Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ ૩૫ર સુવાસ માર્ગશીર્ષ ૧૯૯૬. પિતાની વિદ્યાધરી માયા દ્વારા તેને બચાવી લીધો હતો. પછી સમય મળતાં પિતાના મામાની સહાયથી તે કાઠાંગારને હરાવી–તેને નષ્ટ કરી પોતાનું પિતૃક રાજ્ય પ્રાપ્ત કરે છે. એ હર્ષના ઉપલક્ષ્યમાં મામાની એક છોકરી સાથે એનું લગ્ન પણ થાય છે. બધાં મળીને તેનાં આઠ કે નવ લગ્ન થાય છે ઉપરત કથા ‘ઉત્તરપુરાણ'માંની કથાથી અનેક રીતે ભિન્ન હોઈ હરિચકે “ઉત્તરપુરાણ દ્વારા વસ્તુ-રચના નથી ગ્રહ્યાં. જનશ્રતિરૂપમાં પ્રચલિત કથાને જ તેણે કલ્પનાએ મઢી છે. ઉપરાંત એ કથા કૃષ્ણલીલાથી પણ અમુક અંશે સામ્ય રાખે છે. જનશ્રતિમાં પ્રચલિત રહેવાને કારણે લેકચિ અનુસાર તેમાંની ઘટનાઓ તથા પાત્રોનાં નામનું પરિવર્તન થયું જ હશે. માળવાના ગામેગામ નળ-દમયંતીની કથાને પ્રચાર છે. પરંતુ જનતિમાં પ્રચલિત થવાનાં કારણે તેને કથા મૂળમાં અનેક રીતે માલવીય ગ્રામ્યભાવે યા સંસ્કૃતિનું સંમેલન થઈ ગયું છે. એટલે બને એ સ્વતંત્ર રીતે યથાવૃત ફેરફાર સાથે ગ્રથો રચ્યા હશે; કે પછી એકમાંથી બીજાએ જે લીધું જ હોય તે ઉત્તરપુરાણના કર્તાએ જ હરિન્દ્રના ઉત ગ્રંથમાંથી સહજ સંશોધન કરી વસ્તુ લીધું હશે. ઉત કથાના આધારે લખાયલા, વાદીભ નામક એક અન્ય જૈન કવિના પણ, ગચિંતામણિ” તથા “ક્ષત્રચૂડામણિ” નામક બે ગ્રંથ મળે છે. આ વાદિના ગ્રંથેનો ઉપયોગ હરિચંદ્ર કર્યો હશે એમ કોઈ શંકા કરે એ સ્વાભાવિક છે પણ એના નિરાકરણમાં કહેવાનું કે રાજ કેશરીવર્મા-ઉપાધિધારી રાજા કૂતુંગના રાજ્યકાળમાં સકિવલરે (તામીલકવિ) ‘પિરિયાપુરાણમ ' ગ્રંથ રચ્યો છે. તેમાં “નિરૂત્તકદેવર' કવિકૃત ‘છવકચિંતામણિ” ને ઉલ્લેખ થયો છે. નિરૂત્તકદેવર પિતાના એ ગ્રંથમાં લખે છે કે “વાદીભ દ્વારા પ્રારંભિત થયેલા આ ગ્રંથને શેષ ભાગ અમે પૂર્ણ કર્યો છે. હવે આ નરેશને સમય અગિયારમી શતાબ્દીને ઉત્તરાદ્ધ નિશ્ચિત છે. અતઃ વાદીભને પણ એ જ સમય છે. આથી અતિરિક્ત ખાસ કરીને ખુદ વાદીભે પોતાના ગ્રંથમાં હરિન્દ્રના અનેક પળોને અર્થતઃ સ્થાન આપ્યું છે એથી પણ વાદીભ હરિશ્ચન્દ્રના પછી થયેલા સિદ્ધ થાય છે. આમ ઉક્ત સંદેહ કે હરિચંદ્ર વાદીભ દ્વારા કથા લીધી હતી એ નિમ્ળ છે. પરંતુ હરિશ્ચન્દ્રથી ઊલટ વાદીભે લીધી હશે એ સક્તિક હોઈ માન્ય છે. હરિશ્ચન્દ્રના બન્ને પ્રથામાં કાલિદાસ માઘ તથા ભતૃહરિના ગ્રંથેનો પ્રભાવ સ્પષ્ટ દીસી આવે છે. એ કવિઓના ભાવો તથા શબ્દરચનાનું ચિત્ર હરિશ્ચન્દ્રના માનસપટલ પર એટલું દૃઢ ચિત્રિત થઈ ગયું છે કે કેટલેક સ્થળે તે શબ્દ અને અર્થ પણ સરખાજ આવી ગયા છે. માઘને સમય કેટલાક વિદ્વાને દશમી યા અગિયારમી શતાબ્દિને માનતા હોઈ તેઓ હરિન્દ્રને પણ તે પછી થયેલા માને છે. પણ કાશ્મીરના આનંદવર્ધનાચાર્યું, જે નવમી શતાન્નિા ઉત્તરકાળમાં નિશ્ચિતરૂપે વિદ્યમાન હતા, પોતાના “ વન્યાલક માં માઘનાં કેટલાંક પદે (૫, ૨૬, ૩, ૫૩, ૧૧૨ આદિ) ઉદ્ધત કર્યો છે. એટલે વધુમતે મનાય છે એ પ્રમાણે માધનો સમય તે છઠ્ઠી શતાબ્દિના મધ્યભાગમાં હવે એજ સર્વથા સંભવિત યા સિદ્ધ છે. હરિશ્ચન્ટે પોતાના ધર્મશર્માલ્યુદય’ના અંતમાં દર્શાવ્યા પ્રમાણે તેઓ કાયરથ વંશના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52