________________
ગુજરાતને સુકાયેલા સમુદ્ર
અમૃતલાલ વ. પંડયા આખા એશિયાનાં ભૂગોળ અને ઈતિહાસમાં ગુજરાતના આંગણે એક અજોડ બનાવ બની ગયો છે. હાલ જ્યાં કરછનું રણ છે, ત્યાં હજાર વર્ષ પૂર્વે દરિયાના મોજાં ઉછાળા મારતાં. પૂર્વ દિશાએથી રૂપેણ, કુંવારકા અને બનાસનાં નીર એમાં ઠલવાતાં; ઈશાન ખૂણમાં લુણી પોતાનાં ખારાં પાણી એમાં રેડતો અને ઉત્તરે, આખા આર્યાવર્તને પલાળતી આવતી સરસ્વતી આ સમુદ્રને સંગમ સાધતી. આ સમૂદ્ર કચ્છને ફરતે વીંટળાઈ વળતે અને તેની એક પેટી ઝાલાવાડના નીચા ભાગે અને ભાલને ઢાંકતી ખંભાતના અખાતને જઈને મળતી. ગુજરાત અને કાઠિયાવાડને જુદા પાડનાર આ સામુદ્રધુનીના અવશિષ્ટરૂપે નળ સરોવર હાલ પણ મોજુદ છે. આ પ્રમાણે પ્રાચીનકાળમાં કાઠિયાવાડ આજની જેમ દ્વીપકલ્પ ન હતું. સ્કંદગુપ્તના જુનાગઢના ખડક-લેખની ૨૪ મી લીટીમાં સુરાષ્ટ્રને દીપ કહેલું છે. નળકઠામાં હાલ પણ જ્યાંત્યાં વહાણને લાંગરવાના કાણુવાળા પથ્થો મળી આવે છે. આમ ગુજરાતના દરિયાકાંઠાનું નાકું ખંભાત આગળ ન હતું પણ તેની ઉત્તરે છેક લુણીના મુખ નજીક હતું. મારી માન્યતા પ્રમાણે “અપરાન્ત’ પ્રદેશને વિસ્તાર
પરકથી લુણુના મુખ સુધી હતા. શપરક અને ભકરછનાં વહાણે નળની સામુદ્ર ધુનીમાં થઈ કછના રણના વિસ્તારમાં આવજા કરતાં. આ પ્રમાણે, કેવળ દક્ષિણ-ગુજરાત જ સમુદ્રકાંઠે હેય તેમ નથી પણ ઉત્તર-ગુજરાત (આનર્ત) પણ વહાણવટાનું કેન્દ્ર હતું. • કચ્છના રણના સમુદ્રની બીજી વિશેષતા એ હતી કે આર્ય જાતિની પવિત્રતમ નદી સરસ્વતી એમાં પોતાનાં નીર ઠાલવતી. એ જ કારણે પુરાણકારોએ સરસ્વતી નદીને છેક ખંભાત અને સોમનાથ પાટણ સુધી લંબાવી છે. વૈદિક સંસ્કૃતિ સરસ્વતીના તીરેજ ફાલી હતી. એના પ્રવાહ મારફતે કચ્છના રણના સમુદ્રમાં ફરતાં ગુજરાતનાં વહાણ આખા આર્યાવર્ત અને સપ્તસિંધુમાં ફરી વળતાં. સિંધુ કરતાંય પહોળો એ એને સુક્કો પટ દક્ષિણ-પંજાબથી રજપુતાના અને સિંધની વચ્ચે પસાર થતે કરછના રણમાં સમાઈ જતો હાલ પણ દેખાય છે. દ્વારકાથી હસ્તિનાપુરને રાજમાર્ગ એના કાંઠે કાંઠે જતો હોવાની ને મહાભારત અને ભાગવત પુરાણમાં મળે છે.
આ સમુદ્રમાં દેશદેશાવરનાં વહાણે આવી ગુજરાત સાથે હિંદની સમૃદ્ધિની આપ લે કરતાં. પિણે વર્ષ ઉપર રણમાં વવાણીઆ પાસે રેતીમાં દટાયેલું એક જૂનું વહાણ મળી આવ્યું હતું. કચ્છમાં છેલ્લા સૈકામાં થયેલા ધરતીકંપ વેળા રણના વિસ્તાર પર જૂનાં વહાણોના અવશેષો બહાર ફેંકાતા જોવામાં આવ્યા હતા. અત્યારસુધીમાં આને કાંઠે ૧૭ પુરાતની બંદરોના અવશેષે શોધી શકાય છે. કાઠિયાવાડને કિનારે વવાણીઆ, મૂલવાદર અને ઝીંઝુવાડા; ઉત્તર-ગુજરાતને તટપ્રદેશે કુંવર (કાલાપત્તન), ભોરોલ અને જૂનું પીપરાળું; સિંધના કાંઠે વિરાવન, બાલીઆરી, વીનગઢ અને વેગાઉગઢ, કચ્છની ઉત્તરે ભીટારો, છારી, નીરના, લખપત અને સિંધડી; પચ્છમબેટમાં ડેરટ, ડાહી અને ફાંગવાડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com