Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 58
________________ જે ભવ્યાત્મા હંમેશ માટે રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે ખરેખર ધન્ય છે. અંદગીભર રાત્રિભોજનના ત્યાગીને અડધી જીંદગીના ઉપવાસનું ફળ મળે છે. - ચોગશાસ્ત્ર ૩/૬૯ રાત્રિભોજનથી તાત્કાલિક થનારા નુકશાનો જે રાત્રે ભોજનમાં જ આવે તો જલોદર થાય, કીડી ખાવામાં આવી જાય તો બુદ્ધિનો નાશ થાય છે, માખી આવી જાય તો વોમિટ થાય છે, કરોળીયો આવી જાય તો કોઢ રોગ થાય છે, કાંટો અથવા લાકડાનો ટુકડો આવી જાય તો ગળાની ભયંકર વેદના થાય છે. શાકમાં વીછી આવી જાય તો તાળવું વિંધી નાખે છે અને ગળામાં વાળ આવી જાય તો સ્વરભંગ થાય છે - ગળું બેસી જાય છે. કુડ પોઈઝન આવી જાય તો ઝાડા-ઉલટી અને જીવન જોખમમાં મૂકાઈ જાય છે. સર્પની લાળથી મૃત્યુ થાય છે. આ રીતે રાત્રિભોજનમાં અનેક પ્રત્યક્ષ રોગો - દોષો ઉત્પન્ન થાય છે. સંસ્થાના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, કાર્યકરો, દાનવીરોને લાલબત્તી સામૂહિક પાપના કાતિલ પરિણામ બાબત આગળ લખેલ લખાણ વાંચવા વિનંતી. પાપના આયોજનથી બચો અને બચાવો. રાત્રિભોજનમાં ત્યાગમાં અનેક મહાન લાભો રહેલા છે. રાત્રિભોજનના નિષેધ પાછળ જેમ આત્માની સુરક્ષા છે, તેમ શરીરની પણ સુરક્ષા છે. તેનો ત્યાગ શરીરને રોગોથી બચાવી નીરોગી રાખવામાં મોટો ફાળો છે. મનને સ્વસ્થ રાખે છે. (૫૧)

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80