Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 74
________________ ૮. જલેબી બનાવવા સૂર્યોદય પછી આથો તૈયાર કરાવવો. તેમાં જલદી આથો લાવવા ફૂટ સોડા કે લીંબૂનો વપરાશ કરાય છે. તે દિવસના માવામાંથી ગુલાબજાંબુ-રસગુલ્લા જે દિવસે બનાવ્યા તે જ દિવસે વપરાય. પાકી ચાસણી ન હોવાથી બીજા દિવસે ન વપરાય. વાસી માવો કોઈ વસ્તુમાં વાપરવો નહિં. ૧૦. દૂધીનો હલવો જે દિવસે બનાવ્યો હોય તે જ દિવસે વપરાય. બીજા દિવસે ન વપરાય. ૧૧. દૂધનો માવો બનાવેલા દિવસે જ વપરાય પરંતુ તેને બરાબર ઘીમાં બોળીને તળીને લાલ કરેલો પાકો માવો મિઠાઈના કાળ મુજબ સાકરની ચાસણી પાકી હોય તો ચાલે. ૧૨. ચુરમું કર્યું હોય તો તે દિવસે જ વપરાય પરંતુ ચુરમાના વાડું મુઠિયા તળીને ભૂકો કર્યા પછી શેકીને બનાવો તો મિઠાઈના કાળ મુજબ ચાલે. ૧૩. સેકેલો પાપડ તે જ દિવસે વાપરવો. તળેલો પાપડ બીજા દિવસે વાપરી શકાય. ૧૪. ફલાવરમાં ત્રસજીવોની હિંસા છે. ન વાપરવું. ૧૫. શાક સમારતા વનસ્પતિમાં રહેલા જીવજંતુની હિંસા ન થાય તેની કાળજી લેવી. કોબી પાંદડા ખોલી, તપાસી લેવા. ત્યાગ કરવો ઉત્તમ છે. ૧૬. માટલામાં એક ગ્લાસ ન નાંખવો. ઐઠા પાણીમાં પંચેન્દ્રિય સંમૂછિમ જીવો થાય છે. ગ્લાસ વાપરીને લૂંછવો. કપ-રકાબી-વાસણ ઐઠા રાખવા નહિં. (૦).

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80