
ને છેલ્લાં થોડાંક વર્ષોથી તો આ પ્રવૃત્તિમાં વેગ આવી રહ્યો છે. સાહિત્યમાં અવનવા પ્રશ્નોની છણાવટ, વેશ્યામંદિરના ચિતાર, નગ્ન વાસ્તવવાદ વગેરે ઉભરાઈ ચાલે. પણ છેલ્લાં
ડાંક વર્ષોના ગુજરાતી કે ઈતર પ્રાતિય સાહિત્યને જે તપાસવામાં આવે તેમાં થોડાંક પુરતકે કે પ્રકરણ પણ એવાં નહિ મળે જે પ્રજામાં માથાં મૂકી દેતું જોમ ઉછળાવે. સીનેમાઓમાં એક જ વસ્તુ નજરે ચડેઃ “સમાજ સડી રહ્યો છે, માટે સીનેમાનટીએ એને સુધારવા નીકળી છે. છેલ્લાં બે વર્ષમાં હિંદ જન્માવેલી ૩૦૦ લગભગ ફિલ્મમાં એટલે પણ શુદ્ધ વીરરસ નહિ મળે એટલે સ્વતંત્ર દેશની એકાદ ફીલ્મમાં હોય છે. અહીં તે કેઈ આકાશમાંથી ખશાંતર ચમત્કારી સો ઉતારે છે, કોઈ ગણિકાઓને કાચપટ્ટી પર ખેંચી લાવે છે, કોઈ સ્ત્રીઓનાં રોદણાં ગાય છે તે કોઈ ગરીબીના ચિતાર રજુ કરી પૈસા કમાઈ ખાય છે.
નદીના મૂળમાં ઝેરની ખાણી ભરેલી હોય ને માનવ દૂરદૂરના કિનારે ઊભાં રહી એનું પાણી ઉલેચ્યા કરે એવી આજે હિંદી પ્રજાની સ્થિતિ છે. તે એક આંતરિક પ્રશ્નો ઉકેલ કરવા જાય છે ને એ ઉકેલ જ નવા સત્તર પ્રશ્નો જન્માવે છે. પણ પ્રજાને એ લક્ષમાં નથી રહેતું કે આ ગુલામીના સતતવષ ઝેરનું પરિણામ છે.
કેળવણુએ તેને અવળે જ પળે ચડાવી દીધી છે. તેણે તેનામાં કૃત્રિમ સ્વતંત્રતાની એવી ભૂખ જગાવી છે જે સાચી સ્વતંત્રતાના સૂકા ટુકડા પણ ખાઈ જાય છે. હિંદુ અને મુસલમાન, હરિજન અને સવર્ણ હિન્દુ, બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને શુદ્ર, પુત્ર અને પિતા, કન્યા અને માતા, નવવધૂ ને કુટુંબ, સ્ત્રી અને પુરુષ દરેક આજે, એ કેળવણીના પ્રતાપે, પરસ્પરથી સ્વતંત્ર બનવા ઇચ્છે છે–ભારામાંની દરેક લાકડી પરસ્પરથી સ્વતંત્ર બનવા ઈચ્છે એમ. એ કૃત્રિમ સ્વતંત્રતાને માટે તેઓ પરદેશીઓના પગ ચાટે છે. હિંદુ ને મુસલમાન, હરિજન ને હિન્દુ પરસ્પરથી સ્વતંત્ર રહેવાને અંગ્રેજોના આંગણે વેચાયા. આજે સ્ત્રી અને પુરુષ
[ અનુસંધાન પૂર્ણ ૩૮૯].
