Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 52
________________ ૯૮. મોટાં ફળો જેવા કે ફણસ, ભોંયકોળું વગેરે વાપરવાનો ત્યાગ કરો. એના સમારવાદિમાં આરંભ ઘણો પરિણામ કઠોર બને છે. ૯૯. દેરાસરે ચડાવવા આદિ માટે પણ ઘરમાં જાત-દેખરેખ હેઠળ બનાવેલ મિઠાઈ-નૈવેધ આદિનો જ ઉપયોગ કરો. બાજરૂ વસ્તુ ન વાપરો. ૧૦૦. પીપરમીટ, ગોળીઓ, ચોકલેટ કે ટોફીઓ મોટેભાગે અભક્ષ્ય હોઈ તેનો ઉપયોગ ટાળો. દેરાસરમાં ચડાવાય નહિં. ૧૦૧. કલ્દી બનાવતાં દહીં કે છાશને બરાબર ઉકાળી પછી જ બેસણ ભેળવો. નહિંતર વિદળ બની જાય. ૧૦૨. દહીંવડા કે મઠ્ઠો જેવી વાનગીમાં પણ દહીં-છાશ બરાબર ઉકાળી વાપરવાનો વિવેક અને આગ્રહ રાખો. ૧૦૩. દૂધ અને મગ જેવા કઠોળ સાથે ન વાપરો. ૧૦૪. દૂધ અને તેલની બનાવટો, દૂધ અને ગોળની બનાવટો વિરૂદ્ધ આહાર બને છે તેનો ઉપયોગ ટાળો. ૧૦૫. દૂધની સાથે ખટાશવાળા ફળો, રુટસલાડ વાપરવાનું ટાળો. ૧૦૬. એલોપેથિક દવાઓમાં ત્રસહિંસાની સંભાવના વધુ છે તેનો વપરાશ ટાળો. લેવી જ પડે તો પૂરતી તપાસ કરી લો. ૧૦. યુનાની, હોમિયોપેથી કે આયુર્વેદિક પદ્ધતિની દવામાં પણ હિંસક ઔષધો ટાળો. ૧૮. જીવોની રક્ષા માટે જીવોનું વરૂપ સમજવું જરૂરી છે માટે પહેલી તકે “જીવવિચાર'નો ગુરૂગમ મેળવી પાકો અભ્યાસ કરો. (૪૫)

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80