________________
૩૪૮ સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯૬
કુદરતે જે જીવનસત્વ બક્યું છે એને ઉપયોગ માનવીએ એ પરમજનનીનાં સંતાનમાત્ર પ્રત્યે સદભાવ કેળવવામાં, પરસ્પરની શક્તિઓને ગૂંથી લઈ પોતે સુખી થવામાં ને અન્યને સુખી બનાવવામાં કર જોઈએ. પણ માનવીને એ નથી ચતું. એને તે જે શક્તિ મળી હોય તે નિર્બળને કચરવાં છે; તેજ મળ્યું હોય તે નિસ્તેજને ચૂસવાં છે; ઉચ્ચતા મળી હોય તો અલ્પને હીવરાવવાં છે; સમૃદ્ધિ મળી હોય તો એને જારી રાખી ગરીબને દાબવાં છે; જ્ઞાન મળ્યું હોય તે અજ્ઞાનીઓની ઠેકડી ઉડાવવી છે; બુદ્ધિ મળી હોય તે અબુધને લૂંટવાં છે. એના જીવનપોષણ માટે કુદરત ધરતીના હૈયામાંથી મધુર ફળલ, વનસ્પતિ કે અનાજના ઢગ લાવી એની એને ભેટ ધરે છે. પણ માનવી એ તરછોડી જેમને જીવન છે, જેઓ વેદના કે આનંદની મિએ અનુભવે છે, જેમની છાતીએ કુમળાં સંતાન હોય છે, માનવજીવનને સુગમ બનાવવામાં જેઓ કંઈક ને કંઈક ફાળો આપે છે એ પ્રાણીઓનાં શરીર ચૂંથી તેમને ભક્ષા તાંડવનૃત્ય કરે છે. ને પછી જગજનની ભેટમાં ઉણપ દાખવે તે કહે છેઃ 'કુદરત નિષ્કર છે. '
વિશેષમાં–કુદરત કેવળ જનની જ નથી; સાથે જ તે પરમેશ્વરી પણ છે. માનવીને જીવન બક્ષીને જ તે નથી અટકતી; તેણે તે પ્રાણીમાત્રને પરમમંદિરે પહોંચાડવાની, તેમના આત્મા પર છવાયેલાં મેલાં પડને ઉખેડી તેમને રત્નની જેમ ઝળહળતા બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે. તેનો રથ સદેવ દેડ્યા જ કરે છે. એ દેડમાં ચક્રોની સ્થિતિ પલટાયા કરે છે, પણ પલટાને મૂળ આશય તે પ્રગતિ છે,
પ્રવાહીને શુદ્ધ કરવા તેને જેમ ગાળવામાં આવે છે, વસ્ત્રને વિશુદ્ધ બનાવવા તેને જળમાં ઝબોળી જેમ ઝીકવામાં આવે છે, ધાતુને સતેજ કરવા તેને જેમ તપાવવામાં આવે છે, માટીમાંથી તેલ કે સુવર્ણન જુદાં પાડવા તેને જેમ અવનવાં યન્ત્રોમાંથી પસાર કરવામાં આવે છે એમ પ્રાણીઓને પણ પરમ વિશુદ્ધ ને મુક્ત બનાવવાને કુદરત તેમના મેલ ધૂએ છે, તેમને તપાવે છે, ગાળે છે; અવનવાં જીવનમાંથી તેમને પસાર થવા દે છે–
પણ તે પરમ હિતસ્વીની માતા તરીકે; નિષ્ફર દેવી તરીકે નહિ,
વનમાળીને
ગૌતમ
[ વસંતતિલકા ] મારા પ્રફુલ્લ ઉરથી કદિ ચારુ પુષ્પો સેહી રહી છવનને ભરી હાસથી દે, જાએ સુવાસ પ્રસરી મનુ-મંદિરમાં વા મહેક તેની પ્રસરી જગ છોઈ દે આ; માની કૃતાર્થ સહુ જિન્દગીને પ્રસાદ પુષે પૂછ હું વનમાળી તને ઝૂકીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com