________________
ગુજરાતને સુકાયેલ સમુદ્ર - ૩૬૩ આંની પૂર્વેને ઈતિહાસ માનવોંધમાં મળતું નથી. હા, ભૂસ્તરશાસ્ત્ર તેને કંઈક અંશે પૂરું પાડે છે. સિંધ તથા રજપુતાન વચ્ચે આવેલું થળપારકરનું રણ એક વેળા સમુદ્રનું તળિયું હતું એ સિદ્ધ થયેલી વાત છે. વળી રાજપુતાનામાં સાંભર, બાલેત્રા ઈત્યાદિ ઘણું ખારાં પાણીનાં સરોવરો છે જે પુરાકાળમાં એ પ્રદેશ પર ફરી વળતા સમુદ્રના અવશેષ રૂપે મનાય છે. બ્લેડ નામના ભૂસ્તરશાસ્ત્રીએ આ વિરતારોમાં ફરી આ અલોપ થયેલા દરિયાના અવશેષોની તપાસ ચલાવી હતી. તેણે જણાવ્યું છે કે હિંદના ભૂસ્તરશાસ્ત્રને રજપુતાના-સમુદ્ર એ બીજું કાંઈ નહીં પણ વધુ વિસ્તૃત કચ્છના રણને સમુદ્ર હતા. રજપુતાના-સમુદ્ર અરાવલ્લી અને હાલા પર્વતો વચ્ચે હલેાળા લેત ઉત્તર ગુજરાત, પશ્ચિમ રજપુતાના અને સિંધની ભૂમિ ઉપર ઘૂઘવ્યા કરતો. એમાં ત્રણ મોટા અને અનેક નાના બેટે હતા. પારકર દ્વીપકલ્પથી માંડી જેસલમેર સુધીને ઊચો પથરાળ પ્રદેશ, કચ્છ અને સુરાષ્ટ્ર આ મોટા બેટ હતા. પાવાગઢનો ડુંગર અને બીજા કેટલાક ના પર્વતો એના નાના બેટ હતા. - રજપુતાના-સમુદ્રના અસ્તિત્વવેળા હિંદમાં માનવજાતિ હતી કે કેમ તે હાલ કહી શકાય નહિ. અવિનાશચંદ્રદાસે “Rigvedic India' માં એમ પ્રતિપાદિત કરવા પ્રયાસ કર્યો છે કે આ રજપુતાના–સમુદ્ર વૈદિકકાળમાં પણ હતો તે વાત ખોટી હાઈ પાયા વગરની છે. આ સિદ્ધાંતને ભૂસ્તરશાસ્ત્રનો જરા પણ ટકે નથી.
. કચ્છના રણના સમુદ્રના અસલ રૂપ એવા રજપુતાના–સમુદ્રની ઉત્પત્તિ તપાસવી પણ અહીં રસપ્રદ થઇ પડશે.
લાખો વર્ષ પૂર્વે ગંગા અને સિંધુનાં મેદાનો ઉપર એક મહાસાગર ઘૂઘવતો હતો. ઉત્તરે તે મધ્યએશિયા સુધી પ્રસરેલ હતું જ્યાં ગેબીનું રણ અને અરલ સમુદ્ર હાલ પણ તેના પૂર્વ અસ્તિત્વની સાક્ષી આપી રહ્યાં છે. પશ્ચિમે એનો વિસ્તાર કાસ્પિયન અને કાળા સમુદ્રના માર્ગ છેક મધ્યયુરોપ સુધી હતે. આલ્પસ, ટોરસ, કેકેશસ અને હિમાલયની પર્વતમાળાઓ આને તળિયે હતી. ભૂસ્તરશાસ્ત્રીઓ આને Tethys—ટથી સમુદ્ર કહે છે. એની દક્ષિણે અરાવલીની હારમાળા હતી અને હિદી દ્વીપકલ્પ લેમરીઓ ખંડ મારફત આફ્રીકા સાથે સંધાયો હતો. કાળાંતરે પ્રચંડ ધરતીકંપોની પરંપરાઓ આવી અને તેની અસરથી ટેવીસ મહાસાગરનું તળિયું ઊંચું આવતાં આલ્પસથી હિમાલય સુધીની પર્વતમાળાઓ રચાઈ. પર્વતની આ ભીતે ઊભી થતાં ટેથીસ મહાસાગર અનેક ખંડોમાં વહેંચાઈ ગયો. રજપુતાના સમુદ્ર પણ આમ જ રચાય હતે.
નદી
કુમાર”
પાછું જોયા વગર સરતી સર્વદા સર્વ કાજે જોઈ મેલાં કુટિલ ઉરની કાલિમા, ભવ્ય બ્રાજે, હૈયે ચાંપી નિજ ઉદરમાં ભેદ વિના સમાવે આપે શુદ્ધિ પરત સરિતા સામ્ય દષ્ટિ સુહાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com