SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ માનવીમાત્રમાં ઉપભાગની ભાવના છે; ને શક્તિ એ ભાવનાને સફળ બનાવે છે. પણ એ સફળતા દુષ્ટતાને વરે એ કરતાં મહત્તાને વરે એ ઈશ્વરને વધારે રુચે છે-કેમકે એ સફળતા માં હિંસા છતાં ન્યાયી પ્રજા એ હિંસાને હળવી બનાવે છે. '' હિંસા ! '' એ અપવિત્ર શબ્દ સાંભળી મને કમકમાં આવ્યાં. સ્વર્ગની સ - ૩૭૧ " .. હા, હિંસા. '' એક તત્ત્વદૃષ્ટાની ઢબે યદુપતિએ ચલાવ્યું, જીવન હિંસાથી ભરેલું છે. માનવી માનવીનાં ગળાં રહેસે છે, પશુ પશુનાં ગળાં રહેસે છે; માનવી પશુના કૅ પશુ માનવીના લાહી માટે તલસે છે. રાષ્ટ્રોના બચાવ માટે નરવીરાનાં માથાં રગદેાળાય છે. પ્રાણી પોતાના જીવનના ટકાવ માટે પ્રતિપળે, પશુની કે માનવીની, શારીરિક કે માનસિક, હિંસા કર્યા વિના નથી જ રહી શકતા. એક મણુ અનાજમાં દશ હજાર જીવાત પડી હશે તે। માનવી એ મણ અનાજને માટે દો હજારના, સીધી કે આડકતરી રીતે, મંહાર કરવાને છે. કાઈ માનવી પેાતાના ઉપભાગને માટે એક જંગલ ખરીદે; એ જંગલને સાફ કરાવતાં કેટલાં હજાર પ્રાણીઓના દર તૂટે છે, કેટલાં હજારના માળા તૂટે છે. કેટલાંને ખારાક ઝૂંટવાય છે, કેટલાંના સંહાર થાય છે એ એ નથી જોઈ શકવાને. આમ જીવનમાં હિંસા લેાત્ર ભરી છે. શક્તિના પરિણામે ઉપભાગ કે સુખ છે તે એ સુખ કે ઉપભાગ હિંસાથી જ ટકી શકે છે. છતાં ઈશ્વર શક્તિનો વિકાસ સદ્ભાવાલેમાં એ માટે ઇચ્છે છે કે તે પણ ન્યાયષ્ટિ સાચવશે; નિર્દોષ જીવોને બની શકતી હદે તે હિંસામાં સંરક્ષણ આપશે. ક્ષુદ્ર પ્રાણીઓની હિંસા એ મહત્ત્વના પ્રશ્ન નથી; પણ માનવહિંસા તે જગત પરથી કાઇ પણ ભાગે દૂર થવી ઘટે. ” મે હંમેશનું ગોખેલું સૂત્ર ઉચ્ચાર્યુ << Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "" '' હિંસા-અહિંસા,–એના પણ ભેદ ! ” ઈન્દ્રને વાણીપ્રવાહ કંઇક કડક બન્યા. “ શું જગત મેં કેવળ માનવીને માટે જ સર્જાવ્યું છે? પ્રાણીગ્મામાં શું જીવ નથી ? એ શું મામાં જ સંતાન નથી ? એમની નસેામાં શું ગરમ લેાહી નથી દે!ડતું ? એમની છાતી પર શું નિર્દોષ-કુમળાં સંતાન નથી કૂદતાં? એ શું મૃત્યુની ચીસ નથી પાડતાં ? વધ પ્રસંગે તે શું તરફડાટ નથી કરતાં ? જગત પર જન્મીને મેં શું ‘ કામવત્ સર્વ મૂતેષુ ’નું સૂત્ર નથી ભાખ્યું ? માનવીને મહાન લેખી એને મેં લાગણી ને બુદ્ધિ બંને આપ્યાં, પ્રાણીને કેવળ લાગણી આપી. મારા વિશ્વાસનેા માનવી શું એટલી હદે દુરૂપયેાગ કરવા તત્પર બન્યા છે કે મારી સમક્ષ આવી તે મને કહે કે, “ અમે તારાં પાંગળાં સંતાનેાને અમારા સામાન્ય ઉપભાગને માટે પણ લાખાની સંખ્યામાં હણીશું—પછી ભલે એ ગમેતેટલાં નિર્દોષ હાય, ભૂમિ પર વેરાયલા કણ ચણી ખાનાર હેાય; પણ તારાં સશક્ત સંતાતાનું અમે જીવન, ધર્મ, સિદ્ધાન્ત કે દેશના ભાગે પણ સંરક્ષણ ઈચ્છીએ છીએ—પછી ભલે એ ગમે તેટલાં દુષ્ટ હાય જગત સંહારક હાય, અમારાં કાળજાં કારી ખાનાર હાય, તારી ભાવના છૂંદી નાખનાર હાય ! ” પણ માનવીને ખ્રુદ્ધિ છે. એને સુધારી શકાય છે.” 16 "f મને એની ના નથી. કૌરવાને સુધારવા હું એછે. નહાતા મથ્યા. પણ માનવી કરતાં સિદ્ધાન્તની કિંમત વધારે છે. માનવી જેટલી સહેલાઈથી ફરી જન્મ લઈ શકે છે એટલી સહેલાઈથી કચરાઇ ગયેલા પવિત્ર સિદ્ધાન્તા પુનઃ નથી સ્થાપી શકાતા. ને સિદ્ધાતેાના કચરાવાથી જ જગતવ્યાપી હિંસાને એવા રાક્ષસી પ્રવાહ ફાટી નીકળે છે કે એ પ્રવાહને અટકાવવાને પણ સિદ્ધાન્તાનું રક્ષણ ગમે તે ભાગે અનિવાર્ય બને છે. માટે જ www.umaragyanbhandar.com
SR No.034630
Book TitleSuvas 1940 02 Pustak 02 Ank 08
Original Sutra AuthorN/A
AuthorSuvas Karyalay
PublisherSuvas Karyalay
Publication Year1940
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Suvas, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy