________________
૩૬૦ સુવાસ : માર્ગશીર્ષ ૧૯૯
આજથી હજાર વર્ષ પૂર્વે આ સમુદ્રમાં છીછરું પાણી હતું. સને ૧૦૨ માં મહમૂદ ગીઝની સેમિનાથ ભાંગી ભીમને કેદ પકડવા ક૭ ગમે ત્યારે આ સમુદ્ર તેને ન હતો. તે વેળા નળ સામુદ્રધુનીમાં પણ છીછ પાણી હતું. મહમૂદ નહેરવાલાથી સેમિનાથ ગયો ત્યારે આ તેને ઓળગવી પડી હતી.
ઈ. સ. ૬૪૦ માં હિંદમાં આવેલા ચીના મુસાફર યુવાન સ્વાંગને મહીકાંઠાથી ગુર્જરત્રા તરફ જતાં આ સમુદ્ર દેખાયા હતા.
રણની પહેલા તથા બીજા સૈકા (ક્ષત્રપકાળ)ની હકીકત પેરીપ્લસના યાત્રા વર્ણનમાં આપેલી છે. આ સમયે તેને કેટલોક ભાગ છીછરો થઈ ગયો હતો તે છતાં તેમાં વહાણ આવજા કરતાં. - ઈ. સ. પૂર્વે બીજા સૈકામાં ગુજરાત ઉપર ગ્રીક મીનાન્ડર–જે બૌદ્ધ થઈ મિલિન્દ કહેવા–રાજ્ય કરી ગયો છે. પાલીચંચ મિલિન્દ પહ'માં સુરક, સુવીર અને ભરુકચ્છ સાથે લાપત્તન નામનું એક વધુ બંદર ગણવેલું છે. આ કેલ્લાપત્તન” * બંદર હજી સુધી જડયું નહોતું. કચ્છના રણને સાગરકાંઠે પુરાતત્વ સંશોધન કરતી વેળા પહેલવહેલું આ બંદર મને હાથ લાગેલું. સિદ્ધપુર અને અણહિલવાડ પાટણને સ્પર્શતી સરસ્વતી ઉર્ફે કુંવારકા નદી જયાં રણને સંગમ સાધે છે ત્યાં કુંવરગામ પાસે આ બંદર આવેલું છે.
ઈ. સ. પૂર્વે ૩૨૭માં હિંદ છોડતી વેળા એલેકઝાન્ડરને કાફલો આ સમુદ્રમાં થઈ પસાર થયો હતો એમ તેના ગ્રીક સાથીદારના અહેવાલમાં લખેલું છે.
ઈ. સ. પૂર્વે ૧૦ મા સૈકામાં પેલેસ્ટાઈનમાં સલેમન નામે એક પ્રતાપી રાજા ય છે. આ રાજા એફીર નામના કેઈ દેશાવરના બંદરે સોનું લાવવા વારંવાર વહાણ મોકલતા હોવાની વિગત બાઈબલમાં ઠેકઠેકાણે આપી છે ઘણાખરા વિદ્વાને સિંધ પાસે આવેલા પ્રાચીન દેશ સૌવીરને ઓફીર માને છે. યુવેનાંગની મુસાફરી, કામસૂત્ર અને મહાભારતમાં આપેલાં સૌવીરનાં વર્ણને પરથી જણાય છે કે સિંધુ નદીની પશ્ચિમને મુલક સિંધુદેશ અને પૂર્વને સૌવીર કહેવાતે. મિલિન્દપહગ્રંથમાં વીર બંદરનું નામ આવે છે. મૂલસ્થાન (મુલતાન) સૈવીરમાં હતું એમ આબેરૂનીએ લખ્યું છે. આ ઉપરથી જણાય છે કે સિંધુ નદીના પૂર્વકાંઠે ઉત્તરે મુલતાનથી માંડી દક્ષિણે કચ્છના રણને સમુદ્ર સુધી સવીરને વિસ્તાર હતે. પૂર્વ બાજુએ લુણીના પ્રવાહ પાસે એ આનર્તને સ્પર્શત. કનીધામે તે વળી સૌવીરની સીમાને ઈડર સુધી લંબાવી છે. સૈવીરની દક્ષિણ સીમા માત્ર સમુદ્રના કાંઠે (કચ્છના રણને સમુદ્ર) હતી માટે સેવીર બંદર પણ ત્યાં જ હોય તે દેખીતું છે. આમ બાઈબલમાંનું એફીર (સવીર) કચ્છના રણના સમુદ્રનું એક બંદર સિદ્ધ થાય એ વાત ઉત્તર–ગુજરાત માટે ઓછા ગૌરવની નથી. સેલે મનનાં વહાણે ફીરથી સેનું લઈ જતાં ને વળી જૂના પીપરાળા પાસે જે પુરાતન બંદર મને મળી આવ્યું છે ત્યાંથી પરદેશ સોનું ચડતું એમ લકવાયકા કહે છે. અરાવલીના પર્વતમાંથી પ્રવાહિત થતી નદીઓની રેતીમાં સોનું હોય છે. અગાઉ લેકે પુષ્કળ પ્રમાણમાં આ સોનું કાઢતા. ગ્રીક મુસાફરો પ્લીની
* “કાલા ” આ શબ્દ સંસ્કૃત નથી. દ્રવિડ ભાષાઓ પ્રમાણે એને અર્થ ‘પશ્ચિમ દિશા” થાય છે. પતનને અસલ અર્થ બંદર હતા. સિંધ અને પંજાબમાં હાકડાના સૂકા પટ ઉપર જે વહાણ લાંગરવાની જૂની જગાઓ છે તે હજી પણ પટ્ટણું કહેવાય છે. આ પ્રમાણે કાલાપતનને અર્થ પશ્ચિમ દિશાનું બંદર' એ થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com