________________
છૂટાં કુલ
' “Fortnightly Review' ને છેલ્લા અંકમાં, શ્રી. ભવાની ભટ્ટાચાર્ય “Youth of India at Bay' નામના લેખમાં, હિંદના વિદ્યાથીઓ તથા યુવકોના સંયોગે, તેમને અભ્યાસ, માધ્યમિક શિક્ષણ વગેરે વિશેની ચર્ચા કરી તેમની કોલેજ-જિન્દગીના પ્રશ્નને પર્શતાં, સહશિક્ષણ સંબંધમાં, કહે છે: “અભ્યાસખંડમાં કન્યાઓના પ્રવેશે કોલેજ-જિન્દગીમાં તેજ પૂ. પ્રોફેસરોના ગણગણાટથી સુખહીન લાગતા કોલેજના ઉદાસીન વાતાવરણમાં વીજળીનો ચમકાર પ્રગટયો. કુમાર ને કન્યાઓ વચ્ચે બહા સંબંધ તો ઘણો ઓછો જાગેપણ તેમના મગજે તનમના અનુભવી રહ્યાં. આછા નયનકિરણો, મિતની પ્રભાવ ભરી છાયા, બ્રકુટિની કમાનના વળાંક–એ બધાંની એક મીષ્ટ ભાષા બની ગઈ. કુમારોની રોમાંચક કલ્પનાઓ ઊછાળે ચડી. કન્યાઓની વધુ ને વધુ હાજરી તેમની લાગણીઓને ઉશ્કેરવા લાગી. કુમાર-કવિઓએ બૌદ્ધિક સુંદરતાની કવિતાઓ રચવા માંડી. કેટલાક વિશેષ વ્યવહારૂઓએ કન્યાઓની સાથે સંબંધ જમાવવા-મિત્રતા બાંધવા યુકિતઓ જવા માંડી. ને મિત્રતામાંથી પ્રેમ પ્રગટયો, પ્રેમમાંથી લગ્ન જન્મ્યાં. પરિણામે જીવનને શાંત પ્રવાહ ગૂંચવાયેલ પ્રશ્નોના વમળરૂપ બની ગયો.”
છે. રવીન્દ્રનાથ ટાગોર શ્રી અમીય ચક્રવર્તી ઉપર એક પત્ર લખી હિંદની વર્તમાન સ્થિતિ પર આકંદ વર્ષાવતાં કહે છે:
એક બાજુએ સત્તાને મદ–જે દબાણના બધા જ સાજશણગાર સાથે પોતાના બુરજમાં સજજ થઈ બેઠે છે; કઠણ કાયદાઓ ને રાતી પાઘડીઓનાં ઝુંડ જેનું રક્ષણ કરી રહ્યાં છે. આ રીતે જ દેશને કબજે રખાય એવી એમની માન્યતા છે. બીજી બાજુએ ખાલી હાથે ને ખાલી ખીશ ટાળે મળેલ માનવસંધ-મુક્તિ અને સ્થાયી સલામતિના એકમાત્ર ઓસડ તરીકે જેને બિનઆક્રમણવાદને સ્વીકાર કરવાની સલાહ આપવામાં આવી છે. પણ તે સંઘ પોતાના વિશ્વાસને આ નવા વાદમાં સ્થિર નથી કરી શકતો. કેમકે જગતમાં ક્યાંય, ભલા કે બૂરાને સારૂ પણ, એ પદ્ધતિ અમલમાં નથી મૂકાઈ માનવપશુના પંજામાંથી માનવીને બચાવવાને આક્રમણકારી સાધનો જ અનિવાર્ય છે-આ સિદ્ધાન્તને જ સર્વત્ર યોગ્ય સાધન ને જરૂરી વસ્તુસંગ્રહથી અનુસરવામાં આવે છે. પણ જ્યાં માનવીને વિદ્યાના ઘણાખરા માર્ગેથી અટકાવી દેવામાં આવે છે ત્યાં તેને આ ખાસ વિષયથી પણ દૂર જ રાખવામાં આવે છે. તે દરેક દિશાએથી ઘેરાયેલા તેમને માટે હરણની જેમ નાસી છૂટવાને પણું માર્ગ નથી રહેતું. રાજવંશી શિકારીઓના શિકાર માટે તેઓ તો અનામત જંગલોમાં જ વસે છે.
નામાંકિત વ્યક્તિઓના હસ્તાક્ષરે મેળવવા માટે જગતના બુદ્ધિમાન યુવકે મરીફીટતા આવ્યા છે. બટન નીનેટ, શિંગ્ટન, શેકસપિયર, ડીઝરાયલી, પ્રીન્સ બિસ્માર્ક વગેરેના હસ્તાક્ષરના હજારો પૌડ ઉપજે છે, ટેનીસન, કીલીંગ, ડીકન્સ, વેલીંગ્ટન, ટેટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com