________________
સ્વર્ગની સફરે
નરસિંહ પલંગના બંને પડખે બે સ્વરૂપવાન રમણીઓ ઊભી હતી. તેમનાં અંગમાંથી મીઠી સુવાસ ફોરતી, તેમનાં નયનમાંથી મેહક કિરણો છૂટતાં; તેમના હાથમાં મોતીના પંખા હતા; તેમના દેહ પર કસુંબી ચીર ખૂલતાં.
આ અપૂર્વ દશ્યથી સ્તબ્ધ થઈ મેં મારી આંખ ચોળી, પણ મને કશું જ ન સમજાયું છેવટે થાકીને મેં પૂછ્યું, “આપ કેણુ છે ?”
“અમે સ્વર્ગની” મુખમાંથી જાણે ફૂલ ઝરતાં હોય એમ બંને રમણીઓ એકી સાથે બેલી, “અપ્સરાઓ છીએ.”
“ઓહ, શું મારી જીવનદેરી તૂટી ગઈ ?”
નહિ .” બેમાંની વધારે સ્વરૂપવાન અસર મારા મુખ પર સુગંધી રૂમાલ દબાવતાં બોલી, “અમે તે આપને આમંત્રણ આપવાને આવેલ છીએ.”
“ શાનું?” મેં જરા હસીને પૂછ્યું. “સ્વર્ગની મુલાકાતે પધારવાનું.”
વાહ, હું તૈયાર છું.” પલંગ પરથી કૂદી, સામી ખીંટી પર વળગેલા કેટને ઝડપથી ખેંચી લઈ તે પહેરતાં મેં અસરાઓને મારી ચપળતાનાં દર્શન કરાવ્યાં.
અપ્સરાઓએ રત્નથી ઝળહળતું સુવર્ણનું એક વિમાન આપ્યું. હું તેમાં ઈન્દ્રની અદાથી ચડી બેઠે. બંને અપ્સરાઓ મારા બંને પડખે પંખા વીંઝતી ઊભી રહી.
વિમાન ઝડપથી ઊડયું. સ્વર્ગપળે વિહરતા કાલિદાસના મેઘદૂતે જે રસછલક્તા ભારતનાં દર્શન કર્યા હતાં તેનાથી ઊલટી રીત–ઉજ્જડ ભૂમિ પર નજર નાંખતાં અમે આગળ વધ્યાં. મારાં નયનમાંથી કેટલાંક આંસુઓ સર્યા પણ વેરાન ભૂમિની હૈયાવરાળથી એ પૃથ્વી પર પડતાં પહેલાં જ સૂકાઈ ગયાં. હું પોતે પણ વિમાનમાંથી કદાચ ગબડી પડતા પણ રસધેલી અપ્સરાઓએ મને મધુર સ્મિતથી બચાવી લીધું. થોડી જ પળમાં અમે અમરાવતીના આંગણે જઈ ઊભાં.
બંને અપ્સરાઓ હાથમાં હાથ મિલાવી મને ઈન્દ્રભવન તરફ દોરી ગઈ. અમરાવતીના ભવ્ય રાજમાર્ગો પર થઈ થોડીક ક્ષણેમાં અમે સ્વર્ગપતિના ભવ્ય પ્રાસાદમાં જઈ પહોંચ્યાં. મણિમાણેકથી ઝળહળતા એ પ્રાસાદે મને નવજીવન બક્યું. અપ્સરાઓ મને ત્યાં જ છોડી આસપાસ ચાલી ગઈ
એ પ્રાસાદના રમણીય દિવાનખંડમાં પ્રવેશતાં મને લાગ્યું કે ઈન્દ્રની સહામણી કન્યા માટે સ્વર્ગમાં કોઈ મુરતિયો ન મળવાથી મને તેડી મંગાવ્યો હશે. પણ સામે સિંહાસન પર નજર નાંખતાં જણાયું કે યદુકુલપતિ શ્રીકૃષ્ણ સ્વર્ગપતિનું સ્થાન શોભાવતા હતા. તેમને જોતાં જ મને તેમની કુટિલતા, સૈકડો રાણુઓનું સ્વામિત્વ વગેરે યાદ આવ્યાં. તેમનું મુખ જવાની પણ મને ઈચછી ન રહી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com