Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 22
________________ સંમૂર્છિમ જીવોની રક્ષા કરો ૧. એંઠું મુકો નહિ, થાળી ધોઈને પીવો, થાળી ધોઈને પી લીધા પછી ચોખ્ખા કપડાંથી થાળી લૂછી નાંખો. . પાણી પીને ગ્લાસ હાથ રૂમાલથી લૂછીને મૂકો. ઐઠો ગ્લાસ માટલામાં ન નાંખો. ડોયાથી પાણી લેવાની ટેવ પાડો. 3. .. શક્ય હોય ત્યાં પેશાબ-જાજરૂ ખુલ્લી જગ્યામાં જવાનું રાખો, જેથી તરત સુકાઈ જાય. શક્ય હોય ત્યાં પરાતમાં સ્નાન કરી સ્નાનનું પાણી ખુલ્લી નિર્જીવ જમીન પર ફેલાવી દો. પછી પરાત પણ આડી મૂકીને સૂકવી દો. ૫. સ્નાન કરવા કે હાથ-મોં ધોવા ઓછામાં ઓછું પાણી વાપરો. .. ૬. થૂંક્યા પછી થૂંક કે બળખા ઉપર રાખ કે રેતી ઢાંકી દો. .. નાકનું શ્લેષ્મ પણ બે ઘડીમાં સુકાઈ જાય તે રીતે માટીમાં ભેળવી દો. બહારથી આવ્યા પછી પરસેવાથી ભીનાં થયેલા કપડાં દોરી પર પહોળા કરીને સૂકવી દો. ૯. પરસેવો લૂછવાના રૂમાલને ડુચો કે ગડી વાળીને ન રાખો. ખુલ્લો પહોળો રાખવાથી પરસેવો સુકાઈ જાય. ૧૦. એંઠાં વાસણો લાંબો સમય પડ્યા ન રહેવા દો. જમ્યા બાદ તરત બે ઘડીમાં વાસણો સાફ થઈ જાય તેવી ગોઠવણ કરો. ૧૧. થાળી લુછેલા કપડાંને ૪૮ મિનિટમાં સુકાઈ જાય તે રીતે સૂકવી દો તથા તે કપડાંને સૂર્યાસ્ત પહેલા ધોઈ નાંખવું. (૧૫)

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80