________________
ગુજરાતી પ્રજા અને સાહિત્ય
ગુજરાતી પ્રજાને ગુજરાતી સાહિત્ય વિષે જે અભિપ્રાય આપવાના હાય તો તેમાંના મોટા વર્ગ તરતજ કહી દેશે કે, “એ સાહિત્યમાં તે કંઇજ નથી. " પણ જો એમને પૂછવામાં આવે કે, “ગુજરાત તમારૂં છે. તમે એના સાહિત્યને ખીલવવામાં શે। કાળા આપે છે ? ” તો તે તરત જ પૂઠ ફેરવશે.
સાહિત્ય તેા ખાગ છે. તેમાં અનેક પ્રકારનાં મીષ્ટ ફૂલે કે કળા વિકસવાને તલપતાં હોય છે. પણ પારકા સાહિત્યથી આકર્ષાયલ પ્રજા પોતાનાને પાણી પાવાને પણ તૈયાર નથી. ને પછી કહે છે, “ અમારા ભાગમાં તો કંઇ નથી.”-ઘણી વખત તે આવા અભિપ્રાય આપનાર તે સાથે જ પોતાના ખીલતા સાહિત્ય પ્રત્યે ઉપેક્ષા દાખવનાર એવા વિદ્વાના, શ્રીમન્તા ને જવાબદાર વ્યક્તિએ હાય છે કે જેમને સાંભળીને સાહિત્યપૂજકની આંખા શરમથી નીચી જ ઢળી જાય.
ગુજરાતમાં કેટલાંય સામિયક્રા જન્મે છે તે તરત મૃત્યુ પામે છે. કેટલાય ઊગતા લેખકા પાષણના અભાવે જ કરમાઈ જાય છે. જેનામાં કંઇક સર્જનશક્તિ હાય છે તેઓ પેાતાનું ઢાલ નથી વગાડી શકતા. તે પ્રજા જ્યારે એમના પ્રત્યે ખેપરવાઈ દાખવે છે ત્યારે શુદ્ધ સાહિત્ય સર્જન ઊગતાં પહેલાં જ આથમી જાય છે.
‘સુવાસ’ શરૂ થયાંને પાણાએ વર્ષ થયાં. ઊગતા લેખકને આગળ આણવા, પ્રજાને શુદ્ધ સાહિત્ય આપવું તે જીવનને આદર્શ સમજાવવે! એ એનું ધ્યેય. વિદ્વાનેાએ એને વખાણ્યું, વાચકાએ પ્રશંસા કરી, પત્રકારેાએ વધાવ્યું; એના લેખાના અનેક પત્રામાં ઉતારા થવા લાગ્યા. છતાં પ્રજાએ એને આર્થિક ટેકા આપતાં તે એવી પીછેહઠ કરી કે શી રીતે ટકવું એ પણ એક પ્રશ્ન થઈ પડયેા.
છતાં નથી અમે પ્રજા પાસે ભીખ માગી, નથી અમારા આંકડા મૂકયા. અમને સાહિત્ય પ્રત્યે પ્રેમ છે, અને અમારૂં માસિક અમે ગમે તે ભાગે ટકાવીશું જ. પણ પ્રજા પાસેથી કાપણુ જાતના ભાગ વગરના એક સહકાર અમે માગીએ છીએ અને એ અમને પ્રજાએ આપવાજ જોઇએ. જે જે બન્યુએને અમે નમૂનાના અંકા માકલાવીએ છીએ તે તે અન્ધુએની માસિકના ગ્રાહક થવાની ઇચ્છા હોય તે। એ અંક સાથે જોડેલા અમારાજ કાર્ડમાં તે હા લખી માલે, ઈચ્છા ન હેાય તેા ના લખે; અને ‘હા' કે ‘ના' કશુંજ લખવાની ઈચ્છા ન થાય તે। પછી બીજા અંકને સ્વીકાર ન કરતાં તેઓ તે પાછા મેાકલાવી દે. અમારી આ વારંવારની વિનંતિ છતાં ઘણાય બન્ધુએ મફત અંક વાંચી લેવાના લાભમાં એના પ્રત્યે ધ્યાન નથી આપતા અને અમને નાહકની મુશ્કેલીમાં ઉતારે છે.
‘સુવાસ'ના જે જૂના ગ્રાહકા હેાય તેમણે નવા વર્ષે તરત હા—ના જણાવી દેવી. જેમને નમૂનાના અંકા માકલાતા હોય તેમણે, ગ્રાહક બનવાની ઈચ્છા ન હોય તેા, અંક તરત પાછા મેાકલાવવા, અને એ અંક જોઇ જવાની ઈચ્છા હોય તે। સાથે જોડેલા કાર્ડમાં હા–ના લખી માકલવી. આટલીજ અમારી ગુજરાતી સાહિત્યજનતા પાસે માગણી કે વિનંતિ છે અને એ પણ જે ધ્યાનમાં ન રાખે તેને શું કહેવું એ અમે નથી સમજતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com