________________
sy grees વ
ગ ર
.
:
:::
જજે
જE:
k:
ચણાનતિમિરાધાનાં શાનાંનરસ્ટાચા . नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥
પુસ્તક ૨ ]
વિ. સં. ૧૯૯૬ : માર્ગશીર્ષ
[ અંક ૮
કુદરત
સુન્દરતામાં તે અનુપમ છે. તેની નસેનસમાં અમૃતમય દૂધ છલકે છે. તેનાં નયનમાંથી વાત્સલ્યનાં કિરણે વર્ષ છે. તેના અંગેઅંગમાંથી તેજના ફુવારા ઊડે છે. તેના એક હાથમાં દંડ છે, બીજામાં અમરવેલ છે. તેની ગતિ ગહન છે. તેની પરમ ભાવનાનાં દર્શન અસંભવિત છે. તેનાં ચરણે વર્ષોનાં તપ તપતાં તે એકાદ સ્મિતકિરણ ફેકે છે જે જે મળે તે માનવીનું હૈયું તેજ અને અમૃતથી છલતું લાગે.
માનવી ક્યાંક કષ્ટ જુએ છે, ક્યાંક ઉલ્કાપાત જુએ છે, ક્યાંક લેહીની નદીઓ વહેતી જુએ છે;–ને એ પ્રસંગે પોતાની ફરજ વીસરી, પિતાના સ્વાર્થને સુરક્ષિત રાખી આરામ ખુરશીમાં ઝોલા ખાતાં તે લખે છેઃ કુદરત નિષ્ફર છે.'
પણ કુદરત તે જગજનની છે. નાનાં બાળ પ્રત્યે મોટાં સંતાન કે ભાવ દાખવે છે એ બારણું પાછળ છુપાઈને અવતી માતા જેમ નિષ્ફર નથી, દૂધના કચોળાને તરછડી જમીન કે ભીંતમાંથી માટી કોતરીને ખાતા સંતાનને દવા આપતી જનેતા જેમ નિપુર નથી—એમ કુદરત પણ નિષ્ફર નથી. તે જે જે સ્વરૂપે દર્શન દે છે, જે કંઈ કરે છે તે તેનાં સંતાનના–પ્રાણીમાત્રના ભલાને માટે. સરસ્વતી બનીને તે બીન બજાવે છે. લક્ષ્મી બનીને સમૃદ્ધિ વર્ષાવે છે, રતિ બનીને પ્રેમ સિંચે છે, પ્રકૃતિ બનીને પ્રફુલ્લતા બક્ષે છે, ચંડી બનીને તે તાપ પ્રગટાવે છે. તેનાં અંગ ને નયનમાંથી, આત્મા ને મુખમાંથી સદાય તેજ કે વાત્સલ્ય, જ્ઞાન કે માધુર્ય વર્ષા કરે છે. પણ એકમેક પર ડોળા ઘૂરકાવતા માનવીને એ જોવાને, અવકાસ નથી, તેમાં ઝીલવાની એને તમન્ના નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com