Book Title: Shravakni Jayna Pothi Author(s): Tribhuvanbhanu Prakashan Trust Publisher: Tribhuvanbhanu Prakashan Trust View full book textPage 9
________________ ' જયણાનાં ઉપકરણો ૧. ગળણું : પાણી ગાળવા માટેનું સુયોગ્ય કપડું ૨. સાવરણી : ઘરનો કચરો કાઢવા માટે મુલાયમ સ્પર્શવાળી સાવરણી. ૩. પૂંજણી : ખાસ પ્રકારના સુકોમળ ઘાસમાંથી બનાવેલી મુલાયમ સ્પર્શવાળી નાની પીંછી. ૪. ચરવળો : સામાયિક-પ્રતિક્રમણમાં ઉઠતા-બેસતા પૂંજવા-પ્રમાજવા માટે જરૂરી ઉપકરણ. ૫. ચરવળી : લાકડાની નાની દાંડી પર ચરવળા જેવી ઊનની દસીઓ લગાવેલું આ ઉપકરણ છે. કબાટ, માટલા વગેરે સાફ કરવા માટે જયણાનું સુંદર સાધન છે. ૬. મોરપીંછી : મોરનાં પીછાંને બાંધીને બનાવેલું ઉપકરણ. પુસ્તકો, ફોટા વગેરે પૂજવાનું ઉત્તમ સાધન ૭. ચારણા : અનાજ, લોટ, મસાલા વગેરે ચાળવાના અલગ અલગ ચારણા. ૮. ચંદરવો ? રંધાતી રસોઈમાં ઉપરથી જંતુ ન પડે તે માટે રસોડામાં ઉપર બાંધવામાં આવતું કપડું. શારામાં સાત ચંદરવાનું વિધાન આવે છે. (૨)Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80