Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 11
________________ મહાકવિ હરિચન્દ્ર - ૩પ૩ હાઈ તેમના પિતાનું નામ આદૈવ તથા માતાનું નામ રથ્યા હતું. જ્ઞાત થાય છે કે તેમને વંશ લક્ષ્મીસંપન્ન હતા. નીચેના પદ્યથી એ બાબત સૂચિત થાય છે: हस्तावलम्बनमवाप्य यमुल्लसन्ती । वृद्धापि न स्खलति दुर्गपथेषु लक्ष्मीः ॥ હિરચન્દ્રનાં માતાપિતા કદાચ જૈન નહિ હાય. તે સ્વયં વ્યક્તિગતરૂપે જૈન હશે. પેાતાના વંશ તથા માતાપિતાની પ્રશંસા તેમણે લક્ષ્મીસંપન્ન તથા ન્યાયનિપુણતા આદિની દૃષ્ટિથી કરી છે. પરંતુ ધર્મ યા સદાચારની દૃષ્ટિથી કશું કહ્યું નથી. પોતાની પ્રશંસામાં “ વામોદર્વવીજ કહ્યું છે. અર્થાત્ ‘જિનેન્દ્રના ચરણકમળના રસિક ભ્રમર હું હરિચંદ્ર'. આ શબ્દોથી વૈશ્યાને પ્રભાવ એમના પર અધિક માલુમ પડે છે. સ'ભવિત છે કે તેમના વંશની સ્વતંત્ર વૃત્તિ વ્યાપારજ હશે. જૈનધર્મ રાજાએના આશ્રયમાં બહુજ અલ્પ રહ્યો છે. અધિકતર એ વૈશ્ય જાતિમાંજ સ્થાયીરૂપ પામ્યા છે. એટલે હરિચન્દ્રને વૈશ્ય ભાવાનુરાગ ઉચિત જ છે. આ કથન વિષયક અનેક પ્રમાણ છે. ખાસ કરીને એમાંનું એક આ છે. રિચન્દ્રે પોતાના નાયક ‘ જીવન્ધર ’ક્ષત્રિય હૈાવા છતાં તેનું પાલનપોષણ એક વૈશ્ય દ્વારા કરાવ્યું છે, એટલુંજ નહિ પણ એ વૈશ્ય પુત્રીએ સાથે એનું લગ્ન પણ કરાવ્યું છે. ગ્રંથના અધિકતર ભાગમાં પણ વૈશ્યેાના મહત્વનુંજ વર્ણન કરવામા આવ્યું છે. ‘જીવન્ધર નું એના મામાની પુત્રી સાથે લગ્ન કરાવ્યુ છે એ દાક્ષિણાત્ય પ્રથા છે. અન્યત્ર એ પ્રથા પ્રચલિત નથી. આ પ્રથાને સુપ્રસિદ્ધ શ્રી માધવાચાર્યે પણ પોતાના “જૈમિનીય ન્યાયમાલા ”માં ઉલ્લેખ કરી એને શ્રુતિતસ્મૃતિના વિરૂદ્ધ દર્શાવી એનું ખંડન કર્યું છે. દક્ષિણભારતની આ બહુજ પ્રાચીન પ્રથા છે. આજ પણ કદાચ ત્યાં આ પ્રથા પ્રચલિત હશે. આ કારણને અંગે કદાચ હરિચન્દ્ર દક્ષિણ-ભારતીય હશે. વળી ‘ ધ શર્માભ્યુદય ’માં એક સ્થળે તેમણે લખ્યું છે કે —રાજા પોતાના દરબારમાં વિભિન્ન દેશના વિએનાં કાવ્યેાનું રસપાન કરી રહ્યો હતા પણ દાક્ષિણાત્ય કવિએની કવિતાથો તે સૌથી અધિક પ્રસન્ન બન્યા. ” દાક્ષિણાત્ય કવિના આ સ્નેહવિશેષનું કારણ કેવળ કવિનું દેશભમાન જ માલુમ પડે છે. એ પદ્ય નીચે પ્રમાણે છે: '' दाक्षिणात्य कविचक्रवर्तिनां हृच्चमत्कृतिगुणाभिरुक्तिभिः । વૃતિશ્રુતિશિરોવિઘૂળયનેનુમન્તરિક તાયાન્તરમ્ ।। ધ′૦ ૫, ૧૩ આમાં દક્ષિણાત્ય કવિઓની ઉક્તિને ખૂબ ચમત્કારિણી તથા મધુર દર્શાવી છે. આવા પ્રકારના દેશાભિમાનથી રિચન્દ્ર દક્ષિણ-ભારતના જ સિદ્ધ થાય છે. એ સમયે ભારતમાં પાંચ રાજ્ય બળવાન હાવાં જોઇએ. હરિચન્દ્ર એ રાજ્યેાને આ ક્રમથી ઉલ્લેખ કરે છે: માલવ, મગધ , અંગ, કલિંગ અને પાય. માલવાને પ્રથમ સ્થાન આપ્યું છે. એથી પ્રતીત થાય છે કે માલવા એ સમયે પણ બળવાન રાજ્ય હતું. ગુપ્ત રાજ્યના એ અંતિમ સમય ઢાવા જોઈએ. હરિચંદ્રના વર્ષોં નથી દક્ષિણમાં પાય રાજ્યની સારી શ્રીવૃદ્ધિ માલુમ પડે છે. પાાય રાજ્યના વર્ણન માટે હરિચંદ્રના નિમ્ન લિખિત પદ્યા જોઇએ : लीलाचलत्कुण्डलमण्डितास्यः पाण्ड्योऽयमुड्डामर हेमकान्तिः । आभाति शृंगोभयपक्षसर्पत्सूर्येन्दुरुच्चैरिव काश्चनाद्रिः ॥ निर्मूलमुन्मूल्य महीधराणां वंशानशेषानपि विक्रमेण । तापापनोदार्थमसौ धरिष्यामेकतपत्रं विदधे स्वराज्यम् ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52