Book Title: Suvas 1940 02 Pustak 02 Ank 08
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 14
________________ પદ સુવાસ: માર્ગશીર્ષ ૧૯૯૯ ગુલામ ફરીથી હસી પડ્યો; તેણે ધીમેથી મુમતાઝના ગાલ પર વાત્સલ્યભર્યું ચુંબન ભરી લીધું. એક દંતકથા છે. હુસેન આરબી ઘેડાને એક સેદાગર હતા. ઘેડાના વેપારમાં તેણે સારું ધન મેળવ્યું હતું. અરબસ્તાન જેવા મુલકમાં જ્યાં પાણી મળી શકે ત્યાં તે તંબુઓ તાણી રહે અને ઘેડાઓને ઉછેરત. સારી સંખ્યામાં ઘડાઓ થાય ત્યારે તે હિંદુસ્તાન અગરતે ઈરાનમાં જઈને ઘેડાઓને વેચી આવતે. હુસેનને મુમતાઝ નામની એક પુત્ર સમાવડી પુત્રી હતી. મુમતાઝને જન્મ આપી બે માસમાં જ તેની માતા ગુજરી ગઈ હતી, જેથી માતાવિહેણું પુત્રીને બહુજ લાડમાં હુસેને ઉછેરી હતી. તેની સંભાળ રાખવા એક ગુલામને તેણે ખાસ રાખ્યો હતો. ગુલામ મુમતાઝને રમાડતો અને હમેશાં તેને આનંદમાં રાખતો. માણસના સુખદુઃખને ઓગાળી નાખતો કાળ ઝડપથી વહી જાય છે. મુમતાઝ તેર વરસની થઈ. કૌમાર્યના નિર્દોષ ભાવને રજા આપી યૌવનના તરલ ભાવોએ તેના દેહમાં સંચાર કર્યો. છતાં તે વિકારોથી દૂર જ હતી. સેદાગરની પાસે ગુલામવિરૂદ્ધ વાત કરી બીજા ઈર્ષાળુ નોકરે તેને ઉશ્કેરતા. ગુલામ મુમતાઝ સાથે વધારે પડતી છૂટ લેતે તેની ફરિયાદ તેઓ વારંવાર કરતા હતા. ગુલામે મુમતાઝને ચુંબન કર્યું તે સોદાગરે આજે નજરે જોયું; અને તેની શંકા દૃઢ થઈ. ગુલામને તેણે તંબુમાં બોલાવ્યો. ને ચારે તરફથી તંબુને ઢાંકી દઈને કેઈ ન જોઈ શકે તેવી રીતે તેને તેણે અમાનુષી માર માર્યો. ગુલામ તરફ શંકાની દૃષ્ટિથી જોતાં હુસેનને હવે સહેજ વાતમાં પણ તેના તરફ તિરસ્કાર છૂટતે; કાંઈક સાધારણ ભૂલના પરિણામે પણ ગુલામને અનહદ માર સહન કરવો પડે. અંધારી રાત્રી હતી. ચંદ્ર વિનાના આકાશમાં અનાથ વિધવાની માફક તારકે પિતાના આછા તેજનાં આંસુ જગતની બેવફાઈ પર ઢોળી રહ્યા હતા. ટાઢ પણ હંમેશ કરતાં આજ કાંઈક વધારે પ્રમાણમાં હતી. પવનના સુસવાટા સિવાય બીજો અવાજ વાતાવરણમાં સંભળાતા ન હતા. આવા સમયે મારથી અધમૂઓ થએલ ગુલામ તંબુની બહાર નીકળ્યો. હંમેશને માટે ગુલામીની બેડી ફગાવી દેવાને તેણે નિશ્ચય કર્યો હતે. ચૂપકીથી સોદાગરના તંબુમાં તે ગયે. ડીવારે ઝવેરાતની પેટીની ચોરી કરી તે બહાર નીકળે. આગળ ચાલતાં કાંઈક વિચાર થતાં તે પાછો ફર્યો. તે ધીમે ધીમે મુમતાઝના તંબુમાં ગયા. ભરઊંઘમાં ધરતી મુમતાઝ કાંઈક બડબડતી જણાઈ. તે નજદીક ગયે. “ ત્યારે તું સરદાર બનજે ને!” સ્વપ્નાવસ્થામાં બેલાયેલા શબ્દ તેને કાને પડયા. તેણે એકદમ શ્વાસ ખે. મુમતાઝ ઉપર છેલ્લી દષ્ટિ ફેંકી તે બહાર નીકળે. ઘોડાઓની હારમાંથી એક સફેદ ઘેડ લઈ તેના પર સ્વાર થઈ તે આગળ વધ્યા. થોડે જઈ મુમતાઝના તંબુ તરફ દૃષ્ટિ નાખી ઘડાને તેણે એડી મારી. રાત્રીને ઘોર અંધકારમાં તે દૂર અને દર અદશ્ય થઈ ગયે. “જહાંપનાહ! એક ખૂબસૂરત ગુલામ સ્ત્રીને મે ખરીદ કરેલ છે. તે સંગીત બહુ સરસ જાણે છે. આપને હુકમ હેય તે કચેરીમાં હાજર કરું.” નાયકાએ નમન કરી બાદશાહને કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52