Book Title: Shravakni Jayna Pothi
Author(s): Tribhuvanbhanu Prakashan Trust
Publisher: Tribhuvanbhanu Prakashan Trust

View full book text
Previous | Next

Page 69
________________ एक भक्ताशनान्नित्यमग्निहौत्रफलं लभेत् । અનસ્તમોનનો નિત્ય, તીર્થયાત્રા-તં ભવેત્ ॥ સ્કન્દપુરાણ સ્કંધ ૭ અ ૧૧ લો. ૨૩૫. જે માનવ હંમેશા રોજ એકવાર ભોજન કરે છે તે અગ્નિહોત્રના ફલને પામે છે અને જે માનવ હંમેશા સૂર્યાસ્ત પૂર્વે જ ભોજન કરે છે તેને તીર્થયાત્રાનું ફળ ઘરે બેઠાં પણ થાય છે. રાત્રિભોજન કરનારને રોજ તીર્થયાત્રાનું ફળ ન મળે એમ અન્ય દર્શન જણાવે છે જૈનોએ તીર્થયાત્રા કરવા જાય ત્યારે વિશેષ કરીને રાત્રિભોજનનો ત્યાગ કરવો. અન્યથા તીર્થક્ષેત્રમાં રાત્રિભોજનથી વજ્રલેપ જેવું ચીકણું કર્મ બંધાય છે. चातुर्मास्ये तु सम्प्राप्ते, रात्रिभोज्यं करोति च: । तस्य शुद्धिर्न विद्येत, चान्द्रायणशतैरपि । - ઋષીશ્વ ભારત - વૈદિક દર્શન ચાતુર્માસમાં પણ જે રાત્રિભોજન કરે છે તેના પાપની શુદ્ધિ સેંકડો ચાન્દ્રાયણતપથી પણ થતી નથી. यो दद्यात् काश्चनं मेरुं, कृत्स्रा चैव वसुंधरां । एकस्य जीवितं दद्यात्, न च तुल्यं युधिष्ठिरं ॥ હે યુધિષ્ઠિર! એક માણસ સોનાના મેરુ પર્વતનું કે આખી પૃથ્વીનું દાન કરે અને બીજો માણસ એક પ્રાણીને જીવન અભયદાન આપે એ બંનેની કદિ સરખામણી કરી શકાતી નથી. II અહિંયા પો ધર્મ અનંત સુખોની માતા જીવદયા છે. (૬૨)

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80