________________
૩૮૨ - સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯૬
ઉપર્યુક્ત વિજયલક્ષ્મીસૂરિના જન્મ વિ. સં. ૧૭૯૪માં ચૈત્ર શુ. પમે પાલડી(મારવાડ)તા પારવાડ વિક્ શાહ હેમરાજને ત્યાં આણંદાઈ માતાની કુક્ષિથી થયેા હતેા. આ સૂરચંદ (પૂર્વનામ)ને તપાગચ્છ વિજયાનંદસૂરિપક્ષના વિજયસૌભાગ્યરિએ વિજયલક્ષ્મીસૂરિ સીનેરમાં વિ. સં. ૧૮૧૪ માત્ર શુ. ૫ શુક્રવારે દીક્ષા આપી પં. પ્રેમવિજયને સોંપ્યા હતા, અને તે જ વર્ષમાં સ્વર્ગ-ગમન કરતાં પહેલાં ચૈત્ર શુ. ૧૦ ગુરુવારે આચાય પદ આપી પોતાના ભાવી પટ્ટધર તરીકે પ્રકાશિત કરતાં ‘વિજયલક્ષ્મીસૂરિ’ નામથી પ્રસિદ્ધ કર્યાં હતા.
તેઓ વિ. સં. ૧૯૨૦માં સાણંદમાં ચામાસું રોકાયા હતા અને તેમના આજ્ઞાંકિત શિષ્ય ૫ જિનવિજયજી આદિનું ચામાસું ખંભાતમાં હતું, તે પૂર્ણ થવા આવતાં વિ. સં. ૧૮૨૧માં કા. શુ. પમે પંન્યાસ જિનવિજયજીની પ્રેરણાથી ખંભાતના સંધે પેાતાને ત્યાં પધારવા વિજયલક્ષ્મીસૂરિને ભક્તિભાવભર્યું કલામય વિજ્ઞપ્રિલેખ સાણંદ મેકલાવ્યે હતેા (જેનું વિસ્તૃત વર્ષોંન અહિં થઈ શકે નહિ), તે ૮।। હાથ લંબાઈવાળું ટીપણું સીતેારના જૈનનાનભંડારમાં વિદ્યમાન છે, તેમાં સાણંદ, ખંભાત અને સુરિ–સ્વાગતને લગતાં તથા ખીજાં સારાં ચિત્ર હાવાં જોઇએ, પરંતુ દુર્ભાગ્યે હાલ તા મત્સ્ય, મગર, વહાણુ સાથે સમુદ્રના દશ્યવાળુ એક અર્ધું કપાએલું ચિત્ર બાકી રહેલું જણાય છે!!
પેાતાની ગ્રંથ-રચનામાં સૌભાગ્ય-લક્ષ્મી શબ્દ દ્વારા પેાતાના ગુરુનું અને પોતાનું નામ સૂચિત કરનાર, વિજયસૌભાગ્યસૂરિના વિનેય આ વિજયલક્ષ્મીસૂરિએ વિ. સં. ૧૮૪૩માં કા. શુ. ૫ રચેલ ૨૪ થાંભલાવાળા, વિવિધ કથામય ૩૬૦ વ્યાખ્યાતાવાળા, ૨૦૦૦૦ શ્ર્લાક પ્રમાણ સરળ સંસ્કૃતગદ્યમય ઉપદેશપ્રાસાદ નામનેા મહાન ગ્રંથ જૈન સમાજમાં સારી રીતે લાકપ્રિય થયેલ છે, મુનિરાજો તેનું વ્યાખ્યાન વાંચે છે અને શ્રોતાએ તેનું શ્રવણ કરે છે, તેમજ તેમણે રચેલ કા. શુ. ૫ જ્ઞાનપંચમીના દેવ-વંદનની વિધિ તરફ વર્તમાનમાં પણ આદર જોવાય છે. તથા વિ. સં. ૧૮૪૫માં વિજયદશમીએ ખંભાતમાં ભાવિક શ્રાવક શ્રાવિકાના આગ્રહથી વિવિધ દેશીએમાં(રાગામાં) રચેલ વીશસ્થાનક—પદ-સ્તવન(કુસુમ)-પૂજાદ્વારા જિન-પૂજન વર્તમાનમાં પણ પ્રચલિત છે. .તેમણે રચેલ અષ્ટાહ્નિકા સ્તવન (સં. ૧૮૩૪), રોહિણીસ્વાધ્યાય વિગેરે બીજી કેટલીક કૃતિયા પણ આદર પામી છે.
વિ. સં. ૧૮૪૯માં સીરાહીમાં ઉદ્દયસૂરિના પટ્ટ પર તેમની સ્થાપના થઇ હતી. ખભાતમાં ૧૮ અને સૂરત બંદરમાં અધિક ચામાસાં થયાં જણાય છે. તેમણે રાનેર, સીનેર, કેરવાડા, આમાદ, છાયાપુરી, ગાધરા, જંબૂસર વિગેરે અનેક સ્થળેામાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા અંજન–શલાકા કરી હતી.
આ શ્રીપૂજ્ય(વિજયલક્ષ્મીસૂરિજી) વિ. સં. ૧૮૫૨માં હુરજી(મારવાડ)માં ચેમાસું રહ્યા હતા—તેમ જણાય છે. આ ચેમારું પૂર્ણ થયા પછી તેમના વિહાર થાય તે પહેલાંવિ. સં. ૧૮૫૩ના માગશર શુ. ૫ રાજનગર(અહમ્મદાવાદ)ના જૈનસંઘે આગામી ચૈામાસા માટે પધારવા ભક્તિ-ભરપૂર સચિત્ર ગદ્ય-પદ્યભાષામાં વિસ્તૃત વિજ્ઞપ્રિલેખ તેમના તરફ મેાકલાવ્યા હતા. ‘‘ સંવત્ અઢાર ત્રેપન્ને, માગસર સુદ રવીવાર; તિથિ પંચમી મુહુરત વિજય, લેષ લિષ્યા ધરી પ્યાર. ” તેમાં મુખ્ય પ્રેરણા, તેમના આજ્ઞાંકિત શિષ્ય પું. માનવિજયગણિ વિગેરેની જણાય છે; જે તે ચામાસું વીતાવ્યા પછી પણ તે સમયમાં ત્યાં વિદ્યમાન હતા. “શ્રીજીના આદેશથી, માનવિજય પંન્યાસ, જપ તપ પચ્ચખાણૅ કરી, ઉત્તમ થયો ચામાસ.’
[અપૂર્ણ]
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com