Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 72
________________ છે. આટઆટલી હોસ્પિટલોનું કારણ હોટલો છે. ડોક્ટરોનું કહેવું છે કે “અમારા ધંધાનો આધાર હોટલવાળા, લારીવાળા તથા ઈસ્ટંટક્ક પર છે.” આજનો સમાજ જેટલા મસાલા ખાય છે તેટલા ભૂતકાળમાં ખાનારા સાંભળવા મળ્યા નથી. ઈંડા-માંસ-દારૂ મસાલાદિના કારણે કીડની ફેઈલ અને હોજરીના અલ્સરાદિ રોગ થાય છે. જીભને ચટકો મળ્યો કે જીવ ભાન ભૂલીને ખાય છે. પેટમાં ગયા પછી આરોગ્યનું શું થશે તે ભૂલી જાય છે. આજે ઘરઘરમાં અભક્ષ્ય ખાન-પાન પેસી ગયા છે. જીવલેણ રોગો જીવન ટુંકાવી રહ્યા છે. માટે સાવચેત બની બહારનું ખાવાનું છોડતા જાવ તો અનેક પાપોથી બચાશે વળી, એથી શરીર સારું રહેશે અને સુખી થશો. દવાના ખર્ચથી બચી જશો એ નફામાં. આહાર ભોજનમાં જયણા-જીવદયા પાળવાથી ઘણી હિસાથી બચાય છે, આરોગ્ય પણ જળવાય છે. હોસ્પિટલોમાં જવું પડતું નથી. અહિંસાધર્મના પાલનથી આ ભવ તો સારો રહે છે, પરલોક પણ સારો બને છે અને દુર્ગતિની પરંપરાથી બચીએ છીએ. ૧. અભક્ષ્ય વસ્તુ, કંદમૂળ, બટાકા, કાંદા, લસણ, બ્રેડ, સેન્ડવીચ, બરફ, આઈસ્કીમ, બહુબીજ, મધ, માખણ, ચીઝ, ચલિત રસ, બોળ અથાણું, ફણગાવેલા કઠોળ, કુંવારપાઠા, વાસી ભોજન, પીઝા, કસ્ટર્ડ પાવડર, જેમ્સ પોલો, ડેરીમિલ્ક જેવી આઈટમો ઈંડા વગેરે અભક્ષ્ય પદાર્થોના મિશ્રણથી બનેલ હોવાથી વાપરવા નહિં. દ્વિદળ ન થાય માટે દૂધ-દહીં-છાશ બરાબર ઉકાળી જ વાપરવા. કાચા દૂધ-દહીં-છાશ સાથે કઠોળ, ચણા, મગ, મઠ, અડદ તુવેર, વાલ, ચોળા, વટાણા, લાંગ, (૫)

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80