Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 32
________________ ૩૭૪ - સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯૬ હસીને કહ્યું, “તમારા મતે તે જગતમાં લોહીની નદીઓજ ચાલુ રહે. જીવનની કયાંય સલામતિ ન જળવાય.” “એ ભ્રમણ છે. નિર્દોષમાત્રને અભયદાન એ વીરેને પ્રથમ ધર્મ છે. સાચા વીર કે નૃપતિને મન એક નિર્દોષના જીવની કિમત દુષ્ટોના લાખે કરતાં પણ વિશેષ છે,–જેમ માળીને મન એક મધુર ફળની કિમત સડેલાં હજારો કરતાં પણ વિશેષ છે. પણ તમારો યુગ એ વાત સમજી શકે એમ નથી. ‘ન્યાયી અને નિર્દોષને સંરક્ષણ, અન્યાયી ને દુષ્ટનો સંહાર'—એ સૂત્ર માનવમાત્રના હોઠે આવી જાય તે દુષ્ટતા અને અન્યાય આપોઆપ રસાતલ જઈ બેસે. '' “પણ ન્યાય-અન્યાય, દુષ્ટતા-નિર્દોષતાને નિર્ણય કોણ કરે ?” “પ્રભુએ માનવીને એટલી સદ્દબુદ્ધિ આપી છે. અને માનવી એ બુદ્ધિને દુરૂપયોગ કરે તે ઈશ્વર એને પડખે નથી ઊભો રહી શકતો.” હિંદના પડખે ઈશ્વર ઠીક ઉભો રહ્યો છે !” ઈશ્વરી કર્તવ્યોને સમજવાને માનવશક્તિ ઘણી પાંગળી છે. છિન્નભિન્ન થયેલા હિંદને એકત્ર કરવાને પરદેશી દંડની જરૂર હતી. ને ઈશ્વરે હિદને ઇંગ્લાંડના હાથમાં જવા દીધું. પણ અંગ્લાંડ પિતાનો રાજધર્મ ભૂલ્યું, હિંદી પ્રજા પિતાને સરક્ષણધર્મ ભૂલી. ઇંગ્લાંડે પાશવી શક્તિના બળથી અને બુદ્ધિની જાળથી હિંદને ખાના માર્ગે હડસેલી મૂકયું; હિંદી પ્રજા પતનમાં પણ ઉકઈ શોધવા લાગી. એ શેાધમાં તે એવી કચરા ને એટલી નિર્બળ બની કે એને મુક્ત કરતાં ઈશ્વરને પણ આજે ભય લાગે છે.” “ઈશ્વરને ભય ! ” “હા ઈશ્વરને ભય.” ઈન્દ્ર વાણીની તેજધારા વર્ષાવતાં કહ્યું, “ઈશ્વર જગતને પિતા છે પણ તે બાપકમાં પુત્રને નથી વાંછો. પુત્રોને તે સન્માર્ગ દાખવે છે પણ તે તેમને ગુલામ નથી બનાવી શકત. હિંદ આજે એટલું નિર્બળ છે કે ઈશ્વર એને એક દિવસે મુક્ત કરી દે તે બીજે જ દિવસે જગતના કોઈ પણ ભાગના પચાસ હજાર સશસ્ત્ર ગુંડાઓ પણ તેને કબજે લેવાને પૂરતા છે. એ ગુંડાઓને ભંયભેગા કરવાને બદલે હિંદની પ્રજા એમના હાથે રહેસાઈ જશે. પરિણામે હિંદ સશક્ત થઈને સ્વયમુક્તિ વરે એ ઈશ્વરને વધારે પ્રિય છે.” હિંદની મુક્તિ ઈશ્વરને જ પ્રિય છે તે જગતની પ્રજાઓનું પાશવી શબળ એ એલવી કેમ નથી નાંખતે?” હિંદમાં કેવળ શસ્ત્રબળનો જ અભાવ નથી. પણ કેળવણીના પ્રતાપે હિંદી પ્રજાએ મૃત્યુની તમન્ના ગુમાવી છે, સિદ્ધાન્તપ્રિયતા ગુમાવી છે, જીવનના ભોગ લેતી-દેતી દેશભક્તિ ગુમાવી છે. પ્રેરણાના સાગર સરખા નરવીરને તે નિંદતાં શીખી છે. ને એમ ન હોય તે પણ સીધાં પગલાં એ ઈશ્વરી કર્તવ્ય નથી. મહાભારત યુદ્ધ પછી હિંદમાં મેં શસ્ત્રમર્યાદા પ્રવર્તાવી પણ એ યુદ્ધમાં તે શસ્ત્રોને સંહાર મારે શસ્ત્રથી જ કરાવે પડે. શસ્ત્રોના વિકાસ સાથે પ્રજામાં એક એવી શક્તિ વિકાસ સાધે છે-જેની મર્યાદા શસ્ત્રથી જ શસ્ત્રના સંહાર સિવાય નથી સાધી શકાતી. અને નિર્બળ પ્રજામાં શસ્ત્રના સમાનશસ્ત્રથી કરેલા વિનાશ વિના સમતલ શક્તિઓ પણ નથી ખીલી શક્તિ.” શક્તિને વિશેષ પડતું મહત્વ અપાયાથી જ જગતની આ દશા થઈ છે.” એમ નથી,” સ્વર્ગપતિ પ્રભાવભરી વાણીમાં બેલ્યા, “શક્તિ એ તે પ્રાણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52