Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 48
________________ પૃથ્વી પર માનવીના વસવાટને કરડે વર્ષ થઈ ગયાં છે. પણ એ ગાળામાં એવો એકાદ સે પણ નથી ગયો જેમાં માનવીએ મહાભીષણ યુદ્ધ ન ખેલ્યાં હેય. ઈતિહાસની જ્યાં નજર પહોંચી શકે છે એવાં રામાયણ-મહાભારત કે ઈજીપ્તની આદિ સંસ્કૃતિના સમયથી આજસુધીમાં એ એકાદ દશક પણ નથી વીત્યો જેમાં એક યા બીજા કારણે પૃથ્વી પર યુદ્ધ ન ખેલાયાં હેય. આમ માનવસ્વભાવ અને ઈતિહાસને યુદ્ધ શરૂઆતથી જ પચી ગયું છે. જમદગ્નિથી માંડી બુદ્ધ, કે બુદ્ધથી ગાંધીજી સુધીના સંખ્યાબંધ માનવપ્રેમીઓએ યુદ્ધને અટકાવવા પિતાથી બનતું બધું જ કર્યું છે, પણ આજસુધીમાં તે કાઈને એમાં સફળતા નથી મળી. ગાંધીજીને એ મળે છે કે કેમ એ ભવિષ્યની પ્રજા માપશે. શરૂઆતમાં માનવી હાથે હાથ, પાષાણથી કે સામાન્ય શસ્ત્રોથી લડતે. તે પછી તેણે શસ્ત્ર- . વિદ્યામાં ધીમે ધીમે વિકાસ સાધવા માંડયો. રામાયણ-મહાભારતયુગમાં તે વિકાસ તેની છેલ્લી હદે પહોંચે. મહાભારતના યુદ્ધમાં તે એ વિકાસે લાખો માણસોને ઘાણ કાઢી નાંખ્યો. એ યુદ્ધ પછી શ્રી કૃષ્ણ, અગ્નિની મદદથી વિકસતાં શસ્ત્રોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી, શસ્ત્રમર્યાદા પ્રવર્તાવી. તે મર્યાદા હજારો વર્ષ સુધી જળવાઈ રહી. પણ સોમનાથ–પાટણમાં નિર્દય યવનો સામેની હાર પછી હિંદુ રાજનીતિને શસ્ત્રમર્યાદાનો પ્રશ્ન ફરી વિચારો પડ્યો. અને દશકાઓના ચિંતન પછી શ્રીમદ હેમચન્દ્રાચાર્યે, યવને જે યુદ્ધમાં અગ્નિજન્ય શસા વાપરે તે હિંદુઓને પણ તેમની સામે, તેવાં શસ્ત્રો વાપરવાની છૂટ આપી. સિદ્ધરાજ, કુમારપાળ કે ભીમસિંહે એ છૂટને વધાવી લીધી. પૃથ્વીરાજ કે પ્રતાપ એ છૂટથી કંઈક વેગળા રહી તનેના ખપ્પરમાં હોમાઈ ગયા. તે પછી શિવાજીએ ટને પૂર ઉપયોગ કર્યો પણ તે વખતે હિંદુ સમાજ ને રાજકારણમાં છૂપાં ઝેર ને નિર્બળતા રપાઈ ચૂક્યાં હતાં. પરિણામે થોડોક સમય ચમકાર દાખવી મરાઠી સત્તા આથમી ગઈ. હિંદ યવનેના ને ગોરી પ્રજાના પંજામાં સપડાયું. ને હિંદની મૂળ પ્રજાઓને અવળા રસ્તે અથડાવી દઈ ગોરી પ્રજા ફાવવા લાગી. શાણા રાજનીતિજ્ઞ સ્વપ્નમાં પણ છૂટ ન આપી શકે એવાં શસ્ત્રોથી તેણે હિંદને કબજે લીધે, ને શુદ્ધ રાજનીતિ મરણતે પણ ન સ્વીકારે એવી બુદ્ધિની રમતથી એ કબજાને તેણે સ્થાયી બનાવ્યો. પણ કુદરત કોઈને નથી છેડતી. યુદ્ધ એ બુદ્ધિ કે બળની પ્રતિસ્પર્ધા છે. એ નીતિને - ભંગ કરી કઈ પ્રજા જ્યારે એને કેવળ સંહારની પ્રતિસ્પર્ધી તરીકે કેળવવા માંડે છે ત્યારે, સમય જતાં, એ પ્રજાને પિતાને જ એ નીતિનાં ભોગ બનવું પડે છે. ગેરી પ્રજાની આજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52