Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 67
________________ અનંતકાયનું એટલે કંદમૂળ, બટાટા, ડુંગળી, લસણ, ગાજર, મૂળા આદિનું ભક્ષણ... જૈનેતર ગ્રંથોમાં પણ રાત્રિભોજન ઉપરાંત બોળઅથાણાંનો અને અનંતકાય (કંદમૂળ) નો સ્પષ્ટ નિષેધ કરેલો જોવા મળે છે. પણ રસના લાલચુ અને ખાવા-પીવાના શોખીનો શાસ્ત્રની વાતો સામે આંખ આડા કાન કરવા લાગ્યા છે અને હિંદુ ધર્મના લોકોને એમના ધર્મગુરુઓ પણ આ વાત સમજાવે તો સ્વ-પરની રક્ષા થાય. જીવન દયાળુ પરોપકારમય અને સુશીલ બને. - વેદિક દર્શન ૦ જેઓ મદિરા-દારૂ, માંસ, રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ કરે છે તેમના તીર્થયાત્રા, જપ-તપાદિ અનુષ્ઠાનો નિષ્ફળ જાય છે. સૂર્ય આથમી ગયા પછી પાણી પીવું એ લોહી પીવા બરાબર અને ભોજન કરવું એ માંસ ખાવા બરાબર છે એમ માર્કંડેય ઋષિ જણાવે છે. સ્વજન-સ્નેહીનું મૃત્યુ થતાં માણસને શોક લાગુ પડે છે. તો પછી સૂર્યનો અસ્ત થાય ત્યારે ભોજન કેમ કરી શકાય? અથત સૂર્યાસ્ત થયા બાદ રાત્રિભોજન સર્વથા વર્ય છો મદિરા, માંસ રાત્રિભોજન અને કંદમૂળનું ભક્ષણ જે કરે છે તે નરકમાં જાય છે. અને તેનો ત્યાગ કરનાર આત્મા રવર્ગમાં જાય છે. હે યુધિષ્ઠિરા હંમેશા દેવોએ દિવસના પ્રથમ (પ્રહર) ભાગમાં ભોજન કરેલું છે. ત્રાષિમુનિઓએ દિવસના બીજા પ્રહરમાં ભોજન કરેલું છે. પિતાઓએ ત્રીજા પ્રહરમાં ભોજન (૬૦)

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80