________________
૧ જીવન સુવાસ - ૩૮૫ “ શાબાશ વીર” વનરાજે ચાંપાની ન્યાયભાવનાની પ્રશંસા કરતાં તેની પીઠ થાબડી. ને પછી પિતાની ઓળખ આપતાં ઉમેર્યું, “હું ભાવિ ગુજરાતને ભૂખ્યો રાજા છું. મને શી મદદ કરીશ?”
“બળથી માગે છે કે મિત્રભાવે?” “મિત્રભાવે” વનરાજે આંખોમાંથી નેહ વર્ષાવતાં કહ્યું.
તે બધું જ આપના ચરણે છે.” ચાંપાએ વનરાજને ઘીનું કુલ્લું આપ્યું, પાસેનું નાણું સયું તે પોતે એને સેવક બની રહ્યો.
પ્રેસીડેન્ટ લીંકનના દિવાનખંડમાં એક દિવસે એક સ્વરૂપવાન બાલકન્યા આવી ઊભી. તેના મુખ પર નિર્દોષતા ને આંખમાં આંસુ હતાં.
કેમ બહેન?” પ્રેસીડેન્ટ વાત્સલ્યભાવે પૂછ્યું.
“મારે ભાઈ જેલમાં છે. એના છૂટકારા માટે હું આપને વિનંતિ કરું છું.” લીંકનના ચરણને આંસુથી ઘેતાં કન્યા બોલી.
“કેાઈની ભલામણ લાવી છે?” “ ના છે.”
“ઠીક,” પ્રેસીડેન્ટે કન્યાને એના ભાઇના છૂટકારાનું આજ્ઞાપત્ર સોંપતાં કહ્યું, “તું કેઈની ભલામણ નથી લાવી એ તારી ન્યાયપ્રિયતા અને તારા આત્મવિશ્વાસની સાબિતી છે. ને તારી નિર્દોષતા એ તારા ભાઈની નિર્દોષતાની પૂરતી જામીનગીરી છે.”
અમેરિકન આંતરવિગ્રહમાં બે છોકરાઓએ તેમના માબાપની ના છતાં સૈનિક તરીકે નામ નોંધાવી દીધાં. પુત્રોને પાછી વાળવાનો માબાપ પાસે એક ઉપાય ન રહ્યો. છેવટે તેમણે પ્રેસીડેન્ટ લીંકનને પિતાની એ હકીકત જણાવી. લીંકને તેમને સેનાપતિ પર એક ચીઠ્ઠી લખી આપી, “સેનાપતિ, માબાપની આજ્ઞા તેડનાર સૈનિકોની આ પવિત્ર યુદ્ધમાં જરૂર નથી.”
એક યુવકે લેકમાન્ય તિલક પાસે જઈ કહ્યું, “ગુરુદેવ, મારે નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળી દેશસેવા કરવી છે. તે સંબંધમાં આપની સલાહ માગું છું.”
“સલાહ આપું છું કે,” તિલકે શાંતિથી કહ્યું, “ તમે ઘેર જઈને તરતજ લગ્ન કરી નાંખો. નૈષ્ઠિક બ્રહ્મચર્ય સેવવા ઈચ્છનારને પારકાની સલાહની જરૂર ન હોય.”
ઈંગ્લાંડને રાજા ચાર્લ્સ બીજે એક ખાનગી શાળાની મુલાકાતે ગયો. શાળાના અધ્યાપક છે. બીસ્કીએ એ પ્રસંગે માથેથી હેટ ન ઉતારતાં રૂવાબથી વિદ્યાર્થીઓને પાઠ આપવા માંડ્યા. પણ આંખના નમ્ર પલકારે એણે રાજાને આ અવિનય માટે ક્ષમા આપવાની વિનંતિ કરી. રાજાએ હસીને એની પીઠ થાબડી.
જ્યારે રાજવી બહાર નીકળ્યો ત્યારે એક મંત્રીએ રાજાને આ અવિનય ચલાવી લેવાનું કારણ પૂછ્યું. ચાર્લ્સ હસીને બે, “એ બિચારાને એના વિદ્યાથીઓના મન પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com