Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 20
________________ ૩૨ સુવાસ : માગશીર્ષ ૧૯૯૯ પોષણ કર્યું હતું. એના બદલામાં વિશ્વામિત્ર પાસેથી વરદાન મેળવી સત્યત સદેહે. સ્વર્ગ સંચર્યો હતો. સત્યવ્રતથી ૧૯ પેઢી પૂર્વે કુલા કરી મહાન રાજા થયો હતો. તેના રાજ્યકાળમાં કચ્છના રણના સમુદ્રતીરે આવેલા ઉજાલક પ્રદેશમાં ઉત્તેગ આદિ ઋષિએ તપસ્ય કરતા હતા. મધુવનમાં મથુરાનગરી વસાવનાર મધુને પુત્ર ધુંધુ તેના અપકૃત્યને લઈ પ્રજામાં રાક્ષસ તરીકે પંકાયો હતો. પુરાણ કહે છે તેમ તે ઉજજાલક પ્રદેશના સમુદ્રમાં જઈને પઠે. એટલે એના આગમનથી ત્યાં પ્રચંડ ધરતીકંપ થવા લાગ્યા. પર્વતે અગ્નિ વરસાવવા લાગ્યા ત્રષિઓ સમજયા કે આ ઉપદ્રવનું કારણ ધુંધુ છે એટલે તેમણે તેને વધ કરવા મહારાજા કવલાશ્વને વિનંતિ કરી. કુવલા સમુદ્રની રેતીમાંથી ધુંધુને બાળી તેને વધ કર્યો અને ત્યારથી પ્રજામાં કુવલાધ ધંધુમાર તરીકે પ્રસિદ્ધિ પામ્યો. આ બનાવને પાછટર વગેરે બધા પુરાણસંશોધકે કચ્છના રણના સમુદ્રના સૂકાવાના કારણ તરીકે સ્વીકારે છે. કુવલાધવથી ૯ પેઢી પૂર્વે મનુપુત્ર ઈત્ત્વાકુ થયું હતું. એનું પાટનગર આ સાગરને કાંઠે સિંધુના એક મુખ ઉપર પિટલક નગર હતું. પ્રીના સમય સુધી એ આબાદ હતું અને એનું નામ તેમણે પાટલ( Patal-તેના ઉપરથી એના પ્રદેશનું નામ Patalene ) બંદર લખ્યું છે. વિદ્વાને કહે છે કે હાલ જ્યાં હૈદ્રાબાદ-સિંધ છે ત્યાં એ હતું. તે વેળા આ પ્રદેશ દરિયાના કાંઠે હતે. તિબેટના બૌદ્ધ સાહિત્યમાં નેધેલું મળી આવે છે કે ઈક્વાકુના આ પાટનગરમાં જ શાકના પૂર્વજોને સૂર્યવંશમાં જન્મ થયો હતો ને આંતરકલહને અંગે તેઓ પિટલ છોડી ઉત્તર હિંદમાં નેપાલની તરાઈ (ભેજવાળા પ્રદેશ) માં જઈ વસ્યા હતા. સુર્યવંશના સિરભૂષણ એ જ ઈવાકુના એક પુત્ર કુશે સુરાષ્ટ્રમાં કુશસ્થલી નગરી વસાવી તેને પાટનગર બનાવી હતી. આનર્ત, રેવત ઇત્યાદિ નૃપતિઓ એ જ કુશજાતિના હતા. કચ્છના રણના સમુદ્રને કુશજાતિએ પોતાના સાગરસાહસનું કેન્દ્ર બનાવ્યો અને પરિણામે આ જાતિ છેક પશ્ચિમ એશિયા સુધી ફેલાવે પામી. બાઈબલમાં એમનો યશવિસ્તાર Cushites એટલે કુથના પુત્ર તરીકે મળી આવે છે. આ પ્રમાણે આપણે ગુજરાતના આ અલોપ થયેલા રાગરના ઈતિહાસની જતી તપાસ છેક આર્યોના રાજ્યવંશના પ્રારંભ સુધીની લીધી. એની પૂર્વેની માહિતી ઘણી ઝાંખી મળી આવે છે. વેદો તથા પુરાણમાં વસણુને પશ્ચિમ સમુદ્રને અધિપતિ કહ્યો છે. વરણની સાથે સંબંધ ધરાવતાં તીર્થો મહાભારતમાં ગુજરાત, સુરાષ્ટ્ર અને સિંધના સાગરકાંઠે દર્શાવેલાં છે. આ ઉપરથી સમજાય છે કે વરુણનું રાજ્ય આ પ્રદેશમાં એટલે કે કચ્છના રણના સમુદ્રની આજુબાજુ પ્રસરેલું હતું. વરુણના નામ ઉપરથી તેને સમુદ્ર પણ વરુણું સમુદ્ર કહેવાતો હતો. વરુણનું પાટનગર બેબીલેનિયાની સુષાનગરીમાં હતું. લગભગ બધા પ્રાચીન પુરાણોમાં સુષાના અક્ષાંસે આપેલા છે. આ પ્રમાણે આપણને જણાય છે કે કચ્છના રણના સમુદ્રથી માંડી ઈરાની અખાત સુધીના પ્રદેશને શાસક વરુણ હતા અને દરિયાને આ વિસ્તાર વરુણું સમુદ્ર રહ્યો હશે. * કાઠિયાવાડ અને કચ્છના ગેઝીયદિરોમાં રણની વિગત વાંચતાં જણાશે કે તેને સમુદ્ર સુકાયાનું મૂળ કારણે આ પ્રદેશમાં અવારનવાર આવતા ધરતીકંપ જ હતા. હજી પણ કચ્છના પતેના પેટાળમાં જ્વાળા ભભૂક્યા કરે છે. ગયા વર્ષે એની અસરથી જ પાળિયાદમાં આંચકા આવ્યા હતા. આખ્યાનની સત્યતા એવા પ્રસંગે ઉપરથી જ સિદ્ધ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52