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
રા, નાગ
જ
-wessories
ગાર
દેશ–અલ્હાબાદમાં મહાસભાની કારોબારીની બેઠક. મહાત્માજીએ એ પ્રસંગે, પચાશ હજારની માનવમેદની વચ્ચે, પૂરેલા કમળા નહેરૂ સ્મારક-જગ્યાલયને પાય. મહાત્માજી કહે છે: “હિંદનું નિઃશસ્ત્રીકરણ એ બ્રિટિશ ઇતિહાસનું કાળું પાનું છે. મારી ફેજમાં પુ કરતાં સ્ત્રીઓ વિશેષ હશે તો હું વિશ્વાસપૂર્વક લડી શકીશ. હિંદી વજીર કે ના. વાઈસરોયની પ્રામાણિકતા વિશે મને જરીક પણ શંકા નથી'': ભિાગ્યદેવીએ બંનેને તિલક કર્યા લાગે છે.] “વીરાવાળાના હદય પલટાની મેં રાખેલી આશા નિષ્ફળ ગઈ છે”: બ્રિટન સંબધમાં પણ આવા જ શબ્દો ઉચ્ચારવાનો સમય આવે તો ? સકરમાં હિંદુ-મુસ્લીમ રમખાણ. મી. ઝીણાનો કોગ્રેસ–પ્રધાનમંડળે સામે પ્રગટી નીકળેલો રેવ. તેમણે એ પ્રધાનમંડળના પંજામાંથી છૂટવાના કારણે મુસલમાનોને આઝાદદિન ઉજવવાની કરેલી સૂચના, મહાત્માજીએ મી. ઝીણાને થાભી જવાની આપેલી સલાહ. સરદાર વલ્લભભાઈ પટેલે એક નિવેદન બહાર પાડી મી. ઝીણાના આક્ષેપોને ખેટા ઠેરવ્યા છે. મહાત્માજીની શેગાંવની ઝુંપડીમાં ગોઠવાયેલ ટપાલ ને ટેલીફેન, સરદાર વલ્લભભાઈ પટેલે મહાત્માજીને સુપર હીટલરની ઉપમા આપી હતી, મહાત્માજીએ દેશી રાજાઓને હમણાં હીટલરની ઉપમા આપી છે: [આમાં કોણ કેનું અપમાન કરે છે એ નથી સમજાતું, પણ દેશી રાજાઓ તે ભાગ્યશાળી ખરા જ.] જાણીતા પુરાતત્ત્વવેત્તા ભગવાનલાલ ઈછની ગુજરાતમાં ઠેરઠેર ઊજવાયેલ રાતાબ્દિ, બ.ક. ઠાકોરે ભગવાનલાલ ઇન્દ્રજીની ગંભીરતાને તીર્થકરની ગંભીરતા સાથે સરખાવી છે: [ તીર્થંકર-ગંભીર ભગવાનલાલે હજી સદી નથી વીતાવી, ૭૦૦ હીટલરે ને સંખ્યાબંધ નેપોલિયને તે હિંદમાં હયાત છે. છતાં હિંદનું દળદર નથી છટતું એ પણ એક કમભાગ્ય છે ને! ] ઇલાકામાં ઠેરઠેર ઊજવાયેલ દલિતોદ્ધારક શ્રી ઠક્કરબાપાની જયંતિ. મુંબઈમાં તેમને અર્પણ થયેલી રૂ. ૧૧૭૪૪૮ની થેલી. લાઠી-ઠાકોરે કવિશ્રી લલિતને રૂ. ૧૦૧નું વર્ષાસન બાંધી આપ્યું છે. ભાવનગરમાં પીને થયેલ ઘટાડો. મદ્રાસના માજી વડાપ્રધાન શ્રી રાજગોપાલાચારીદિલ્હીમાં વિદ્યાર્થીઓ સમક્ષ કહે છે, “બ્રિટન હિંદને સ્વરાજ્ય આપી દે તે હીટલર હારી જશે": { ઘણા માણસો આવી વાત કહે છે, પણ બ્રિટન કોઈનું માનતું જ નથી તે !] યુક્તપ્રાન્ત રાજકીય પરિષદના પ્રમુખસ્થાનેથી પંડિત જવાહરલાલ કહે છે, “મહાસભા અને બ્રિટિશ સરકાર વચ્ચે સમાધાનનો સંભવ નથી. મુંબઈમાં મરાઠી સાહિત્યસંમેલન ને પત્રકાર-પરિષદ. ભાદરણમાં સ્ત્રી-હુન્નર ઉદ્યોગાલચની શ્રી મોરારજી દેસાઈના હાથે થયેલી ઉદ્દઘાટનક્રિયા. કલકત્તાની આગામી હિંદુ પરિષદના પ્રમુખ તરીકે બેરિસ્ટર સાવરકરની થયેલી પુનવરણી. મહાસભાના અગ્રણીઓ સાથે ચર્ચા ચલાવવાને બ્રિટિશ મજૂરનેતા સર સ્ટેફર્ડ ક્રીપ્સ હિંદ આવી પહોંચ્યા છે: [લડાઈના પ્રસંગે અંગ્રેજ આગેવાને હિંદના ભલાને ખાતર આવાં જોખમ ખેડી શકે છે એ જ એમની ભલી લાગણીના નિદર્શન માટે પૂરતું છે. અલહાબાદમાં એમનું ભવ્ય સ્વાગત ને માનપત્રો. રાજકોટને સંગ્રામ નિહાળવાને હિંદ પધારેલ આગથા હેરિસન માંચેસ્ટર ગાર્ડિયનમાં લખે છે: “મહાત્માજીને બ્રિટનને માટે બ્રોડકાસ્ટ ભાષણ કરવા દે; આપણે એમને સાંભળીએ.” સરહદમાં અપહરણના વધતા જતા બના. બલૂની નજીક આવેલા લશ્કરી વિમાની મથકને ઉડાડી મૂકવાને તાયફાવાળાઓને પ્રયત્ન. દક્ષિણ-હિંદમાં વાવાઝોડાનાં ભયંકર તેફાન. મુંબઈના પોર્ટ ટ્રસ્ટ ગોડાઉનમાં લાગેલી આગથી રૂ. ૨૫ લાખનું નુકશાન. કાઠિયાવાડમાં દુકાળ ને લુટફાટ, અમદાવાદની લક્ષ્મીવિલાસ હોટેના માલિક લટાયા છે: [ લક્ષ્મી અને લૂટ બંને પરસ્પરનાં પૂરક છે.] પંજાબની એક સરકારી તિજોરીમાંની નોટે ઉંદરોએ કેરી ખાધી છે: નિટે વટાવવામાં લોકોને પઠતી મુશ્કેલીને એમને ખ્યાલ હોવું જોઈએ.] એક વાઘરણની સરદારી નીચે અમદાવાદમાં ધમધોકાર ચાલતું બનાવટી સિક્કાનું કારખાનું પકડાયું છે: [ એ વાધરણને રોકડ નાણાની અછતને ખ્યાલ હશે.] વાલમમાં ૫૦૦ મણની એક ભેખડ તૂટી પડતાં દટાઈ ગયેલ આઠ માણસને ત્યાંના પ્રજાજનોએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________ 34 - સુવાસ : માગશીર્ષ 1996 જીવના જોખમે બચાવી લીધેલ છે. સક્કરના હુકલડમાં એક મુસ્લીમ સ્ત્રીએ બચાવેલું એક હિદ કહેબ, એક હિંદુ વેપારીએ બચાવેલ દશ પઠાણોના જાન: [હિંદના હિંદુ-મુસ્લીમ પ્રશ્નની ખરી બાજુઓ આ છે: જગજાહેર બાજુઓ પશ્ચિમમાંથી આવેલી છે. સરાઈશેખમાં નવું સરકારી કતલખાનું. શ્રી. લાલા લજપતરાયના પુત્રનું લંડનમાં થયેલું અવસાન, જાણીતા ઇતિહાસકાર અને જૈન મુનિવર શ્રી ચતુરવિજયજીને પાટણમાં થયેલો સ્વર્ગવાસ, નામાંકિત મહારાષ્ટ્રીય વિધાન છે. માધવ રયંબક પટવર્ધનનું અવસાન. નાગપુરમાં હીટલરનું પૂતળું બનાવી તેને સળગાવી મૂકવામાં આવ્યું છે: [એ પણ આપણી બહાદુરીને એક નમૂનો છે.] લખનૌમાં પંડિત માલવિયાજીના પુત્ર પર એક સોલરે કરેલ હુમલ: [ હિંદ સહજારેનું છે એ વાત નવી નથી.] અમદાવાદ મ્યુનિસિપાલીટી ઈમ્પરિયલ બેંક પાસેથી રૂ. ત્રીશ લાખની લોન લેશે. મુંબઈ સરકારે વેચાણવેરો રદ કર્યો છે. હિંદમાં વધી ગયેલી મોંઘવારી ને સાથેસાથ લૂટફાટ, પરદેશ–જર્મનીએ પશ્ચિમ યુરોપને રશિયાના પંજામાંથી બચાવી લેવાના તડાકા હાકીને, રશિયા સાથે પશ્ચિમયુરોપની વિરુદ્ધમાં જ કરાર કર્યા; ને રશિયા સાથે જર્મનીની વિરૂદ્ધ કરાર કરવામાં નિષ્ફળ ગયા પછી પશ્ચિમ યુરોપ હવે જર્મનીને રશિયાના પંજામાંથી બચાવી લેવાના તડાકા હાંકે છે: [ આનું નામ યુરોપીય રાજનીતિ.] મુસલિની ઇટાલિયન પ્રજાને કહે છે, “તમારા ગ્રન્થની સાથોસાથ પીસ્તાલે ચમકતી રાખે; ઈટાલિની શક્તિ એ નિર્બળની શાન્તિ નથી, શસ્ત્રસજજ વીરેની શાન્તિ છે: [આ શબ્દો હિંદને ગર્ભિત ઉપહાસ સૂચવવાને તે નથી ને? ] વેનેઝુએલાના તેલના વિસ્તારમાં આગ લાગી ત્યારે