Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 25
________________ ૩૦૦૦ વર્ષ પહેલાંનાં મૂળ લેખક – શ્રી. કાશીનાથ અનન્ત દામલે બી. એસ સી, કલાભવન, વડોદરા અનુવાદકઃ ગ. પુ. સાને વાંચકો જાણે છે કે, મનુષ્યપ્રાણ એક જાતના વાનરમાંથી ઉત્ક્રાંતિ પામેલો છે. હાલનાં માણસના પૂર્વજો એક લાખ વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર અવતર્યા હતા એમ હાલની શેહે ઉપરથી જણાય છે. શિકાર કરો, કાચું માંસ મનુષ્યને પૃથ્વીની ખાવું, નદીનું પાણી પીવું, ઝાડ નીચે કે ગુફાઓમાં પડી રહેવું રંગભૂમિ ઉપર પ્રવેશ એ તેમનો કાર્યક્રમ હતો. અનેક વર્ષો પછી તેઓ ખેતી કરવા લાગ્યા; પૃથ્વી ઉપર પડેલી અનેક વસ્તુઓને ઉપયોગ કરવા લાગ્યા. શત્રુ સાથે લડવામાં તેઓ ઝાડની ડાળાંને ઉપયોગ કરતા; કઠણ છોડોવાળાં ફળો તેઓ પત્થરથી ફેડતા. ઈ. સ. પૂર્વ ૧૦૦૦૦ થી ૧૫૦૦૦ વર્ષ પહેલાંના વખતમાં પથર, મૃત પશુપક્ષીના દાંત, શિંગડા, હાડકાં વગેરેથી બનેલાં હથિયારો (Tools)નો તેઓ ઉપયોગ કરતા હતા એમ પુરાતન–વસ્તુસંશોધકે એ બતાવી આપ્યું છે. પ્રથમ આપણે એજાર અને યંત્રો વચ્ચેનો તફાવત જોઈ લઈએ. માણસે પોતાના કુદરતી અવયવોને મદદ કરવા માટે જે સાધનો ઉપયોગમાં આપ્યાં તેમને ઓજારો કહે છે. દાખલા તરીકે ચપુ, કાતર, સેય, કુહાડી વગેરે. વસ્તુઓ બનાવવાની શક્તિનું ઓજારે અને યંત્રો રૂપાંતર અથવા સ્થાનાંતર કરી શકે એવાં સાધનને યંત્ર કહે વચ્ચેનો તફાવત છે. જે શક્તિનું રૂપાંતર અથવા સ્થાનાંતર થાય છે તે મનુષ્યની હેાય અથવા પવન, પાણી કે વરાળ એમાંથી પણ કોઈ હોય. દાખલા તરીકે શીવવાના સંચામાં મનુષ્યની શક્તિનું રૂપાંતર થાય છે. યાંત્રિક સાળ એ કદરતી શક્તિ ઉપર ચાલનારા યંત્રને નમૂનો છે એમ કહી શકાય. યંત્રની ખાસિયત એ છે કે જેના ઉપર યંત્રની ક્રિયા થાય છે તે વસ્તુ સાથે, એજારમાં આવે છે એ રીતે માણસ નિકટ સંબંધમાં આવતું નથી. યત્રની કેટલીક ક્રિયાઓ ચક્કસ હોય છે. યંત્ર ચલાવવું કે નહિ એટલું જ ફક્ત માણસના હાથમાં હોય છે. પણ ઠરેલી ક્રિયાઓ સિવાય વધારાની ક્રિયાઓ એમાં થઈ શકતી નથી. એ જારોમાં તેમ નથી. માણસની ઇચ્છા પ્રમાણે એજાર કામ આપે છે. આજના યંત્રયુગની પ્રાણપ્રતિષ્ઠા સુમારે ત્રણ હજાર વર્ષ પહેલાં થઈ છે. એ માટે હવે ઘણા પુરાવા મળ્યા છે. તે વખતે પૃથ્વી ઉપર આર્ય, ચીની, ગ્રીક અને રોમન સંસ્કૃતિઓ ચડતીમાં હતી. આર્ય સંસ્કૃતિ સર્વોચ્ચ સ્થિતિએ પહોંચેલી યંત્રયુગની પ્રાણપ્રતિષ્ઠા હતી. આર્યોએ વૈધક, રસાયન, ગણિત, જ્યોતિષ ઈત્યાદિ શાસ્ત્રોમાં ઘણી શોધ કરી હતી. એલેકઝાંડ્રિયાના પ્રખ્યાત હિરોએ પિતાના એક ગ્રંથમાં વજન ઉંચકવાના અને ખસેડવાના ઉપયોગમાં આવે એવાં પાંચ વન ઉપગ કહ્યો છે. આપણે ત્યાં પણ એ યંત્રોની માહિતી હતી. મંત્રાર્ણવ પ્રથમાં નીચેને લેક છે: दंडेश्चक्रश्च दंतैश्च सरणि भ्रमकादिभिः । . शक्ते संपर्धनं किंवा चालनं यंत्र मुच्यते ॥१॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52