________________
૧૧૯ અનુમાનનો વિષય જ નથી. અનુમાનથી બીજી બાબતોમાં પણ સભ્ય નિશ્ચય થઈ શકતો નથી. અતીન્દ્રિયાર્થનો તો યોગિતાન વિના નિશ્ચય છે જ નહિ.
અતીન્દ્રિય વિષયોમાં અનુમાનને અવકાશ નથી કારણ કે એનાથી કોઈ સર્વસંમત થાય એવા નિર્ણય ઉપર અવાતું નથી. આજની પરિભાષામાં કહીએ તો જેવું ઇન્દ્રિયજ્ઞાનાવલંબી ભૌતિક વિજ્ઞાનમાં સર્વ-વૈજ્ઞાનિક સંમતિ તરફ જવાય છે, પ્રત્યક્ષતાની કસોટીને કારણ; તેવું એ ભૌતિક વિજ્ઞાનની પાછળ કલ્પાતા તત્ત્વો કે નિયમો એક પ્રકારે, અથવા બીજે પ્રકારે આત્મા, ઈશ્વર, ધર્મ આદિ અતીન્દ્રિય પદાર્થો અને એમની પાછળ રહેલા નિયમો કે તત્ત્વો, સમસ્ત વિશ્વનું તત્વ કે તત્વો, નિયમ કે નિયમો પરત્વે સંમતિની દિશા તરફ જવાતું નથી, કેવળ અનુમાનથી એ દિશા જડતી નથી. કાન્ટને ફિલસફીની સમાલોચનામાં ભિન્નભિન્ન મેટાફિઝિશિયનો પરસ્પરખંડન કરતા દેખાયા, તેમ ધીધન ભર્તુહરિને પણ દેખાયા લાગે છે. એનો હવાલો આપી આચાર્ય હરિભદ્ર કહે છે: “કુશળ અનુમાતાઓ યત્નથી અમુક અર્થને અનુમિત કરે છે, તો બીજા વધારે કુશળ તાકિકો એને બીજી જ રીતે ઉ૫પાદિત કરે છે. અતીન્દ્રિય પદાર્થો જે હેતુવાદથી જણાતા હોત તો આટલા કાળમાં પ્રાણોએ તેમનો નિશ્ચય કરી લીધો હોત.”
यत्नेनानुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः । अभियुक्ततरैन्यैरन्यथैवोपपाद्यते ॥ १४३ ॥ शायरन् हेतुवादेन पदार्था यद्यतीन्द्रियाः।
તાતા કા ઉતઃ જોવુ નિશ્ચયઃ || ૬૪ || આમાં શાસ્ત્રપતિ હરિભદ્રનો અંગત અનુભવ દેખાતો નથી ?
પણ આવો નિશ્ચય થયો નથી, તેથી શુષ્કતગ્રહ, મિથ્યાભિમાનનો હેતુ થતો હોવાથી મહાન' મોટો છે. ભારે છે, ( અતિરી) છે. મુમુક્ષુઓએ એને છોડી દેવો જોઈએ?
न चैतदेवं यत् तस्माच्छुष्कग्रहो महान् ।
मिथ्याभिमानहेतुत्वात् त्याज्य एव मुमुक्षुभिः ॥ १४५ ॥ હરિભદ્રસૂરિની જ્ઞાનતત્વની આ મીમાંસા છે. ઉપર આપણે જોયું કે કારની વિચારસરણી પ્રમાણે રીઝન(Reason)ની આ મર્યાદા છે. એ રીઝન એટલે કે ઇન્દ્રિયાર્થાન-નિર્ભર-અનુમાનપરંપરા, તપરંપરા. અતીન્દ્રિયવિષયો–આત્મા, ઈશ્વર, ધર્મ આદિ માટે તો ફેઈથ (માલ્યા–ગોસ્પેલના શાસ્ત્ર ઉપર આસ્થા) જ આલંબન છે. પણ શાસ્ત્રો પરોક્ષ છે, આસ્થા પરોક્ષ છે. ઇન્દ્રિયજ્ઞાનમૂલક બુદ્ધિ કે બોધના જેવું અતીન્દ્રિયનું નિશ્ચયજ્ઞાન તો યોગિજ્ઞાનમાં જ છે.
આમ આચાર્ય હરિભદ્દે ઈન્દ્રિય, આગમ અને સદનુષ્ઠાનથી થતા અનુમે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહ એવા બોધનાં ત્રણ પ્રકારો કલ્પી ઇન્દ્રિયવિષયક જ્ઞાન તથા તનિર્ભર અને તત્પર્યવસાયી અનુમાનનું એક ક્ષેત્ર કહયું. અતીન્દ્રિય માટે તો ઈન્દ્રિયો નથી જ એટલે અનુમાનથી એનો તર્ક કરી શકાય એવો સંભવ રહે-જેમ જગતના ફિલસૂફો કરતા આવ્યા છે. પણ હરિભદ્રસૂરિ ધીધન ભર્તુહરિનો હવાલો આપી કહે છે કે અતીન્દ્રિયાઈ અનુમાનનો વિષય જ ન બની શકે. અતીન્દ્રિય વિષે જે કાંઈ જાણી શકાય તો તે યોગિકાનમાં જ. પશ્ચિમની પરિભાષામાં કહીએ તો મિસ્ટિકના જ્ઞાનમાં.
આ રીતે હરિભદ્રસૂરિની જ્ઞાનતત્વની મીમાંસા ઈન્દ્રિયજ્ઞાન, અનુમાન, આગમ અને યોગિજ્ઞાનની ભૂમિકાઓમાં વ્યાપ્ત થાય છે, તેમને સાંકળી લે છે.
પતorષનિઃ કાલ ઈવાન ચોતe:ો.
जानात्यतीन्द्रियानोंस्तथा चाह महामतिः ।। १००॥ જેમાં આસ્થા છે એવા આગમનો મુખ્ય આધાર રાખનાર સતશ્રદ્ધાયુક્ત શીલવાન પુરુષ યોગતત્પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org