________________
૧૧૭
૫
ભારતીય વિચારસરણીમાં જ્ઞાનતત્ત્વપરત્વે અનેક પ્રવાહો છે. એક વહેણુમાં દેવળ ઈન્દ્રિયપ્રત્યક્ષનો સ્વીકાર, ખીજામાં અતીન્દ્રિયપ્રત્યક્ષનો પણ સ્વીકાર અને એક કે બન્ને પ્રત્યક્ષો ઉપર આધાર રાખી ચાલતા અનુમાનનો સ્વીકાર; ત્રીજા વહેણમાં અનિર્વચનીયતા કે અવક્તવ્યતા, અને વળી ચોથામાં ઉપપ્લવવાદ. દાર્શનિક હરિભદ્રસૂરિ આ બધા વાદોમાં ઊંડા ઊતરેલા છે. એમણે એમની અનેકાન્તજયપતાકા આ વાદોનું અવગાહન કરી ફરકાવી છે.
પરંતુ જ્ઞાનતત્ત્વના નિરૂપણુમાં સ્વસંસ્કૃતિમાં અમુક પરંપરા હોવી એ એક બાબત છે; તેનું કુશળ પંડિતો અવગાહન કરે એ અપેક્ષિત છે. તો એમાંથી કુશળ ચિંતકો એની પ્રમાણુ વ્યવસ્થા કરે~~ અંશોના સ્વીકાર-પરિહાર કરે, અથવા અને એમાંથી પોતાના અનુભવને સત્ય લાગે એવું તારતમ્ય યોજે એ ખીજી ખાખત છે. એમાંથી જીવનદૃષ્ટિ કે ચિંતનદૃષ્ટિ પ્રકટ કરે એ વળી ત્રીજી ખાખત છે. હરિભદ્રસૂરિએ આ ત્રિવિધ પ્રકારે ભારતીય તત્ત્વચિંતનનું પરિશીલન કર્યું છે.
આચાર્ય હરિભદ્રનાં ચિત્તવિકાસનાં સ્થાનકો જાણવાના આપણી પાસે કોઈ સ્વતંત્ર પુરાવા નથી. પરંતુ એમના ગ્રન્થો ઉપરથી અટકળ કરવાની છૂટ લઉં તો મને એમ લાગે છે કે એમના ચિંતનાત્મક જીવનનું એક મોટું સ્થાનક યુત્તિસ્મતત્વનું વસ્ય તરસ્યા: પરિકઃ—એ ભાવનામાં વ્યક્ત થાય છે; એમાંથી મતિસંગત વિધાનોના સ્વીકારમાં રાગદ્વેષપ્રેરિત પક્ષપાતને બાજુ ઉપર રાખવાં જોઈએ એ એમણે પોતાને માટે કુલિત કર્યું હશે. એમને જિનપ્રતિપાદિત તત્ત્વજ્ઞાન સ્વીકાર્ય બન્યું કારણ કે એ એમની બુદ્ધિને સંગત લાગ્યું. પોતે બ્રાહ્મણ હતા, વૈદિક દર્શનોના જ્ઞાતા હતા, કપિલાદિ મુનિઓને શ્રમણ થયાં પહેલાં આદરપૂર્વક જોયા હરશે, એ આદર શ્રમણ થયા પછી પણ ગયો નહિ હોય! છતાં વીરનું વચન એમને ‘યુક્તિમત્’ લાગ્યું એટલે એનો એમણે સ્વીકાર કર્યો.
એમના ઉપાસ્ય દેવની કલ્પના પણુ આ જ ધોરણે થઈ છે त्यक्तस्वार्थः परहितरतः सर्वदा सर्वरूपं
सर्वाकारं विविधमसमं यो विजानाति विश्वम् ।
ब्रह्मा विष्णुर्भवति वरदः शङ्करो वा हरो (१ जिनो) वा । यस्याचिन्त्यं चरितमसमं भावतस्तं प्रपद्ये ॥ ३१ ॥ ४
(એ॰ 7. તિ॰)
એમની મતિએ આ અને એની આગળપાછળના શ્લોકોમાં કયા ગુણવાળા દેવ ‘પૂજ્ય’ છે એ શોધી કાઢયું છે, એમને નામની સાથે તકરાર નથી. એમની મતિ પૂજ્ય દેવમાં અમુક ગુણ માગે છે અને અમુક દોષ તિરસ્કારે છે. પણ એમની ગતિ આટલું કહ્યા પછી એટલું સ્વીકારવા જેટલી પ્રામાણિક રહી છે કે એ ઉપાસ્ય દેવનું ચરિત · અચિત્ત્વ ' અને · અસમ ', ' કોઈની સમાન નહિ, કોઈની સાથે સરખાવી શકાય નહિ ' એવું છે.
:
"
પરંતુ જે ‘ અચિન્ય ’ છે તે જ્ઞાનનો વિષય નથી અને જે મતિજ્ઞાન અને એની યુક્તિ નો વિષય નથી તેની ઉપાસના કરવી એટલે આકાશકુસુમની માળા પહેરવી.
શ્રી હરિભદ્રસૂરિને આ અજ્ઞાત ન હોય. એ અર્ચિસ્વરૂપ ઈન્દ્રિયવિષયજ્ઞાન-નિર્ભર્ મતિને
૪ જેણે સ્વાર્થનો ત્યાગ કર્યો છે, જે પરહિતમાં રમમાણ છે, સર્વેતા સાપ, સાંધાર, વિવિધ અને એકસરખું નહિ એવા વિશ્વને વિશેષે કરીને જાણે છે, જે શ્રજ્ઞા હોય, વિષ્ણુ હોય, વરદાન કરનાર શંકર ડોય અથવા જિંન હોય—— એનું અસાધારણ અને અચિત્ય ચત છે તેને હું ભાવથી ભજું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org