Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 65
________________ નાચમાં ભોગલેપટો જીવનની કુરબાની કરે છે. અજ્ઞાનઅંધકાર, એકાંત, અનાચારથી બચાવ ધર્મનું જ શરણ ઉપયોગી છે. જીવનમાં અજવાળું કરનાર ધર્મ છે. રાત્રે ફરનારા અને ચરનારા ઘુવડ વગેરે પક્ષીઓને અનુસરવું મનુષ્યને શોભતું નથી. કોણ જાણે આજનો માનવ, માનવ છે કે નરપિશાચ છે? આજે જુની માન્યતા, વિસરાઈ ગઈ છે કે - જીવના ટકાવવા માટે ખોરાક છે.. ખા-ખા કરવા માટે જીવન નથી? લાઈટોના ગમે તેટલા પ્રકાશમાં પણ રાત્રે અમૂક સૂક્ષ્મજીવો તો જોઈ શકાતા જ નથી! દયા જેવો કોઈ ઉત્તમ ધર્મ નથી, શુદ્ધ અન્ન જેવું કોઈ ઉત્તમ દાન નથી, સત્ય સમાન બીજી કોઈ કીર્તિ નથી, અને શીલ જેવો કોઈ શણગાર નથી! રાત્રિભોજન કરનારની પરલોકમાં થતી ગતિ રાત્રિભોજન કરવાથી માનવો ઘુવડ-કાગડા-બિલાડાગીધ-સાબર-ભૂંડ-સાપ-વીંછી અને ઘો (ચંદનઘો-પાટલાઘો) વગેરેના અવતાર પામે છે. એ અવતારો મોટા ભાગે એવા હોય છે કે ત્યાં પણ ભોજન સાથે રાત્રિભોજનનું પાપ ચાલું જ રહે અથતિ નવા નવા પાપો બાંધવાના અને એવા હલકાં જન્મો લેવાના. આ વિષચક્રમાંથી બચવા રાત્રિભોજનનો ત્યાગ ઉત્તમ ઉપાય છે. - ચોગશાસ્ત્ર ૩/૮ રાત્રિભોજનના ત્યાગમાં જે ગુણો રહેલ છે તે સર્વજ્ઞ ભગવંત સિવાય અન્ય કોઈ કહેવા માટે સમર્થ નથી! - યોગશાસ્ત્ર ૩/૦૦ (૫૮)

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80