Book Title: Siddha Prabhrutam Satikam
Author(s): Parshwaratnasagar
Publisher: Omkarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 7
________________ ગ્રંથ સંપાદનના શુભ અવસરે હૃદયના ઉદ્દગારો એકથી એક દુર્લભ ગ્રંથોની રચના દ્વારા પૂર્વમહર્ષિઓએ વર્તમાન કાલિન તેમજ અનાગત કાલિન અધ્યેતાઓ ઉપર અનહદ ઉપકાર કર્યો છે. આ મહર્ષિઓએ પોતાના અમૂલ્ય જ્ઞાનનો વારસો આવા ગ્રંથોના માધ્યમે આપણા સુધી પહોંચાડ્યો છે. એ જ્ઞાનાનંદિઓને શત શત વંદન. પ્રસ્તુત ગ્રંથ “સિદ્ધ પાહૂડ' વિષે સાંભળેલું હતું. પણ ગ્રંથ વાંચનનો અવસર નહોતો મળ્યો. શાસ્ત્રસંશોધક પ.પૂ. આ.ભ.શ્રી મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના માર્ગદર્શનથી અગાઉ પઉમરિય” તેમજ “આખ્યાનકમણિકોશ” બંને મહાકાય પ્રાકૃત ગ્રંથોના સંસ્કૃતિકરણનો અમુલ્ય અવસર પ્રાપ્ત થયો ત્યારબાદ જૈન શાસનના અપ્રતિમ જ્યોતિષ ગ્રંથ સ્વરૂપ “જ્યોતિષકરંડક ઉપાંગ સૂત્ર'નો ગુજરાતી અનુવાદ તેમજ વિશેષ સંશોધન - સંપાદન કરવાનો પણ અવસર મળ્યો. એક પછી એક ગ્રંથોના સંશોધન - સંપાદન – અનુવાદ આદિની પ્રેરણા પૂ.આ.ભ.શ્રી તરફથી સતત મળતી રહી એમાં, પૂજ્યશ્રીએ પ્રસ્તુત ગ્રંથ “સિદ્ધ પાહુડ'ની સંસ્કૃત છાયા તેમજ સરળ અનુવાદ કરવાની ભલામણ કરી મારા મનમાં પણ આ ગ્રંથ વાંચનની ઇચ્છા તો હતી જ અને એમાં દુધમાં સાકરની જેમ આ નાના છતાં અમુલ્ય ગ્રંથનું કાર્ય કરવાનું મળ્યું એટલે ખુશીનો પાર ન રહ્યો. ઉત્સાહ પૂર્વક ગ્રંથના અનુવાદનો પ્રારંભ કર્યો અને માત્ર એક મહિનાના ગાળામાં અનુવાદ તેમજ પ્રાકૃત રચનાની સંસ્કૃત છાયાનું કાર્ય પૂર્ણ થઈ ગયું. પૂજય આચાર્ય ભગવંતે જોયા પછી એ ગ્રંથની મૂળ બે હસ્તલિખિત પ્રતો મોકલી જરૂરી સુધારા નોંધવાનું જરાવ્યું.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 210