________________
ગુલામ
ભાનુશંકર નીલકંઠ આચાર્ય
“ગુલામ! પેલું ગીત ગાઈને.”
“દરરોજ ગાય છે તે.” “કેમ, તે ગીત બહુ ગમે છે?”
હા.” ગુલામે ગાવું શરૂ કર્યું
“ડરતે કર્યું મુસાફીર
એ વખ્ત આયે આયે નજદીક હૈ. અંજામ,
ઝીંદગીને જે બતાવે.” મુમતાઝે તેને અંગમરોડને અભિનય શરૂ કર્યો.'
“પયગામ છે ખુદાકા
સુનલે જરાસા ભાઈ પસ્તાયગા કરશે
માલિકસે ઠગાઈ”–ડરતે. ગાન પૂરું થયું. સંગીતનું દિવ્ય તેજ માનવને પોતાનામાં લય કરી સુષુપ્ત દશામાં મૂકે છે. સંગીતના નાદમાં મસ્ત બનેલ માનવીને શુદ્ધિમાં આવતાં વાર લાગે છે. તાનના નાદમાં મસ્ત બની ડોલતી મુમતાઝ ગાન બંધ થયાનું જાણી શકી નહીં. ગુલામનું હાસ્ય તેને જાગૃતિમાં લાગ્યું. તે શરમાઈને એકદમ નીચે બેસી ગઈ.
“ગુલામ ! પેલી વાત કહેને.” થોડીવાર પછી તે બોલી. “કઈ વળી?”
“બાદશાહની ! ગુલામ, જેને બાદશાહને કેવી મઝા હોય છે. મોટું બધું રાજ્ય, કેટલાએ નોકરે, ઘણી બધી રાણીઓ કેટલું સુખ! અબ્બાજાનને કહે કે તે પણ બાદશાહ બને.”
મુમતાઝની નિર્દોષ વાતથી ગુલામ હસી પડ્યો.
કેમ, મશ્કરી કરે છે? નહીં બોલું જા !”
“નહીં, જુઓ, બાદશાહ થવું હોય તે એક સરદાર જોઈએ. મોટું બધું લશ્કર જોઈએ. એ લશ્કર લડાઈમાં જીતે એટલે બાદશાહને રાજ્ય મળે.” ગુલામે ખુલાસે કર્યો.
ત્યારે તે સરદાર બનજેને.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com