Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 41
________________ જીવને સુવાસ પંજાબકેસરી રણજીતસિંહે શીખ ધર્મની આજ્ઞાનું ઉલ્લંઘી એક વેશ્યા સાથે લગ્ન તે કર્યું, પણ પછી એમને પશ્ચાતાપ થયો. તરતજ તે પિતાના પાટનગર લહેરથી નીકળી શીખેના ધર્મનગર અમૃતસર જઈ પહોંચ્યા ને ન્યાયાધીશ પુલ્લાસિતને આંગણે જઈ તેમણે એ અપકૃત્ય માટે માફી માગી. “માફી?” પુલાસિહે ગદગતિ કંઠે કહ્યું, “મને એ આપવાને અહીં અધિકાર નથી. શીખોની ધર્મસભા તમને અપરાધી ઠેરવે એ પહેલાં જ જાત–અપરાધી તરીકે તમે ન્યાયમંદિરમાં આવી પહોંચે. ત્યાં તમારો ન્યાય ચૂકવાશે.” બીજે દિવસે બ્રિટિશ સલતનતને ધ્રુજાવનાર પબનો સિંહ અમૃતસરની ન્યાયસભામાં અપરાધી તરીકે એક પાંજરામાં જઈ ઊભા. ન્યાયાધીશે પૂછયું. તમે કેણ છો ?—“ શીખ ધર્મને અપરાધી.” “તમારું નામ ?”—“રણજીતસિંહ.” “શો અપરાધ કર્યો છે ? ”-–“વેસ્યા-લમને.” ન્યાયાધીશ કુલ્લસિંહે થોડીવાર વિચાર કર્યો. પછી તે શાંત છતાં મક્કમ સ્વરે બોલ્યા, “રણજીતસિંહ, શીખેના શિરતાજ છતાં ધર્મ તમને માફ ન કરી શકે એ તમે ગુનેહ કર્યો છે. તમારે એકવીસ દિવસ સુધી ધર્મસમાજના સભ્ય માટે દાતણ કાપવાં પડશે, એટલા જ સમય સુધી એમના જોડા સાફ કરવા પડશે, એક લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે; અને ઝાડ સાથે બાંધી તમને ઉઘાડા બરડા પર સો કેરડા મારવામાં આવશે. બેલે સજા કબુલ છે.” “કબૂલ છે.” રણજીતસિંહે શાંતિથી કહ્યું. તરતજ પંજાબના એ વીરનાં રાજવંશી વસ્ત્ર ઉતારી એને ખુલ્લા દિલે એક ઝાડ સાથે બાંધવામાં આવ્યું. એક પ્રચંડ શીખ સૈનિક હાથમાં કારડ લઈ તેની સમીપ પહોંચ્યો. પણ એ કરડે રણજીતસિંહની પીઠ પર પડે એ પહેલાં જ ન્યાયાધીશે તેને અટકાવતાં હર્ષભેર કહ્યું: “ધન્યવાદ રાજન ! આ પળે તમે તમારા આધાર કૃત્યની માફીને લાયક બન્યા છે. ન્યાયનો સામનો કરીને લેહીની નદીઓ વહાવી શકત છતાં મૂગે મોઢે તમે આકરી સજા કબૂલી લીધી એ જ ધર્મ અને ન્યાયના વિજયને માટે પૂરતું છે. હવે ધ્યાન રાખજે.” પ્રજાના હર્ષનાદ વચ્ચે રણજીતસિંહને છોડી મૂકવામાં આવ્યો. ને ભારતના એ મહાનમાં મહાન સેનાપતિએ આકરા બંધનમાંથી છૂટી ન્યાયાધીશના ચરણમાં પિતાનું મસ્તક મૂક્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52