________________
स्थानांगसूत्र
२५
તે જ પ્રમાણે અવયવ અને અવયવીનો અભેદ માનવામાં અવયવમાં રહેલું અનેકત્વ અને અવયવીમાં રહેલું એકત્વ બે વિરૂદ્ધ ધર્મ એક સાથે રહેવામાં કોઇ દોષ નથી.
અવયવ કે નીલવર્ણની જેમ અવ્યભિચારીપણે પ્રતિભાસમાન હોવાથી અવયવી દ્રવ્ય વિદ્યમાન છે.
તે આ રીતે - ‘પ્રતિભાસનો અનુભવ થતો હોવાથી' આ હેતુ અસિદ્ધ નથી. જેવી રીતે અવયવ પ્રતિભાસમાન થાય છે તેવી રીતે અવયવી પ્રતિભાસમાન થાય છે.
સમસ્ત વસ્તુની વ્યવસ્થા પ્રતિભાસને આધીન હોવાથી હેતુ વિરૂદ્ધ નથી કે અનેકાંતિક નથી. સમસ્ત વસ્તુની વ્યવસ્થા પ્રતિભાસને આધીન છે આવું માનશો નહીં તો કોઇ વસ્તુ સિદ્ધ થશે નહી.
પૂર્વપક્ષવાદી :- અવયવી દ્રવ્ય છે પણ આત્મા નથી. આત્મા પ્રત્યક્ષ પ્રમાણથી સાક્ષાત્ થતો નથી. કારણ કે અતીન્દ્રિય છે. અતીન્દ્રિય હોવાથી આત્મા પ્રત્યક્ષ પ્રમાણથી ગ્રહણ કરવા યોગ્ય નથી.
અનુમાન પ્રમાણથી :પણ આત્મા ગ્રાહ્ય નથી. લિંગ (હેતુ) લિંગી (પક્ષ) એ બંનેનો સાક્ષાત્ સંબંધ દેખવાથી અનુમાનની પ્રતીતિ થાય છે. તે લિંગ લિંગીનો સંબંધ સાક્ષાત્ દેખાતો નથી.
આગમથી પણ ઃ- આત્મા જાણી શકાતો નથી. કારણ કે આગમોમાં પરસ્પર વિસંવાદ છે. સિદ્ધાંતવાદી :- આવી દલીલોથી આત્મા ઉપલબ્ધ નથી આવું કહી શકાય નહી. કારણ, આગળ બતાવ્યા છે તે બે વિકલ્પો ઘટતા નથી.
પ્રશ્ન :- આત્મા ઉપલબ્ધ થતો નથી, આત્માનો સાક્ષાત્કાર થતો નથી તો તે (૧) એક પુરૂષને આશ્રિત છે કે (૨) બધા પુરૂષોને આશ્રિત છે ?
ઉત્તર ઃ- કોઇ એક વ્યક્તિને ઘટનું જ્ઞાન ન થાય એટલા માત્રથી ઘટનું અસ્તિત્વ નથી એમ કહી શકાય નહી. અને એક વ્યક્તિને ઘટનું જ્ઞાન ન થાય એટલા માત્રથી સર્વત્ર અને સદા કાળ બધી વ્યક્તિમાં ઘટનું જ્ઞાન નથી માટે ઘટ વિષય જ નથી એમ કહી શકાય નહી.
પ્રમાણ = જ્ઞાન. પ્રમેય વિષય, પદાર્થ, વસ્તુ. કોઇ એક વ્યક્તિના પ્રમાણની નિવૃત્તિ એટલે જ્ઞાનનો અભાવ હોય એટલા માત્રથી પ્રમેય - વિષયનો અભાવ સિદ્ધ થતો નથી. કેમકે બીજી વ્યક્તિને, સર્વજ્ઞ આદિ અને અતીન્દ્રિય અવધિજ્ઞાની આદિ બીજી વ્યક્તિઓને આત્માના અસ્તિત્વનું પ્રમાણ - પ્રત્યક્ષ જ્ઞાન છે અને તેથી જ તે જ્ઞાનનો વિષય આત્મા પણ છે.
પ્રમાણ = જ્ઞાન એ કાર્ય છે.
પ્રમેય = વિષય એ કારણ છે.
=