Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 31
________________ સ્વર્ગની સફરે - ૩૭૩ તરીકેની લાલી તરી આવી. તે મધુર વાણીમાં બોલ્યા, “ અર્જુન તે દિવસે લાગણીવશ બનીને સંહારને ધર્મ ભૂલ્યો. મેં એને એ ફરી શીખવ્યું. એ જ મારા જીવનનું પરમ કર્તવ્ય હતું. મારે મન માનવદેહ એ આત્માને વિકાસ સાધવાને છેલ્લામાં છેલ્લું પગથિયું છે. એ જેમ વધારે વિશુદ્ધ ને વધારે પવિત્ર હોય તેમ આત્મવિકાસને માર્ગ મોકળો બને છે. માટે પિતાના–પરના ગમેતેટલા ભોગે પણ માનવસમાજને પવિત્ર, વિશુદ્ધ ને ન્યાયી રાખવો એ મને જરૂરી જણાયલું. એમાં સંહારધર્મને આશ્રય લેવો પડે છે તે પણ અઘટિત નથી. કેમકે સ્વ કે પરપક્ષના વીરા તે મૃત્યુથી ડરતા નથી, અને જેઓ ડરે છે તેઓ એવા ડરના કારણે જ વધયોગ્ય છે. પરિણામે અન્યાયને ચલાવી લેવા કરતાં યુદ્ધને આશ્રય લે એ અનેકગણું બહેતર છે. અને યુદ્ધમાં વ્યાપક નીતિ અને શસ્ત્રની મર્યાદા જાળવીને ગમે તે ભોગે કરેલ સંહાર ધર્યું છે. મહાભારત યુદ્ધમાં મેં એ માર્ગ અપનાવ્યો. પણ તમને એની કિમત નહિ સમજાય. કેમકે તમને ઘણી વસ્તુઓ ભુલાવી દેવામાં આવી છે. તમારી સમક્ષ કૃત્રિમ સિદ્ધાન્ત રજુ કરવામાં આવે છે, તમને એનાં ચેડાંક મીઠાં ફળ ચખાડવામાં આવે છે ને તમે એને વળગી પડી સનાતન વસ્તુઓને વીસરી જાઓ છે. જીવન એ સંઘર્ષણ છે. જગત પર જીવવાને હક વીરેને જ છે. બાયલાઓ ઇશ્વરના દ્રોહી છે, કેમકે તેઓ દાનવી વૃત્તિઓનું સહેલાઈથી ભક્ષ બની દાનવોના વિકાસને માર્ગ મોકળો કરે છે, એમની સંખ્યા વધારે છે. જેનામાં સદ્દબુદ્ધિ વિકસી હેય એના પર બળને ખીલવવાની જવાબદારી વિશેષ પ્રમાણમાં આવી પડે છે. કેમકે જીવનને અને તકરારી પ્રશ્નોને ઉકેલ એક માત્ર બળથી જ સાધી શકાય છે. અને એ બળ દુષ્ટોમાં ખીલે એ કરતાં એ સદ્દબુદ્ધિમાનમાં ખીલે એ ઈશ્વરને વધારે ચતું છે. બળનો તિરસ્કાર જેમને જીવન પ્રિય નથી એવા યોગીઓ કરે છે અથવા મૂર્ખાઓ કરે છે. તમારી ધારાસભાઓ અને ન્યાયમદિરોની સલામતિ પિલીસખાતાને—બળને આભારી છે. પોલીસખાતું કાચું હશે તે ન્યાયમંદિર કે ધારાસભાઓની કિંમત કેડીની પણ નથી રહેવાની. જ્યાં સુધી પ્રાણીઓમાં તલભાર પણ નૈસર્ગિક અસમાનતા રહેલી છે, અને એ રહેવાની જ છે, ત્યાં સુધી સંઘર્ષણો મીટાવવાં અસંભવિત છે. એ સંઘર્ષણે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે હશે તે તેને ઉકેલ રાજસત્તાના પિોલીસખાતાના બળથી માન્ય થશે, રાષ્ટ્ર વચ્ચે હશે તે યુદ્ધ તેને નિકાલ લાવશે. ભાવિ યુદ્ધોને અટકાવવાનો એક માત્ર માર્ગ દરેક પ્રજાઓને સમાન લેખનું જગત વ્યાપી સામ્રાજ્ય છે, પણ સામ્રાજ્ય સ્થાપવાને આદિમાર્ગ પણુ યુદ્ધ જ છે અને એ સ્થપાયા પછી પણ સમાનતા ન જળવાય તે આંતરિક સ્વરૂપે પણ યુદ્ધ તે કાયમ જ રહે છે.” ત્યારે તે પ્રજાઓના ઉત્કર્ષને દાવો કરતા ઈગ્લાંડને સામ્રાજ્યવાદ તમને તે હશે ?” મેં જરા મશ્કરીમાં પૂછ્યું. “ઇગ્લાંડ”! ઇન્દ્ર તેજ વર્ષાવતી આંખે બેલ્યાઃ “સામ્રાજ્ય શું એની ઈગ્લાંડને ખબર પણ નથી. પ્રજામાત્રને એક આંખે ન જોઈ શકે એ રાજધર્મ નથી. ઈલાંડ સામ્રાજ્ય નથી બંધતું રાષ્ટ્રોને નિર્બળ અને કાણું બનાવીને પિતાની સાથે સાંકળે બાંધે છે. એક પ્રજાને વૈભવ પૂરવા તે અનેક પ્રજાઓને રોટલે ઝૂટ છે. પણ ભૂખી પ્રજાઓની નિબળતા જ ઈગ્લાંડના નાશનું કારણ બનવાની છે.” ભવિષ્યની વાત ઉપર મને બહુ વિશ્વાસ નથી. એટલે તે બાજુએ રાખી મેં જરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52