Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 47
________________ છૂટા ફૂલ ૩૮૯ ગા, બર્નાડ શો વગેરેના હસ્તાક્ષરે પણ સેંક પૌઃ ખેંચી લાવે છે. પણ કુનેહથી કે સસ્તામાં હસ્તાક્ષર મેળવી લેવાને જે ચિત્રવિચિત્ર માર્ગો લેવામાં આવે છે તે કેટલીક વખત ખૂબ જ રસિક હોય છે. ડયુક ઑફ વેલીંગ્ટનને એક યુવકે તેમની પુત્રવધૂ માસ ઑફ ડેરેનાં કપડાંના ધવરામનું બીલ મહિનાઓથી ન ચૂકવાયું હોવાની ફરિયાદ કરતો પત્ર લખ્યો. ડયુકે જવાબમાં જણાવ્યું, “મારા પુત્રે બીલ કેમ ન ચૂકવ્યું હોય એ મારાથી નથી સમજાતું, પણ હું પિતે તે માકેસ ઓફ ડેરે નથી જ.” ઇગ્લેન્ડની એક ઉમરાવજાઈએ પ્રીન્સ બિરમાર્ક પાસે હસ્તાક્ષરની માગણી કરી. બિસ્માર્ક ઉત્તરમાં જણાવ્યું, “વહાલાં શ્રીમતીજી, હું કેઈને મારા હસ્તાક્ષર આપતે જ નથી. પ્રીન્સ બીસ્મા.” કીપલીંગ પિતાના લેખે શબ્દદીઠ શિલિંગના ભાવે વખતે. એક યુવકે સસ્તામાં એની સહી મેળવી લેવાને એને બે શબ્દ લખી મોકલવાની સૂચના સાથે બે શિલિંગ મોકલાવી આપ્યા. કીપ્લીગે ઉત્તરમાં લખ્યું, “Thank you.” બનડ શો તે કીપ્લીંગ કરતાં પણ વધુ વિચક્ષણ છે. તેને લેખનને દર પણ શબ્દદીઠ શિલિંગ પ્રમાણે છે એ જાણી એક યુવકે એને એક શબ્દ લખી મોકલવાની વિનતિ સાથે એક શિલિગ મોકલાવી આપો. શેએ તેને તારથી જણાવ્યું, “Thanks'. બિચારા યુવકની હસ્તાક્ષર મેળવવાની ઉમેદ તૂટી પડી અને શિલિંગ ત્રીજે જ ઘેર પહોંચ્યો. આ વર્ષે બેલ-પ્રાઈઝના વિજેતાઓ પદાર્થવિજ્ઞાન–છે. અર્નેસ્ટ લોરેન્સ [ કેલીફોર્નિયા ]; સાહિત્ય-મો. ફાઝ સીલ્લાનપીને [ફીલેન્ડ ]; રસાયણો. બુટનાન્ટ [બર્લીન ] ને ઝીક્કા ઝુરીચ ]. ૧૯૩૮માં મુલતવી રખાયેલ રસાયણ-વિભાગનું ઇનામ હીન્ડલ્બર્ગ યુનીવીટીના પ્ર. કુન્હને ફાળે ગયું છે. તેમાંથી છેલ્લા ત્રણેએ રાજદ્વારી કારણસર ઈનામને સ્વીકાર કરવાની ના કહી છે. ' [ અનુસંધાન પૃષ્ઠ ૩૯૨] પરસ્પરથી સ્વતંત્ર બનવાને પોતાનું સામાજિક સ્વાતંત્ર્ય સંગ્રેજોની કાયદાથીને વેચી રહ્યાં છે. સમય જતાં, એ કાયદાપોથી સ્ત્રી-પુરુષના પ્રશ્નને હિંદુ-મુસ્લીમ પ્રશ્ન કરતાં પણ વધારે સળગતે બનાવશે એની આજે કેઈને પરવા નથી. કેમકે લશ્કરી અને શિક્ષણવિષયક ગુલામી જાણે પચી ગઈ હોય એમ પ્રજામાં સાંસ્કારિક ગુલામીની ભૂખ જાગી છે. તે ભૂલી જાય છે કે પારસ્પરિક સ્વાતંત્ર્યની આ વાતો પ્રજાને સાચા સ્વાતંત્ર્યથી દૂર લઈ જવાને ખીલવવામાં આવી છે, આંતરિક પ્રશ્નોના ઉકેલની વાતો મહાપ્રશ્નને દબાવી દેવાને જગવવામાં આવી છે.” તે સમજતી નથી કે મૂળનાં ઝેર મટશે તે નદીનાં પાણીને ગાળવાની પણ જરૂર મહિના રહે. બળને વિકાસ ને સંસ્કારસ્વાતંત્ર્યના પરિણામે સ્વતંત્રતાને સૂર્ય પ્રગટતાં બધે જ પ્રકાશ પથરાશે. અંધારામાં ઘેનભરી આંખે જ્યાંત્યાં મશાલે લઈ દેડતાં હેળીઓ પ્રગટશે." Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52