તેમાં બળી ગયેલ સેંકડે સંતાનનાં માતપિતાઓ સીનેમાની મોજ માણતાં હતાં. અગાઉના મુખ્ય જર્મન સેનાપતિ વાન બ્લોમ્બર્ગ ને બીજા કેટલાક જર્મન અમલદારની ધરપકડ, જર્મન સૈન્યમાં ઊભી કરવામાં આવતી કુતરાઓની લશ્કરી ટુકડીઓ. બ્રિટનની રાવલપીંડી અને ઉપરાંત બીજી પણ સંખ્યાબંધ સ્ટીમરે સૂરંગ સાથે અથડાઈને ડૂબી ગઈ છે. બ્રિટિશ વડાપ્રધાન ને નૌકાપ્રધાન પાર્લામેન્ટમાં યુદ્ધનું અઠવાડિક અવલોકન કરતાં દર વખતે મોટેભાગે કહે છે, " દશે બાજુએ વિજય સધાય છે; સૂરંગ સાફ થઈ રહી છે; હવામાં અને સાગરમાં આપણે વિજય વરી રહ્યા છીએ.” માજી વડાપ્રધાન લેઈડ જર્જ બ્રિટિશ પ્રધાનમંડળને જર્મની અને રશિયા સાથે સમાધાન કરી લેવાની સલાહ આપે છે અને બ્રિટિશ અને તેઓ વિજયની આશા આપે છે. બ્રિટિશ સૈનિકનાં કુટુંબનાં લવાજમાં થયેલ વધારે. બ્રિટિશ વડાપ્રધાન મી. ચેમ્બરલેઈન, પરદેશમંત્રી લોર્ડ હેલીફેકસ વગેરે લગભગ દરેક ભાષણમાં યુરેપનાં સુખ, શાન્તિ ને સલામતિની ભાવના દર્શાવે છે: [યુરોપ સિવાય જગતમાં બીન મુલક પણ છે એની બ્રિટનના ભૂગોળશાસ્ત્રીઓને કદાચ ખબર નહિ હોય. | જર્મન પ્રચારખાનું કહે છે, “જગતને જે ભાગ બ્રિટનને હસ્તક છે એ બધાને સ્વરાજ્ય આપી દેવાય તે જર્મની બ્રિટન સાથે સમાધાન કરે: પોતે જગતની સ્વતંત્રતા માટે લડવા નીકળ્યા છે એ દવે એકલું બ્રિટન ખાટી નય એ જર્મનીને શી રીતે પાલવે?] અર્થશાસ્ત્રીઓ કહે છે: “ઈટાલિની તટસ્થતા દુશ્મનાવટ કરતાં પણ વધારે ભયંકર છે. કેમકે ઇટાલિ એ ઢગ નીચે જર્મનીને જોઈ બધે જ માલ જગતનાં બજારમાંથી ખરીદીને તેને પૂરો પાડે છે.' યુનીચના પારાગૃહમાં હીટલરને જાન લેવાના કાવત્રા માટે ૫કડાયેલ એ૯શર નામના યુવકે એ કાવત્રાની પાછળ બ્રિટિશ છૂપી પોલીસને હાથ હોવાનું જણાવી એને દલાલ તરીકે હર એટ ડ્રેસરનું નામ આપ્યું છે. બ્રિટિશ રાજદ્વારીઓ કહે છે, " જર્મન પ્રજા હીટલરને હડસેલી મૂકે તે અમે તેની સાથે માનભર્યું સમાધાન કરીએ": [ કમનશીબી છે કે જર્મન પ્રજા એ સલાહ માન્ય કરતી નથી. જર્મન નિકાસને અટકાવવા જતાં બ્રિટન તટસ્થ દેશોના વેપારને જે નુકશાન પહોંચાડે છે તે સામે જાપાન, રશિયા, હાલાંડ વગેરેએ દર્શાવેલો સખત વિરોધ. મી. એન્થની એડન પ્રશિયાની લશ્કરી ભાવનાને વખોડી કહાડે છે. રશિયા અને ફીલેન્ડ વચ્ચે સંબંધ તૂટીને બંને વચ્ચે જામેલું યુદ્ધ. ફીલેન્ડની સરકારનું રાજીનામું ને નવી સરકારની સ્થાપના. ફીલેન્ડ પોતાને અદ્દભુત બચાવ કરી રહ્યું છે. પિતાને કેસ તે રાષ્ટ્રસંઘ સમક્ષ રજુ કરે છે. ઈટાલિની ગ્રાન્ડ કાઉન્સીલની બેઠક, તેમાં જર્મનમૈત્રીનું પુનરુચ્ચારણ, રશિયાએ હંગેરિયન સ્વતંત્રતાની આપેલી ખાત્રી: [ ખાત્રીઓ આપવામાં ગરી પ્રજાએ ખૂબ જ આગળ વધી ગયેલી છે.] રાષ્ટ્રિય હેપીટાલ સર્વિસ ચાલુ કરવાને લડ ન્યુફીલ્વે સાડાબાર લાખ પાઉંડ આપ્યા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com