________________
૩૨ - સુવાસ : માર્ગશીર્ષ ૧૯૬
કઈ પણ પ્રજાના ટકાવ માટે જેટલા બ્રાહ્મણોની જરૂર છે એટલા જ ક્ષત્રિયોની જરૂર છે, જેટલા ક્ષત્રિયોની જરૂર છે એટલા જ બ્રાહ્મણની જરૂર છે; જેટલા શિક્ષક, સાહિત્યકાર કે ઉપદેશકની જરૂર છે એટલા જ સૈનિકોની જરૂર છે; જેટલા સૈનિકોની જરૂર છે એટલા જ શિક્ષકે, સાહિત્યકારો કે ઉપદેશકેની જરૂર છે.
દેિ આ નીતિ, તેરમી સદી સુધી પૂણશે, અઢારમી સદી સુધી કેટલેક અંશે ને ૧૮૫૭ સુધી કંઈક અંશે જાળવી રાખી છે. એ નીતિના પરિણામે જ તે બીજી પ્રજાઓની જેમ એક દિવસમાં નષ્ટ નથી બની ગઈ. હજારો વર્ષોના માર છતાં હજી તે ઉભેલી છે.
પણ સત્તાવનના નિઃશસ્ત્રીકરણ પછી તો તે બળને આદર્શ જ વીસરી ગઈ છે. છેલ્લાં એંશી વર્ષનું એનું સાહિત્ય કે એના વૈભવનાં સાધને, એના સંસ્કાર કે એની કેળવણી, એને આદર્શ કે એની પ્રગતિ-દરેક વિષયમાં સાહસ કે શૌર્યનાં તર ઘટતાં જ આવ્યાં છે. કેળવણી, સમાજસુધારે, સાહિત્ય, રસિકતા, વિલાસ, મોજશેખ, સમાનતા, સ્વાર્થ વગેરેની પાછળ તે ઘેલી બની ગઈ છે. સમજતી નથી કે આ બધી પ્રવૃત્તિ સંસ્કારમય હશે તે પણ તે ગુલામીના રંગે રંગાયેલી છે, તેને પોતાની વાડ નથી; તે દેડતાં પશુઓના પગ નીચે કચરાઈ મરવાની છે.
ને છેલ્લાં થોડાંક વર્ષોથી તો આ પ્રવૃત્તિમાં વેગ આવી રહ્યો છે. સાહિત્યમાં અવનવા પ્રશ્નોની છણાવટ, વેશ્યામંદિરના ચિતાર, નગ્ન વાસ્તવવાદ વગેરે ઉભરાઈ ચાલે. પણ છેલ્લાં
ડાંક વર્ષોના ગુજરાતી કે ઈતર પ્રાતિય સાહિત્યને જે તપાસવામાં આવે તેમાં થોડાંક પુરતકે કે પ્રકરણ પણ એવાં નહિ મળે જે પ્રજામાં માથાં મૂકી દેતું જોમ ઉછળાવે. સીનેમાઓમાં એક જ વસ્તુ નજરે ચડેઃ “સમાજ સડી રહ્યો છે, માટે સીનેમાનટીએ એને સુધારવા નીકળી છે. છેલ્લાં બે વર્ષમાં હિંદ જન્માવેલી ૩૦૦ લગભગ ફિલ્મમાં એટલે પણ શુદ્ધ વીરરસ નહિ મળે એટલે સ્વતંત્ર દેશની એકાદ ફીલ્મમાં હોય છે. અહીં તે કેઈ આકાશમાંથી ખશાંતર ચમત્કારી સો ઉતારે છે, કોઈ ગણિકાઓને કાચપટ્ટી પર ખેંચી લાવે છે, કોઈ સ્ત્રીઓનાં રોદણાં ગાય છે તે કોઈ ગરીબીના ચિતાર રજુ કરી પૈસા કમાઈ ખાય છે.
નદીના મૂળમાં ઝેરની ખાણી ભરેલી હોય ને માનવ દૂરદૂરના કિનારે ઊભાં રહી એનું પાણી ઉલેચ્યા કરે એવી આજે હિંદી પ્રજાની સ્થિતિ છે. તે એક આંતરિક પ્રશ્નો ઉકેલ કરવા જાય છે ને એ ઉકેલ જ નવા સત્તર પ્રશ્નો જન્માવે છે. પણ પ્રજાને એ લક્ષમાં નથી રહેતું કે આ ગુલામીના સતતવષ ઝેરનું પરિણામ છે.
કેળવણુએ તેને અવળે જ પળે ચડાવી દીધી છે. તેણે તેનામાં કૃત્રિમ સ્વતંત્રતાની એવી ભૂખ જગાવી છે જે સાચી સ્વતંત્રતાના સૂકા ટુકડા પણ ખાઈ જાય છે. હિંદુ અને મુસલમાન, હરિજન અને સવર્ણ હિન્દુ, બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને શુદ્ર, પુત્ર અને પિતા, કન્યા અને માતા, નવવધૂ ને કુટુંબ, સ્ત્રી અને પુરુષ દરેક આજે, એ કેળવણીના પ્રતાપે, પરસ્પરથી સ્વતંત્ર બનવા ઇચ્છે છે–ભારામાંની દરેક લાકડી પરસ્પરથી સ્વતંત્ર બનવા ઈચ્છે એમ. એ કૃત્રિમ સ્વતંત્રતાને માટે તેઓ પરદેશીઓના પગ ચાટે છે. હિંદુ ને મુસલમાન, હરિજન ને હિન્દુ પરસ્પરથી સ્વતંત્ર રહેવાને અંગ્રેજોના આંગણે વેચાયા. આજે સ્ત્રી અને પુરુષ
[ અનુસંધાન પૂર્ણ ૩૮૯].
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com