________________
ગુજરાતને સુકાયેલે સમુદ્ર “૩૬૧
અને હીરેડેટસે આ વિસ્તારમાં સોનું નીકળતું હોવાની વિગતો લખી છે. હજી પણ હિંદનાં મ્યુઝિયમમાં અરાવલ્લીના આ સેનાની જૂની વસ્તુઓ જેવા મળે છે.
ઈતિહાસ સંશોધકે કહે છે કે ઈ. સ. પૂર્વે ચાદમા કે પંદરમા સૈકામાં મહાભારતનું યુદ્ધ થયું હતું. યુધિષ્ઠિરના રાજસૂયમાં ભાગ લેવા શ્રીકૃષ્ણ ગયેલા ત્યારે તેમની ગેરહાજરીમાં આબુના પૃષ્ઠભાગમાં આવેલા સાવદેશના નૃપતિ સાવે દ્વારકા નગરી પર હલ્લે કર્યો હતા. શ્રીકૃષ્ણ હસ્તિનાપુરથી આવી સાવ દેશપર ચડાઈ કરી આબુની નજીકમાં પ્રસરેલા સમુદ્રમાં સાવનો વધ કર્યો હતો. આખા મહાભારતમાં આ એક જ ઈશારે કચ્છના રણના સમુદ્ર વિષેને મળે છે.
મહાભારતકાળપૂર્વ આ સમુદ્ર રણના હાલના વિસ્તાર કરતાં વધારે વિસ્તૃત હતા. ઉત્તર-ગુજરાત, મારવાડ અને સિંધનો કેટલોક ભાગ તે વેળા એનાં મોજાંઓ તળે ઢંકાયેલ હતું. * સ્કંદપુરાણાંતર્ગત શ્રીમાળમહાભ્યમાં લખેલું છે કે શ્રીમાળના પ્રદેશ ઉપર અગાઉ સમુદ્ર હતો. અદ્ભુદાચલના પૃષ્ઠ ભાગમાં આવેલા આ વિસ્તાર ઉપર ગુ ઇત્યાદિ ઋષિઓની ઈચ્છા થઈ એટલે તેમણે સૂર્યને સ્તુતિ કરી. સૂર્ય પોતાના પ્રખર તાપથી આ પ્રદેશપરના સમુદ્રને સૂકવી નાંખ્યો. પછી ભૂગુ, ગૌતમ ઇત્યાદિ ઋષિઓએ ત્યાં આશ્રમો બાંધ્યા ને આમ ધીમેધીમે શ્રીમાળનગરી વસતી ગઈ. શ્રીમાળની પાડોશના વિસ્તારોના ખડકેપર અદ્યાપિ દરિયાઈ પાણીના ઘસારાનાં ચિન્હા નજરે પડે છે.
જે વેળા સિંધુની ઉપત્યિક મોહેજેડેરે, છન્ડે ઈત્યાદિ શ્રીસંપન્ન પ્રાગૈતિહાસિક નગર, વડે શોભતી હતી તે વેળા આ સમુદ્ર લુણીની ખીણમાં છેક બાલેત્રા સુધી પ્રસરેલ હતા. બાલોત્રાનું ખારું સરોવર હાલ પણ એના અવશેષરૂપે મોજુદ છે. જૂના બાળમેરમાં વહાણે લાંગરવાનાં તેમ લુણીના પ્રવાહમાં તેમની આવજા થતી હોવાનાં ચિન્હો ઍબોટને સાંપડયાં હતાં. ઉત્તરે આ સમુદ્ર સરસ્વતી અને સિંધુની ઉપયિકાઓમાં દૂર સુધી પેસી ગયેલ હતા. મેજર હેગે માપણી કરી સરવૈયું કાઢયું છે કે સિન્ધને ડેટા દર વર્ષે માઈલની ગતિથી સમુદ્રમાં આગળ વધી રહ્યો છે. હૈદરાબાદ-સિંધથી મારવાડ જંકશન અને મહેસાણા થઈ ટ્રેનની જે લાઈન વીરમગામ આવે છે તે આ સમુદ્રને પ્રાગૈતિહાસિક કાળને કાંઠે દાખવે છે.
રામે પિતાના બાણ વડે સમુદ્રને સૂકવી નાંખ્યો હતો આ રામાયણમાંની આખ્યાયિકા કચ્છના રણના સમુદ્રને જ બંધબેસતી આવે છે. યુદ્ધકાંડના ૨૩ મા સર્ગમાં લખ્યું છે કે રામે જે સમુદ્રને સૂકવ્યો હતે તેની ઉત્તરે સિંધને પ્રવાહ વહેતો હતો અને આભીરજાતિ વસવાટ કરતી હતી. મહાભારત અને ગ્રીકેની નોંધપોથીઓમાં આભીરને કચ્છના રણની ઉત્તરે સરસ્વતીની ઉપાત્યકામાં નિવાસ કરતા લખવામાં આવ્યા છે.
રામથી ૩૨ પેઢી પૂર્વે સૂર્યવંશમાં સત્યવ્રત રાજા થયો હતો. તેના સમયમાં વિશ્વામિત્ર પિતાના રાજ્યને ત્યાગ કરી સરસ્વતીના મુખ ઉપર કચ્છના રણના સમુદ્રતીરે તપ કરવા લાગ્યા. આ વેળા આખા આર્યાવર્ત ઉપર અનાવૃષ્ટિના પરિણામે ૧૨ વર્ષના કારમાં દુષ્કાળના ઓળા પથરાયા. સરસ્વતીનું વહેણ સૂકાઈ ગયું. ઋષિઓ ભૂખે મરવા લાગ્યા ને તેમની પાસેથી વેદે છેવાયા. પરિણામે આર્યસંસ્કૃતિએ પશ્ચિમ હિંદથી પૂર્વ હિંદ તરફ પ્રયાણ કર્યું ને ગંગા યમુનાના પ્રદેશે તેમણે આબાદ કર્યા. આ દુષ્કાળ વેળા રાજા સત્યવ્રતે વિશ્વામિત્રના કુટુંબનું
* બેચરાજીથી બનાસના મુખ સુધી તથા પાટણની ઉત્તરે ક્ષારભૂમિઓ આવેલી છે. પુરાકાળમાં ઉત્તર–ગુજરાત પર ફરી વળતા સમુદ્રની આ નિશાનીઓ છે એમ ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com