________________
રાષ્ટ્રભાષાને પ્રશ્ન એ ૩૭૭ છે. વ્યક્તિ માટે જે સાચું છે, લગભગ તે જ સમૂહ માટે પણ છે. એટલે દેશકાલાનુસાર જુદા જુદા માનવસમૂહોએ પિતાપિતાની ભાષાનો વિકાસ સાધી લીધે, અને એ ભાષામાં જે તે પ્રદેશના વાતાવરણને અનુરૂપ એવું સાહિત્ય પણ એવી જ નૈસર્ગિક ફુરણાથી ઘડાઈ ગયું. - વખત જતો ગયો તેમ જુદા જુદા પ્રદેશ અને તેમની ભાષા વિશિષ્ટ વ્યક્તિત્વ ધારણ કરતાં ગયાં, અને એમ કરતાં એવો પણ સમય આવ્યો કે જ્યારે એક સમૂહને માટે બીજા સમૂહની ભાષા સમજવાનું પણ અશક્ય બની ગયું.
આ તે તદન સામાન્ય વાત થઈ. પરંતુ એ પ્રાસ્તાવિક કથન લગભગ એ જ સ્વરૂપમાં હિન્દને લાગુ પાડી શકાય તેમ છે. ઉત્તર-હિન્દની ભાષાઓ સંસ્કૃતની પુત્રીઓ અને પત્રીઓ છે; અને દક્ષિણ-હિન્દની ભાષાઓ પણ કઈ દ્રવિડ મહાભાષાનાં જ સંતાને છે. એ સંતાને અમુક સગોમાં એકબીજાને ખૂબ મળતાં આવે છે ત્યારે બીજા કેટલાક દાખલાઓમાં પરસ્પરથી અત્યંત દૂર પડી જાય છે.
પરન્તુ જેમ એકવાર માનવઆત્માની જે સ્વયંસ્કૃતિએ એક મહાભાષાના વંશવેલાને આપણું દેશમાં વિસ્તાર્યો તે જ સ્વયંસ્કૃર્તિ એ વીખરાઈને અસ્તવ્યસ્ત પથરાયેલા વેલામાં એકતાના સંસ્કાર સીંચવાને તત્પર થઈ છે.
હિન્દુસ્તાન એક વિરાટ દેશ છે. તેમાં અનેક જતિઓ વસે છે અને સેંકડે ભાષાઓ બોલાય છે. એમાં અનેક પ્રાન્તો છે અને પ્રત્યેક પ્રાન્તની પોતાની વિશિષ્ટ અસ્મિતા છેછતાંયે આજે તે શું, ભૂતકાળમાંયે-જ્યારે હિન્દને એક રાષ્ટ્ર તરીકે સ્વીકારવાની ભાવના નહતી ત્યારે પણ–એક વિશાળ સાંસ્કારિક ઘટક તરીકેના તેના અધિકારને કેઈએ પણ અસ્વીકાર કર્યો નથી. અનેક દેવદેવીઓને જ નહીં, પરંતુ નાસ્તિક મતે સુદ્ધાંને પિતામાં સમાવી લેતે હિન્દુધર્મ અને એ ધર્મના સમગ્ર સંસ્કારભંડોળની અધિષ્ઠાત્રી સંસ્કૃત ભાષાએ
લંકાથી હિમાચલ લગભગ” અને “કલકત્તાથી કચ્છ પ્રવેશ'નાં વિરાટ અંતરોને એકતાને દેર ગુંચ્યાં હતાં.
હા, એ સાંસ્કારિક એકતામાં રાજકીય અસ્મિતાના અંશે નહતા, પરંતુ રાજકીય અસ્મિતાને પચાવવાની શક્તિ તે સભર હતી. આજે એક રાષ્ટ્રીય એકમ તરીકેનું હિન્દુસ્તાનનું આત્મભાન જે જાગૃત થયું હોય તે તેમાં આપણી એ સાંસ્કારિક પશ્ચાદભૂમિકાને હિસ્સો કંઈ જેવો તે નથી.
આમ છતાં, સંસ્કૃત ભાષાના મુગ્ધ પ્રશંસકે ગમેતેમ કહે તોપણ, આ દેશના બહુ જનસમાજને રાજકીય એકતાના સૂત્રથી સાંકળવાની શક્તિ તેનામાં રહી નથી, એ કઈ પણ તટસ્થ વ્યક્તિએ માનવું પડશે. અંગ્રેજી ભાષા ભલે દેશને કેળવાયેલો વર્ગ બોલતે, વાંચતા અને લખતે હોય, હિન્દી રાષ્ટ્રીય મહાસભા જેવી એકમાત્ર રાષ્ટ્રીય સંસ્થાનું કામકાજ ભલે મુખ્યત્વે અંગ્રેજીમાં ચાલતું હોય, છતાં અંગ્રેજી એ આખરે તે પરભાષા છે. એમાં આપણું દેશ જ સંસ્કારની ફેરમ નથી; એ તો પરસંસ્કારનું પ્રથમ આવેગ લઈને જ આપણી પાસે આવે છે. અને તેથી જ, કદાચ આપણા વિચારોનું વાહન માત્ર તે બની શકે તો પણ જનસમાજ કને પહોંચીને તેમનાં સૂતેલાં અંતરોને જાગૃત કરવાની શક્તિ તેનામાં નથી.
એ શક્તિ, આજે દસકાઓ પહેલાં સ્વીકારાયું છે તે પ્રમાણે, જેને બાર કરોડ કરતાંયે વધુ હિન્દવાસીઓ બેલે છે અને લગભગ પચીસ કરોડ ઠીક ઠીક સમજી શકે છે એ હિન્દી–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com