________________
[૨]
લેખકમંડળના સભ્યોને “સુવાસને દરેક અંક વિનામૂલ્ય મોકલવામાં આવશે.
સુવાસની પુરસ્કારની યેજનાનો લાભ, પ્રથમ લેખ પ્રગટ થઈ ગયા પછી, કેવળ એ સભ્યોને જ મળી શકશે.
પ્રગટ થતા લેખની પાંચ પ્રીસ દરેક લેખકને મોકલાશે. પણ સભ્યોને વિશેષ નકલ. જોઈતી હશે તે, પત્રવ્યવહારથી નક્કી કરી લેતાં, કાગળના ખર્ચમાં જ તેમને તે માટે વ્યવસ્થા કરી આપવામાં આવશે.
તેમને દર વર્ષે એક સુંદર પોકેટ-ડાયરી ભેટ અપાશે. સુવાસમાં પ્રગટ થતા લેખની ચૂંટણી કરતાં તેમને પ્રથમ સ્થાન અપાશે. તે મંડળમાંથી બે પ્રતિનિધિઓને “સુવાસના સલાહકાર-મંડળમાં લેવાશે.
એ સભ્યને, ધીમે ધીમે, તેમનાં પુસ્તક પ્રગટ કરવામાં કે પ્રગટ થયેલ પુસ્તકના વેચાણમાં સગવડતા કરી આપવામાં આવશે.
આ ઉપરાંત તેમને બીજા પણ અનેક લાભ મળી શકે એવી જનાઓ કમિક ધોરણે વિસ્તારવામાં આવશે.
મિત્રમંડળ
એક કે એક કરતાં વધુ ગ્રાહકે બનાવનાર વ્યક્તિઓ “સુવાસ ના મિત્રમંડળમાં જોડાઈ શકશે.
તેમને સુંદર-સુશોભિત પેકેટ ડાયરી ભેટ અપાશે.
એક કરતાં વધુ ગ્રાહકે બનાવનાર મિત્રોને, તેમના કામના પ્રમાણમાં, જુદે જુદે વખતે જુદી જુદી ભેટ અપાશે.
સાત ગ્રાહક મેળવનાર મિત્ર વિના મૂલ્ય સુવાસ’ મેળવવાના અધિકારી થઈ શકશે. વાચકમંડળ
સુવાસના વાચકમંડળમાં તેના લેખકે, ગ્રાહકે ને મિત્રો જોડાઈ શકશે.
આ મંડળના સભ્યો દર ત્રણ ત્રણ મહિને પાછલા ત્રણે એકે વિષેને પિતાનો અભિપ્રાય જણાવી શકશે અને એ અભિપ્રાયમાં જેને અભિપ્રાય વધારેમાં વધારે સૂક્ષ્મ ને તટસ્થ વિવેચનરૂપે હશે તેને રૂ. ૫ થી ૧૦ નું ઇનામ અપાશે. ને એ બધા અભિપ્રાયોમાં જે લેખકના લેખને વિશેષ પસંદગી અપાઈ હશે તેને ગુજરાતી સાહિત્યની ગમે તે એક સુંદર કૃતિ ભેટ આપવામાં આવશે.
આ યોજનાથી તંત્રી લેખકે, ગ્રાહકે, વાચકે, મિત્ર વગેરે એકમેકના ગાઢ સંપર્કમાં આવી શકશે અને પરસ્પર લાભદાયી બની શકશે.
ઉપરની યોજનાઓ સંબંધમાં મેગ્ય સૂચનાઓ પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવશે.
“ પ્રાચીન ભારતવર્ષ” કે “ Ancient India’ના ગ્રાહક બનનારને ‘સુવાસ” એક વર્ષ માટે અધ કિંમતે ૧-૮-૦+૦-૪-૦પિસ્ટના મળી રૂ. ૧-૧૨-૦માં આપવામાં આવશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com