Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 63
________________ દીર્ઘ આયુષ્ય, શ્રેષ્ઠ રૂપ, આરોગ્ય અને પ્રશંસનીયતા વગેરે અહિંસાના ફળો છે. વધુ શું કહેવું? મનોવાંછિત ફળ આપવા માટે અહિંસા કામધેનુ સમાન છે માટે દયાધર્મનું પાલન વધારો. રાત્રિભોજન - ડોક્ટર - વૈધોની દ્રષ્ટિએ - પેલું પ્રાચીન સુભાષિત તો યાદ જ હશે.... પેટ કો નરમ, વિ કો ગરમ, શિરકો રખો ઠંડા ફીર જબ આવે ડોક્ટર, તબ ઉસકો લગાવો ડુંડા..! અહીં ડોક્ટરને મારવાની વાત નથી પણ કહેવાનો મતલબ એ છે કે જે પેટને નરમ રાખતો હોય, માથાને ઠંડું રાખતો હોય ગુસ્સો ન કરતો હોય અને પગને ગરમ રાખતો હોય તેને કદિ ડોક્ટરને શરણે જવું પડતું નથી! આજે હોસ્પીટલો ઉભરાય છે તેના પાછળનું કારણ પહેલાં નંબરે બગડેલી આહારચર્યા છે. પેટને નરમ લાઈટ હળવું રાખવાને બદલે ટાઈટ કરતા થઈ ગયા છીએ.. એના કારણે એવી ચૂસ્તી આવે કે પગ ગરમ ક્યાંથી થાય? અને માથું પણ ઠંડું ક્યાંથી રહે! નાની વાતમાં મગજનો પારો ચડી જાય છે. ક્રોધના આવેશમાં ન કરવાનું કરી બેસે છે. ત્રણે બાબતમાં આજે આપણે ઊંધી દિશા પકડી રહ્યા હોય એમ નથી લાગતું? અતિઆહારની જેમ રાત્રિના આહાર પણ બિમારીનું ઉદ્ગમસ્થાન છે. વૈધોનું સ્પષ્ટ ફરમાન છે કે રાત્રે સૂતાં પહેલા ૩-૪ કલાક પૂર્વે જ ખોરાક ખાઈ લેવા જોઈએ. જેથી એ ખોરાકનું સારી રીતે પાચન થાય! શરદી વગેરે દરેક રોગો પણ સત્રિ વિશેષ હુમલો કરે છે. રાત્રે પાચનતંત્ર મંદ (૫૬)

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80