Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 23
________________ જથ્થાબંધ ઉત્પાદન અને વ્યવસ્થા ૩૬૫ આંતરરાષ્ટ્રીય બજાર પર તેને મળેલું પ્રભુત્વ; તે ઉદ્યોગને લગતી શોધો અને પ્રગતિની શક્યતાઓ–આ બધા જથ્થાબંધ ઉત્પાદનના અને ઔદ્યોગિક એકીકરણના ફાયદાઓ છે. પણ આ પ્રથાની પાછળ મૂડીવાદ, સામ્રાજ્યવાદ અને શ્રમજીવીઓ, ગરીબો તથા નિર્મળ રાષ્ટ્રોનું શોષણ રહેલાં છે. આ પ્રથાથી આંતરરાષ્ટ્રિય સુલેહ અને શાતિ સ્થપાવાને બદલે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે જીવલેણ હરિફાઈ અને વૈમનસ્ય ઊભાં થયાં છે. આજે . જગતમાં જે અશાંતિ અને દુ:ખ વ્યાપેલાં છે તેને માટે ઉત્પાદનની આ પ્રથા ઓછી જોખમદાર નથી. રાષ્ટ્રિય દષ્ટિએ કોઈ પણ એક જ પ્રકારના ઉદ્યોગને રાષ્ટ્રની અંદર અંતીમ એકીકરણ રાષ્ટ્રને માટે હાનિકારક છે; એકજ ઉદ્યોગને આ એકદેશીય વિકાસ રાષ્ટ્રને નિર્બળ અને પંગુ બનાવનારો છે. તેનાથી રાષ્ટ્ર અન્ય રાષ્ટ્ર ઉપર અવલબનારું બને છે; માટે જયાંસુધી જગત આંતરરાષ્ટ્રિય વ્યાપારના અને વ્યવહારના આદર્શને આંતરરાષ્ટ્રિય ભ્રાતૃભાવ, આંતરરાષ્ટ્રિય સમાનતા અને અનાક્રમણના આદર્શ સાથે એકરૂપ ન બનાવી શકે ત્યાં સુધી ઔદ્યોગિક એકીકરણ અને જથ્થાબંધ ઉત્પાદનો વિશ્વકલનાં મૂળ રૂપે છે. જથ્થાબંધ ઉત્પાદન કેવી રીતે શકય બનાવવામાં આવે છે અને તેની વ્યવસ્થા કેવા પ્રકારની હોય છે તે પ્રશ્નની વિગતો પણ જાણવા જેવી અને રસમય છે. જથ્થાબંધ ઉત્પાદન એટલે બહેળા પ્રમાણમાં મૂડી અને મજૂરીનું રોકાણ. ઔદ્યોગિક ક્રાતિ પહેલાં માનવી પિતાનાં ઓજારોથી મર્યાદિત પ્રમાણમાં ઉત્પાદન કરત. મૂડીના રોકાણને પ્રશ્ન ખાસ મહત્વને જ નહોતું અને મજૂરી ઘણુંખરું કુટુંબનાં માણસોથી જ પૂરી પડી જતી; જ્યારે આજના જથ્થાબંધ ઉત્પાદનમાં મૂડીનું રોકાણ ઘણી જ મહત્વની બાબત છે તેમજ શ્રમની સંખ્યા અને ગુણ પણ તેટલાં જ મહત્વનાં છે. જથ્થાબંધ ઉત્પાદનની મૂળ શકષતા યત્રમાં રહેલી છે પણ તેનો વિકાસ અને પ્રગતિ તો સંયુક્ત મૂડીની પ્રથા ઉપર ઊત્પાદનની અને વ્યાપારની જે યોજનાઓ ઘડાવા લાગી તેને જ આભારી છે. સંયુક્ત મૂડીની પ્રથા એટલે, કોઈ પણ ઉદ્યોગ, ઉત્પાદન કે વ્યાપાર માટે મૂડીના જે ભંડળની જરૂર હોય તે એક વ્યક્તિથી નહિ પૂરી પાડતાં, સમાજની અનેક વ્યક્તિઓ પાસેથી એકઠી કરવામાં આવે છે. આજના ઉત્પાદનમાં કરોડોની મૂડીનું રોકાણ કરવું પડે છે. તેટલું મોટું રોકાણ એક જ વ્યક્તિથી શક્ય નથી અને કદાચ શકય હોય તે તેમાં અસાધારણ સાહસ અને જોખમ રહેલાં છે. સાધારણ રીતે કોઈ પણ વ્યક્તિ કે બેત્રણ ભાગીદારો આવું જોખમ ખેડવા તૈયાર થતા નથી. ઉદ્યોગને માટે જોઈતી મૂડી સંયુક્ત મૂડીની પ્રથાથી જ પ્રાપ્ત કરવામાં આવે છે. આ પદ્ધતિમાં મૂકી આપનાર પ્રત્યેક વ્યક્તિની જોખમદારી મર્યાદિત હોય છે. પ્રત્યેક વ્યક્તિએ જેટલા પ્રમાણમાં મૂડી આપી હોય તેટલા પ્રમાણમાં તેને વ્યાજ અને ઉત્પાદન કે વ્યાપારમાંથી રહેતા નફાને ભાગ મળે છે. જથ્થાબંધ ઉત્પાદન સામે નાના ઉદ્યોગો હરિફાઈમાં ઊભા રહી શકતા નથી. ગૃહઉદ્યોગો યાંત્રિક ઉત્પાદન સાથે કદાપિ હરિફાઈમાં ટકી શકે જ નહિ. જથ્થાબંધ ઉત્પાદનમાં શ્રમની, માની અને વખતની બચત થાય છે. આ પ્રકારનું ઉત્પાદન ઘણુંખરૂં વધતી જતી પેદાશના નિયમને બાધિત હોવાથી તેને દિનપ્રતિદિન થતાં વિકાસ અને પ્રગતિ ઓછી ને ઓછી ઉતપાદન-મિતે માલ આપી શકે છે. શક્તિનાં પ્રત્યેક વધતાં જતાં પ્રમાણે તેની કિંમત ઘટતી જાય છે. કાચા માલ ખરીદવામાં અને ઉત્પન્ન થતો પાકો માલ વહેંચવામાં પુષ્કળ ફાયદો મળે છે. ખરીદી જથ્થાબંધ થાય છે અને ગમેતેટલે દરથી અને ઓછી કિંમતે થઈ શકે છે. તેવી જ રીતે ઉત્પન્ન ૫ણુ જથ્થાબંધ થાય છે, તેનું મોટા પ્રમાણમાં વેચાણ કરી શકાય છે, અને તે દૂરદૂરના બજારમાં મેકલીને ઓછી કિંમતે વેચી શકાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52