________________
૩૭૮ સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯૬ અથવા હઠાગ્રહી લઘુમતીને સંતોષવાને મથન કરતા આપણે કેટલાક નેતાઓના શબ્દમાં કહીએ તે “હિન્દુસ્તાની'-ભાષામાં જ છે. રાષ્ટ્રભાષા તરીકેની તેની યોગ્યતા સંબંધી ચર્ચાને સ્થાન જ નથી. એના સ્વીકારમાં પ્રાતીયતા આડે ન જ આવવી જોઈએ. કેમકે ભૂતકાળમાં નજર નાંખતાં પણ માલૂમ પડે છે કે સંસ્કૃત ભાષાના પ્રાબલ્યને કારણે કોઈપણ પ્રાન્તના વિશિષ્ટ વ્યક્તિત્વ વિકાસ અવરોધાતે નહ–બલકે એ વિકાસને વેગ મળ્યો હતો. બંગાળી અને મહારાષ્ટ્રને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકાર પામવાને દાવ અને મદ્રાસીઓને હિન્દી પ્રચાર સામે વિરોધ આ રીતે અસ્થાને જ કરે છે. | મુરલીમ કોમના એક વિભાગે પણ હિન્દી પ્રચારને મુસ્લીમ સંસ્કૃતિ પરના હિન્દુઓના આક્રમણને નામે ઓળખાવી સંસ્કારના ક્ષેત્રમાં કેમીવાદનો હાઉ ઊભે કર્યો છે. દેવનાગરી લિપિ સામે પણ એવું જ બુમરાણ મચાવવામાં આવે છે. પરંતુ ગાંધીજી જેવા પણ દેવનાગરી અને ઉર્દૂ લિપિનો વિકલ્પ સ્વીકારે છે. હિન્દુસ્તાની માં જે ફારસી અને ઉર્દૂ શબ્દોની ભરતી થઈ રહી છે તે જોઈને તે કઈ ઉર્દૂ પ્રચારકે ઊલટું રાષ્ટ્રીય મહાસભાને ધન્યવાદ આપવા બહાર પડવું જોઈએ. ભવિષ્યમાં કોઈ કાળે મુસ્લીમ જનતા-Muslims are a nation within a nation-ને પિકાર કરનારા કેમીવાદી નેતાઓના વર્ચસ્વથી પર થઈ રાષ્ટ્રીય એકતાના એક જરૂરી અંગ તરીકેનું પિતાનું સાચું સ્થાન જ્યારે જોઈ શકશે. ત્યારે રાષ્ટ્રભાષાના પ્રચારને તે ખુલા દિલથી આવકારશે.
જે દેશને વિશિષ્ટ સાંસ્કારિક કે રાજકીય અસ્મિતા ખીલવવી હશે તેને એક સર્વસામાન્ય ભાષાની જરૂર પડવાની; જેને વિવિધતામાં સુરમ્ય એકતા જોવી હશે તેને વિચારોના એક સામાન્ય વાહનની આવશ્યકતા રહેવાની. હિન્દની સાંસ્કારિક અને રાજકીય અસિમતાને વિકાસ ક્રમશઃ થયો છે, પણ એ વિકાસને જે કુંઠિત ન થવા દેવો હોય તે, રાષ્ટ્રને તેના અંતિમ ધ્યેય લગી પહોંચાડવું હોય એટલું જ નહીં પણ એ ધ્યેય સિદ્ધ કર્યા બાદ પણ સિદ્ધિનું બરાબર જતન કરવું હોય તો રાષ્ટ્રના વિચારો, અભિલાષાઓ અને આકાંક્ષાઓના એક સર્વસામાન્ય વાહન તરીકે રાષ્ટ્રભાષાને સ્વીકાર કર્યો જ છૂટકે, કેમકે આપણે એક વેદકાલીન પૂર્વજના શબ્દોમાં કહીએ તે, “વાણી એ પરમવત છે.”
‘કુમાર
' ઝીલી પ્રીતે જનકર થકી વજૂ-પાષાણવૃષ્ટિ,
વેઠી પીઠે રવિકિરણ કે મેઘ-મારૂતયષ્ટિ, વૃક્ષો ઘાડાં પથિકજનને રમ્ય આનંદ આપે, છાયા-પુ-ફરસથકી, તીવ્ર સો તાપ કાપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com