Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 22
________________ જથ્થાબંધ ઉત્પાદન અને વ્યવસ્થા નર્મદાશંકર હ. વ્યાસ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ઈગ્લાંડમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ, અને એ સદીના અંત સુધીમાં તેમજ ઓગણીસમી સદીની શરૂઆતમાં તે એ કાન્તિનું મેનું આખા યુરોપ ઉપર ફરી વળ્યું. નવી દુનિયાએ પણ એ કાતિનાં આંદલને અનુભવ્યાં, અને જૂની દુનિયા સાથે જાણે હરિફાઈ થતી હોય તેમ અમેરિકા પણ ઔદ્યોગિક પ્રગતિમાં આગળ ધપવા લાગ્યું. ઔદ્યોગિક ક્રાતિ એટલે યાંત્રિક ઉત્પાદન અને જથાબંધ ઉત્પાદનના યુગની શરૂઆત. યાંત્રિક ઉત્પાદન હંમેશાં જથ્થાબંધ ઉત્પાદનમાં પરિણમે છે, અને જથ્થાબંધ ઉત્પાદનનું વલણ હમેશાં ઔદ્યોગિક એકીકરણ તરફ કે ભૌગોલિક શ્રમની વહેચણી તરફ હોય છે. ઔદ્યોગિક એકીકરણ એટલે કાઈ પણ એક પ્રકારના ઉદ્યોગનું એક જગ્યાએ કેન્દ્રિત થવું, એ જ જગ્યાએ એ ઉદ્યોગનો વિકાસ થે. જેવી રીતે અમદાવાદમાં સુતરાઉ કાપડની મીલન ઉદ્યોગ, કલકત્તામાં શણની મીલોનો ઉદ્યોગ અને જમશેદપુરમાં લોઢાને ઉદ્યોગ એકત્રિત થયો છેવિકાસ પામે છે અને સંગીનપણે સ્થિર થયે છે. યંત્રના આગમન પહેલાં આ જાતનું ઔદ્યોગિક એકીકરણ લગભગ નહતું. જેમ જેમ યંત્રને, શ્રમની વહેંચણીને, ઉદ્યોગને, જથ્થાબંધ ઉત્પાદનને, વિનિમયનાં સાધનો અને આંતરરાષ્ટ્રિય વિનિમય અને વ્યાપારને વિકાસ થતો ગયો તેમ તેમ ઔદ્યોગિક એકીકરણ મજબૂત થતાં ગયાં. આજના યુગ વિશિષ્ટતાપ્રધાન છે. વિશિષ્ટ પ્રકારને શ્રમ, વિશિષ્ટ પ્રકારનાં યંત્રો, વિશિષ્ટ પ્રકારના ઉદ્યોગો અને ઉત્પાદનનું એકીકરણ એ અર્વાચીન આર્થિક ઉત્પાદનની વિશિષ્ટતા છે. ઔદ્યોગિક એકીકરણના મૂળમાં યંત્ર અને જથ્થાબંધ ઉત્પાદન રહેલાં છે, પણ એ એકીકરણની ભૂમિકા પાછળ પ્રાકૃતિક, આર્થિક અને રાજકીય કારણો રહેલાં હોય છે. અમુક જગ્યાએ ક્યા પ્રકારને ઉદ્યોગ એકત્રિત થશે તેનો આધાર તે જગ્યાની આબેહવા, કાચા માલનું ઉત્પાદન, પ્રાકૃતિક શક્તિની શક્યતાઓ, શ્રમની સંખ્યા અને ગુણ, બજારની મર્યાદા અને શકયતાઓ મૂડી મળવાની શકયતાઓ, અને રાજકીય વાતાવરણ, રાજકીય પરિસ્થિતિ, આર્થિક ઉદ્યોગો તરફ રાજ્યની નીતિ અને વલણ, તથા વિનિમયનાં સાધનોની શક્યતા પર રહે છે. જે ઉદ્યોગોના ઉત્પાદનની માંગ સર્વવ્યાપી હોય છે, સતત હોય છે અને સ્થિર હોય છે તેવા ઉદ્યોગનું જ એકીકરણ અને જથ્થાબંધ ઉત્પાદન શક્ય બને છે. જે વસ્તુઓનું બજાર માત્ર સ્થાનિક કે ઘણું જ મર્યાદિત હોય, વસ્તુ એકદમ બગડી જાય તેવી હેય, વસ્તુ માત્ર અમુક સમય માટે જ લભ્ય હોય તેવી વસ્તુના ઉત્પાદનનું એકીકરણ સંભવતું નથી. ઔદ્યોગિક એકીકરણના ફાયદાઓ તેમજ ગેરફાયદાઓ પણ છે. ઉત્પાદનની આ પદ્ધતિમાં ઉદ્યોગનો વિકાસ ઘણો જ સંગીનપણે અને સ્થિરતાથી થાય છે. ઉદ્યોગ જામી ગયા પછી તેની સામે ના ઉદ્યોગ હરિફાઈમાં ટકી શકતા નથી. પ્રૌઢ થઈ ગયેલા ઉદ્યોગની શાખ; તેમાં રોકાયેલ શ્રમના વિશિષ્ટ ગુણો; તેને મળતે મૂડીને સતત પ્રવાહ; કાચા માલ ઉપર જમાવાયેલ તેને કાબૂ અને કાચો માલ સતત મેળવવાની તેની શક્યતા; પ્રધાન ઉદ્યોગ સાથે ખીલવેલા ગૌણ ઉદ્યોગની હસ્તિ; ઉત્પન્ન થતા માલની નિકાસ માટે રાષ્ટ્રીય અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52